OJAS Confirmation No: ઓજસમાં તમારો કન્ફર્મેશન નંબર જાણો

ઓજસ જેનું પૂરું નામ ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ છે. ઓજસમાં તમે જ્યારે ફોર્મ ભરો છો ત્યારે તમને તમારો કન્ફર્મેશન નંબર (OJAS Confirmation No) આપવામાં આવે છે. આ કન્ફર્મેશન નંબર ઘણા બધા લોકો પાસે હોતો નથી. તમે પણ તમારો કન્ફર્મેશન નંબર જાણવા માંગો છો તો નીચે આપેલ માહિતીને ધ્યાનથી વાંચો અને અનુસરો.

How To Find Confirmation Number In OJAS

OJAS Confirmation No: ઓજસમાં કન્ફર્મેશન નંબર શું છે?

કન્ફર્મેશન નંબર એ આઠ આંકડાનો હોય છે. જ્યારે તમે ઓજસમાં કોઈપણ ભરતીમાં ફોર્મ માટે અરજી કરો છો ત્યારે છેલ્લે તમને તમારો એપ્લિકેશન નંબર અને કન્ફર્મેશન નંબર આપવામાં આવે છે. આ કન્ફર્મેશન નંબર એ તમારે ઓનલાઈન ફી ભરવી હોય અથવા તો પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા હોય ત્યારે કામમાં આવે છે. ત્યારે તમારી પાસે તમારો કન્ફર્મેશન નંબર અને જન્મતારીખ નાખીને તમારે આગળ વધવાનું હોય છે.

આ પણ વાંચો: What Is OJAS: ઓજસ શું છે અને તેમાં ફોર્મ કેવી રીતે ભરવું?

જો તમને તમારો કન્ફર્મેશન નંબર ખબર નથી તો ચિંતા કરવાની જરૂર નથી. તમે તમારો કન્ફર્મેશન નંબર નીચે મુજબના સ્ટેપથી મેળવી શકો છો. તમે OTP દ્વારા અને OTP વગર એમ બે રીતે તમારો કન્ફર્મેશન નંબર મેળવી શકો છો. આપણે બે રીતે કન્ફર્મેશન નંબર કેવી રીતે મેળવવો તેના વિશે જાણીશું.

Know Your Confirmation No In OJAS: ઓજસમાં તમારો કન્ફર્મેશન નંબર મેળવો

ઓજસમાં કન્ફર્મેશન નંબર બે રીતે મેળવી શકાય છે. જેમાં તમારે તમારા મોબાઈલમાં OPT આવે એ રીતે પણ તમારો કન્ફર્મેશન નંબર મેળવી શકો છો અથવા તો OTP વગર પણ તમે તમારો કન્ફર્મેશન નંબર મેળવી શકો છો. આપણે બે રીતે કન્ફર્મેશન નંબર કેવી રીતે મેળવી શકાય તેની વિગતે જાણકારી મેળવીશું.

OTP દ્વારા કન્ફર્મેશન નંબર કેવી રીતે મેળવવો?

1) સૌપ્રથમ ઓજસની વેબસાઈટ ઉપર જાઓ https://ojas.gujarat.gov.in/

2) ત્યારબાદ નીચે Help/Query સેકશનમાં જાઓ.

3) Help/Queryમાં તમારો કન્ફર્મેશન નંબર જાણવા માટે અહિયાં ક્લિક કરો એવું લખ્યું હશે તેના ઉપર ક્લિક કરો.

4) ક્લિક કર્યા બાદ સ્ક્રીન ઉપર તમને Enter Advertisement No, Mobile No અને Birth Date એવું લખેલું દેખાશે.

5) તમે જે જાહેરાતમાં ફોર્મ ભર્યું હોય અને તેનો કન્ફર્મેશન નંબર શોધો છો તેનો જાહેરાત નંબર નાખો.

6) જાહેરાત નંબર નાખ્યા પછી મોબાઈલ નંબર નાખો અને જન્મતારીખ નાખો.

7) આટલું કર્યા પછી Get Confirmation No ઉપર ક્લિક કરો.

8) ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં એક OTP આવશે જે OTP નાખ્યા પછી તમારે Get Confirmation No ઉપર ક્લિક કરવાનું રહેશે.

9) જેવુ ક્લિક કરશો એટલે નીચે તમારું નામ અને તમારો કન્ફર્મેશન નંબર તમને તમારી સ્ક્રીન ઉપર દેખાશે.

OTP વિના કન્ફર્મેશન નંબર કેવી રીતે મેળવવો?

1) સૌપ્રથમ ઓજસની ઓફિશિયલ વેબસાઈટ https://ojas.gujarat.gov.in/ ઉપર જાઓ.

2) ત્યારબાદ સૌથી નીચે જાઓ અને તમારો કન્ફર્મેશન નંબર જાણવા અહિયાં ક્લિક કરો એવું લખ્યું હશે ત્યાં ક્લિક કરો.

3) ત્યારબાદ Click here to Search Confirmation No. without OTP લખ્યું હશે ત્યાં ક્લિક કરો.

4) ક્લિક કર્યા બાદ Enter Advertisement No, Surname, First Name, Mobile No અને Birth Date લખેલું દેખાશે.

5) આ બધી જ વિગતો ભરી અને Get Confirmation No ઉપર ક્લિક કરો.

6) Get Confirmation No ઉપર ક્લિક કરશો એટલે તમને તમારી સ્ક્રીન ઉપર તમારું નામ અને કન્ફર્મેશન નંબર દેખાશે.

આ પણ વાંચો: OJAS Roll No: ઓજસમાં રોલ નંબર કેવી રીતે જાણવો?

નિષ્કર્ષ

આમ આપણે ઉપર ઓજસમાં કન્ફર્મેશન નંબર કેવી રીતે શોધવો તેના વિશે માહિતી મેળવી. જેમાં તમે બે રીતે તમારો કન્ફર્મેશન નંબર મેળવી શકો છો OTP દ્વારા અને OTP વિના. આ બે રીત આપણે ઉપર જોઈ અને આ રીતે તમે તમારો કન્ફર્મેશન નંબર સરળતાથી ઉપરના સ્ટેપ્સને અનુસરીને મેળવી શકો છો. જેમાં તમને કોઈ મુશ્કેલી જણાય તો અમને કોમેન્ટ બોક્સ દ્વારા જણાવી શકો છો.

Gujju 24/7 એ ગુજરાતી ભાષામાં દરેક ગુજરાતીને જ્ઞાન મળી રહે તે માટે પ્રયત્ન કરે છે. Gujju 24/7 માં તમને ગુજરાતી જનરલ નોલેજ, ગુજરાતી જાણવા જેવુ, દિન-વિશેષ, સરકારી ભરતીની માહિતી અને અન્ય શૈક્ષણિક માહિતી જે ઉપયોગી હશે તે બધું જ ગુજરાતી ભાષામાં તમને અહીથી મળી રહેશે અને તમને સારું સારું વાંચવાનું મળી રહે તે માટે Gujju 24/7 હંમેશા પ્રયત્નશીલ રહેશે.

Leave a Comment