નમસ્કાર મિત્રો, શું તમે mParivahan App વિશે જાણો છો? આ ભારત સરકારના નેશનલ ઇન્ફોર્મેટીક સેન્ટર દ્વારા બનાવવામાં આવેલ એપ છે જે દરેક વાહનની જાણકારી આપે છે, ડ્રાઈવિંગ લાયસન્સ અને RC બુક જેવા ડોક્યુમેન્ટ તમે આમાં સેવ કરીને રાખી શકો છો, કોઈપણ વાહન હોય તેનો વીમો છે કે નહીં, PUC ની માહિતી, વાહનના માલિકની માહિતી તમે આ mParivahan App (એમ પરિવહન એપ) દ્વારા જાણી શકો છો.

mParivahan App નો ટૂંકમાં પરિચય
- આ એપ દ્વારા તમે કોઈપણ વાહનની જાણકારી મેળવી શકશો.
- ડ્રાઈવિંગ લાયસન્સ અને RC બુક એડ કરી શકશો.
- RC બુક એક જ પરિવારના ઘણા સદસ્યો સાથે શેર કરી શકશો.
- પોલીસ ડોક્યુમેન્ટ માંગે ત્યારે આ એપ દ્વારા બતાવી શકો છો.
mParivahan App શું છે?
mParivahan App (એમ પરિવહન એપ) ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેસ દ્વારા લોન્ચ કરવામાં આવી છે અને આ એપ નેશનલ ઇન્ફોર્મેટીક સેન્ટર દ્વારા બનાવવામાં આવેલ છે. આ એપનો મુખ્ય હેતુ એ વાહન ચાલકો પોલીસને પોતાના ડોક્યુમેન્ટ (ડ્રાઈવિંગ લાયસન્સ, RC બુક) બતાવી શકે અને કોઈપણ વ્યક્તિ વાહનની જાણકારી વાહનનો નંબર નાંખીને જોઈ શકે તે માટેનો છે.
mParivahan App (એમ પરિવહન એપ) ને તમે એન્ડ્રોઇડ (Android) અને આઈ.ઓ.એસ. IOS બંનેમાં ડાઉનલોડ કરી શકો છો. આ એપ્લિકેશન દ્વાર તમે વાહનના મૂળ માલિક કોણ છે, કઈ કંપનીનું વાહન છે, વીમો છે કે નહીં, PUC કઢાવેલું છે કે નહીં આ તમામ માહિતી તમે આ એપ્લિકેશન દ્વારા સરળતાથી જાણી શકો છો. ભારત સરકારના માર્ગ અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા આ એપને લોન્ચ કરવામાં આવી છે.
mParivahan App કેવી રીતે મદદરૂપ બનશે?
- આ એપમાં તમે પોતાનું લાયસન્સ અને RC બુક એડ કરી શકો છો.
- પોલીસ જ્યારે તમારા ગાડીના ડોક્યુમેન્ટ માંગે ત્યારે તમે આ એપથી તેને બતાવી શકો છો.
- કોઈપણ વાહનની જાણકારી તેના નંબર દ્વારા તમે મેળવી શકો છો.
- PUC સર્ટિફિકેટની જાણકારી તમે RC બુક ઓપ્શન દ્વારા મેળવી શકો છો.
- તમારી વીમા પોલિસી અને PUC કયા સુધી માન્ય છે તેની તારીખ પણ જોઈ શકો છો.
- ગાડીનું રજીસ્ટ્રેશન ક્યાંથી થયું છે, કયા કલરની ગાડી છે, પેટ્રોલ છે કે ડીઝલ આ બધી જ જાણકારી તમે મેળવી શકો છો.
mParivahan App માર્ગ અને વાહન વ્યવહાર વિભાગનો વિડીયો જુઓ
mParivahan App નો ઉપયોગ કેવી રીતે કરવો તેની જાણકારી
ડાઉનલોડ કરો mParivahan App
આ પણ વાંચો: