મફત પ્લોટ યોજના વિશે માહિતી અને અરજી ફોર્મ

શું તમે પણ ગ્રામ્ય વિસ્તારમાં રહો છો અને તમારી પાસે રહેવા માટે મકાન અથવા તો પ્લોટ નથી? ગુજરાત સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા મકાન વિહોણા કુટુંબોને રહેવા માટે પોતાનું મકાન બનાવી શકે તે હેતુસર મફત પ્લોટ આપવામાં આવે છે. મફત પ્લોટ યોજના (Mafat Plot Yojana) થકી ગુજરાત સરકાર દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે.

જો તમારે પણ મફત પ્લોટ યોજનાનો લાભ લેવો હોય અને મફત પ્લોટ યોજના વિશે માહિતી મેળવવા માંગતા હોય તો અહિયાં આપેલ તમામ માહિતી ધ્યાનથી વાંચો અને સમજો. અહિયાથી તમને મફત પ્લોટ યોજનાનું અરજી ફોર્મ (Mafat Plot Yojana Form) પણ મળી રહેશે.

Mafat Plot Yojana

મફત પ્લોટ યોજના શું છે?

મફત પ્લોટ યોજના એ ગુજરાત સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ઘર વિહોણા કુટુંબોને રહેવા માટે મકાન બનાવી શકે તે માટે 100 ચોરસવારનો પ્લોટ મફતમાં આપવાની યોજના છે. પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આ યોજનાનો ઠરાવ બહાર પાડીને યોજનાને અમલમાં મૂકવામાં આવી છે.

મફત પ્લોટ યોજનાનો હેતુ શું છે?

ગુજરાત રાજયના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા ઘરવિહોણા કુટુંબોને 100 ચોરસવાર ઘરથાળનો મફત પ્લોટ આપવાની આ યોજના ગરીબ ઘરવિહોણા કુટુંબો પોતાનું મકાન બનાવી શકે તે હેતુસર ગુજરાત સરકાર દ્વારા મફત પ્લોટ યોજના દાખલ કરવામાં આવી છે. આ યોજના હેઠળ લાભાર્થીને મફતમાં 100 ચોરસવારનો પ્લોટ મફતમાં ગ્રામ્ય વિસ્તારમાં આપવામાં આવે છે.

મફત પ્લોટ યોજનાને સમજવા માટેની વ્યાખ્યાઓ

મફત પ્લોટ યોજના હેઠળ વાપરવામાં આવેલ જુદા જુદા શબ્દો અને શબ્દ પ્રયોગોના સબળ અર્થઘટન માટે નીચે મુજબની યોજના સમાજવામાં સરળતા રહે તે ખાતર આપવામાં આવેલ છે.

  • કુટુંબ: આ યોજના માટે કુટુંબ એટલે પુખ્ત વયનો વ્યક્તિ, તેવા પતિ/પત્ની (જો હોય), તેના સગીર બાળકો.
  • વ્યક્તિ: આ યોજના હેઠળ પાત્રતા ધરાવતી હોય અને યોજનાનો લાભ લેવા માટે ધોરણસરની અરજી કરી હોય તેવી વ્યક્તિ.
  • ગ્રામ વિસ્તાર: ગ્રામ વિસ્તાર એટલે કે મ્યુનસિપલ કોર્પોરેશન, મ્યુનસિપાલિટી, કેન્ટોનમેન્ટ અથવા તો નોટિફાઇડ એરિયા અથવા વિસ્તાર વિકાસ સત્તા મંડળ/શહેરી વિકાસ સત્તા મંડળના કાર્યક્ષેત્રમાં ગણાયેલ હોય તે સિવાયનો વિસ્તાર, જો કોઈ વિસ્તાર વસ્તીગણતરીમાં શહેરી ગણાયેલ હોય તે સિવાયનો વિસ્તાર તરીકે સ્વીકારવો.

મફત પ્લોટ યોજનાનો લાભ કોને કોને મળી શકે છે?

  • જેમની પાસે રહેવા માટે જમીન ના હોય એટલે કે પ્લોટવિહોણા હોય તે.
  • સામાજિક-આર્થિક અને જાતિ આધારિત ગણતરી – 2011 ગ્રામ્ય વિસ્તારમાં પાત્રતા ધરાવતા કુટુંબમાં આવેલા હોય અથવા રાજ્ય કે કેન્દ્ર સરકારની હાઉસિંગ યોજના હેઠળ મકાન સહાય માટે લાયકાત ધરાવતો હોય.
  • જેઓ પુખ્ત વયના હોવા જોઈએ.
  • પતિ/પત્નીના નામે રાજ્યમાં કોઈપણ સ્થળે પ્લોટ કે મકાન ન હોવા જોઈએ.
  • જેઓ ગ્રામ્ય વિસ્તારમાં જે તે ગામમાં ઓછામાં ઓછા એક વર્ષથી વસવાટ કરતાં હોવા જોઈએ.
  • જેના નામે ખેતીની જમીન ન હોવી જોઈએ અથવા સંયુક્ત નામે અને પિતાના નામે અને તે જમીનમાં અરજદારના કિસ્સામાં, પિયત જમીનના કિસ્સામાં તે અડધા હેક્ટરથી વધુ ન હોવી જોઈએ અને બિન પિયત જમીનના કિસ્સામાં તે એક હેક્ટરથી વધુ ધરાવતા ન હોવા જોઇએ.

મફત પ્લોટ યોજના માટે રજૂ કરવાના ડોક્યુમેન્ટ કયા કયા છે?

  • પુખ્ત વયના પુરાવા તરીકે જન્મ નોંધણીનું પ્રમાણપત્ર, શાળા છોડયાનું પ્રમાણપત્ર, ચૂંટણીકાર્ડ, આધારકાર્ડમાંથી કોઈપણ એક.
  • ઓળખ અને વસવાટના પુરાવા માટે રેશનકાર્ડ, ચૂંટણીકાર્ડ, આધારકાર્ડમાંથી કોઈપણ એક.
  • જમીન ધારણ કરતાં નથી/વારસદાર તરીકે ભાગે પડતી જમીન મળનાર છે તે અંગે તલાટી કમ મંત્રીનું પ્રમાણપત્ર અને જમીન ધારણ કરતાં હોય તો ગામ નમૂના નંબર ૭.
  • અરજદાર પાસેથી તેઓ અથવા તેમના કુટુંબના કોઈ વ્યક્તિના નામે રાજ્યમાં કોઈપણ સ્થળે ગ્રામ્ય/શહેરી વિસ્તારમાં જમીન/મકાન નથી તે મતલબનું એકરારનામું (નિયત નમૂનામાં).

મફત પ્લોટ યોજના હેઠળ કેટલી જમીન મળશે?

આ યોજના નીચે પાત્રતા ધરાવતા કુટુંબોને વધુમાં વધુ 100 ચોરસવાર સુધીનો ઘરથાળનો પ્લોટ મફતમાં આપવામાં આવશે. આમ છતાં જ્યાં પૂરતી જમીન ઉપલબ્ધ થતી નથી તેવા કિસ્સાઓમાં ઓછી જમીનને આધારે વધારે કુટુંબોને આવરી લેવાની દ્રષ્ટિએ 100 ચોરસવારથી ઓછો પરંતુ 50 ચોરસવારથી ઓછો નહીં તેટલો પ્લોટ પણ આપી શકાશે એટલે કે જમીનની ઉપલબ્ધતા પ્રમાણે 50 થી 100 ચોરસવાર સુધીના જમીનના પ્લોટ આપી શકાશે.

મફત પ્લોટ યોજના સ્થળ પસંદગી

સામાન્ય રીતે એવું ધ્યાનમાં આવેલું છે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઑ અને નબળા વર્ગના લોકોને અલગ અલગ અને કેટલાક કિસ્સાઓમાં ગામથી દૂર પ્લોટ ફાળવવામાં આવે છે. આ કાર્યવાહી યોજનાના માળખા તેમજ સરકારની અસ્પૃશ્યતા નિવારણની નીતી સાથે સુસંગત નથી, એ દ્રષ્ટિએ અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ લાભાર્થીઓને પણ ગામમાં કે ગામની નજીક અન્ય કુટુંબોની સાથે જ પ્લોટ ફાળવવાના રહેશે.

મફત પ્લોટ યોજના જમીન વિકાસ અંગે

પ્લોટોની ફાળવણી કરતી વખતે એ ધ્યાનમાં રાખવાનું રહેશે કે રસ્તાઓ, હવા, ઉજાસ અને અન્ય સગવડો વગેરે ઉપલબ્ધ થઈ શકે અને મકાન તે રીતની સગવડો સાથે અને આયોજનબદ્ધ બાંધવામાં આવે તે પણ જોવાનું રહેશે.

જય જમીન સમતલ કરવાની જરૂર હોય તે કિસ્સામાં રાજ્ય સરકાર તરફથી જમીન વિકાસ યોજના હેઠળ પ્લોટ દીઠ રૂપિયા 1000 નો વિકાસ ખર્ચ આપવામાં આવશે. એકસાથે ગામતળના ખાડા ટેકરાવાળી જમીન સમથલ કરવાની થાય તો 1 હેક્ટરદીઠ રૂપિયા 50,000 ની મર્યાદામાં આપવામાં આવશે.

મફત પ્લોટ યોજના જમીન ફાળવણીની શરતો અને બોલીઓ

  • પ્લોટ નવી અને અવિભાજ્ય શરતે આપવામાં આવશે.
  • પ્લોટ ઉપર બે વર્ષમાં મકાન બાંધકામ કરવાનું રહેશે.
  • પ્લોટનો કબજો સુપ્રત થયે બિનખેતી આકાર લાગુ થશે.
  • પ્લોટ ખુલ્લા કે તે પર કરેલ બાંધકામ કોઈને ભાડે આપી શકશે નહીં.
  • જે ઇસમોને પ્લોટ ફાળવેલ હોય તેઓએ તેના પર બાંધકામ કરવા માટે લોન મેળવવા જાતે જ વ્યવસ્થા કરવાની રહેશે અથવા તેઓએ પોતે બાંધવાનું રહેશે.
  • ફાળવેલ મફત પ્લોટ વેચી શકાશે નહીં, ગીરો મૂકી શકાશે નહીં અથવા તો તેના હક્કો કોઈને તબદીલ કરી શકાશે નહીં.

ઉપરોક્ત શરતોનો ભંગ થયે પ્લોટ સરકારે દાખલ કરવામાં આવશે.

મફત પ્લોટ યોજના: મહત્વની લિંક

અરજી ફોર્મ મેળવોઅહિયાં ક્લિક કરો
ઠરાવ વાંચો (2017)અહિયાં ક્લિક કરો

Gujju 24/7 એ ગુજરાતી ભાષામાં દરેક ગુજરાતીને જ્ઞાન મળી રહે તે માટે પ્રયત્ન કરે છે. Gujju 24/7 માં તમને ગુજરાતી જનરલ નોલેજ, ગુજરાતી જાણવા જેવુ, દિન-વિશેષ, સરકારી ભરતીની માહિતી અને અન્ય શૈક્ષણિક માહિતી જે ઉપયોગી હશે તે બધું જ ગુજરાતી ભાષામાં તમને અહીથી મળી રહેશે અને તમને સારું સારું વાંચવાનું મળી રહે તે માટે Gujju 24/7 હંમેશા પ્રયત્નશીલ રહેશે.

Leave a Comment