
WhatsApp Channels Feature: Meta કંપનીએ ભારત સહિત સમગ્ર વિશ્વમાં WhatsApp માટે WhatsApp Channels Feature (વોટ્સએપ ચેનલ) રિલીઝ કરવાનું શરૂ કરી દીધું છે. તે એક-માર્ગી પ્રસારણ સાધન તરીકે બહાર પાડવામાં આવ્યું છે. વોટ્સએપ ચેનલ કેવી રીતે બનાવવી, વોટ્સએપ ચેનલના ફીચર્સ શું છે અને વોટ્સએપ ચેનલ વિશે સંપૂર્ણ માહિતી તમે અહીથી જાણી શકો છો.
WhatsApp Channels Feature Gujarati: જાણો વોટ્સએપ ચેનલ વિશે સંપૂર્ણ જાણકારી
મેટાના લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપે હવે તેની નવીનતમ ચેનલ્સ સુવિધા વિશ્વભરમાં ઉપલબ્ધ કરાવી દીધી છે. આ દેશોમાં ભારતનો પણ સમાવેશ થાય છે. શરૂઆતમાં આ સુવિધા 10 દેશોમાં ઉપલબ્ધ હતી. જો કે, હવે તેને 150 થી વધુ દેશોમાં એક્સેસ કરી શકાય છે. મેટા અનુસાર, મહત્વપૂર્ણ અપડેટ્સ પ્રાપ્ત કરવાની આ તમારી વ્યક્તિગત રીત હશે. ટેલિગ્રામમાં પણ આવી જ સુવિધા પહેલેથી ઉપલબ્ધ છે. પણ આ ટેલિગ્રામ ચેનલ કરતાં અલગ પડે છે.
વોટ્સએપના આ નવા ફીચર દ્વારા યુઝર્સ એપની અંદર જ વિવિધ પ્રકારના કન્ટેન્ટને એક્સેસ કરી શકશે એટલે કે જોઈ શકશે. આ અપડેટ્સ વિવિધ સંસ્થાઓ, સ્પોર્ટ્સ ટીમો, કલાકારો અથવા વિચારશીલ નેતાઓ, સરકારી સંસ્થાઓ તરફથી તમે મેળવી શકો છો તેમને ફોલો કરીને.
ચેનલ્સ ફીચર નિયમિત ચેટ વાતચીત કરતા અલગ છે. અહિયાં તમે માત્ર માહિતી જ મેળવી શકશો. વોટ્સએપ ચેનલ વપરાશકર્તાઓને એક સુરક્ષિત વાતાવરણ પ્રદાન કરશે, જ્યાં વપરાશકર્તાઓ તેમના અનુયાયીઓને તેમની પસંદગીઓ વિશે કહ્યા વિના વિવિધ ચેનલોને અનુસરવામાં એટલે કે ફોલો કરવામાં સમર્થ હશે. ગોપનીયતા પર ભાર મૂકતા, કંપનીએ કહ્યું કે એડમિન અને ફોલોઅર્સની અંગત માહિતી સુરક્ષિત રહેશે. એડમીન પણ ફોલો કરનારને જોઈ શકશે નહીં અથવા કોઈપણ વ્યક્તિ કોઈના કોન્ટેક નંબરને જોઈ શકશે નહીં.
WhatsApp એ વપરાશકર્તાના અનુભવને વધારવા માટે આ અપડેટ્સ રજૂ કર્યા છે:
વોટ્સએપ યુઝર્સને એક નવું જ ફીચર મળશે જેનાથી તે તેમના પસંદગી મુજબ ચેનલને શોધી પણ શકશે અને તેમને ફોલો પણ કરી શકશે. જેમ જેમ વોટ્સએપ ચેનલમાં નવી અપડેટ આવતી રહેશે તેમ તેમ તમને તેની જાણકારી મળતી રહેશે.
તમે ચેનલમાં આવેલી કોઈપણ પોસ્ટને ઇમોજી દ્વારા પ્રતિક્રિયા આપીને તે તમને પસંદ આવી કે નહીં તે જણાવી શકશો. વોટ્સએપ ચેનલમાં પોસ્ટ ઉપર કેટલી પ્રતિક્રિયાઓ આવ છે તેની સંખ્યા દેખાઈ શકશે પરંતુ કોણે કોણે પ્રતિક્રિયા આપી છે તે દેખી શકાશે નહીં.
વોટ્સએપ ચેનલ અપડેટ 30 દિવસ સુધી એડિટ કરી શકશો. ત્યારબાદ એ આપોઆપ વોટ્સએપ સર્વરમાંથી ડિલેટ થઈ જશે. મેટા કંપનીએ કહ્યું છે કે આ અપડેટ્સ વ્યાપક વ્યૂહરચનાનું પ્રારંભિક પગલું છે. કંપની આગામી મહિનાઓમાં વધુ સુવિધાઓ લાવવાનું ચાલુ રાખશે અને કોઈપણ વપરાશકર્તા માટે ચેનલ ખોલવાનું શક્ય બનાવશે.
કંપનીએ સત્તાવાર WhatsApp ચેનલ લોન્ચ કરવાની પણ જાહેરાત કરી છે. આ સાથે, વપરાશકર્તાઓ એપ્લિકેશનની અંદરથી નવા ફીચર્સ અને અપડેટ્સ સાથે અપ ટુ ડેટ રહી શકશે. WhatsApp ચેનલોનું વૈશ્વિક વિસ્તરણ સંસ્થાઓ અને વિચારશીલ નેતાઓને ખાનગી પ્લેટફોર્મ પર તેમના પ્રેક્ષકો સાથે જોડાવા માટે નવી રીતો આપશે.
How To Create WhatsApp Channel: વોટ્સએપ ચેનલ કેવી રીતે બનાવવી?
- સૌપ્રથમ તમારે તમારું WhatsApp અપડેટ ન કર્યું હોય તો તે કરવાનું રહેશે.
- WhatsApp અપડેટ કર્યા બાદ આપણે જ્યાં સ્ટેટ્સનું ઓપ્શન આવતું હતું ત્યાં Updates કરીને ઓપ્શન આવશે. જો Updates ઓપ્શન ના બતાવે તો ચિંતા કરવાની જરૂર નથી થોડા દિવસમાં આપોઆપ આવી જશે.
- Updates ઓપ્શન ઉપર ગયા પછી + નું ઓપ્શન દેખાશે. ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમને Find Channel અને Create Channel લખેલું દેખાશે.
- જો તમે ચેનલ શોધવા માંગો છો તો Find Channel ઉપર ક્લિક કરો અથવા નવી ચેનલ બનાવવા માંગો છો તો Create Channel ઉપર ક્લિક કરો.
- Create Channel ઉપર ક્લિક કરશો એટલે તમને ચેનલના ફીચર્સ દેખાશે અને નીચે Continue બટન દેખાશે.
- Continue બટન ઉપર ક્લિક કરો. Continue બટન ઉપર ક્લિક કરશો એટલે તમને ચેનલનું નામ, ફોટો અને ચેનલ વિશે લખવાનું રહેશે.
- આટલું કર્યા પછી Create Channel ઉપર ક્લિક કરો.
- હવે તમારી ચેનલ બની ગઈ છે અને તમે Updatesમાં જઈને જોઈ શકો છો અને તેમાં મેસેજ પણ કરી શકો છો.
નિષ્કર્ષ:
વોટ્સએપનું નવું ફીચર્સ વોટ્સએપ ચેનલ્સ જે દુનિયાના મોટાભાગના દેશોમાં જાહેર કરી દેવામાં આવ્યું છે. આ ફીચર્સ મેળવવા માટે તમારું વોટ્સએપ અપડેટ થયેલું હોવું જોઈએ. અપડેટ કર્યા પછી પણ આ ફીચર નથી આવતું તો બે ત્રણ દિવસમાં આપોઆપ આવી જશે. વોટ્સએપ ચેનલને તમે ફોલો કરી શકો છો અને તેમાં ચેનલ એડમીન પણ તમારી જાણકારી મેળવી શકતા નથી. વોટ્સએપ ચેનલ એ એક સુરક્ષિત ફીચર છે. વોટ્સએપ ચેનલમાં અનલિમિટેડ સભ્યો જોડાઈ શકે છે માટે નીચે આપેલ લિંક દ્વારા વોટ્સએપ ચેનલમાં જોડાઈ જાઓ.