Vahali Dikri Yojana: વ્હાલી દીકરી યોજના ફોર્મ અને માહિતી

Vahali Dikri Yojana Gujarati: મિત્રો, 2019ની બજેટ સેશનમાં ગુજરાત સરકારે વ્હાલી દીકરી યોજના લોન્ચ કરી હતી આ વ્હાલી દીકરી યોજના હેઠળ તમારી દીકરીને મળશે 1,10,000 રૂપિયાની સહાય. તમને પ્રશ્ન થશે કે, કઈ રીતે આ 1,10,000 મળશે તમને ?, વ્હાલી દીકરી યોજનાનું ફોર્મ કઈ રીતે ભરવું? , કોને કોને આ યોજનાનો લાભ મળશે ? કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે? આ બધી માહિતી તમારે વાંચવી હોઈ તો આ પોસ્ટ પુરી વાંચજો.

Vahali Dikri Yojana In Gujarati | વ્હાલી દીકરી યોજના | વ્હાલી દીકરી યોજના ફોર્મ | અરજી કઈ રીતે કરવી | કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે?

મિત્રો, વ્હાલી દીકરી યોજના વિશે તમને માહિતી તો મળી જ હશે કે વ્હાલી દીકરી યોજના હેઠળ દીકરી ને 1,10,000 રૂપિયાની સહાય મળે છે. આ પોસ્ટ દ્વારા તમને વ્હાલી દીકરી યોજનાની માહિતી મળશે.

આ યોજના દીકરીના જન્મદર વધારવા અને એમને મળતું ભણતર વધારવા માટે આ યોજના લોન્ચ કરી છે. જેમાં 1,10,00 રૂપિયા મળવા પાત્ર છે. હવે જાણો કઈ રીતે મળશે 1,10,000.

Vahali Dikari Yojana

વ્હાલી દીકરી યોજનામાં ત્રણ હપ્તા મળશે

  • સૌથી પહેલો હપ્તો મળશે 4,000 રૂપિયાનો , જ્યા દીકરી પહેલા ધોરણમાં આવશે ત્યારે તેને ચા હજાર રૂપિયા મળશે.
  • બીજો હપ્તો જ્યારે દીકરી 9માં ધોરણમાં આવશે એટલે કે હાઈસ્કૂલમાં આવશે ત્યારે દીકરીને બીજો હપ્તો એટલે કે 6,000 રૂપિયાનો હપ્તો મળશે.
  • ત્રીજો હપ્તો દીકરી જ્યારે 18 વર્ષની થાય ત્યારે ઉચ્ચ શિક્ષણ માટે કે પછી લગ્ન કરવા માટે એમને 1,00,000 રૂપિયાનો હપ્તો મળશે.
  • આ ત્રણ હપ્તા મળીને કુલ 1,10,000 રૂપિયાની સહાયતા મળશે.

વ્હાલી દીકરી યોજનાનો હેતુ / ઉદ્દેશ

હવે આ યોજના સરકાર દ્વારા કેમ બહાર પાડવામાં આવી? કેમ આ યોજના લોંચ કરી ગુજરાત સરકારે? મિત્રો, દીકરીના જન્મ દર વધારવા માટે આ યોજના લોન્ચ કરવામાં આવી છે. બીજી વાત એ કે દીકરીઓના શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે આ યોજના લોન્ચ કરવામાં આવી છે.દિકરીઓનું શિક્ષણ વધે અને બાદ લગ્ન અટકાવવા માટે યોજના લોન્ચ કરવામાં આવી છે.

વ્હાલી દીકરી યોજનાનો લાભ કોને કોને મળશે?

  • વ્હાલી દીકરી યોજનાનો લાભ 2 ઓગસ્ટ 2019 ના દિવસે કે તેના પછી જન્મ લીધેલ દીકરીઓ આ યોજનાનો લાભ લઇ શકશે.
  • તમારા ઘરમાં 2 દિકરીઓનું જન્મ થાય છે તો તમે 2 દીકરી સુધી આ લાભ લઇ શકો છો. ત્રીજી દીકરી આ યોજનાનો લાભ નહિ લઈ શકે. કારણ કે બીજી દીકરી પછી તમારે સંતતિ નિયમન નું ઓપરેશનનો પુરાવો આપવો પડશે.
  • જો તમારા ઘરમાં પહેલા દીકરાનો જન્મ થાય અને પછી દીકરીનો જન્મ થાય છે તો આ દીકરી આ યોજનાનો લાભ લઇ શકશે.
  • દીકરીના જન્મ સમયે માતાની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જરૂરી છે.
  • દંપતીની વાર્ષિક આવક 2,00,000 કે તેથી ઓછી હશે તો જ આ યોજનાનો લાભ મેળવી શકાશે.

વ્હાલી દીકરી યોજનાનો લાભ કઈ રીતે મેળવી શકાશે?

  • વ્હાલી દીકરી યોજનાનો ફોર્મ તમને વિના મૂલ્યે ગ્રામ પંચાયત, આંગણવાડી કેન્દ્ર, CDPO કચેરીથી મળશે કે પછી મહિલા અને બાળ અધિકારી પાસેથી મળશે.
  • 2 ઓગસ્ટ 2019 કે તેના પછી જન્મેલી દિકરીઓનું પ્રમાણપત્ર સાથે વધુમાં વધુ 1 વર્ષની અંદર તમારે અરજી કરવાની રહેશે
  • તમે તમારું અરજી ભરીને જન સેવા કેન્દ્ર અને સેવસેતુમાં સબમિટ કરી શકશો .
  • અરજી કર્યાના 45 દિવસમાં તમને તમારી અરજી મંજુર થઈ છે કે નામંજુર થઈ છે એ જણાવમાં આવશે.

વ્હાલી દીકરી યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • દીકરીનું જન્મ પ્રમાણપત્ર
  • માતાના જન્મનું પ્રમાણપત્ર
  • માતા પિતાનું આધારકાર્ડ
  • વાર્ષિક આવકનું પ્રમાણપત્ર
  • કુટુંબમાં જન્મેલા અને હયાત બાળકોનું જન્મનું પ્રમાણપત્ર
  • બીજી દીકરી હોઈ તો એનું ફોર્મ ભરવાનું હોય ત્યારે તમારે સંતતિ નિયમનના ઓપરેશન નું પ્રમાણપત્ર પણ જમા કરાવવું પડશે.

વ્હાલી દિકરી યોજનાનો સુધારેલ ઠરાવ જુઓ

વહાલી દિકરી યોજનાનું ફોર્મ ડાઉનલોડ કરવા અહિયાં ક્લિક કરો

નિષ્કર્ષ:

વ્હાલી દિકરી યોજના સરકાર દ્વારા 2019 માં લોન્ચ કરવામાં આવી હતી અને અહિયાં તમને વ્હાલી દિકરી યોજના વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે. વ્હાલી દિકરી યોજના અંતર્ગત લાભાર્થીને 1,10,000 રૂપિયાની રકમ સરકાર દ્વારા આપવામાં આવે છે. યોજનાનું ફોર્મ અને ડોક્યુમેન્ટ કયા કયા જોઈશે તેની માહિતી ઉપર આપેલી છે જે શાંતિથી જોઈ લેવી અને તમને કોઈપણ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ બોક્સ દ્વારા જણાવવો.

સમય કાઢીને આ પણ વાંચો!

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના વિશે વાંચો

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના વિશે સંપૂર્ણ માહિતી વાંચો

મફત પ્લોટ યોજના વિશે સંપૂર્ણ માહિતી વાંચો

SBI વોટ્સએપ બેન્કિંગ વિશે સંપૂર્ણ માહિતી મેળવો

BOB વોટ્સએપ બેન્કિંગ વિશે સંપૂર્ણ માહિતી મેળવો

Gujju 24/7 એ ગુજરાતી ભાષામાં દરેક ગુજરાતીને જ્ઞાન મળી રહે તે માટે પ્રયત્ન કરે છે. Gujju 24/7 માં તમને ગુજરાતી જનરલ નોલેજ, ગુજરાતી જાણવા જેવુ, દિન-વિશેષ, સરકારી ભરતીની માહિતી અને અન્ય શૈક્ષણિક માહિતી જે ઉપયોગી હશે તે બધું જ ગુજરાતી ભાષામાં તમને અહીથી મળી રહેશે અને તમને સારું સારું વાંચવાનું મળી રહે તે માટે Gujju 24/7 હંમેશા પ્રયત્નશીલ રહેશે.

Leave a Comment