ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) ક્લાર્ક ભરતી 2024 સિલેબસ

આ પરીક્ષા Computer Based Response Test (CBRT) એટલે કે કોમ્પ્યુટર આધારિત લેવામાં આવશે.

જેમાં ગ્રુપ-એ અને ગ્રુપ-બી માટે પ્રાથમિક પરીક્ષાનો અભ્યાસક્રમ એક સરખો જ રહેશે. મુખ્ય પરીક્ષામાં ફેરફાર થશે.

પ્રાથમિક પરીક્ષા કુલ 100 ગુણની રહેશે અને 100 પ્રશ્નો આવશે અને ચાર ઓપ્શન આપવામાં આવશે. સમયગાળો 60 મિનિટનો રહેશે.

પ્રાથમિક કસોટી ફક્ત સ્ક્રિનિંગ ટેસ્ટ માટે છે, પ્રાથમિક કસોટીમાં ઉમેદવારે મેળવેલ ગુણને આખરી પસંદગી યાદી માટે ધ્યાને લેવામાં આવશે નહીં.

મુખ્ય પરીક્ષા ગ્રુપ-A માટે વર્ણાત્મક રીતે અને જ્યારે ગ્રુપ-B માટે MCQ પ્રકારના પ્રશ્નો ધરાવતી Computer Based Response Test (CBRT) પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે.

સંપૂર્ણ અભ્યાસક્રમ વિસ્તૃતમાં વાંચવા માટે નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો.