GPSC General Studies Subject New Syllabus For All Exams

By Gujju Blogger

Published on:

Gujarat Public Service Commission (GPSC) has published the latest notification for changing the syllabus of General Studies subject for all class 1-2 and 3 exams. Candidates can read the new General Studies exam syllabus below.

GPSC General Studies Subject New Syllabus

A new syllabus for the subject ‘General Studies’ has been announced so that candidates appearing for different exams do not have to prepare differently each time. Since there is only one syllabus, candidates can prepare in advance and the preparation done for one exam can be useful in other exams as well.

GPSC General Studies New Syllabus 2025

ઈતિહાસ અને સંસ્કૃતિ

સિંધુખીણની સભ્યતા, વૈદિક યુગ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ

મધ્ય એશિયા સાથેના સંપર્ક તથા પરિણામો

પ્રાચીન, મધ્યકાલીન તથા અર્વાચીન ભારતમાં તેમજ ગુજરાતના મુખ્ય રાજવંશો- તેમના શાસકો, વહીવટી તંત્ર, સામાજિક, ધાર્મિક અને આર્થિક પરિસ્થિતિ વગેરે

ભક્તિ આંદોલન અને સૂફીવાદ

ભારતમાં યુરોપિયનોનું આગમન અને સર્વોચ્ચતા માટેનો તેમનો સંઘર્ષ, ભારતમાં કંપની શાસન, ભારતમાં બ્રિટિશ શાસનની સ્થાપના અને વિસ્તરણ, ભારત અને ગુજરાતમાં 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ, 19 મી સદીમાં ભારત અને ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારા આંદોલનો, ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ, ભારત અને વિદેશમાં ભારતીય ક્રાંતિકારીઓ

રાષ્ટ્રીય આગેવાનો તથા તેમનું વિવિધ ક્ષેત્રમાં યોગદાન

આઝાદી પછીનું ભારત અને ગુજરાત

ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો: કળાસ્વરૂપો, સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્ય, સંગીત, નૃત્ય, વગેરે

ભારત તથા ગુજરાતની સંત પરંપરા અને લોકમાનસ પર તેનો પ્રભાવ

ભારત અને ગુજરાતની જીવન પરંપરા, મેળા, ઉત્સવો, ખાણી-પીણી, પોશાક, વગેરે

ગુજરાતના સંગ્રહસ્થાનો, પુસ્તકાલય પ્રવૃતિ, સાંસ્કૃતિક-ધાર્મિક અને સાહિત્યિક મહત્વ, ગુજરાતી રંગભૂમિ: નાટકો, ગીતો અને વિવિધ નાટ્યમંડળીઓ, વગેરે

આદિવાસી જનજીવન: તહેવારો, મેળા, પોશાક, ધાર્મિક વિધિઓ, વગેરે

ગુજરાતી સાહિત્ય: પ્રવાહો, વળાંકો, સાહિત્યકારો, સાહિત્યિક રચનાઓ અને સાહિત્ય સંસ્થાઓ, ગુજરાતી ભાષા અને બોલીઓ, વગેરે

ગુજરાતના તીર્થસ્થળો અને પર્યટનસ્થળો

ભારતીય રાજ્ય વ્યવસ્થા, બંધારણ, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો

ભારતીય બંધારણ: ઉદ્ભવ અને વિકાસ, લાક્ષણિકતાઓ, બંધારણની મહત્વની જોગવાઈઓ, અગત્યના બંધારણીય સુધારાઓ, અંતર્નિહિત માળખું, સમવાયતંત્રને લગતી બાબતો વગેરે

બંધારણીય સંસ્થાઓ: સત્તા, કાર્યો અને જવાબદારી, વૈધાનિક, નિયમનકારી અને અર્ધ-ન્યાયિક સંસ્થાઓ

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ

ભારતમાં ન્યાયપાલિકા-માળખું અને કાર્યો, ન્યાયિક સમીક્ષા, જનહિત યાચિકા, સીમાચિન્હ ચુકાદાઓ વગેરે

ભારતની વિદેશ નીતિ – આંતરરાષ્ટ્રીય સંબંધો – મહત્વની સંસ્થાઓ, એજન્સીઓ, વિવિધ સંગઠનો, તેમનું માળખું અને કાર્ય, વગેરે

કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્યની નીતિઓ અને કાર્યક્રમો

તાર્કિક અને બૌદ્ધિક ક્ષમતા

તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા

નિર્ણય લેવાની તથા સમસ્યાનો ઉકેલ કરવાની ક્ષમતા

સામાન્ય બૌદ્ધિક ક્ષમતા

મૂળભૂત સંખ્યાત્મક ક્ષમતા

માહિતીનું અર્થઘટન (ચાર્ટ, ગ્રાફ, કોષ્ટકો, ડેટા પર્યાપ્તતા વગેરે)

ભારત અને ગુજરાતનું અર્થતંત્ર

અર્થશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો અને વિભાવનાઓ

સ્વતંત્રતા પૂર્વે ભારતીય અર્થતંત્ર, ભારતમાં આયોજનની કામગીરી, મોડેલો અને સમયાંતરે તેમાં આવેલા ફેરફારો વગેરે, નવા આર્થિક સુધારાઓ, નીતિ આયોગ ઈત્યાદી

કૃષિ ક્ષેત્ર: મુખ્ય પાકો, પાકની તરેહ અને સિંચાઈ વગેરે, સંસ્થાકીય માળખું – ભારતમાં જમીન સુધારણાઓ: કૃષિમાં ટેક્નોલોજિકલ પરિવર્તનો, કૃષિ નિપજક અને ઉત્પાદનોની ભાવનીતિ, કૃષિ અને ઉધોગ વચ્ચે વેપારની શરતો, કૃષિ વિત્તિય નીતિ, વેચાણ અને સંગ્રહ, ખાધ્ય સુરક્ષા અને જાહેર વિતરણ વ્યવસ્થા, હરિત ક્રાંતિ, ટકાઉ ખેતી અને જૈવિક ખેતી માટેની નીતિ, વગેરે

ઔધોગિક નીતિ: જાહેર ક્ષેત્રના સાહસો, ખાનગીકરણ અને વિનીવેશીકરણ, ઔધોગિકરણની વૃદ્ધિ અને તરેહ, નાના પાયાના ઉધોગનું ક્ષેત્ર, ઔધોગિક ક્ષેત્રમાં ઉત્પાદકતા, ખાસ આર્થિક વિસ્તાર અને ઔધોગિકરણ, વિદેશી મૂડીરોકાણ અને સ્પર્ધાની નીતિ, વગેરે

ભારતીય અર્થતંત્રમાં આંતરમાળખું: આંતરમાળખાકીય સુવિધાઓ, પાણી પુરવઠો અને સ્વચ્છતા, ઉર્જા અને વીજળી, વિજ્ઞાન અને ટેકનોલોજી, ગ્રામીણ અને શહેરી આંતરમાળખાગત સુવિધાઓ, બંદરો, માર્ગો, હવાઈમથકો, રેલવે, ટેલિકોમ્યુનિકેશન વગેરે. સોશિયલ ઇમ્પેક્ટ અસેસમેન્ટ, વગેરે

સમયાંતરે વસ્તીના માળખાના વલણો અને તરેહ – વૃદ્ધિ દર, જાતિ, ગ્રામીણ અને શહેરી સ્થાનાંતરણ, સાક્ષરતા, પ્રાદેશિક, ગરીબી અને અસમાનતાનું માળખું અને વલણો, બેકારી-વલણો, માળખું અને રાષ્ટ્રીય ગ્રામ્ય રોજગાર નીતિઓ, વિકાસના વિવિધ નિર્દેશકો, વગેરે

ભારતીય જાહેર વિત્તવ્યવસ્થા: ભારતીય કર પદ્ધતિ, જાહેર ખર્ચ, જાહેર દેવું, ભારતીય અર્થતંત્રમાં ખાધ અને સહાય, કેન્દ્ર અને રાજ્યના નાણાકીય સંબંધો, તાજેતરના રાજકોષીય અને નાણાકીય નીતિઓના મુદ્દાઓ અને તેમની અસરો, વસ્તુ અને સેવા કાર (GST), વગેરે

ભારતના વિદેશ વ્યાપારના વલણો, સંરચના, માળખું અને દિશા, સુધારાઓ પછીના સમયમાં ભારતની લેણદેણની તુલાની સ્થિતિ, વગેરે

ગુજરાતનું અર્થતંત્ર: ગુજરાતમાં સામાજિક ક્ષેત્રો, શિક્ષણ, આરોગ્ય અને પોષણ. વર્તમાન દાયકાઓમાં ગુજરાતનું અર્થતંત્ર, ભારત અને પ્રમુખ રાજ્યોની તુલનાએ કૃષિની મુખ્ય સમસ્યાઓ, વન, જળ સંશાધનો, ખાણ, ઉધોગ અને સેવા ક્ષેત્ર. આર્થિક અને સામાજિક માળખાગત સુવિધાઓના વિકાસની નીતિઓ, વગેરે

ભૂગોળ

સામાન્ય ભૂગોળ: સુર્યમંડળના ભાગરૂપ પૃથ્વી, પૃથ્વીની ગતિ, સમય અને ઋતુની વિભાવના, પૃથ્વીની આંતરિક સંરચના, મુખ્ય ભૂમિ સ્વરૂપો અને તેની લાક્ષણિકતાઓ, વાતાવરણની સંરચના અને સંગઠન, આબોહવાના તત્વો અને પરિબળો, વાયુ સમ્યુચ્ય અને વાતાગ્ર, વાતાવરણીય વિક્ષોભ, આબોહવાકીય બદલાવ, મહાસ્યગરો: ભૌતિક, રાસાયણિક, જૈવિક લાક્ષણિકતાઓ, જલિય આપત્તિઓ, દરયાઈ અને ખંડિય સંસાધનો, વગેરે

ભૌતિક ભૂગોળ: ભારત, ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં, મુખ્ય પ્રાકૃતિક વિભાગો, ભૂકંપ અને ભૂસ્ખલન, કુદરતી અપવાહ, મૌસમી આબોહવાના પ્રદેશો, વાતાવરણીય વિક્ષોભ, ચક્રવાત, કુદરતી વનસ્પતિ: રાષ્ટ્રીય ઉધાન અને અભયારણ્ય, જમીનના મુખ્ય પ્રકારો, ખડકો અને ખનીજો, વગેરે

સામાજિક ભૂગોળ: ભારત, ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં: વસ્તીનું વિસ્તરણ, વસ્તી ઘનતા, વસ્તીવૃદ્ધિ, સ્ત્રી પુરુષ પ્રમાણ, સાક્ષરતા, વ્યાવસાયિક સંરચના, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વસ્તી, નૃજાતિ સમૂહ, ભાષાકીય સમૂહ, ગ્રામીણ-શહેરી ઘટકો, શહેરીકરણ અને સ્થળાંતર, મહાનગરીય પ્રદેશો, વગેરે

આર્થિક ભૂગોળ: અર્થતંત્રના મુખ્ય વિભાગ, કૃષિ ઉધોગ, સેવાઓ, તેમની મુખ્ય લાક્ષણિકતાઓ, પાયાના ઉધોગો – કૃષિ, ખનીજ, જંગલ, ઈંધણ (બળતણ) અને માનવ શ્રમ આધારિત ઉધોગો, પરિવહન અને વેપાર, વગેરે

વર્તમાન પ્રવાહોના સંદર્ભમાં ભૂગોળ

વિજ્ઞાન અને ટેકનોલોજી

વિજ્ઞાન અને ટેકનોલોજી: વિજ્ઞાન અને ટેકનોલોજી (આઇસીટી): આઇસીટીનું સ્વરૂપ અને ક્ષેત્ર, રોજ બરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજી તથા તેની પ્રસ્તુતા, વિજ્ઞાન-ટેકનોલોજી અને ઇનોવેશન અંગેની રાષ્ટ્રીય નીતિ, ભારતમાં વિજ્ઞાન ટેકનોલોજી અને ઇનોવેશન સાથે સંકળાયેલા વિવિધ સંસ્થાઓ, તેમની પ્રવૃતિઓ અને યોગદાન, પ્રસિદ્ધ ભારતીય વૈજ્ઞાનિકોનું યોગદાન, વગેરે

ઈન્ફર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી (આઇસીટી): આઇસીટીનું સ્વરૂપ અને ક્ષેત્ર, રોજબરોજના જીવનમાં આઇસીટી, આઇસીટી અને ઉધોગ, આઇસીટી અને ગવર્નન્સ, આઇસીટીને ઉત્તેજન આપતી વિવિધ યોજનાઓ, નેટીક્વેટ્સ,સાયબર સિક્યુરિટી, નેશનલ સાયબર ક્રાઇમ પોલિસી, વગેરે

અંતરીક્ષ/અવકાશ અને સંરક્ષણ સેવામાં ટેકનોલોજી: ભારતીય અંતરીક્ષ કાર્યક્રમની ઉત્ક્રાંતિ/વિકાસ, ઈસરો તથા અન્ય સંસ્થાઓ, તેમની પ્રવૃતિઓ અને સિદ્ધિઓ, વિવિધ સેટેલાઈટ કાર્યક્રમો, ડીઆરડીઓ અને ભારતીય મિસાઈલ કાર્યક્રમ, વગેરે

ઉર્જાની જરૂરિયાત અને કાર્યક્ષમતા: ભારતની પ્રવર્તમાન ઉર્જા જરૂરિયાત અને ઘટ, ભારતના ઉર્જા સ્ત્રોતો અને આધારિતતા, ભારતની ઉર્જા નીતિ – સરકારની નીતિઓ અને કાર્યક્રમો, વગેરે

ભારતની પરમાણુ નીતિ અને તેની વિશ્વ પ્રત્યે પ્રતિબદ્ધતા: ભારતનો પરમાણુ ઉર્જા કાર્યક્રમ, અન્ય દેશો સાથે ભારતની પરમાણુ સહકારિતા, ભારત અને ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપ, ભારતની પરમાણુ હથિયાર નીતિ, પરમાણુ હથિયાર અપ્રસાર અને પ્રતિબંધ બાબતે વિવિધ સંધિઓ, કોન્ફરન્સ અને શિખર પરિષદ, વગેરે

પર્યાવરણ વિજ્ઞાન: પર્યાવરણને લગતા મુદ્દાઓ અને તેના કાયદાકીય પાસા, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણની જાળવણી માટે નીતિઓ અને સંધિઓ, બાયોડાયવર્સિટી (જૈવ વિવિધતા), ક્લાઇમેટ ચેન્જ, આંતરરાષ્ટ્રીય પ્રયત્નો (નીતિઓ અને પ્રોટોકોલ) તથા ભારતની પ્રતિબદ્ધતા, વન અને વન્યજીવન: વન અને વન્યજીવન સંરક્ષણ માટે કાયદાકીય માળખું. પર્યાવરણીય આપત્તિ વ્યવસ્થાપન તથા તે બાબતે નેશનલ એક્શન પ્લાન અને પર્યાવરણ, વગેરે

બાયોટેકનોલોજી, નેનો ટેકનોલોજી અને અન્ય ઉભરતી ટેકનોલોજીના સ્વરૂપ, ક્ષેત્ર, અને ઉપયોગ/ અમલ, નૈતિક, સામાજિક અને કાયદાકીય મુદ્દાઓ, સરકારી નીતિઓ તથા તેની માનવ જીવન પર અસર, વગેરે

વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે સંકળાયેલી વિવિધ સંસ્થાઓ, તેના કાર્યો, અને યોગદાન વગેરે

સામાન્ય જ્ઞાન તથા પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ (કરંટ અફેર્સ)

Summary

This new exam syllabus notification was published on the gpsc.gujarat.gov.in website. The commission has officially changed the General Study subject syllabus. Gujarat Public Service Commission (GPSC) General Studies new syllabus notification candidates can download from here.

Gujju Blogger

Hello, I am Gujju Blogger. I am a blogger since 2015 & I am a educational blogger. I am providing information related education, competitive exams & latest recruitment. This Gujju247 is created for spreading important Gujarati information to Gujarati peoples who are living Worldwide & Gujarat, India. For Any Help Or Any Questions Or Queries Please Contact Us By gujjuknowledge.in@gmail.com | Thank You!

Related Post

VMC Sainik (Firemen) Sub Officer (Fire) & Station Officer (Fire) Recruitment 2025

The Vadodara Municipal Corporation (VMC) conducts various posts recruitment 2025 for the 219 different categories of vacancies. The official notification of the VMC recruitment 2025 has been released ...

Gujarat Staff Nurse Recruitment 2024-25: Call Later & Exam Date

The Commissioner’s Health Office, Gandhinagar has recently released an advertisement to fill up a total of 1903 posts of Staff Nurse Class-III. Candidates can read detailed advertisement instructions ...

GPSC Exam Calendar 2025 Out: 1751 Vacancies

Gujarat Public Service Commission (GPSC) has released the exam calendar for 2025. There are a total of 1751 recruitment vacancies in 2025. Candidates can check all the details ...

RRB Group D Recruitment 2025: Apply Online, Notification, Syllabus

The Railway Recruitment Boards (RRBs) have released the latest notification for the Group D (CEN 08/2024) recruitment 2025. The online applications will be accepted from 23/01/2025 to 22/02/2025. ...

Leave a Comment