Voter ID Card: હવે ડાઉનલોડ કરો તમારું ચૂંટણી કાર્ડ ઓનલાઈન, બસ આ સ્ટેપને ફોલો કરો

By Gujju Blogger

Published on:

ભારતના નાગરિકો માટે વોટર આઈડી કાર્ડ (Voter ID Card) એટલે કે ચૂંટણી કાર્ડ એ એક જરૂરી દસ્તાવેજ છે. સરકાર દ્વારા 18 વર્ષ અથવા તો તેનાથી વધુ ઉંમર ધરાવતા દરેક નાગરિકને ચૂંટણીકાર્ડ કાઢી આપવામાં આવે છે. ચૂંટણી વખતે મતદાન કરવામાં આ બહુ મોટી એવી ભૂમિકા ભજવે છે. ચૂંટણી કાર્ડને તમે ઓળખ પત્ર તરીકે અને એડ્રેસ પ્રૂફ માટે પણ રજૂ કરી શકો છો.

Download Your Voter ID Card Online E-EPIC
Download Your Voter ID Card Online E-EPIC

આજે અહિયાં તમને ચૂંટણી કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કેવી રીતે કરવું તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ દ્બરા તમને જણાવવામાં આવશે અને ડાઉનલોડ કરો તમારું ચૂંટણી કાર્ડ ઓનલાઈન નીચેના સ્ટેપ ફોલો કરીને.

ડાઉનલોડ કરો હવે તમારું ચૂંટણીકાર્ડ (Voter ID Card) માત્ર બે જ મિનિટમાં

18 વર્ષથી વધુ ઉંમર ધરાવતા દરેક નાગરિક માટે વોટર આઈડી કાર્ડ જરૂરી દસ્તાવેજ છે. પરંતુ ઘણા લોકો એવા છે જેમની પાસે આ દસ્તાવેજ નથી. જો તે હોય તો પણ તે ખોવાઈ જાય છે અથવા તો ક્યાંક મુકાઈ ગયું હોય છે. આ લેખમાં, અમે તમને વોટર આઈડી કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા જણાવવા જઈ રહ્યા છીએ. આ પગલાંને અનુસરીને, મતદાર આઈડી કાર્ડ થોડીવારમાં ડાઉનલોડ કરી શકાય છે.

મતદાર ઓળખ કાર્ડ (Voter ID Card) શું છે?

મતદાર આઈડી કાર્ડ ભારતીય નાગરિકો માટે આવશ્યક દસ્તાવેજ છે. તે સરકાર દ્વારા 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને જારી કરવામાં આવે છે. તે મતદાન સમયે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સરકાર તેને ઓળખ અને સરનામાના પુરાવા તરીકે લોકોને આપે છે. આ ઉપરાંત ઘણી સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે તે જરૂરી છે. અહીં અમે તમને તેને ઓનલાઈન ડાઉનલોડ કરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જણાવી રહ્યા છીએ.

મતદાર ઓળખ કાર્ડ (Voter ID Card) માટે કેવી રીતે અરજી કરવી?

સ્ટેપ 1- સૌ પ્રથમ વોટર સર્વિસ પોર્ટલ પર જાઓ.

સ્ટેપ 2- ‘સાઇન અપ’ માટે હોમપેજની ઉપર જમણી બાજુએ ક્લિક કરવાનું રહેશે.

સ્ટેપ 3- અહીં તમારે કેટલીક મહત્વપૂર્ણ વિગતો ભરવાની અને પોર્ટલ પર નોંધણી કરવાની રહેશે.

સ્ટેપ 4- હવે તમારે લોગીન મોબાઈલ નંબર, પાસવર્ડ, કેપ્ચા અને OTP દાખલ કરીને રજીસ્ટ્રેશન કરાવવું પડશે.

સ્ટેપ 5- હવે તમારી સામે ‘ફોર્મ 6 ભરો’ દેખાશે. જેના પર ક્લિક કરીને તમારે New Registration for General Electors પર ક્લિક કરવાનું રહેશે.

સ્ટેપ 6- અહીં દસ્તાવેજો ફોર્મ 6 માં અપલોડ કરીને સબમિટ કરવાના રહેશે.

ચૂંટણી કાર્ડ (Voter ID Card) ઓનલાઈન કેવી રીતે ડાઉનલોડ કરવું?

સ્ટેપ 1- સૌપ્રથમ તમારે તેના અધિકારીત પોર્ટલ (https://voters.eci.gov.in) ઉપર જવાનું રહેશે.

Download Voter ID Card Online

સ્ટેપ 2- ત્યારબાદ તમારે લૉગઈન ઉપર ક્લિક કરવાનું રહેશે અને તમારો મોબાઈલ નંબર, પાસવર્ડ અને કેપચા નાખીને આગળ વધવાનું રહેશે. (EPIC No. એટલે તમારા ચૂંટણી કાર્ડનો નંબર)

Voter ID Card Download Online

સ્ટેપ 3- તમારા મોબાઈલ નંબર ઉપર એક OTP આવશે જેને તમારે આગળના સ્ટેપ પર જવા માટે વેરીફાઈ અને લૉગઈન કરવું પડશે.

સ્ટેપ 4- આટલું કર્યા બાદ તમને E-EPIC ડાઉનલોડ લખેલું દેખાશે જેના ઉપર ક્લિક કરવાનું રહેશે.

Voter ID Card Download Online E-EPIC

સ્ટેપ 5- E-EPIC ઉપર ક્લિક કરશો એટલે તમને તમારો EPIC NO દાખલ કરવાનું કહેશે અને રાજ્ય સિલેક્ટર કરવાનું કહેશે.

Voter ID Card Download Online E-EPIC

સ્ટેપ 6- જેવુ ક્લિક કરશો એટલે તમારા ચૂંટણી કાર્ડ મુજબ તમારી માહિતી તમને દેખાશે. ત્યારબાદ સેન્ડ OTP ઉપર ક્લિક કરવાનું રહેશે.

સ્ટેપ 7- OTP દાખલ કરશો એટલે તમારા સામે Download E-EPIC લખેલું દેખાશે. તેના ઉપર ક્લિક કરી તમારું ચૂંટણી કાર્ડ તમારે ઓનલાઈન ડાઉનલોડ કરવાનું રહેશે.

નિષ્કર્ષ:-

આમ ઉપર મુજબના સ્ટેપ્સને ફોલો કરીને તમે તમારું ચૂંટણી કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો. જો તમારું ચૂંટણી કાર્ડ ખોવાઈ ગયું હોય અથવા તો મળતું ના હોય તેવા સંજોગોમાં તમારી પાસે ઓનલાઈન તમારું ચૂંટણી કાર્ડ હોય તો તમે નવું કઢાવી શકો છો. મિત્રો ચૂંટણી કાર્ડ એ ભારતના દરેક નાગરિક માટે મહત્વનો દસ્તાવેજ છે. જે દરેક 18 વર્ષ અથવા તેનાથી ઉપરની ઉંમરના વ્યક્તિ પાસે હોવું જરૂરી છે. આભાર.

Gujju Blogger

Hello, I am Gujju Blogger. I am a blogger since 2015 & I am a educational blogger. I am providing information related education, competitive exams & latest recruitment. This Gujju247 is created for spreading important Gujarati information to Gujarati peoples who are living Worldwide & Gujarat, India. For Any Help Or Any Questions Or Queries Please Contact Us By gujjuknowledge.in@gmail.com | Thank You!

Related Post

ગુજરાત લોકરક્ષક અને પોલીસ સબ ઈન્સ્પેકટર (પીએસઆઈ) પરીક્ષાનું અંદાજિત સમયપત્રક જાહેર, જાણો કઈ કઈ તારીખે લેવાશે પરીક્ષા

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) ના ચેરમેન હસમુખ પટેલ દ્વારા હાલમાં જ જાણકારી આપવામાં આવી છે કે લોકરક્ષક અને પીએસઆઈ પરીક્ષા 2024 નું સમય પત્રક (Gujarat LRD & ...

નમો લક્ષ્મી યોજના: ગુજરાત સરકારની ધોરણ 9 થી 12 માં ભણતી વિધાર્થીનીઓ માટેની એક નવી યોજના, મળશે 50 હજાર રૂપિયા

નમસ્કાર મિત્રો, ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2024-25 ના બજેટમાં એક નવી યોજનાની જાહેરાત કરવામાં આવી હતી જેનું નામ છે “નમો લક્ષ્મી યોજના” (Namo Lakshmi Yojana). આ યોજના અંતર્ગત ...

SSC CHSL 2024: સ્ટાફ સિલેક્શન કમિશનમાં 12 પાસ માટે આવી સરકારી ભરતી, 3712 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી શરૂ, વાંચો સંપૂર્ણ માહિતી

SSC CHSL Notification 2024 Out: સ્ટાફ સિલેક્શન કમિશન (એસએસસી) દ્વારા લેવામાં આવતી સંયુક્ત ઉચ્ચતર માધ્યમિક (10+2) સ્તર (Combined Higher Secondary (10+2) Level) પરીક્ષા માટે ઓનલાઈન અરજીઓ શરૂ કરી ...

Gujarat Police Bharti: ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતી 2024 માટે આજથી શરૂ થશે ઓનલાઈન અરજી, વાંચો સંપૂર્ણ માહિતી

Gujarat Police Bharti 2024: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા ગુજરાત પોલીસ દળ વર્ગ-3 સંવર્ગમાં પોલીસ સબ ઈન્સ્પેકટર (પીએસઆઈ) તથા લોકરક્ષક (LRD) કેડરની જગ્યાઓમાં સીધી ભરતી માટેની જાહેરાત ...

1 thought on “Voter ID Card: હવે ડાઉનલોડ કરો તમારું ચૂંટણી કાર્ડ ઓનલાઈન, બસ આ સ્ટેપને ફોલો કરો”

Leave a Comment

error: Content is protected !!