Vivo V30, V30 Pro: 50 મેગાપિક્સલના ફ્રન્ટ કેમેરા સાથે ભારતમાં થયાં લોન્ચ: જાણો કેટલી છે કિંમત અને તેના ફીચર્સ વિશે

By Gujju Blogger

Published on:

શું તમે ફોન લેવાનું વિચારી રહ્યા છો અને તમારે એક સારો એવો કેમેરા વાળો ફોન લેવો છે તો Vivo Smartphone કંપની દ્વારા Vivo V30 & V30 Pro મોબાઈલ ફોન ભારતમાં લોન્ચ કરી દેવામાં આવ્યા છે. 50 મેગાપિક્સલના ફ્રન્ટ કેમેરો, 80 વૉલ્ટનું ફાસ્ટ ચાર્જર અને અન્ય ઘણા એવા સારા ફીચર્સ છે. વાંચો વિગતે સંપૂર્ણ માહિતી નીચે.

Vivo V30, V30 Pro Launched In India
(Image: flipkart.com)

Vivo V30 & V30 Pro મોબાઈલ ફોન હાઈલાઈટ

Vivo V30 હાઈલાઇટ

  • 8 જીબી રેમ | 128 જીબી રોમ
  • 17.22 સેમી (6.78 ઇંચ) પૂર્ણ HD+ ડિસ્પ્લે
  • 50MP + 50MP | 50MP ફ્રન્ટ કેમેરા
  • 5000 mAh બેટરી
  • 7 જનરલ 3 પ્રોસેસર
  • કિંમત: ₹33,999
  • 12 જીબી રેમ | 256 જીબી રોમ
  • 17.22 સેમી (6.78 ઇંચ) પૂર્ણ HD+ ડિસ્પ્લે
  • 50MP + 50MP | 50MP ફ્રન્ટ કેમેરા
  • 5000 mAh બેટરી
  • 7 જનરલ 3 પ્રોસેસર
  • કિંમત: ₹37,999

Vivo V30 Pro હાઈલાઇટ

  • 8 જીબી રેમ | 256 જીબી રોમ
  • 17.22 સેમી (6.78 ઇંચ) પૂર્ણ HD+ ડિસ્પ્લે
  • 50MP + 50MP + 50MP | 50MP ફ્રન્ટ કેમેરા
  • 5000 mAh બેટરી
  • ડાયમેન્સિટી 8200 5G પ્રોસેસર
  • કિંમત: ₹41,999
  • 12 જીબી રેમ | 512 જીબી રોમ
  • 17.22 સેમી (6.78 ઇંચ) પૂર્ણ HD+ ડિસ્પ્લે
  • 50MP + 50MP + 50MP | 50MP ફ્રન્ટ કેમેરા
  • 5000 mAh બેટરી
  • ડાયમેન્સિટી 8200 5G પ્રોસેસર
  • કિંમત: ₹46,999

Vivo V30 & V30 Pro વિશે સામાન્ય માહિતી

ભારતમાં Vivo V30 અને Vivo V30 Pro તારીખ 7 માર્ચ 2024 ના રોજ લોન્ચ કરવામા આવ્યા છે. તેની પહેલા ઈન્ડોનેશિયા દેશમાં આ ફોન હાલમાં જ લોન્ચ કરવામાં આવેલ છે. ભારતમાં લોકોને અલગ અલગ પ્રકારની ડિમાન્ડ હોય છે માટે એ ડિમાન્ડને પૂરી કરવા VIVO લાવ્યું છે 50 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા, 1.5K કર્વડ ડિસ્પ્લે, એન્ડ્રોઈડ-14 આધારિત UI સાથે અન્ય ઘણા બેસ્ટ ફીચર ઉપલબ્ધ છે.

અંદામાન બ્લુ અને ક્લાસિક બ્લેક કલર સાથે Vivo V30 Pro ભારતમાં લોન્ચ કરવામાં આવેલ છે જેની કિંમત 8GB + 256GB માટે 41,999 જ્યારે 12GB + 512GB માટે 46,999 રૂપિયા રાખવામાં આવી છે,

બેઝ VIVO V30 અંદામાન બ્લુ, ક્લાસિક બ્લેક અને પીકોક ગ્રીન શેડ કલરમાં ઉપલબ્ધ છે જેની કિંમત 8GB + 128GB માટે રૂપિયા 33,999 અને 8GB + 256GB માટે રૂપિયા 35,999 અને 128GB + 512GB માટે 37,999 રૂપિયા રાખવામાં આવી છે.

Vivo V30 & V30 Pro ખરીદી પર મળશે ડિસ્કાઉન્ટ

ફોનની ખરીદી કરવા માંગતા ગ્રાહકો 14 માર્ચથી ફ્લિપકાર્ટ, વિવો ઈન્ડિયાના ઈ-સ્ટોર અને અન્ય ઓફલાઇન રેટેલ આઉટલેટ્સ દ્વારા આ ફોનની ખરીદી કરી શકશે. મોડલ્સ માટે પ્રિ બુકિંગ 7 માર્ચ એટલે કે આજથી શરૂ કરવામાં આવેલ છે. ઓનલાઈન ખરીદી કરવા ઈચ્છતા ગ્રાહકો SBI અથવા HDFC કાર્ડ પર 10 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે અને છ મહિના સુધી નો કોસ્ટ EMI નો લાભ પણ મેળવી શકે છે અને 4000 રૂપિયા સુધીનું એક્સચેન્જ ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે.

સ્ટોરમાંથી ખરીદી કરવા ઈચ્છતા લોકો 10 ટકા ઈન્સ્ટન્ટ કેશબેક, આઠ મહિના સુધી નો-કોસ્ટ EMI અને Vivoના V-Shiel પ્લાન પર 40 ટકા સુધીની છૂટ મેળવી શકે છે.

Vivo V30 & V30 Pro ના ફીચર્સ જાણો

બંને ફોનમાં 6.78 ઇંચની 1.5K કર્વડ (2,800 x 1,260 પિક્સેલ્સ) એમોલ્ડ ડિસ્પ્લે છે અને સાથે 120Hz નો રિફ્રેશ રેટ. 300Hz ટચ સેમ્પલિંગ રેટ અને 2800 nits પિક બ્રાઈટનેસ લેવલ સાથેની ડિસ્પ્લે આપવામાં આવી છે. બેઝ Vivo V30 સ્નેપડ્રેગન 7 Gen 3 SoC સાથે આવે છે, જ્યારે Pro મોડલ મીડિયાટેક ડાયમેન્સિટી 8200 ચિપસેટ દ્વારા સંચાલિત છે. હેન્ડસેટ 12GB RAM અને 512GB સુધી ઓનબોર્ડ સ્ટોરેજને સપોર્ટ કરે છે. ફોન એન્ડ્રોઇડ 14-આધારિત FunTouchOS 14 સાથે સંચાલિત છે.

આ ફોનનો કેમેરા એ Vivo V30 ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (OIS) સપોર્ટ આપે છે સાથે 50-મેગાપિક્સલનો પ્રાયમરી સેન્સર અને ઓરા લાઇટ ફ્લેશ યુનિટની સાથે અલ્ટ્રા-વાઇડ-એંગલ લેન્સ સાથેનો બીજો 50-મેગાપિક્સલ સેન્સરથી સજ્જ છે. Vivo V30 Pro આ કેમેરા વિશિષ્ટતાઓને શેર કરે છે પરંતુ તેમાં વધારાનો 50-મેગાપિક્સલનો પોટ્રેટ કેમેરા પણ સામેલ છે. બંને મોડલમાં 50-મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે.

Vivo એ USB Type-C પોર્ટ દ્વારા 80W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે Vivo V30 અને Vivo V30 Pro બંને પર 5,000mAh બેટરી પેક કરી છે. સુરક્ષા માટે, ફોન ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનરથી સજ્જ છે. બેઝ વેરિઅન્ટ બ્લૂટૂથ 5.4ને સપોર્ટ કરે છે, જ્યારે પ્રો મોડલ બ્લૂટૂથ 5.3 કનેક્ટિવિટી વાળું છે.

વધુ માહિતી માટે નીચે આપેલ લિંક ખોલો અને વાંચો
vivo V30 Pro 5Gઅહિયાં ક્લિક કરો
vivo V30 5Gઅહિયાં ક્લિક કરો
સમય નિકાળીને આ પણ વાંચો!

Gujju Blogger

Hello, I am Gujju Blogger. I am a blogger since 2015 & I am a educational blogger. I am providing information related education, competitive exams & latest recruitment. This Gujju247 is created for spreading important Gujarati information to Gujarati peoples who are living Worldwide & Gujarat, India. For Any Help Or Any Questions Or Queries Please Contact Us By gujjuknowledge.in@gmail.com | Thank You!

Related Post

ગુજરાત લોકરક્ષક અને પોલીસ સબ ઈન્સ્પેકટર (પીએસઆઈ) પરીક્ષાનું અંદાજિત સમયપત્રક જાહેર, જાણો કઈ કઈ તારીખે લેવાશે પરીક્ષા

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) ના ચેરમેન હસમુખ પટેલ દ્વારા હાલમાં જ જાણકારી આપવામાં આવી છે કે લોકરક્ષક અને પીએસઆઈ પરીક્ષા 2024 નું સમય પત્રક (Gujarat LRD & ...

નમો લક્ષ્મી યોજના: ગુજરાત સરકારની ધોરણ 9 થી 12 માં ભણતી વિધાર્થીનીઓ માટેની એક નવી યોજના, મળશે 50 હજાર રૂપિયા

નમસ્કાર મિત્રો, ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2024-25 ના બજેટમાં એક નવી યોજનાની જાહેરાત કરવામાં આવી હતી જેનું નામ છે “નમો લક્ષ્મી યોજના” (Namo Lakshmi Yojana). આ યોજના અંતર્ગત ...

SSC CHSL 2024: સ્ટાફ સિલેક્શન કમિશનમાં 12 પાસ માટે આવી સરકારી ભરતી, 3712 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી શરૂ, વાંચો સંપૂર્ણ માહિતી

SSC CHSL Notification 2024 Out: સ્ટાફ સિલેક્શન કમિશન (એસએસસી) દ્વારા લેવામાં આવતી સંયુક્ત ઉચ્ચતર માધ્યમિક (10+2) સ્તર (Combined Higher Secondary (10+2) Level) પરીક્ષા માટે ઓનલાઈન અરજીઓ શરૂ કરી ...

Gujarat Police Bharti: ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતી 2024 માટે આજથી શરૂ થશે ઓનલાઈન અરજી, વાંચો સંપૂર્ણ માહિતી

Gujarat Police Bharti 2024: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા ગુજરાત પોલીસ દળ વર્ગ-3 સંવર્ગમાં પોલીસ સબ ઈન્સ્પેકટર (પીએસઆઈ) તથા લોકરક્ષક (LRD) કેડરની જગ્યાઓમાં સીધી ભરતી માટેની જાહેરાત ...

Leave a Comment

error: Content is protected !!