PSI Bharti New Syllabus & Rules: પોલીસ સબ ઈન્સ્પેકટર ભરતી 2024 ના નવા નિયમો અને અભ્યાસક્રમ જાહેર, વાંચો સંપૂર્ણ માહિતી વિગતવાર

By Gujju Blogger

Published on:

ગુજરાત (Gujarat) પોલીસ સબ ઈન્સ્પેકટર ભરતી (PSI Bharti) 2024 ની રાહ જોઈ રહેલ ઉમેદવારો માટે ખુશીના સમાચાર. પીલીસ સબ ઈન્સ્પેકટર (Police Sub Inspector) પરીક્ષાના નિયમો, ભરતી બોર્ડની રચનાનું જાહેરનામું તથા ભરતી કરવાનો આદેશ ગૃહ વિભાગ દ્વારા કરી દેવામાં આવેલ છે.વાંચો પોલીસ સબ ઈન્સ્પેકટર પરીક્ષાના નવા નિયમો અને અભ્યાસક્રમ (Rules & Syllabus) અહિયાથી.

Gujarat PSI Bharti New Syllabus & Rules 2024
Gujarat PSI Bharti New Syllabus & Rules 2024

PSI ભરતી નિયમો અંગે હસમુખ પટેલ દ્વારા ટ્વિટ કરી આપવામાં આવી જાણકારી

હસમુખ પટેલ જેઓ અગાઉ ભરતી બોર્ડના અધ્યક્ષ રહી ચૂક્યા છે તેમના દ્વારા ટ્વિટ કરીને જાણકારી આપવામાં આવી છે કે “પોસઈ (પીએસઆઈ) ના પરીક્ષા નિયમો,‌ ભરતી બોર્ડની રચનાનું જાહેરનામું‌ તથા ભરતી કરવાનો આદેશ ગૃહ વિભાગ તરફથી મળી ગયેલ છે. ટૂંક સમયમાં ભરતી નિયમો પણ બહાર પડનાર છે. ત્યારબાદ વહેલામાં વહેલી તકે ભરતીની જાહેરાત બહાર પાડવામાંઆવશે. બુધવાર સુધીમાં જાહેરાત આપવાનું લક્ષ રાખેલ છે.”

પોલીસ સબ ઈન્સ્પેકટરના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર

સબ-ઈન્સ્પેકટર સંવર્ગોની પરીક્ષા પહેલા 1) શારીરિક કસોટી, 2) પ્રિલિમ પરીક્ષા તથા 3) મુખ્ય પરીક્ષા એમ ત્રણ તબક્કામાં લેવામાં આવતી હતી. જેના બદલે હવે 1) શારીરિક કસોટી અને 2) મુખ્ય પરીક્ષા એમ બે તબક્કામાં જ લેવામાં આવશે.

પહેલા સબ-ઈન્સ્પેકટરની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી. જેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા. જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે તેના કોઈ ગુણ રહેશે નહીં.

પહેલા શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાને લેવામાં આવતું હતું જે રદ્દ કરવામાં આવેલ છે. આ સિવાયના શારીરિક ધોરણો લોકરક્ષણની જેમ જ રાખવામાં આવેલ છે. આમ, શારીરિક કસોટી લોકરક્ષકની જેમ જ હવે ફક્ત કવોલીફાઇંગ રહેશે તેના કોઈ ગુણ આપવાના રહેશે નહીં અને શારીરક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો ત્યારબાદની મુખ્ય પરીક્ષામાં ભાગ લઈ શકશે.

પહેલા શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોની બે કલાકની અને 100 ગુણની પ્રિલિમ પરીક્ષા લેવામાં આવતી હતી અને આ પ્રિલિમ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારો પૈકી ભરતીની જગ્યાના ત્રણ ગણ મેરીટોરીયસ ઉમેદવારોને મુખ્ય પરીક્ષામાં બેસવા દેવામાં આવતા હતા અને મુખ્ય પરીક્ષા પેપર-1 (ગુજરાતી), પેપર-2 (અંગ્રેજી), પેપર-3 (સામાન્ય જ્ઞાન) તથા પેપર-4 (લીગલ મેટર્સ) દરેકના 100 ગુણ એમ કુલ 400 ગુણની MCQ પરીક્ષા હતી.

હવે કુલ 300 ગુણની મુખ્ય પરીક્ષા લેવામાં આવશે. જેમાં બે પેપર રહેશે. પેપર-1 (જનરલ સ્ટડીસ-MCQ) કુલ 3 કલાકનું અને 200 ગુણનું રહેશે તથા પેપર 2 (ગુજરાતી અને અંગ્રેજી વરણાત્મક) કુલ 3 કલાકમનુ રહેશે અને 100 ગુણનું રહેશે.

પેપર-1 માં પાર્ટ-એ 100 ગુણ અને પાર્ટ-બી 100 ગુણ એમ બે ભાગમાં રહેશે અને દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 40 ટકા ગુણ ફરજિયાત લાવવાના રહેશે. પેપર-2 માં પણ પાર્ટ-એ 70 ગુણ અને પાર્ટ-બી 30 ગુણ એમ બે ભાગમાં રહેશે અને આ પેપર-2 માં પાસ થવા માટે ઓછામાં ઓછા 40 ટકા ગુણ ફરજિયાત લાવવાના રહેશે. પેપર-1 ના દરેક ભાગમાં ઓછામાં ઓછા 40 ટકા ગુણ મેળવનાર ઉમેદવારનું જ પેપર-2 ચકાસવામાં આવશે.

જૂના પરીક્ષા નિયમોના વિષયો પૈકી સાયકોલોજી, સોશિયોલોજી, આઈ.પી.સી., સી.આર.પી.સી., એવિડેન્સ એક્ટ, ગુજરાત પોલીસ એક્ટ, ગુજરાત પ્રોહિબિશન એક્ટ, પ્રીવેન્શન ઓફ કરપ્શન એક્ટ, પ્રીવેન્શન ઓફ એટ્રોસિટીસ એક્ટ, મોટર વ્હીકલ એક્ટ જેવા વિષયો રદ્દ કરીને નીચે મુજબના વિષયો રાખવામાં આવેલ છે.

PAPER-1 – GENERAL STUDIES (MCQ)

PART-A:-
TopicMark
Reasoning and Data Interpretation 50
Quantitative Aptitude 50
Total 100
PART-B:-
Topic Mark
Constitution of Bharat and Public Administration 25
History, Geography, Cultural Heritage 25
Current Affairs & General Knowledge 25
Environment, Science & Tech and Economics 25
Total 100

PAPER-2- GUJARATI & ENGLISH LANGUAGE SKILL DESCRIPTIVE

PART-A (Gujarati Language skill)
TopicMark
Essay (350 Words) 30
Precis Writing 10
Comprehension 10
Report writing 10
Letter Writing 10
Total70
PART-B (English Language Skill)
TopicMarks
Precis Writing 10
Comprehension 10
Translation (From Gujarati to English) 10
Total30
Total Part-A & Part-B 100
વધારાના ગુણ આપવા અંગે સ્પષ્ટતા

પહેલા સબ-ઈન્સ્પેકટરની ભરતીમાં ફક્ત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાંથી કરેલ કોર્સ માટે જ ઉમેદવારોને વધારાના ગુણ આપવામાં આવતા હતા. જેમાં પણ ઉમેરો કરીને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલ કોર્સ માટે વધારાના ગુણ આપવામાં આવશે અને આ ગુણ પરિણામના આધારે નહીં પરંતુ કોર્સના સમયગાળા ના આધારે નીચે મુજબ આપવામાં આવશે.

NFSU અથવા RRU માં કરેલ કોર્સનો સમયગાળો આપવાના થતા વધારાના ગુણ
1 વર્ષ 5 ગુણ
2 વર્ષ 9 ગુણ
3 વર્ષ12 ગુણ
4 વર્ષ કે તેથી વધુ15 ગુણ

આખરી પસંદગી યાદી મુખ્ય પરીક્ષામાં મેળવેલ ગુણ અને વધારાના ગુણના આધારે તૈયાર કરવામાં આવશે.

પોલીસ ભરતી અંગે દિપક રાજાણીએ કરેલ ટ્વિટ
નિષ્કર્ષ:-

આમ, પોલીસ સબ ઈન્સ્પેકટરની ભરતીના નવા નિયમો અને ભરતી પ્રક્રિયાને ગૃહ વિભાગ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે અને બુધવાર સુધીમાં જાહેર પણ કરી દેવામાં આવશે. પહેલા દોડના માર્કસ ગણવામાં આવતા હતા જે હવે ગણવામાં આવશે નહીં અને વજન પણ ધ્યાને લેવામાં આવશે નહી. હવે 3 પરીક્ષાને બદલે 2 પરીક્ષા લેવામાં આવશે. પોલીસ ભરતીની તૈયારી કરી રહેલ તમામ ઉમેદવારોને શેર કરો. આભાર.

Gujju Blogger

Hello, I am Gujju Blogger. I am a blogger since 2015 & I am a educational blogger. I am providing information related education, competitive exams & latest recruitment. This Gujju247 is created for spreading important Gujarati information to Gujarati peoples who are living Worldwide & Gujarat, India. For Any Help Or Any Questions Or Queries Please Contact Us By gujjuknowledge.in@gmail.com | Thank You!

Related Post

ગુજરાત લોકરક્ષક અને પોલીસ સબ ઈન્સ્પેકટર (પીએસઆઈ) પરીક્ષાનું અંદાજિત સમયપત્રક જાહેર, જાણો કઈ કઈ તારીખે લેવાશે પરીક્ષા

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) ના ચેરમેન હસમુખ પટેલ દ્વારા હાલમાં જ જાણકારી આપવામાં આવી છે કે લોકરક્ષક અને પીએસઆઈ પરીક્ષા 2024 નું સમય પત્રક (Gujarat LRD & ...

નમો લક્ષ્મી યોજના: ગુજરાત સરકારની ધોરણ 9 થી 12 માં ભણતી વિધાર્થીનીઓ માટેની એક નવી યોજના, મળશે 50 હજાર રૂપિયા

નમસ્કાર મિત્રો, ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2024-25 ના બજેટમાં એક નવી યોજનાની જાહેરાત કરવામાં આવી હતી જેનું નામ છે “નમો લક્ષ્મી યોજના” (Namo Lakshmi Yojana). આ યોજના અંતર્ગત ...

SSC CHSL 2024: સ્ટાફ સિલેક્શન કમિશનમાં 12 પાસ માટે આવી સરકારી ભરતી, 3712 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી શરૂ, વાંચો સંપૂર્ણ માહિતી

SSC CHSL Notification 2024 Out: સ્ટાફ સિલેક્શન કમિશન (એસએસસી) દ્વારા લેવામાં આવતી સંયુક્ત ઉચ્ચતર માધ્યમિક (10+2) સ્તર (Combined Higher Secondary (10+2) Level) પરીક્ષા માટે ઓનલાઈન અરજીઓ શરૂ કરી ...

Gujarat Police Bharti: ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતી 2024 માટે આજથી શરૂ થશે ઓનલાઈન અરજી, વાંચો સંપૂર્ણ માહિતી

Gujarat Police Bharti 2024: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા ગુજરાત પોલીસ દળ વર્ગ-3 સંવર્ગમાં પોલીસ સબ ઈન્સ્પેકટર (પીએસઆઈ) તથા લોકરક્ષક (LRD) કેડરની જગ્યાઓમાં સીધી ભરતી માટેની જાહેરાત ...

Leave a Comment

error: Content is protected !!