હવે ઘરેબેઠા રેશન કાર્ડ દ્વારા બનાવો તમારું આયુષ્માન આરોગ્ય કાર્ડ, કઈ રીતે બાનવવું? જાણો એકદમ સરળ રીત દ્વારા

By Gujju Blogger

Updated on:

આયુષ્માન ભારત યોજના એ લાભાર્થીઓને 5 લાખ રૂપિયા સુધીનો હેલ્થ ઈન્સ્યોરન્સ સરકાર દ્વારા આપવામાં આવે છે. જો તમારા રેશનકાર્ડમાં 6 અથવા તેનાથી વધારે સભ્યો છે તો તમે પણ હવે ઘરેબેઠા તમારા મોબાઈલ દ્વારા આયુષ્માન કાર્ડ બનાવી શકો છો. કેવી રીતે? એ જાણો નીચે સંપૂર્ણ વિગતે.

PMJAY - Ayushman Bharat Card
PMJAY – Ayushman Bharat Card: હવે તમે ઘરેબેઠા તમારા મોબાઈલ ફોન દ્વારા એકદમ સરળ રીતે તમારું આયુષ્માન કાર્ડ બનાવી શકો છો. જાણો કેવી રીતે? નીચે આપેલ માહિતી દ્વારા.

ભારત સરકાર દ્વારા આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના ચલાવવામાં આવી રહી છે. જેને PMJAY યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે. કેન્દ્ર સરકારની આ યોજના અંતર્ગત ઓછી આવક ધરાવતા લોકોને હેલ્થ ઇન્સ્યુરન્સ આપવામાં આવે છે. આયુષ્માન ભારત યોજનાના લાભાર્થીઓને રૂપિયા 5 લાખ સુધીની સહાય એટલે કે વીમો સરકાર દ્વારા આપવામાં આવે છે. આ યોજનાના લાભાર્થી સરકારી તથા પ્રાઈવેટ હોસ્પિટલોમાં પાંચ લાખ રૂપિયા સુધી મફત ઈલાજ કરાવી શકે છે. તમારા રેશનકાર્ડમાં 6 અથવા તેનાથી વધારે સભ્યો છે તો તમે હવે ઘરેબેઠા મોબાઈલ દ્વારા તમારું આયુષ્માન કાર્ડ હવે બનાવી શકો છો.

આયુષ્માન ભારત યોજના માટે પાત્રતા ધરાવતા લોકોને સરકાર તરફથી આયુષ્માન કાર્ડ આપવામાં આવે છે. આ કાર્ડની મદદથી લાભાર્થી સરકારી અને પ્રાઈવેટ હોસ્પિટલમાં જઈને આ યોજનાનો લાભ મેળવી શકે છે. સરકાર દ્વારા આ માટે હોસ્પિટલોનું લિસ્ટ પણ જાહેર કરવામાં આવેલ છે. સરકારના એક રિપોર્ટ અનુસાર સૌથી વધારે આયુષ્માન કાર્ડ એ ઉત્તરપ્રદેશમાં સૌથી વધારે છે અને મધ્યપ્રદેશ બીજા નંબર ઉપર છે.

આયુષમાન કાર્ડ યોજના શું છે?

દેશના દરેક વર્ગના લોકોને વધુમાં વધુ સારી એવી આરોગ્ય સુવિધાઓ મળી રહેશે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે આયુષ્માન ભારત યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના એ વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજનાઓમાં ગણવામાં આવે છે. જેના દ્વારા લાખો લોકો જે ઓછી આવક ધરાવે છે અને મધ્યમ વર્ગના છે તે લોકોને રૂપિયા 5 લાખ સુધીની વીમા સહાય મફતમાં આપવામાં આવે છે. આ યોજના 23 સપ્ટેમ્બર 2018 ના રોજ શરૂ કરવામાં આવી હતી.

આયુષ્માન ભારત યોજના માટેની પાત્રતા શું છે?

આયુષ્માન ભારત યોજના માટેની અરજી કરતાં પહેલા તેની લાયકાત શું છે તે જાણવું જરૂરી છે. સરકાર દ્વારા આ યોજના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે શરૂ કરી છે. આદિવાસી, અનુસૂચિત જાતિ, નિરાધાર, દાન કે ભિક્ષા માંગતી વ્યક્તિ, મજૂર કોઈપણ વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે છે. જો તમે તમારી યોગ્યતાને તપાસવા માંગતા હોવ તો PMJAY ની અધિકારીત વેબસાઈટ ઉપર જઈને ચકાસી શકો છો. વેબસાઈટ ઉપર Am I Eligible ટેબ ઉપર ક્લિક કરશો એટલે તમે જાણી શકો છો.અહિયાં તમારે તમારો મોબાઈલ નંબર અને રેશન કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે અને થોડીવરમાં તમે તમારી યોગ્યતા જાણી શકો છો.

આયુષ્માન ભારત યોજના માટેના દસ્તાવેજ

આધારકાર્ડ
રેશન કાર્ડ
આવકનું પ્રમાણપત્ર
જાતિનું પ્રમાણપત્ર (જરૂરી હોય તો)
મોબાઈલ નંબર
પાસપોર્ટ સાઇઝનો ફોટો

રેશન કાર્ડ દ્વારા આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવવું?

  1. આ કાર્ડ બનાવવા માટે સૌપ્રથમ તમારે Ayushman App ડાઉનલોડ કરવાની રહેશે.
  2. એપ ડાઉનલોડ કર્યા બાદ લૉગઈન ઉપર ક્લિક કરવાનું રહેશે.
  3. આ કર્યા પછી હવે તમારે Login As Beneficiary ઉપર ક્લિક કરવાનું રહેશે.
  4. આટલું કર્યા પછી તમે તમારા મોબાઈલ નંબર નાખી અને OTP દ્વારા દાખલ થાઓ.
  5. આ બાદ હવે રાજ્ય, યોજના, સર્ચ બાય અને જિલ્લો પસંદ કરો.
  6. હવે રેશનકાર્ડ નંબર અને આધાર નંબર નાખી અને સર્ચ લખ્યું હશે તેના ઉપર ક્લિક કરો.
  7. આ બાદ રેશન કાર્ડમાં જે સભ્યો હોય તે બધાના નામ તમને જોવા મળશે.
  8. હવે આ કર્યા બાદ તમારે આયુષ્માન કાર્ડ બનાવવા માટે Unidentified બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.
  9. આટલું કર્યા બાદ આધાર ઓટીપી, Face, Irish અને ફિંગરપ્રીન્ટ થી તમારે વેરીફાઈ કરવાનું રહશે.
  10. આ કર્યા બાદ તમારે તમારી જાણકારી અંદર લખવાની રહેશે જે અંદર માંગશે તે.
  11. આ પછી પણ તમારો લાઈવ ફોટો માંગશે અને જાણકારી માંગશે જે આપવાની રહશે.
  12. આ કર્યા બાદ તમારી પ્રોસેસ પૂરી થશે.
  13. પ્રોસેસ પૂરી થયાં બાદ થોડા જ દિવસોમાં તમારું આયુષ્માન કાર્ડ તમારા એડ્રેસ ઉપર આવી જશે.

Download Ayushman App From Here

નિષ્કર્ષ

પરાધનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે આયુષ્માન ભારત યોજના એ દેશમાં ગરીબી રેખા નીચે આવતા લોકોણે સરકારી કે પ્રાઈવેટ હોસ્પિટલમાં લાખ રૂપિયા સુધીની સારવારનો લાભ આપે છે. સરકાર દ્વારા હોસ્પિટલમાં દાખલ થવાથી લઈને કુલ 15 દિવસ સુધીનો તમામ ખર્ચ સરકાર દ્વારા ઉઠાવવામાં આવે છે. પરિવારના તમામ સભ્યો આ આયોગ્ય યોજનાનો લાભ મેળવી શકે છે. સરકારી માહિતી પ્રમાણે કુલ 12,74,639 લાભાર્થીઓ આખા દેશમાં છે તેમાંથી હાલમાં કુલ 6,19,638 લાભાર્થીઓ દ્વારા આ કાર્ડ બનાવવામાં આવ્યા છે.

Gujju Blogger

Hello, I am Gujju Blogger. I am a blogger since 2015 & I am a educational blogger. I am providing information related education, competitive exams & latest recruitment. This Gujju247 is created for spreading important Gujarati information to Gujarati peoples who are living Worldwide & Gujarat, India. For Any Help Or Any Questions Or Queries Please Contact Us By gujjuknowledge.in@gmail.com | Thank You!

Related Post

ગુજરાત લોકરક્ષક અને પોલીસ સબ ઈન્સ્પેકટર (પીએસઆઈ) પરીક્ષાનું અંદાજિત સમયપત્રક જાહેર, જાણો કઈ કઈ તારીખે લેવાશે પરીક્ષા

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) ના ચેરમેન હસમુખ પટેલ દ્વારા હાલમાં જ જાણકારી આપવામાં આવી છે કે લોકરક્ષક અને પીએસઆઈ પરીક્ષા 2024 નું સમય પત્રક (Gujarat LRD & ...

નમો લક્ષ્મી યોજના: ગુજરાત સરકારની ધોરણ 9 થી 12 માં ભણતી વિધાર્થીનીઓ માટેની એક નવી યોજના, મળશે 50 હજાર રૂપિયા

નમસ્કાર મિત્રો, ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2024-25 ના બજેટમાં એક નવી યોજનાની જાહેરાત કરવામાં આવી હતી જેનું નામ છે “નમો લક્ષ્મી યોજના” (Namo Lakshmi Yojana). આ યોજના અંતર્ગત ...

SSC CHSL 2024: સ્ટાફ સિલેક્શન કમિશનમાં 12 પાસ માટે આવી સરકારી ભરતી, 3712 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી શરૂ, વાંચો સંપૂર્ણ માહિતી

SSC CHSL Notification 2024 Out: સ્ટાફ સિલેક્શન કમિશન (એસએસસી) દ્વારા લેવામાં આવતી સંયુક્ત ઉચ્ચતર માધ્યમિક (10+2) સ્તર (Combined Higher Secondary (10+2) Level) પરીક્ષા માટે ઓનલાઈન અરજીઓ શરૂ કરી ...

Gujarat Police Bharti: ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતી 2024 માટે આજથી શરૂ થશે ઓનલાઈન અરજી, વાંચો સંપૂર્ણ માહિતી

Gujarat Police Bharti 2024: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા ગુજરાત પોલીસ દળ વર્ગ-3 સંવર્ગમાં પોલીસ સબ ઈન્સ્પેકટર (પીએસઆઈ) તથા લોકરક્ષક (LRD) કેડરની જગ્યાઓમાં સીધી ભરતી માટેની જાહેરાત ...

Leave a Comment

error: Content is protected !!