RRB Recruitment 2024: ભારતીય રેલ્વેમાં આવી 9000+ ટેક્નિશિયન માટેની ભરતી, આજે જ અહિયાંથી અરજી કરો

By Gujju Blogger

Published on:

RRB Technician Bharti: રેલ્વેમાં ટેક્નિશિયનની વિવધ 9000 કરતાં વધુ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. RRB ની અધિકારીત વેબસાઈટ પર રેલવે ભરતી 2024 (Railway Recruitment 2024) ની વિવિધ સૂચનાઓ અને ફોર્મ ભરવાની લિંક ચાલુ કરી દેવામાં આવી છે. ભારતીય રેલ્વે ટેક્નિશિયન ભરતીની સંપૂર્ણ વિગતો નીચે વાંચો અને અરજી કરો.

RRB Technician Recruitment 2024 - ભારતીય રેલ્વે ટેક્નિશિયન ભરતી
રેલ્વેમાં ટેક્નિશિયનની વિવધ 9000 કરતાં વધુ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. RRB ની અધિકારીત વેબસાઈટ પર રેલવે ભરતી 2024 (Railway Recruitment 2024) ફોર્મ ભરવાના શરૂ.

Railway Technician Notification 2024: રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ (આરઆરબી) દ્વારા હજારો જગ્યાઓ માટે ટેક્નિશિયનની ભરતી બહાર પાડવામાં આવે છે. જેમાં દેશના વિવિધ રેલ્વે ઝોન માટે અલગ અલગ જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવેલ છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા RRB દ્વારા રેલ્વેમાં કુલ 9144 પદો ઉપર ટેક્નિશિયન ગ્રેડ-1 અને ગ્રેડ-3 ની ભરતી કરશે. આ ભરતીની ઓફિશિયલ નોટિફિકેશન RRB ની ઓફિશિયલ વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે. રેલ્વે ભરતી 2024 ની સંપૂર્ણ વિગતે નીચે ધ્યાનથી વાંચવી અને પછી જ અરજી કરવી.

RRB Technician Recruitment 2024 – ભારતીય રેલ્વે ટેક્નિશિયન ભરતી 2024

ભરતી બોર્ડરેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ (આરઆરબી)
પોસ્ટનું નામટેક્નિશિયન ગ્રેડ-1 અને ગ્રેડ-2
કુલ જગ્યાઓ9144 જગ્યાઓ
અરજી શરૂ થવાની તારીખ09/03/2024
અરજી કરવાની અંતિમ તારીખ08/04/2024
અરજીનો પ્રકારઓનલાઈન
ઓફિશિયલ વેબસાઈટhttps://indianrailways.gov.in/
Join Our Telegram ChannelClick Here
Join Our WhatsApp GroupClick Here

પોસ્ટનું નામ

1)ટેક્નિશિયન ગ્રેડ-1 સિગ્નલ
2)ટેક્નિશિયન ગ્રેડ-3

કુલ જગ્યાઓ

ટેક્નિશિયન ગ્રેડ-1 સિગ્નલ 1092 જગ્યાઓ
ટેક્નિશિયન ગ્રેડ-3 8052 જગ્યાઓ
કુલ જગ્યા 9144 જગ્યાઓ
RRB અમદાવાદ 761 જગ્યાઓ

શૈક્ષણિક લાયકાત

ટેક્નિશિયન ગ્રેડ-1 માટે શૈક્ષણિક લાયકાત

ભૌતિકશાસ્ત્ર/ઇલેક્ટ્રોનિક્સ/કોમ્પ્યુટર સાયન્સ/ઇન્ફોર્મેશન ટેક્નોલોજી/ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં માન્ય યુનિવર્સિટી/ઇન્સ્ટિટ્યુટમાંથી સ્નાતક અથવા B.Sc. માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી/સંસ્થાના ભૌતિકશાસ્ત્ર/ઈલેક્ટ્રોનિક્સ/કોમ્પ્યુટર સાયન્સ/ઈન્ફોર્મેશન ટેક્નોલોજી/ઈન્સ્ટ્રુમેન્ટની મૂળભૂત સ્ટ્રીમ્સની કોઈપણ પેટા-પ્રવાહ માંથી કોઈપણ એક

અથવા

ત્રણ વર્ષનો ડિપ્લોમા ઈન એન્જીનીયરીંગ ઉપરની મૂળભૂત સ્ટ્રીમ્સમાં અથવા ઉપરની કોઈપણ બેઝિક સ્ટ્રીમ્સમાંથી એક.

અથવા

ઉપરોક્ત મૂળભૂત પ્રવાહોમાં અથવા ઉપરના કોઈપણ મૂળભૂત પ્રવાહોમાંથી કોઈપણ એકની એન્જિનિયરિંગની ડિગ્રી.

ટેક્નિશિયન ગ્રેડ-3 માટે શૈક્ષણિક લાયકાત

ધોરણ 10 પાસ અને આઈટીઆઈ (NCVT/SCVT)માંથી કરેલ કોઈપણ કોર્સ જે ગ્રેડ-3 માં આવતી પોસ્ટને આધારિત નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ માંગેલ છે જે મુજબની શૈક્ષણિક લાયકાત.જેવા કે ફિટર, મિકેનિક, ઈલેક્ટ્રોનિક મિકેનિક અને અન્ય ઘણા બધા ટ્રેડ મુજબ શૈક્ષણિક લાયકાત.

વય મર્યાદા

ટેક્નિશિયન ગ્રેડ-1 સિગ્નલ18 થી 36 વર્ષ
ટેક્નિશિયન ગ્રેડ-3 18 થી 33 વર્ષ

પગારધોરણ

ટેક્નિશિયન ગ્રેડ-1 સિગ્નલ29,200 પ્રતિ માસ
ટેક્નિશિયન ગ્રેડ-3 19,900 પ્રતિ માસ

મહત્વની તારીખો

અરજી શરૂ થવાની તારીખ09/03/2024
અરજી કરવાની અંતિમ તારીખ08/04/2024
અરજીમાં સુધારો કરવાની અને અરજી ફી ભરવાની તારીખ09/04/2024 થી 18/04/2024

અરજી ફી

SC, ST, Ex-Serviceman, Female, Transgender, Minorities Or Economically Backward Class (EBC) રૂપિયા 250 ફી
અન્ય તમામ માટે 500 રૂપિયા
નોંધ અરજી ફી પરીક્ષા આપનાર ઉમેદવારોને પરત કરવામાં આવશે.

રેલ્વે ટેક્નિશિયન ભરતી 2024: પસંદગી પ્રક્રિયા

આ ભરતીની પસંદગી પ્રક્રિયા કોંપ્યુટર આધારિત ટેસ્ટ, ડોક્યુમેન વેરિફિકેશન અને ત્યારબાદ મેડિકલ પરીક્ષા આધારિત રહેશે. પરીક્ષામાં સફળ થયેલ ઉમેદવારોને આ અંગેની તમામ માહિતી અને સમય પત્રક RRB ની અધિકારીત વેબસાઈટ અને SMS અથવા તો ઈ-મેઈલ દ્વારા મોકલવામાં આવશે. જેના માટે તમારે તમારા ઝોન વાઈસ RRB ની ઓફિશિયલ વેબસાઈટ જોતાં રહેવું.

રેલ્વે ટેક્નિશિયન ભરતી 2024: કોમ્પ્યુટર આધારિત પરીક્ષા (CBT)

મિત્રો અહિયાં નીચે અમે આ ભરતીની પરીક્ષા માટેનો અભ્યાસક્રમ અને પરીક્ષા પદ્ધતિ ટેક્નિશિયન ગ્રેડ-1 અને ટેક્નિશિયન ગ્રેડ-3 માટે મૂકી રહ્યા છીએ. આ અભ્યાસક્રમ મુજબ જ તમારી પરીક્ષાનું પ્રશ્નપત્ર રહેશે. મિત્રો આ પરીક્ષા કોમ્પ્યુટર આધારિત પરીક્ષા રહેશે.

ટેક્નિશિયન ગ્રેડ-1 સિગ્નલ માટે પરીક્ષા પદ્ધતિ અને અભ્યાસક્રમ
General Awareness 10 માર્કસ
General Intelligence And Reasoning 15 માર્કસ
Basics of Computers And Applications 20 માર્કસ
Mathematics 20 માર્કસ
Basic Science And Engineering 35 માર્કસ
Total 100 માર્કસ (100 પ્રશ્નો)
Duration 90 મિનિટ
ટેક્નિશિયન ગ્રેડ-3 માટે પરીક્ષા પદ્ધતિ અને અભ્યાસક્રમ
Mathematics 25 માર્કસ
General Intelligence & Reasoning 25 માર્કસ
General Science 40 માર્કસ
General Awareness 10 માર્કસ
Total 100 માર્કસ
Duration 90 મિનિટ
રેલ્વે ટેક્નિશિયન ભરતી 2024 માં ફોર્મ કેવી રીતે ભરવું?

ભારતીય રેલ્વેમાં આવેલ ટેક્નિશિયન ભરતીમાં ફોર્મ ભરવા માટે સૌથી પહેલા તમારે જે ઝોનમાં ફોર્મ ભરવાનું હોય તેની અધિકારીત વેબસાઈટ ઉપર જવાનું રહેશે. અમદાવાદ ઝોન માટે https://www.rrbahmedabad.gov.in/ ઉપર જઈને તમારે અરજી કરવાની રહેશે. જેની લિંક નીચે આપેલી છે અને ઓફિશિયલ નોટિફિકેશનની લિંક પણ આપેલી છે જે અચૂક વાંચવી અને પછી જ અરજી કરવી.

RRB અમદાવાદની વેબસાઈટ ઉપર જશો એટલે ત્યાં તમને Click here for submission of online Applications for CEN No. 02/2024 (Technicians) લખેલું દેખાશે જેના ઉપર ક્લિક કરવાનું રહેશે. જેના ઉપર ક્લિક કરશો એટલે તમે rrbapply.gov.in ની વેબસાઈટ ઉપર જતાં રહેશે અને ત્યાં તમારે Apply Online ઉપર ક્લિક કરવાનું રહેશે.

Apply Online ઉપર ક્લિક કરશો એટલે તમે જો પહેલા એકાઉન્ટ બનાવેલું હશે તો મોબાઈલ નંબર અને પાસવર્ડ નાખીને લૉગ-ઈન થવાનું રહેશે અને જો એકાઉન્ટ ન હોય તો Create Account માં જઈને એકાઉન્ટ બનાવવાનું રહેશે. આ બાદ તમારે અરજી ફોર્મની વિગતો ભરવાની રહેશે, ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે અને પછી અરજી ફોર્મ ઓનલાઈન સબમિટ કરવાનું રહેશે.

રેલ્વે ટેક્નિશિયન ભરતી 2024 માટે મહત્વપૂર્ણ લિંકસ
ઓફિશિયલ નોટિફિકેશનઅહિયાં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહિયાં ક્લિક કરો
વોટ્સએપ ગ્રૂપમાં જોડાઓClick Here
સમય નિકાળીને આ પણ વાંચો!

Gujju Blogger

Hello, I am Gujju Blogger. I am a blogger since 2015 & I am a educational blogger. I am providing information related education, competitive exams & latest recruitment. This Gujju247 is created for spreading important Gujarati information to Gujarati peoples who are living Worldwide & Gujarat, India. For Any Help Or Any Questions Or Queries Please Contact Us By gujjuknowledge.in@gmail.com | Thank You!

Related Post

ગુજરાત લોકરક્ષક અને પોલીસ સબ ઈન્સ્પેકટર (પીએસઆઈ) પરીક્ષાનું અંદાજિત સમયપત્રક જાહેર, જાણો કઈ કઈ તારીખે લેવાશે પરીક્ષા

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) ના ચેરમેન હસમુખ પટેલ દ્વારા હાલમાં જ જાણકારી આપવામાં આવી છે કે લોકરક્ષક અને પીએસઆઈ પરીક્ષા 2024 નું સમય પત્રક (Gujarat LRD & ...

નમો લક્ષ્મી યોજના: ગુજરાત સરકારની ધોરણ 9 થી 12 માં ભણતી વિધાર્થીનીઓ માટેની એક નવી યોજના, મળશે 50 હજાર રૂપિયા

નમસ્કાર મિત્રો, ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2024-25 ના બજેટમાં એક નવી યોજનાની જાહેરાત કરવામાં આવી હતી જેનું નામ છે “નમો લક્ષ્મી યોજના” (Namo Lakshmi Yojana). આ યોજના અંતર્ગત ...

SSC CHSL 2024: સ્ટાફ સિલેક્શન કમિશનમાં 12 પાસ માટે આવી સરકારી ભરતી, 3712 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી શરૂ, વાંચો સંપૂર્ણ માહિતી

SSC CHSL Notification 2024 Out: સ્ટાફ સિલેક્શન કમિશન (એસએસસી) દ્વારા લેવામાં આવતી સંયુક્ત ઉચ્ચતર માધ્યમિક (10+2) સ્તર (Combined Higher Secondary (10+2) Level) પરીક્ષા માટે ઓનલાઈન અરજીઓ શરૂ કરી ...

Gujarat Police Bharti: ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતી 2024 માટે આજથી શરૂ થશે ઓનલાઈન અરજી, વાંચો સંપૂર્ણ માહિતી

Gujarat Police Bharti 2024: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા ગુજરાત પોલીસ દળ વર્ગ-3 સંવર્ગમાં પોલીસ સબ ઈન્સ્પેકટર (પીએસઆઈ) તથા લોકરક્ષક (LRD) કેડરની જગ્યાઓમાં સીધી ભરતી માટેની જાહેરાત ...

Leave a Comment

error: Content is protected !!