SBI વોટ્સએપ બેંકિંગ: ઘરેબેઠા ચેક કરો બેંક બેલેન્સ, મિનિ સ્ટેટમેન્ટ, એકાઉન્ટ સ્ટેટમેન્ટ જેવી માહિતી ફ્રી

By Gujju Blogger

Updated on:

આજના ડિજિટલ યુગમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા તેમની વોટ્સએપ બેંકિંગ સેવા શરૂ કરી દીધી છે. SBI ના ગ્રાહકો હવેથી તેમનું એકાઉન્ટ બેલેન્સ, મિનિ સ્ટેટમેન્ટ, લોન માહિતી જેવી અન્ય ઘણી સેવાઓનો ઉપયોગ વોટ્સએપ દ્વારા ફ્રી માં કરી શકશે.

SBI WhatsApp Banking In Gujarati

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા તેમનો ઓફિશિયલ વોટ્સએપ નંબર (+919022690226) જાહેર કરી દેવામાં આવ્યો છે. પણ, હજી ય ઘણા એવા ગ્રાહકો છે જેમને આના વિશે ખબર નથી અથવા તો તેઓને વોટ્સએપ બેંકિંગ સર્વિસ ચાલુ કેવી રીતે કરવી તેના વિશે ખબર નથી. તો આજે અમે અહિયાં તમને આ જ માહિતી આપવાના છીએ અને તમે SBI WhatsApp Banking તમારા ફોનમાં સરળ રીતે ચાલુ કરી શકશો.

SBI વોટ્સએપ બેંકિંગ શું છે?

આજના ડિજિટલ યુગમાં અને ડિજિટલ ઈન્ડિયામાં એસબીઆઇ તેમના ગ્રાહકોને ડિજિટલ રીતે વોટ્સએપ દ્વારા બેલેન્સ ચેક, મિનિ સ્ટેટમેન્ટ, એકાઉન્ટ સ્ટેટમેન્ટ જેવી ઘણી સર્વિસિસ ફ્રી માં ચેક કરી શકે અને બેંકની મુલાકાત ન લેવી પડે તેના માટે શરૂ કરેલી વોટ્સએપ બેંકિંગ સર્વિસ છે. SBI માં ખાતું ધરાવતા દરેક વ્યક્તિ આ સર્વિસનો ઉપયોગ કરી શકે છે અને એ પણ ગમે ત્યારે અને ગમે તે સ્થળે થી.

SBI વોટ્સએપ બેંકિંગ સર્વિસિસ

  1. બેંક બેલેન્સ: માત્ર ગણતરીની સેકન્ડમાં ખાતાનું બેલેન્સ ચેક કરો.
  2. મિનિ સ્ટેટમેન્ટ: તમારા ખાતામાં થયેલ છેલ્લા 10 ટ્રાન્જેકશનની માહિતી.
  3. એકાઉન્ટ સ્ટેટમેન્ટ: તમારા ખાતાના 250 ટ્રાન્જેકશનની માહિતી.
  4. અન્ય સ્ટેટમેન્ટ: હોમ લોન અને શિક્ષણ લોનના વ્યાજ સર્ટિફિકેટ.
  5. પેન્શન: પેન્શન સ્લીપ સર્વિસ.
  6. લોન: હોમ લોન, કાર લોન, ગોલ્ડ લોન, પર્સનલ લોન, શિક્ષણ લોનના વ્યાજદર અને અન્ય માહિતી.
  7. ડિપોઝિટ માહિતી: સેવિંગ એકાઉન્ટ, રિકરીંગ ડિપોઝિટ, ટર્મ ડિપોઝિટના વ્યાજદર અને અન્ય માહિતી.
  8. NRI સર્વિસ: NRE અને NRO એકાઉન્ટના વ્યાજદર અને માહિતી.
  9. ઈન્સટા એકાઉન્ટ વિશે માહિતી
  10. પ્રિ-એપ્રૂવ્ડ પર્સનલ લોનની માહિતી
  11. ડિજિટલ બેન્કિંગ વિશે માહિતી
  12. બેંક અંગેનાં અગત્યના ફોર્મ ડાઉનલોડ કરી શકો.
  13. બેંકનું રજા અંગેનું કેલેન્ડર ચેક કરી શકો.
  14. ડેબિટ કાર્ડ અંગે માહિતી
  15. કાર્ડ ચોરાઈ જાય અથવા ખોવાઈ જાય તો બંધ કરાવવા અંગેની માહિતી
  16. નજીકના ATM અને બ્રાન્ચ વિશેની માહિતી

SBI વોટ્સએપ બેંકિંગ સેવા ચાલુ કેવી રીતે કરવી

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ) ની વોટ્સએપ બેન્કિંગ શરૂ કરવા માટે સૌપ્રથમ તમારા ફોનમાંથી એક સાદો મેસેજ બેંકના નંબર ઉપર કરવાનો રહેશે અને ત્યારબાદ તમને થોડી જ મિનિટમાં જવાબ મળશે કે તમારી વોટ્સએપ બેંકિંગ સેવા શરૂ થઈ ગઈ છે. ત્યારબાદ તમારે SBI ના વોટ્સએપ નંબર ઉપર મેસેજ કરવાનો રહેશે અને પછી તમે તેનો ઉપયોગ કરી શકો છો. આ અંગેની વિગતવાર માહિતી નીચે આપેલી છે.

રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?

  • વોટ્સએપ બેંકિંગ માટે રજીસ્ટ્રેશન કરવા સૌપ્રથમ તમારે આ (+917208933148) નંબર ઉપર “WAREG ACCOUNT NUMBER” લખીને મેસેજ કરવાનો રહેશે.
  • ઉદાહરણ તરીકે મારો એકાઉન્ટ નંબર 123456789 છે તો મારે WAREG 123456789 લખીને ઉપરના નંબર ઉપર SMS કરવાનો રહેશે.
  • જેવો તમે મેસેજ કરશો એટલે થોડી જ મિનિટમાં તમને મેસેજ આવશે કે તમારું વોટ્સએપ બેંકિંગ શરૂ થઈ ગયું છે.
  • હવે તમારે SBI Official WhatsApp Number (+919022690226) તમારા મોબાઈલમાં સેવ કરવાનો રહેશે.
  • સેવ કર્યા પછી તમારા વોટ્સએપમાં જઈને જે નંબરથી સેવ કર્યો છે તેમાં જઈ ચેટ ખોલો.
  • હવે “Hi” એમ મેસેજ કરો અને તરત જ બીજી જ સેકન્ડે તમને રિપ્લાય આવશે કે તમે કઈ સેવાનો ઉપયોગ કરવા માંગો છો.
  • તમે તેના ઉપર ક્લિક કરશો એટલે તરત જ તે સેવાનો જવાબ તમને મળી જશે.
SBI WhatsApp Banking Screen Shot
SBI WhatsApp Banking Bank Balance Check Screen Shot

વોટ્સએપ બેંકિંગ માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલ તેનો અધિકારીત વોટ્સએપ નંબર (+919022690226) જ વોટ્સએપ બેંકિંગ માટે ઉપયોગમાં લેવો. ગૂગલ ઉપર અને અન્ય ઘણી જગ્યાએ ફ્રોડ નંબર ફરતા હોય છે જેનું ધ્યાન રાખવું અને જો તમને કોઈ ઓટીપી માટે અથવા તો તમારી બેંકની વિગતો માટે ફોન આવે છે તો ક્યારે પણ તે શેર કરવી નહીં. તમારે જાતે બેંકમાં જઈને તે કામ પતાવી લેવું અથવા તો તે નંબર વિશે ફરિયાદ કરવી.

બેંકનો કોઈપણ કર્મચારી તમારી બેંકની વિગતો લેવા માટે ક્યારે ફોન કરતાં નથી જેનું ધ્યાન રાખવું. આ રીતે તમે ફ્રોડ કોલ્સ દ્વારા બચી શકો છો. આજના ડિજિટલ યુગમાં ખાતામાંથી પૈસા ઉપડી જેવા જેવા ઘણા ફ્રોડ થતાં હોય છે તેથી સાવધાન રહેવું અને બેંકની વિગતો માટે તેની અધિકારીત વેબસાઈટની મુલાકાત લઈ અને માહિતી મેળવવી.

શું SBI વોટ્સએપ બેંકિંગ સુરક્ષિત છે?

હા, સેટેટ બેંક ઓફ ઈન્ડિયાનું વોટ્સએપ બેંકિંગ એકદમ સુરક્ષિત છે. તે વોટ્સએપના એન્ડ ટુ એન્ડ ડેટા પોલિસીને અનુસરીને કામ કરે છે. આમાં તમારો કોઈપણ પ્રકારનો ડેટા શેર કરવામાં આવતો નથી. SBI ના ગ્રાહકો આ સર્વિસનો ઉપયોગ તેમના મોબાઈલ દ્વારા રજાઓના દિવસ અને 24/7 ગમે ત્યારે કરી શકે છે.

SBI ના ટોલ ફ્રી નંબર (મુશ્કેલી સમયે સંપર્ક માટે)

  • Toll free number: 1800 1234
  • Toll free number: 1800 2100
  • Toll free number: 1800 11 2211
  • Toll free number: 1800 425 3800
  • Toll number: 080-26599990

નિષ્કર્ષ

સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા દ્વારા તેમની વોટ્સએપ બેંકિંગ સેવા શરૂ કરી દેવામાં આવી છે. આ બેંકના ગ્રાહકો તેના અધિકારીત વોટ્સએપ નંબર (+919022690226) દ્વારા આ સેવાનો ઉપયોગ ફ્રી માં ગમે ત્યારે અને ગમે તે જગ્યાએથી કરી શકે છે. આ સેવા દ્વારા તમે એકાઉન્ટ બેલેન્સ ચેક જેવી ઘણી બધી સેવાઓનો ઉપયોગ ઘરેબેઠા મોબાઈલ દ્વારા કરી શકો છો. યાદ રહે કે હમેશાં બેંકના ઓફિશિયલ નંબરનો જ બેંકિંગ સેવા માટે ઉપયોગ કરી રહ્યા છો.

Gujju Blogger

Hello, I am Gujju Blogger. I am a blogger since 2015 & I am a educational blogger. I am providing information related education, competitive exams & latest recruitment. This Gujju247 is created for spreading important Gujarati information to Gujarati peoples who are living Worldwide & Gujarat, India. For Any Help Or Any Questions Or Queries Please Contact Us By gujjuknowledge.in@gmail.com | Thank You!

Related Post

Leave a Comment