PM Surya Ghar Muft Bijli Yojana: હવે આ યોજના દ્વારા મળશે 300 યુનિટ ફ્રી વીજળી અને વર્ષે 15,000 રૂપિયા, વાંચો સંપૂર્ણ માહિતી

By Gujju Blogger

Published on:

કેબિનેટ દ્વારા ગુરુવારના રોજ તારીખ 29 ફેબ્રુઆરી 2024 ના રોજ પીએમ સુર્ય ઘર મફત વીજળી યોજનાને (PM Surya Ghar Muft Bijli Yojana) મજૂરી આપી દીધી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ યોજના 13 ફેબ્રુઆરી 2024 ના રોજ શરૂ કરવામાં આવી હતી. જાણો આ યોજના વિશે સંપૂર્ણ માહિતી અહિયાથી.

PM Surya Ghar Muft Bijli Yojana Mahiti
હવે તમને આ યોજના થકી મળશે 300 યુનિટ ફ્રી વીજળી અને વાર્ષિક 15,000 રૂપિયા. વાંચો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લોન્ચ કરવામાં આવેલ પીએમ સુર્ય ઘર મફત વીજળી યોજના (PM Surya Ghar Muft Bijli Yojana) વિશે સંપૂર્ણ માહિતી.

PM Surya Ghar Muft Bijli Yojana – પ્રધાનમંત્રી (પીએમ) સુર્ય ઘર મફત વીજળી યોજના

આર્ટીકલનું નામપ્રધાનમંત્રી (પીએમ) સુર્ય ઘર મફત વીજળી યોજના
આર્ટીકલનો ઉદ્દેશ્યમાત્ર જાણકારી આપવાનો
યોજના વિશે માહિતીઆ યોજના થકી 300 યુનિટ ફ્રી વીજળી મળે અને વર્ષે 15,000 આવક
કોણ અરજી કરી શકે?કોઈપણ વ્યક્તિ અરજી કરી શકે છે.
યોજનામાં સહાયસરકાર દ્વારા KW પ્લાન્ટ મુજબ
યોજના શરૂ થવાની તારીખ13 ફેબ્રુઆરી 2024
કેબિનેટ મંજૂરી મળ્યાની તારીખ29 ફેબ્રુઆરી 2024
અધિકારીત વેબસાઈટhttps://pmsuryaghar.gov.in
અમારા વોટ્સએપ ગ્રૂપમાં જોડાઓઅહિયાં ક્લિક કરો
અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓઅહિયાં ક્લિક કરો

પીએમ સુર્ય ઘર મફત વીજળી યોજના શું છે?

દેશના 1 કરોડ ઘરોમાં ઉર્જા પ્રદાન કરવાના હેતુસર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પીએમ સુર્ય ઘર મફત વીજળી યોજના તારીખ 13 ફેબ્રુઆરી 2024 ના રોજ શરૂ કરવામા આવેલ છે. આ યોજના હેઠળ સરકાર દ્વારા સોલર પેનલ લગાવવા માટે સબસિડી આપે છે. આ યોજના થકી 300 યુનિટ વીજળી ફ્રી માં આપવામાં આવશે અને આ યોજના હેઠળ લાભાર્થીને વાર્ષિક 15,000 રૂપિયા સુધીની આવક પણ થશે.

પ્રધાનમંત્રી (પીએમ) સુર્ય ઘર મફત વીજળી યોજના થકી દેશના પાવર સેક્ટરમાં ભારતની આત્મનિર્ભરતામાં સુધારો થશે. આ યોજના એ હરિયાળા અને ટકાઉ ભવિષ્ય તરફનું એક પગલું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઈચ્છા જતાવે છે કે દરેક ભારતીય પરિવાર સોલર પેનલ રૂફટોપ સિસ્ટમની ઈચ્છા રાખે અને તેનો લાભ લે.

પીએમ સુર્ય ઘર વીજળી યોજના હેઠળ કેટલો ખર્ચ થશે?

આ યોજનામાં જો તમે 2KW સુધીનો સોલર પ્લાન્ટ સ્થાપવા માંગો છો તો પ્લાન્ટની કિંમતના 60% સહાય સબસિડી મારફતે તમારા ખાતામાં આવશે. જ્યારે કોઈ વ્યક્તિ 3KW સુધીનો સોલર પ્લાન્ટ સ્થાપવા માંગે છે તો વધારાના 1KW પ્લાન્ટ પર 40& સબસિડી મળશે. 3KW પ્લાન્ટ સ્થાપવા માટે લગભગ 1.45 લાખ રૂપિયા ખર્ચ થાય એવો હોય છે જેમાંથી 78 હજાર રૂપિયા સરકાર ચૂકવશે અને બાકીના 67,000 રૂપિયાની સસ્તી લોનની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવેલી છે. બેન્કો આ માટે રેપો રેટ કરતાં માત્ર 0.5% વધારે વ્યાજ આ લોનમાં વસૂલી શકશે.

પીએમ સુર્ય ઘર મફત વીજળી યોજનાનો લાભ કેવી રીતે લેવો?

સરકાર દ્વારા આ યોજના માટે એક રાષ્ટ્રીય પોર્ટલ શરૂ કરેલ છે. આ માટે તમે આ યોજનામાં અરજી કરવા માંગો છો તો તમારે https://pmsuryaghar.gov.in આ પોર્ટલ ઉપર જઈને અરજી કરવાની રહેશે. અહી તમારે તમારો ગ્રાહક નંબર, તમારું નામ, સરનામું અને તમે જે પ્લાન્ટ લગાવવા માંગો છો તેની વિગતો ભરવાની રહેશે.

યોજનાના પોર્ટલ ઉપર ઘણી બધી કંપનીઓ દ્વારા રજીસ્ટ્રેશન કરાવવામાં આવેલ હશે. જેમાની કોઈપણ કંપની તમે આપેલ વિગતોની ચકાસણી કરશે અને આ પ્રક્રિયાને આગળ વધારશે. ઘણી બધી કંપનીઓ એવી છે જે પહેલેથી સોલર પેનલ લગાવે છે તેમની તમને જે કંપની પસંદ હોય તે સિલેકટ કરી તમારી અનુકૂળતા મુજબ તમે સોલર પેનલ નખાવી શકો છો.

સોલર પ્લાન્ટ લગાવ્યા બાદ સબસિડી કેવી રીતે મળશે?

જ્યારે સોલર પ્લાન્ટ લગાવવામાં આવશે અને ડિસ્કોમ નેટ મીટરીંગ ઇન્સ્ટોલ કરવામાં આવશે ત્યારબાદ તેના પુરાવા અને પ્રમાણપત્ર પોર્ટલ ઉપર અપલોડ કરવામાં આવશે. આ પછી સરકાર DBT હેઠળ સબસિડીની સંપૂર્ણ રકમ તમારા ખાતામાં ટ્રાન્સફર કરશે. આ રકમ કેટલા પ્રમાણમાં મળશે તેની વિગતો નીચે આપેલ છે જે જોઈ લેવી.

પીએમ સુર્ય ઘર મફત વીજળી યોજના માટે સબસિડીની માહિતી
રહેણાંક ઘરો માટે સબસિડી
  • રૂ. 30,000/- પ્રતિ kW થી 2 kW સુધી
  • રૂ. 3 kW સુધીની વધારાની ક્ષમતા માટે 18,000/- પ્રતિ kW
  • 3 kW કરતાં મોટી સિસ્ટમ માટે કુલ સબસિડી રૂ. 78,000 પર મર્યાદિત છે
ઘરો માટે યોગ્ય રૂફટોપ સોલાર પ્લાન્ટની ક્ષમતા

ઓનલાઈન અરજીઓ નેશનલ પોર્ટલ https://pmsuryaghar.gov.in પર સબમિટ કરી શકાય છે.

સરેરાશ માસિક વીજળી વપરાશ (એકમો) યોગ્ય રૂફટોપ સોલાર પ્લાન્ટની ક્ષમતા સબસિડી સપોર્ટ
0-150 1 – 2 kW Rs 30,000 to Rs 60,000/-
150-300 2 – 3 kW Rs 60,000 to Rs 78,000/
>300 Above 3 kW Rs 78,000/-
પીએમ સુર્ય ઘર મફત વીજળી યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટનું લિસ્ટ
1)અરજદારનું આધારકાર્ડ
2)સરનામાના પુરાવા તરીકે રેશનકાર્ડ
3)લાઈનબીલની નકલ
4)આવકનો દાખલો
5)બેંક ખાતાની નકલ
6)પાસપોર્ટ સાઈઝનો ફોટો
પીએમ સુર્ય ઘર યોજનામાં કોણ કોણ અરજી કરી શકે છે?

પ્રધામનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોન્ચ કરેલ આ યોજનામાં અરજદારની ઉંમર 18 વર્ષથી ઉપરની હોવી જોઈએ. આ યોજના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના લોકો માટે છે તો બંને અરજી કરી શકે છે. જો તમારી પાસે પાકું મકાન હોય અને ત્યાં સોલર પેનલ નખાવી શકાય તેવી હોય તો તમે આ માટે અરજી કરી શકો છો. જો તમારા ઘરમાં કોઈ સરકારી નોકરી કરનાર વ્યક્તિ છે તો તમે આ માટે અરજી કરી શકતા નથી. અન્ય તમામ લોકો આ યોજનામાં અરજી કરી શકે છે. ગરીબ અને મધ્યમવર્ગના લોકોને આ યોજના હેઠળ લાભ આપવામાં પ્રાથમિકતા આપવામાં આવશે.

પીએમ સુર્ય ઘર મફત વીજળી યોજના માટે અરજી કેવી રીતે કરવી?

1) સૌપ્રથમ તમારે આ યોજનાના ઓફિશિયલ પોર્ટલ https://pmsuryaghar.gov.in ઉપર જવાનું રહેશે.
2) પોર્ટલ ઉપર ગયા બાદ ડાબી બાજુ ઉપર Apply For Rooftop લખ્યું હશે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે.
3) ક્લિક કર્યા બાદ નવું પેજ ખુલશે અને ત્યાં તમારી વિગતો જેવી કે વીજળી કંપની કઈ છે, ગ્રાહક નંબર, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર જેવી વિગતો માંગશે. આ વિગતો ભરીને તમારે પોર્ટલ ઉપર નોંધણી કરાવવાની રહેશે.
4) નોંધણી કરાવ્યા બાદ તમારો ગ્રાહક નંબર અને મોબાઈલ નંબર નાખીને નવા પેજ ઉપર લૉગઈન થાઓ. નવુ પેજ ખુલશે ત્યારે તેમા આપેલી માર્ગદર્શિકા મુજબ તમારે રૂફટોપ સોલર પેનલ માટે અરજી કરવાની રહેશે.
5) આટલું કર્યા બાદ તમને અરજી ચકાસણી બાદ તેની મંજૂરી મળશે અને મંજૂરી મળ્યા બાદ તમે તમારા ડિસ્કોમ સાથે નોંધાયેલ કોઈપણ કંપની પાસેથી સોલર પ્લાન્ટ ઇન્સ્ટોલ કરાવી શકશો.
6) સોલર પેનલ ઇન્સ્ટોલ કર્યા પછી તમારે પ્લાન્ટની વિગતો સાથે નેટ મીટર માટેની અરજી કરવાની રહેશે.
7) નેટ મીટર ઇન્સ્ટોલ થશે પછી ડિસ્કોમ દ્વારા ચકાસણી કરવામાં આવશે અને પછી તમને પોર્ટલ ઉપરથી કમિશનિંગ પ્રમાણપત્ર આપવામાં આવશે.
8) આ પ્રમાણપત્ર આવી જાય ત્યારબાદ તમારે પોર્ટલ ઉપર બેંક ખાતાની વિગતો, કેન્સલ ચેક સબમિટ કરવો પડશે અને પછી સબસિડી તમારા ખાતામાં જમા થઈ જશે.

PM Surya Ghar Muft Bijli Yojana Process Image
PM Surya Ghar Muft Bijli Yojana Process Image
પીએમ સુર્ય ઘર મફત વીજળી યોજના માટે મહત્વની લિંકસ
આ યોજનાનું પોર્ટલઅહિયાં ક્લિક કરો
એપ્લાય કરો રૂફટોપ સોલર માટેઅહિયાં ક્લિક કરો
સબસિડી સ્ટ્રક્ચર પીડીએફ જુઓઅહિયાં ક્લિક કરો
નિષ્કર્ષ:-

આમ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ યોજના 13 ફેબ્રુઆરી 2024 ના રોજ લોન્ચ કરવામાં આવી હતી અને કેબિનેટ દ્વારા આ યોજનાને 29 ફેબ્રુઆરી 2024 ના રોજ મજૂરી આપવામાં આવેલ છે. આ યોજના દ્વારા લાભાર્થીને 300 યુનિટ ફ્રી વીજળી આપવાનું અને રૂપિયા 15,000 સુધી વાર્ષિક આવક થાય તેવા ઉદ્દેશ્ય સાથે આ યોજનાને લોન્ચ કરવામાં આવેલ છે. અહિયાં આપેલ તમામ માહિતી અધિકારીત પોર્ટલ ઉપરથી લઈને મૂકવામાં આવેલ છે અને આ પોસ્ટ માત્ર તમને યોગ્ય માહિતી મળે તે ઉદ્દેશ્ય સાથે મૂકવામાં આવેલ છે. આભાર.

Gujju Blogger

Hello, I am Gujju Blogger. I am a blogger since 2015 & I am a educational blogger. I am providing information related education, competitive exams & latest recruitment. This Gujju247 is created for spreading important Gujarati information to Gujarati peoples who are living Worldwide & Gujarat, India. For Any Help Or Any Questions Or Queries Please Contact Us By gujjuknowledge.in@gmail.com | Thank You!

Related Post

ગુજરાત લોકરક્ષક અને પોલીસ સબ ઈન્સ્પેકટર (પીએસઆઈ) પરીક્ષાનું અંદાજિત સમયપત્રક જાહેર, જાણો કઈ કઈ તારીખે લેવાશે પરીક્ષા

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) ના ચેરમેન હસમુખ પટેલ દ્વારા હાલમાં જ જાણકારી આપવામાં આવી છે કે લોકરક્ષક અને પીએસઆઈ પરીક્ષા 2024 નું સમય પત્રક (Gujarat LRD & ...

નમો લક્ષ્મી યોજના: ગુજરાત સરકારની ધોરણ 9 થી 12 માં ભણતી વિધાર્થીનીઓ માટેની એક નવી યોજના, મળશે 50 હજાર રૂપિયા

નમસ્કાર મિત્રો, ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2024-25 ના બજેટમાં એક નવી યોજનાની જાહેરાત કરવામાં આવી હતી જેનું નામ છે “નમો લક્ષ્મી યોજના” (Namo Lakshmi Yojana). આ યોજના અંતર્ગત ...

SSC CHSL 2024: સ્ટાફ સિલેક્શન કમિશનમાં 12 પાસ માટે આવી સરકારી ભરતી, 3712 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી શરૂ, વાંચો સંપૂર્ણ માહિતી

SSC CHSL Notification 2024 Out: સ્ટાફ સિલેક્શન કમિશન (એસએસસી) દ્વારા લેવામાં આવતી સંયુક્ત ઉચ્ચતર માધ્યમિક (10+2) સ્તર (Combined Higher Secondary (10+2) Level) પરીક્ષા માટે ઓનલાઈન અરજીઓ શરૂ કરી ...

Gujarat Police Bharti: ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતી 2024 માટે આજથી શરૂ થશે ઓનલાઈન અરજી, વાંચો સંપૂર્ણ માહિતી

Gujarat Police Bharti 2024: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા ગુજરાત પોલીસ દળ વર્ગ-3 સંવર્ગમાં પોલીસ સબ ઈન્સ્પેકટર (પીએસઆઈ) તથા લોકરક્ષક (LRD) કેડરની જગ્યાઓમાં સીધી ભરતી માટેની જાહેરાત ...

Leave a Comment

error: Content is protected !!