SBI Loan: હવે બેંકમાં ગયા વગર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા આપશે પર્સનલ લોન, ડોક્યુમેન્ટ આપ્યા વગર મળશે લોન, વાંચો વિગતવાર માહિતી

By Gujju Blogger

Published on:

હાલમાં દેશમાં બધુ ધીમે ધીમે ડીજીટલાઈઝેશન થઈ રહ્યું છે. એવામાં હવે તમામ સેવાઓ ઓનલાઈન થતી જાય છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) હવે આપી રહ્યું છે પ્રિ-એપ્રૂવ્ડ પર્સનલ લોન (Pre-Approved Personal Loan) એ પણ કોઈપણ ડોક્યુમેન્ટ જમા કરાવ્યા વગર. યોનો એપ (YONO App) દ્વારા તમે માત્ર 5 મિનિટમાં અરજી કરી શકો છો અને અરજી પૂર્ણ થયાંની બીજી જ મિનિટે લોનની રકમ થશે સીધી તમારા બેંક એકાઉન્ટમાં જમા.

State Bank Of India (SBI) Pre-Approved Personal Loan
State Bank Of India (SBI) Pre-Approved Personal Loan – સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પ્રિ-એપ્રૂવ્ડ પર્સનલ લોન વિશે સંપૂર્ણ માહિતી મેળવો.

પહેલા તમારે લોનની જરૂર પડતી ત્યારે તમારે ઘણા બધા ડોક્યુમેન્ટ સાથે લઈને બેંકમાં જવું પડતું અને ઘણા બધા ધક્કા ખાવા પડતાં અને હેરાન થવું પડતું. હવે એવું નહીં થાય. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની આ લોન દ્વારા હવે તમારે કોઈ ડોક્યુમેન્ટ જમા કરાવવાની જરૂર નથી કે બેંકના ધક્કા ખાવાની જરૂર નથી. માત્ર 5 કે 10 મિનિટમાં અરજી થશે અને લોનના પૈસા પણ સીધા બેંક એકાઉન્ટમાં જમા થશે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પ્રિ-એપ્રૂવ્ડ પર્સનલ લોન – SBI Pre-Approved Personal Loan YONO

આર્ટીકલનું નામસ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પ્રિ-એપ્રૂવ્ડ પર્સનલ લોન (SBI Pre-Approved Personal Loan)
આર્ટીકલનો ઉદ્દેશ્યમાત્ર જાણકારી આપવાનો
લોન વિશે માહિતીકોઈપણ ડોક્યુમેન્ટ વગર સીધી મળશે લોન
કોણ અરજી કરી શકે?પગારદાર વ્યક્તિઓ, સ્વરોજગારી મેળવતા અને અન્ય
કેટલી લોન મળી શકે?15 લાખ સુધીની લોન મળવાપાત્ર
લોન ભરવાનો સમયગાળોજરૂરિયાત મુજબ પસંદ કરી શકાય છે.
કેટલી ઉંમર સુધીના અરજી કરી શકે?58 વર્ષ સુધી
અધિકારીત વેબસાઈટhttps://sbi.co.in
વોટ્સએપ ગ્રૂપમાં જોડાઓઅહિયાં ક્લિક કરો
ટેલિગ્રામ ચેનલમાં જોડાઓઅહિયાં ક્લિક કરો

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પ્રિ-એપ્રૂવ્ડ પર્સનલ લોન શું છે?

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની પ્રિ-એપ્રૂવ્ડ પર્સનલ લોન (SBI Pre-Approved Personal Loan YONO) એ એક એવી લોન છે જેમાં તમે ઘરેબેઠા તમારા મોબાઈલ દ્વારા માત્ર 5 મિનિટમાં મેળવી શકો છો. આ માટે તમારે કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટની જરૂર પડતી નથી. તમને આ લોન દ્વારા 15 લાખ સુધીની રકમ સીધી તમારા બેંક એકાઉન્ટમાં જમા થઈ જાય છે.

આ લોન માટે વધુમાં વધુ 58 વર્ષ સુધીની વ્યક્તિ અરજી કરી શકે છે. અરજી કેવી રીતે કરવી તેની વિગતો નીચે આપેલી છે જ્યાંથી તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. અરજી તમે ઓનલાઈન નેટ બેન્કિંગ દ્વારા પણ કરી શકો છો અથવા યોનો એપ (YONO App) દ્વારા પણ કરી શકો છો. અરજી તમે 24 કલાક ગમે ત્યારે તમારા મોબાઈલ દ્વારા કરી શકો છો.

પ્રિ-એપ્રૂવ્ડ પર્સનલ લોન માટે લોનનો સમયગાળો તમે તમારા જરૂરિયાત મુજબ પસંદ કરી શકો છો. આ લોન માટેના ઈન્ટરેસ્ટ રેટ તમારા સીબીલ સ્કોર ઉપર નક્કી કરવામાં આવશે. તમારો સીબીલ સ્કોર જેટલો સારો હશે તેટલો તમને ફાયદો થશે. જો તમારો સીબીલ સ્કોર શૂન્ય હશે તો પણ તમને લોન આપવામાં આવશે અને તેના ઈન્ટરેસ્ટ રેટ તમારા ખાતામાં થયેલ વ્યવહારો દ્વારા નક્કી કરવામાં આવશે. આ સંપૂર્ણ પ્રોસેસ મિત્રો ઓનલાઈન કરવામાં આવશે.

મિત્રો ખાસ વાત કે આ લોન માટે તમારે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની કોઈપણ બ્રાન્ચમાં જવાની જરૂર નથી. યોનો એપના માધ્યમ દ્વારા અને નેટ બેન્કિંગના માધ્યમ દ્વારા તમે સીધી રીતે જ લોન મેળવી શકો છો. અન્ય કોઈપણ બીજી ફેક વેબસાઈટ ઉપર જવું નહીં કે કોઈપણ પ્રકારની અન્ય લાલચમાં આવવું નહીં. ઓફિશિયલ એપ દ્વારા અથવા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની ઓફિશિયલ વેબસાઈટ દ્વારા જ અરજી કરવાની રહેશે.

શું તમે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પ્રિ-એપ્રૂવ્ડ પર્સનલ લોન માટે પાત્ર છો?

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની પ્રિ-એપ્રૂવ્ડ પર્સનલ લોન (SBI Pre-Approved Personal Loan YONO) ની પાત્રતા ચકાસવા માટે તમારે એક નંબર ઉપર મેસેજ કરવાનો રહેશે. આ મેસેજમાં તમને જણાવવામાં આવશે કે તમને આ લોન મળી શકે છે કે નહીં. અમુક કારણોસર મિત્રો તમે આ લોન માટે પાત્ર નથી એવો મેસેજ મળી શકે છે. થોડા સમય પછી તમે પાત્રતા મેળવી શકો છો.

પાત્રતા ચકાસવા માટે તમારે સૌપ્રથમ તમારા મોબાઈલ દ્વારા 567676 નંબર ઉપર મેસેજ કરવાનો રહેશે. મેસેજમાં તમારે PAPL લખવાનું છે અને પછી એક સ્પેસ છોડવાની છે અને સ્પેસ છોડયા બાદ તમારે તમારા બેંક એકાઉન્ટ નંબરના છેલ્લા ચાર આંકડા તેમાં લખી અને મેસેજ સેન્ડ કરી દેવાનો છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં એકાઉન્ટ નંબર 11 આંકડાનો હોય છે તો તેમાંથી છેલ્લા ચાર આંકડા તમારે દાખલ કરીને મેસેજ સેન્ડ કરવાનો રહેશે.

ધારો કે મારો એકાઉન્ટ નંબર 11223344556 છે તો મારે મેસેજમાં PAPL 4556 લખીને મેસેજ સેન્ડ કરવાનો રહેશે. આ મેસેજ જેવો તમે તમારા ફોનમાંથી મોકલશો એટલે તમને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાંથી તરત જવાબ આવશે કે હા તમે આ લોન માટે પાત્ર છો અને તમને આટલી રકમ સુધીની લોન મળી શકે છે. જો નહીં હોવ તો તમે આ લોન માટે પાત્ર નથી એવો મેસેજ તમારા ફોનમાં આવશે.

ખાસ નોંધજો મિત્રો કે તમારા બેંક એકાઉન્ટ સાથે જે નંબર લિંક હોય તે જ નંબર ઉપથી તમારે મેસેજ કરવાનો રહેશે. અન્યથા તમારા મોબાઇલમાં કોઈપણ પ્રકારનો મેસેજ આવશે નહીં જેનું ધ્યાન રાખવું.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પ્રિ-એપ્રૂવ્ડ પર્સનલ લોન માટે અરજી કેવી રીતે કરવી?

અરજી કરવા માટે સૌપ્રથમ તમારા મોબાઈલમાં યોનો એપ ઇન્સ્ટોલ હોવી જરૂરી છે. જો ઇન્સ્ટોલ નથી તો ચિંતા કરવાની જરૂર નથી. ઘરેબેઠા ડાઉનલોડ કરી તેમાં તમે એકાઉન્ટ બનાવી શકો છો. યોનોમાં એકાઉન્ટ બનાવવા માટે તમારે નીચે મુજબના સ્ટેપ ફોલો કરવા પડશે. યોનો એપ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો.

Download YONO App For IOS & Android
Androidઅહિયાં ક્લિક કરો
IOSઅહિયાં ક્લિક કરો
YONO App માં રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?
  • સૌપ્રથમ તમે યોનો એપ્લિકેશન ડાઉનલોડ કરો.
  • ડાઉનલોડ કર્યા બાદ જેવી ખોલશો એટલે તમને લોકેશન માટે પૂછશે જેમાં While Using The App ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે.
  • ક્લિક કર્યા બાદ તમારે Existing SBI Customer લખ્યું હશે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. કેમ કે તમારું ખાતું પહેલેથી જ SBI માં છે એટલે.
  • આ બાદ તમને સીમ કાર્ડ સિલેકટ કરવાનું કહેશે. તમારો જે સીમ કાર્ડ બેંક એકાઉન્ટ સાથે લિંક હોય તે સિલેકટ કરી આગળ વધવાનું રહેશે.
  • ત્યારબાદ તમને મેસેજ જોવા માટે પૂછશે તેમાં તમારે Allow ઉપર ક્લિક કરવાનું રહેશે. આ કર્યા બાદ યોનો એપ ઓટોમેટિક બેંક એકાઉન્ટ ડિટેક્ટ કરી લેશે.
  • હવે તમને Create your SBI Internet Banking Credentials લખેલું દેખાશે જેમાં તમારે Procced બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • આ કર્યા બાદ તમારે Register For YONO with my ATM card ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • આટલું કર્યા પછી તમારે તમારો એકાઉન્ટ નંબર અને તમારી જન્મતારીખ દાખલ કરવાની રહેશે.
  • હવે તમારા મોબાઈલ નંબર ઉપર એક OTP આવશે જે દાખલ કરવાનો રહેશે.
  • ત્યારબાદ Review User Details આવશે જેમાં તમારે Full ઓપ્શન ટીક કરી આગળ વધવાનું રહેશે.
  • હવે તમને તમારા ATM કાર્ડના છેલ્લા 6 આંકડા માંગશે જે લખીને આગળ વધવાનું રહેશે અને ત્યારબાદ તમારા ATM કાર્ડનો પિન નંબર નાખવાનો રહેશે.
  • આ બાદ હવે યુઝરનેમ, પાસવર્ડ તમારે નાખવાનો રહેશે. જે તમને જે અનુકૂળ લાગે તેમ તમે યુઝરનેમ અને પાસવર્ડ આપી શકો છો.યુઝરનેમમાં કોઈ જગ્યા છોડવાની રહેશે નહીં અને પાસવર્ડ તમારે ghfhf@124 આવી રીતે તમને જે યોગ્ય લાગે તેવો રાખવાનો રહેશે.
  • આટલું કર્યા બાદ તમારું રજીસ્ટ્રેશન થઈ ગયું છે તેવું તમને સ્ક્રીન ઉપર દેખાશે. હવે તમારે MPIN 6 આંકડાનો તમને યાદ રહે તેવો નાખવાનો રહેશે. આ પિન તમે જ્યારે આ એપ્લિકેશન ખોલશો ત્યારે માંગશે એટલે યાદ રહે તે રીતે નાખવાનો રહેશે.
  • આટલું કર્યા બાદ તમારી બધી જ પ્રોસેસ પૂરી થઈ ગઈ છે અને હવે તમે YONO Application ને યુઝ કરી શકો છો.
YONO APP દ્વારા લોન માટે અરજી કેવી રીતે કરવી?
  • સૌપ્રથમ તમારે તમારી YONO APP માં લૉગઈન કરવાનું રહેશે.
  • ત્યારબાદ તમારે Pre Approved Personal Loan માટે Apply Now ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • Apply Now ઉપર ક્લિક કરશો એટલે તમને PAPL ના ફીચર, પાત્રતા અને અન્ય જાણકારી મળશે. જે વાંચી અને Apply Now ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • જેવુ Apply Nowઉપર ક્લિક કરશો એટલે તમને તમારો પાનકાર્ડ નંબર અને તમારી જન્મતારીખ પૂછશે જે લખીને તમારે આગળ વધવાનુ રહેશે.
  • જન્મતારીખ તમારે બાજુમાં કેલેન્ડ જેવુ દેખાશે તેના ઉપર ક્લિક કરીને પસંદ કરવાની રહેશે.
  • હવે જેવુ આગળ વધશો એટલે તમને તમારો પાનકાર્ડ નંબર અને જન્મતારીખ સાચી છે કે ખોટી તે જોવા કહેશે. જે જોઈને તમારે Yes ઉપર ક્લિક કરી આગળ વધવાનું રહેશે.
  • આગળ વધશો એટલે તમને કેટલી લોન મળી શકે છે તે દેખાશે. તે તમારી જરૂરિયાત મુજબ પસંદ કરવાની રહેશે.
  • લોન ચુકવણીનો સમયગાળો પણ તમે તમારી જરૂરિયાત મુજબ પસંદ કરી શકો છો.
  • આટલું કર્યા બાદ તમારે Next ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • આ બાદ તમને દેખાશે કે લોનની રકમ કયા બેંક એકાઉન્ટમાં જમા થશે અને EMI ની તારીખ પણ દેખાશે. EMI ભરવાની તારીખ તમે જાતે પણ પસંદ કરી શકો છો.
  • આ બાદ તમારે Allow ઉપર ક્લિક કરી અને OK ઉપર ક્લિક કરી Next ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • આ બાદ તમને તમારી તમામ વિગતો દેખાશે કે લોનની કેટલી રકમ છે અને અન્ય વિગતો દેખાશે જે જોઈ Next ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • Next ઉપર ક્લિક કરશો એટલે હવે તમને એક OTP આવશે જે દાખલ કરી આગળ વધવાનું રહેશે.
  • OTP જેવો નાખશો એટલે બીજી જ સેકંડે તમારા બેંક એકાઉન્ટમાં પૈસા જમા થઈ જશે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પ્રિ-એપ્રૂવ્ડ પર્સનલ લોન માટે મહત્વની લિંકસ
ઓનલાઈન અરજી કરોઅહિયાં ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટ ઉપર જાઓઅહિયાં ક્લિક કરો
ટેલિગ્રામમાં જોડાઓઅહિયાં ક્લિક કરો
વોટ્સએપમાં જોડાઓઅહિયાં ક્લિક કરો

સમય નિકાળીને આ પણ વાંચો!

Gujju Blogger

Hello, I am Gujju Blogger. I am a blogger since 2015 & I am a educational blogger. I am providing information related education, competitive exams & latest recruitment. This Gujju247 is created for spreading important Gujarati information to Gujarati peoples who are living Worldwide & Gujarat, India. For Any Help Or Any Questions Or Queries Please Contact Us By gujjuknowledge.in@gmail.com | Thank You!

Related Post

ગુજરાત લોકરક્ષક અને પોલીસ સબ ઈન્સ્પેકટર (પીએસઆઈ) પરીક્ષાનું અંદાજિત સમયપત્રક જાહેર, જાણો કઈ કઈ તારીખે લેવાશે પરીક્ષા

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) ના ચેરમેન હસમુખ પટેલ દ્વારા હાલમાં જ જાણકારી આપવામાં આવી છે કે લોકરક્ષક અને પીએસઆઈ પરીક્ષા 2024 નું સમય પત્રક (Gujarat LRD & ...

નમો લક્ષ્મી યોજના: ગુજરાત સરકારની ધોરણ 9 થી 12 માં ભણતી વિધાર્થીનીઓ માટેની એક નવી યોજના, મળશે 50 હજાર રૂપિયા

નમસ્કાર મિત્રો, ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2024-25 ના બજેટમાં એક નવી યોજનાની જાહેરાત કરવામાં આવી હતી જેનું નામ છે “નમો લક્ષ્મી યોજના” (Namo Lakshmi Yojana). આ યોજના અંતર્ગત ...

SSC CHSL 2024: સ્ટાફ સિલેક્શન કમિશનમાં 12 પાસ માટે આવી સરકારી ભરતી, 3712 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી શરૂ, વાંચો સંપૂર્ણ માહિતી

SSC CHSL Notification 2024 Out: સ્ટાફ સિલેક્શન કમિશન (એસએસસી) દ્વારા લેવામાં આવતી સંયુક્ત ઉચ્ચતર માધ્યમિક (10+2) સ્તર (Combined Higher Secondary (10+2) Level) પરીક્ષા માટે ઓનલાઈન અરજીઓ શરૂ કરી ...

Gujarat Police Bharti: ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતી 2024 માટે આજથી શરૂ થશે ઓનલાઈન અરજી, વાંચો સંપૂર્ણ માહિતી

Gujarat Police Bharti 2024: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા ગુજરાત પોલીસ દળ વર્ગ-3 સંવર્ગમાં પોલીસ સબ ઈન્સ્પેકટર (પીએસઆઈ) તથા લોકરક્ષક (LRD) કેડરની જગ્યાઓમાં સીધી ભરતી માટેની જાહેરાત ...

Leave a Comment

error: Content is protected !!