કુંવરબાઇનું મામેરું યોજના | કુંવરબાઇનું મામેરું યોજના ફોર્મ : ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી સામાજિક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે અને આ યોજનાનોથી આપણને ઘણો ફાયદો થાય છે. આજે આપણે આ લેખમાં ગુજરાત સરકારની યોજના કુંવરબાઇનું મામેરું યોજનાની માહિતી મેળવીશું.

Kunwar Bai Nu Mameru Yojana: કુંવરબાઇનું મામેરું યોજના, મળશે રૂપિયા 10,000/- ની સહાય
કુંવરબાઇનું મામેરું યોજનાનો ઉદ્દેશ અનુ.જાતિની કન્યાઓને તેમના લગ્ન પ્રસંગે આર્થિક મદદ કરવાનો છે. યોજનાના લાભથી સરકાર દ્વારા આર્થિક મદદ કરવામાં આવે છે.
નમસ્કાર મિત્રો, કુંવરબાઇનું મામેરું યોજના વિશે તમે સાંભળ્યુ તો હશે જ. આ લેખ દ્વારા તમે આ યોજનાની માહિતી જાણી લો અને તમારે ફોર્મ ભરવું હોય તો યોજનાની પુરી માહિતી વાંચો અને ફોર્મ ભરો. કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ શુ? કુંવરબાઈનું મામેરું યોજનાની અરજી કેવી રીતે કરવી? કુંવરબાઈનું મામેરું યોજનાની અરજી સમયે રજૂ કરવાના થતા પુરાવા ? કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ લેવા માટે આવક મર્યાદા જણાવો? કુંવરબાઈનું મામેરું યોજનાના પાત્રતાના ધોરણો જણાવો? મિત્રો, આ બધા પ્રશ્નોની માહિતી માટે પોસ્ટ વાંચો.
કુંવરબાઈનું મામેરું યોજનાનો ઉદ્દેશ
અનુ.જાતિની કન્યાઓને તેમના લગ્ન પ્રસંગે આર્થિક મદદ કરવાનો
કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત મળતી સહાય / લાભ
અનુસૂચિત જાતિની પુખ્ત વયની બે કન્યાના લગ્ન પ્રસંગે કુંવરબાઇના મામેરાની યોજના હેઠળ (તા. ૧/૪/૨૦૨૧ પછી લગ્ન કરનાર કન્યાને) સુધારેલા દર મુજબ રૂ.૧૨૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે જયારે આ તારીખ પહેલા લગ્ન કરનાર કન્યાને જુના દર મુજબ રૂ.૧૦૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે.
કુંવરબાઈનું મામેરું યોજનાની આવક મર્યાદા
કુંવરબાઈનું મામેરું યોજનાની આવક મર્યાદાની વાત કરીએ તો શહેરી વિસ્તાર માટે રૂ. 1,50,000/- વાર્ષિક આવક હોવી જૂએ. જ્યારે ગ્રામીણ વિસ્તારની વાત કરીએ તો રૂ.1,20,000/- વાર્ષિક આવક હોવી જોઈએ.
કુંવરબાઈનું મામેરું યોજનાનો પાત્રતાના ધોરણો
કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ લેવા માટે યુવકની વય 21 વર્ષ હોવી જોઈએ જ્યારે કન્યાની વય 18 વર્ષ હોવી જોઈએ. અનુ.જાતિની કુટુંબ દીઠ બે કન્યાઓને લાભ મળશે.
કુંવરબાઈનું મામેરું યોજનાની અરજીની પ્રક્રિયા
કુંવરબાઈનું મામેરું યોજનાની અરજી પ્રક્રિયા ઓનલાઇન કરવાની હોય છે. ઇ-સમાજ કલ્યાણ વેબસાઈટ મારફત ઓનલાઇન અરજી કરવાની હોય છે.
કુંવરબાઈનું મામેરું યોજનાના અમલીકરણ કરતી કચેરી / સંપર્ક અધિકારી
- જિલ્લા નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી
- જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી, જિલ્લા પંચાયત
કુંવરબાઈનું મામેરું યોજના અરજી સમયે રજૂ કરવાના થતા પુરાવા (Required Documents For Kunwar Bai Nu Mameru Yojana)
- કન્યાનું આધાર કાર્ડ
- કન્યાનું ચૂંટણી કાર્ડ
- કન્યાના પિતા / વાલીનું આધાર કાર્ડ
- સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલો કન્યાની જાતિનો દાખલો
- સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલો યુવકની જાતિનો દાખલો (જો હોય તો)
- રહેઠાણનો પુરાવો (વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ / રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
- કન્યાના પિતા / વાલીની વાર્ષિક આવકનો દાખલો
- કન્યાની જન્મ તારીખનો આધાર (L.C. / જન્મ તારીખનો દાખલો / અભણના કિસ્સામાં સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર)
- વરની જન્મ તારીખનો દાખલો (L.C. / જન્મ તારીખનો દાખલો / અભણના કિસ્સામાં સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર)
- લગ્ન નોંધણી પ્રમાણપત્ર
- બેન્ક પાસબુકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (કન્યાના નામ પાછળ પિતા / વાળીનું નામ હોય તે)
- કન્યાના પિતા / વાલીનું એકરારનામું
- કન્યાના પિતા / વાલીનું બાંહેધરીપત્રક
- જો પિતા હયાત ન હોય તો મરણનો દાખલો
કુંવરબાઇનું મામેરું યોજનાની અરજી કેવી રીતે કરવી? How to apply for Kunwar Bai Nu Mameru Yojana
- કુંવરબાઇનું મામેરું યોજનાની અરજી કેવી રીતે કરવી? નીચેના સ્ટેપ વાંચો.
- https://esamajkalyan.gujarat.gov.in/ મુલાકાત લો.
- સૌપ્રથમ તમારે રજીસ્ટ્રેશન કરવું પડશે
- રજીસ્ટ્રેશન થયા બાદ ID અને Password તમારા ઇ-મેઈલ આઈડી પર મોકલવામાં આવશે.
- ત્યાર બાદ તમારે ID અને Passwordની મદદથી લોગ ઇન કરવાનું રહેશે.
- હવે તમારે કુંવરબાઇનું મામેરું યોજના પર ક્લિક કરવાનું રહેશે.
- હવે ફોર્મમાં તમારે પુરી વિગતો ભરવાની રહેશે.
- વિગતો ભર્યા બાદ એક વખત ચેક કરી લેવું.
- ત્યાર બાદ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
- હવે એકરારનામું ડાઉનલોડ કરીને તેમાં વિગતો ભરવાની રહેશે.
- વિગતો ભર્યા બાદ અપલોડ કરવાનું રહેશે.
અરજી ફોર્મ ડાઉનલોડ કરવા અહિયાં ક્લિક કરો.
બાંહેધરી પત્રક ડાઉનલોડ કરવા અહિયાં ક્લિક કરો.
નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો વધુ યોજનાઓ વિશે જાણો