ઓજસ જેનું પૂરું નામ ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ (OJAS- Online Job Application System) છે. ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં પડતી સરકારી ભરતીના ઓનલાઈન ફોર્મ ઓજસ વેબસાઈટ ઉપર ભરવામાં આવે છે. ઓજસને ભારત સરકારના નેશનલ ઇન્ફોર્મેટીક્સ સેન્ટર, ગાંધીનગર વિભાગ દ્વારા બનાવવામાં આવેલ છે.

What Is OJAS: ઓજસ શું છે?
ઓજસ એ ગુજરાત સરકારનું ઓનલાઈન જોબ પોર્ટલ છે જ્યાં સરકારી ભરતીની રાહ જોઈ રહેલ ઉમેદવારો સરકારી ભરતીની માહિતી મેળવી શકે છે અને ત્યાં તેઓ પોતાના ઓનલાઈન ફોર્મ ભરી શકે છે અને પરીક્ષા ફી અને પરીક્ષાના કોલ લેટર પણ ડાઉનલોડ કરી શકે છે. ઓજસનું પૂરું નામ ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ (OJAS- Online Job Application System) છે.
નેશનલ ઇન્ફોર્મેટીક્સ સેન્ટર, ગાંધીનગર દ્વારા તેનું સંચાલન કરવામાં આવે છે અને તેની ડિઝાઇન અને ડેવલોપમેન્ટ પણ નેશનલ ઇન્ફોર્મેટીક્સ સેન્ટર, ગાંધીનગર દ્વારા કરવામાં આવેલું છે. ઓજસમાં તમારે એકવાર જ રજીસ્ટ્રેશન કરવાનું હોય છે અને પછી ભવિષ્યમાં કોઈપણ ભરતી પડે છે ત્યારે તમારે તમારો કન્ફર્મેશન નંબર નાખી અને જન્મતારીખ નાખી ફોર્મ ભરો ત્યારે આપોઆપ રજીસ્ટ્રેશન વખતે માહિતી ભરી હોય તે ભરાઈને આવી જાય છે.
આ પણ વાંચો: OJAS Confirmation No: ઓજસમાં તમારો કન્ફર્મેશન નંબર જાણો
How To Register In OJAS: ઓજસમાં રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?
ઓજસમાં રજીસ્ટ્રેશન કરવા માટે તમારે તેની ઓફિશિયલ વેબસાઈટ ઉપર જવાનું રહેશે અને પછી નીચે આપેલ સ્ટેપ્સને તમારે અનુસરવાના રહેશે.
1) સૌપ્રથમ ઓજસની ઓફિશિયલ વેબસાઈટ https://ojas.gujarat.gov.in/ ઉપર જાઓ.
2) ત્યારબાદ નીચે ફોટામાં જણાવ્યા મુજબ રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરો.

3) રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કર્યા બાદ Apply ઉપર ક્લિક કરો.

4) Apply બટન ઉપર ક્લિક કર્યા પછી તમને નીચે મુજબનું સ્ક્રીન ઉપર દેખાશે. તેમાં તમારે સમજ અને જાહેર સૂચના વાંચી અને પછી I Agree બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.

5) I Agree બટન ઉપર ક્લિક કર્યા પછી તમને નીચે મુજબનું સ્ક્રીન ઉપર દેખાશે. તેમાં તમારે તમારી બધી જ માહિતી સાચી રીતે નાખવાની છે અને બે વાર ચેક કરવાનું છે કે કોઈ સ્પેલિંગમાં ભૂલ ના રહી જાય અને ખોટી માહિતી ભરાઈ ન જાય. આમાં તમારે તમારી સહી અને ફોટો પણ અપલોડ કરવાનો હશે એટલે તમે ઘરે જાતે રજીસ્ટ્રેશન કરો છો તો તમારે 15 KB ની સાઇઝમાં ફોટો અને સહી અપલોડ કરવાની થશે જેથી તમે નજીકના સાયબર કાફેમાં જઈને સહી અને ફોટો સ્કેન કરાવી મોબાઇલમાં સેવ કરી રાખો અથવા ઓનલાઈન કરીને રાખો.

6) આટલું કર્યા પછી છેલ્લે તમને Declaration દેખાશે. જેમાં Yes ઉપર ક્લિક કરીને Save બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.
7) Save બટન ઉપર ક્લિક કર્યા બાદ તમને તમારો રજીસ્ટ્રેશન નંબર મળી જશે અને તે તમારે સાચવીને રાખવાનો રહેશે. જે તમારે કોઈપણ નવી સરકારી ભરતી આવે તેમાં ફોર્મ ભરવું હશે ત્યારે રજીસ્ટ્રેશન નંબર અને જન્મતારીખ નાખીને ફોર્મ ભરવાનું રહેશે.
How To Apply In OJAS: ઓજસમાં ફોર્મ કેવી રીતે ભરવું?
1) ઓજસમાં ફોર્મ ભરવા માટે સૌપ્રથમ તેની ઑફિશિયલ વેબસાઈટ https://ojas.gujarat.gov.in/ ઉપર જાઓ.
2) વેબસાઈટ ઉપર ગયા પછી તમને Online Application લખેલું દેખાશે. તેમાં તમારે નીચે મુજબ Apply Online ઉપર ક્લિક કરવાનું રહેશે.

3) Apply Online ઉપર ક્લિક કરશો એટલે તમને હાલમાં ચાલી રહેલી તમામ સરકારી ભરતીની માહિતી દેખાશે. તેમાંથી તમે જે સરકારી ભરતીમાં ફોર્મ ભરવા માંગો છો તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે.
4) ક્લિક કર્યા બાદ તમને Apply અને Details લખેલું દેખાશે. જેમાં તમારે નોટિફિકેશન વાંચવી હોય તો Details ઉપર ક્લિક કરવાનું રહેશે અને અરજી કરવા માટે Apply ઉપર ક્લિક કરવાનું રહેશે.
5) Apply ઉપર ક્લિક કરશો એટલે તમને તમારો રજીસ્ટ્રેશન નંબર માંગશે અને જન્મતારીખ માંગશે. રજીસ્ટ્રેશન વખતે તમને તમારો રજીસ્ટ્રેશન નંબર મળ્યો હશે તે નાખીને તમારે ફોર્મ ભરવાનું રહેશે.
6) ફોર્મ ભરતી વખતે ફોટો અને સહી અપલોડ કરવાની રહી ન જાય તેનું ધ્યાન રાખવાનું રહેશે.
7) આટલું પૂરું થઈ જાય ત્યારબાદ તમારે અરજી ફરજિયાતપણે કન્ફર્મ કરવાની રહેશે. અરજી કન્ફર્મ નહીં કરો તો ફોર્મ ભરાયેલું ગણાશે નહીં.
ખાસ નોંધ:
તમે કોઈપણ ભરતીમાં ફોર્મ ભરો ત્યારે તેની વિગતો બે વાર ચકાસી અને પછી જ ફોર્મ કન્ફર્મ કરવું. જો તેમાં કોઈપણ ભૂલ હોય તો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પહેલા તેને સુધારી લેવું. છેલ્લે તમે જે ફોર્મ ભર્યું હશે તે જ માન્ય ગણવામાં આવશે. જો તમે પરીક્ષામાં પાસ થઈ જાવ છો અને ફોર્મમાં ભૂલ હશે કોઈપણ પ્રકારની તો તમારું અરજી ફોર્મ રદ્દ થઈ શકે છે. માટે ફોર્મ ભરતી વખતે નાનામાં નાની વસ્તુ ચકાસીને જ ફોર્મ ભરવું.