SBI WhatsApp Banking: હવે વોટ્સએપ દ્વારા જાણી શકાશે બેન્કનું બેલેન્સ, એકાઉન્ટ સ્ટેટમેન્ટ અને બીજું ઘણું બધુ

શું તમને વોટ્સએપ બેન્કિંગ સર્વિસ વિશે ખબર છે અથવા તો ખબર છે પણ તેને કેવી રીતે ઉપયોગ કરવો તે ખબર નથી? આજે અમે અહિયાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના વોટ્સએપ બેન્કિંગ સર્વિસ (SBI WhatsApp Banking) વિશે જાણકારી આપવાના છીએ. જેના થકી તમે વોટ્સએપ દ્વારા જ તમારા બેંકના ઘણા કામ આસાનીથી એક મેસેજ દ્વારા કરી શકશો.

SBI WhatsApp Banking Service
  • હવે વોટ્સએપ દ્વારા કરી શકશો બેન્કિંગ સેવાઓનો લાભ.
  • બેંકના ધક્કા ખાવામાંથી મળશે રાહત.
  • સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા વોટ્સએપ બેન્કિંગ સેવા શરૂ.

SBI WhatsApp Banking સેવા શું છે?

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ઘણી બધી સેવાઓ ઓનલાઈન તેમની વેબસાઈટ અને એપ્લિકેશન દ્વારા આપવામાં આવતી હોય છે અને આ સેવાઓ થોડા થોડા સમયના અંતરે અપડેટ થતી રહેતી હોય છે. હાલમાં જ સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા દ્વારા તેમની ઓફિશિયલ વોટ્સએપ બેન્કિંગ સેવાને (SBI WhatsApp Banking) લોન્ચ કરવામાં આવી છે. આ વોટ્સએપ બેન્કિંગ સેવા દ્વારા હવે તમે વોટ્સએપ દ્વારા તમારા બેંકના ખાતાની ઘણી બધી માહિતી અને અન્ય ઉપયોગી માહિતી વોટ્સએપ દ્વારા મેળવી શકશો.

SBI WhatsApp Banking દ્વારા આપવામાં આવતી સેવાઓ

તમારી તમામ નાણાકીય જરૂરિયાતોને પહોંચી વળવા માટે, SBI નું WhatsApp નાણાકીય સેવાઓની વિશાળ શ્રેણી પૂરી પાડે છે. નીચે આપેલી કેટલીક મુખ્ય સેવાઓ છે જેનો તમે ઉપયોગ કરી શકો છો:

SBI WhatsApp Banking Service Screen Shot Mobile View
  • બેંક બેલેન્સ: તમે તમારા બેંક ખાતાનું બેલેન્સ તરત મેળવી શકો છો. (બુક બેલેન્સ, એકાઉન્ટ રિન્યુઅલ તારીખ અને સ્ટોક સ્ટેટમેન્ટની સમાપ્તિ તારીખ જેવી માહિતી સહિત વધારાની સુવિધાઓ ઉપલબ્ધ છે)
  • મીની સ્ટેટમેન્ટ: તમે કરેલા છેલ્લા 10 ટ્રાન્જેક્શનની માહિતી તરત મેળવી શકો છો.
  • એકાઉન્ટ સ્ટેટમેન્ટ: 250 ટ્રાન્જેક્શન સુધીના સ્ટેટમેન્ટની માહિતી મેળવી શકો છો.
  • અન્ય સ્ટેટમેન્ટ સેવાઓ: વ્યાજ પ્રમાણપત્રો સહિત હોમ લોન અને એજ્યુકેશન લોન સંબંધિત સ્ટેટમેન્ટને ચકાસી શકો છો.
  • પેન્શન સ્લિપ સેવા: જો તમે પેન્શનર છો, તો તમે તમારી પેન્શન-સંબંધિત માહિતી સરળતાથી મેળવી શકો છો.
  • લોન અને ડિપોઝિટની માહિતી: વારંવાર પૂછાતા પ્રશ્નો અને વ્યાજ દરો સહિત વિવિધ લોન અને ડિપોઝિટ પ્રોડક્ટ્સ વિશે જાણકારી મેળવી શકો છો.
  • NRI સેવાઓ: જો તમે બિન-નિવાસી ભારતીય હોવ તો NRE અને NRO ખાતાની સુવિધાઓ અને વ્યાજ દરોની માહિતી મેળવી શકો છો.
  • ઇન્સ્ટા એકાઉન્ટ્સ: ઇન્સ્ટા એકાઉન્ટ્સ માટેની પાત્રતા, જરૂરિયાતો અને વારંવાર પૂછાતા પ્રશ્નો વિશે વિગતો તરત મેળવી શકો છો.
  • સંપર્કો/ફરિયાદ નિવારણ હેલ્પલાઇન્સ: સહાય અને ફરિયાદ નિવારણ માટે મહત્વપૂર્ણ સંપર્ક માહિતીને મેળવી શકો છો.
  • લોન પ્રશ્નો: પૂર્વ-મંજૂર વ્યક્તિગત, કાર અને ટુ-વ્હીલર લોન ઓફર માટે જાણકારી મેળવી શકો છો.
  • ડિજિટલ બેન્કિંગ માહિતી: ડિજિટલ બેન્કિંગ સેવાઓ અને ઓફરિંગ વિશે તમને તરત અપડેટ મળતી રહેશે.
  • બેંકિંગ ફોર્મ્સ ડાઉનલોડ કરો: જરૂરી બેંકિંગ ફોર્મ્સ સરળતાથી ઍક્સેસ કરી શકો છો અને ડાઉનલોડ કરી શકો છો.
  • હોલિડે કેલેન્ડર: બેન્કમા આવતી રજાઓ વિશેની માહિતી પણ તમે મેળવી શકો છો.
  • ડેબિટ કાર્ડ માહિતી: ડેબિટ કાર્ડના ઉપયોગ અને સલામતી ટિપ્સ વિશે પણ તમે જાણકારી મેળવી શકો છો.
  • ખોવાયેલ/ચોરાયેલ કાર્ડ: ખોવાયેલ કે ચોરાઈ ગયેલા કાર્ડના કિસ્સામાં શું કરવું તેની માહિતી પણ તમે અહીથી મેળવી શકો છો.
  • નજીકનું એટીએમ/બ્રાંચ લોકેટર: નજીકના એસબીઆઈ એટીએમ અથવા શાખાને પણ તમે શોધી શકો છો.

SBI WhatsApp Banking માંતેનો વોટ્સએપ નંબર કયો છે?

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના વોટ્સએપ બેન્કિંગ માંતેનો વોટ્સએપ નંબર +919022690226 છે. આ નંબર દ્વારા તમને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની તમામ વોટ્સએપ બેન્કિંગ સેવાઓનો લાભ વોટ્સએપ દ્વારા સેકન્ડોમાં મેળવી શકો છો. તેના માટે સૌપ્રથમ તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને પછી તમારે વોટ્સએપની આ સેવાનો લાભ મળી શકશે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની વોટ્સએપ બેન્કિંગ સેવાનો લાભ કેવી રીતે લેવો, રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું અને રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ શું કરવું તેની સંપૂર્ણ માહિતી નીચે વાંચો.

SBI WhatsApp Banking માં રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?

SBI WhatsApp Banking QR Code

જો તમે QR કોડનો ઉપયોગ ન કરવા માંગતા હોવ તો તમે SMS મોકલીને નોંધણી કરાવી શકો છો. તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી આ ફોર્મેટ સાથે +917208933148 પર SMS મોકલો: “WAREG ACCOUNT NUMBER”. દાખલા તરીકે, જો તમારો એકાઉન્ટ નંબર 123456789 છે, તો “WAREG 123456789” લખી +917208933148 પર SMS મોકલો.

SBI WhatsApp Banking માં રજીસ્ટ્રેશન થયાં પછી શું કરવું?

રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ તમારે +919022690226 આ નંબરને તમારા ફોનમાં સેવ કરવાનો રહેશે. તમને જે નામથી સેવ કરવો હોય તે નામથી સેવ કરી શકો છો. ત્યારબાદ તમારે તમારા વોટ્સએપમાં જવાનું છે અને તમે જે નામથી નંબર સેવ કર્યો છે તેમાં જઈને Hi લખવાનું છે.

Hi લખશો અને જેવો મેસેજ સેન્ડ થશે એની બીજી જ સેકન્ડમાં તમને પૂછશે કે તમે કઈ સર્વિસનો લાભ લેવા માંગો છો. ત્યાં લખ્યું હશે કે તમારું બેંક બેલેન્સ ચેક કરો અથવા તો તમારું મિનિ સ્ટેટમેન્ટ ચેક કરો. તમે બે માંથી જેના ઉપર ક્લિક કરશો એટવું તરત તમને રિપ્લાયમાં તેનો જવાબ મળી જશે.

બીજી વધારાથી વોટ્સએપ સેવાઓનો લાભ લેવા માટે તમે Other Services ઉપર ક્લિક કરી શકો છો. જ્યાં તમને અલગ અલગ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા આપવામાં આવતી વોટ્સએપ બેન્કિંગ સેવાઓ સિલેકટ કરવા કહેશે. જેમાંથી તમે જે સેવા મેળવવા માંગતા હોય તેને સિલેકટ કરશો એટલે તરત જ તમને રિપ્લાયમાં તેનો જવાબ મળતો રહેશે.

નોંધ: તમારા બેંક એકાઉન્ટ સાથે જે નંબર લિંક કરેલ હોય અથવા તો બેંકમાં જે નંબર આપેલો હોય તે જ નંબર દ્વારા તમે આ બેન્કિંગ સેવાનો લાભ લઈ શકો છો.

નિષ્કર્ષ:

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની આ વોટ્સએપ બેન્કિંગ સેવાનો લાભ લો અને હવે તમારે લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી કે બેંકના ધક્કા ખાવાની જરૂર નથી. મોટાભાગની સેવાઓનો લાભ હવે તમે આ વોટ્સએપ બેન્કિંગ સેવા દ્વારા લઈ શકો છો. જેના માટે તમારે ઉપર જણાવ્યા મુજબ +917208933148 નંબર ઉપર મેસેજ કરવાનો રહેશે અને રાજઓસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને ત્યારબાદ તરત જ તમારી વોટ્સએપ બેન્કિંગ સેવા ચાલુ થઈ જશે. આશા છે કે તમને સરળતાથી તમામ માહિતી સમજમાં આવી ગઈ હશે.

જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે અમને કોમેન્ટ બોક્સ દ્વારા પણ જણાવી શકો છો અથવા તો કોન્ટેક્ટ વાળા પેજમાં જઈને અમારો કોન્ટેક્ટ કરી શકો છો. પોસ્ટ વાંચવા બદલ આભાર અને આવી જ બીજી માહિતી મેળવવા માટે અમારા હોમ પેજ ઉપર જાઓ.

આ પણ વાંચવાનું ન ભૂલો

ડ્રાઈવિંગ લાયસન્સ, RC અને અન્ય સેવાઓ માટેની સરકારી એપ ડાઉનલોડ કરો.
જાણો વોટ્સએપના નવા ફીચર વોટ્સએપ ચેનલ વિશે તમામ માહિતી
જાણો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના વિશે સંપૂર્ણ માહિતી
ઈન્ટરવ્યૂ આપવા માટે એક સરસ રિઝ્યુમ કેવી રીતે બનાવવું?
વાંચો દાંડીકુચ વિશે સંપૂર્ણ માહિતી

Gujju 24/7 એ ગુજરાતી ભાષામાં દરેક ગુજરાતીને જ્ઞાન મળી રહે તે માટે પ્રયત્ન કરે છે. Gujju 24/7 માં તમને ગુજરાતી જનરલ નોલેજ, ગુજરાતી જાણવા જેવુ, દિન-વિશેષ, સરકારી ભરતીની માહિતી અને અન્ય શૈક્ષણિક માહિતી જે ઉપયોગી હશે તે બધું જ ગુજરાતી ભાષામાં તમને અહીથી મળી રહેશે અને તમને સારું સારું વાંચવાનું મળી રહે તે માટે Gujju 24/7 હંમેશા પ્રયત્નશીલ રહેશે.

Leave a Comment