Kadodara Nagarpalika Bharti: કડોદરા નગરપાલિકા દ્વારા સિટી મેનેજર (SWM) અને સિટી મેનજર (IT) માટેની ભરતી 2024

By Gujju Blogger

Published on:

નમસ્કાર મિત્રો, કડોદરા નગરપાલિકા, જિલ્લો સુરત દ્વારા હાલમાં જ એક જાહેરાત ન્યૂઝપેપરના મધ્યમ દ્વારા જાહેર કરવામાં આવેલ અને તેમાં સિટી મેનેજરની પોસ્ટ ઉપર ભરતી કરવાની છે તેવું દર્શાવવામાં આવેલ છે. જે મિત્રો આ ભરતીમાં ફોર્મ ભરવા માંગે છે તે નીચે આપેલ તમામ વિગતો ધ્યાનથી વાંચે અને પછી જ અરજી કરે.

કડોદરા નગરપાલિકા દ્વારા સિટી મેનેજર (SWM) અને સિટી મેનજર (IT) માટેની ભરતી 2024 (Kadodara Nagarpalika Recruitment 2024)
કડોદરા નગરપાલિકા દ્વારા સિટી મેનેજર (SWM) અને સિટી મેનજર (IT) માટેની ભરતી 2024 (Kadodara Nagarpalika Recruitment 2024)

કડોદરા નગરપાલિકા સિટી મેનેજર ભરતી – Kadodara Nagarpalika Recruitment 2024

આર્ટીકલનું નામકડોદરા નગરપાલિકા ભરતી 2024
ભરતી બોર્ડકડોદરા નગરપાલિકા
પોસ્ટનું નામસિટી મેનેજર
કુલ જગ્યાઓ02
પસંદગી પ્રક્રિયારૂબરૂ મુલાકાત દ્વારા
વય મર્યાદા18 થી 35 વર્ષ
અમારા વોટ્સએપ ગ્રૂપમાં જોડાઓઅહિયાં ક્લિક કરો
અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓઅહિયાં ક્લિક કરો

કડોદરા નગરપાલિકા ભરતી – Kadodara Nagarpalika Bharti 2024

સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત મ્યુનસિપલ ફાઈનાન્સ બોર્ડની કચેરી, ગાંધીનગરના કાર્યાલય આદેશ અનનુસર તારીખ 02/11/2023 થી કડોદરા નગરપાલિકા કચેરીના આરોગ્ય શાખા સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 અંતર્ગત સિટી મેનેજર (SWM) તથા સિટી મેનેજર (IT) માટે 11 માસના કરાર આધારિત તદ્દન હંગામી જગ્યા ભરવા માટે જણાવેલ.

આ અન્વયે આ જાહેરાત મુજબ લાયકાત ધરાવનાર ઉમેદવારોએ કડોદરા નગરપાલિકા કચેરીમાં જરૂરી પ્રમાણપત્રો સાથે કડોદરા નગરપાલિકાની કચેરી ખાતે તારીખ 11/03/2024 ના રોજ સવારે 11:00 કલાકે ઉમેદવારે રૂબરૂ સ્વખર્ચે કડોદરા નગરપાલિકા ખાતે હાજર રહેવાનું રહેશે.

પોસ્ટનું નામ

1) સિટી મેનેજર (SWM)
2) સિટી મેનેજર (IT)

નિમણૂકનો પ્રકાર

સિટી મેનેજર (SWM) 11 માસ કરાર આધારિત
સિટી મેનેજર (IT) 11 માસ કરાર આધારિત

શૈક્ષણિક લાયકાત

સિટી મેનેજર (SWM) B.E./B. Tech Environment/B.E./B. Tech Civil/M.E./M. Tech-Civil(1)/BE/B. Tech Computer Science & Engineering
સિટી મેનેજર (IT) B.E./B. Tech-IT/M.E./M. Tech – IT/M.C.A./M.Sc-IT/BE/B. Tech Computer Science & Engineering

અનુભવ

સિટી મેનેજર (SWM) 1 વર્ષ ડિગ્રી મેળવ્યા બાદનો
સિટી મેનેજર (IT) 1 વર્ષ ડિગ્રી મેળવ્યા બાદનો

કુલ જગ્યા

સિટી મેનેજર (SWM) 1 જગ્યા
સિટી મેનેજર (IT) 1 જગ્યા

પગાર ધોરણ

સિટી મેનેજર (SWM) રૂપિયા 30,000 માસિક
સિટી મેનેજર (IT) રૂપિયા 20,000 માસિક
આ ભરતી માટેની શરતો:-
  • અરજી બાયોડેટા સાથે તમામ અસલ પ્રમાણપત્રો તેમજ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સાથે લાવવાની રહેશે.
  • કડોદરા નગરપાલિકા કચેરી જી. સુરત ખાતે ઉમેદવારે સ્વખર્ચે સમયસર હાજર રહેવાનું રહેશે.
  • ઉપરોક્ત જગ્યા માટે વયમર્યાદા 18 વર્ષથી ઓછી કે 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
  • ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા મૌખિક ઈન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે તેમજ ઉમેદવારની પસંદગી અંગેની તમામ સતત પસંદગી સમિતિને અભાષિત રહેશે.
  • સિટી મેનેજર (SWM) ને માસિક રૂપિયા 30,000 પગાર અને સિટી મેનેજર (IT) ને માસિક રૂપિયા 20,000 પગાર 11 માસના કરાર આધારિત નિમણૂક આપવામાં આવશે.
  • 11 માસના કરાર આધારિત જગ્યા હોય સરકારશ્રીના અન્ય કોઈ લાભો મળવાપાત્ર રહેશે નહીં.
  • સ્વચ્છ ભારત મિશન અર્બનનું મહેકમ મિશનનો સમયગાળો 2 જી ઓકટોબર 2026 સુધીનો રહેશે. ત્યારબાદ આ મહેકમ રદ્દ થઈ જશે.
નિષ્કર્ષ:-

કડોદરા નગરપાલિકાની આ ભરતી 11 માસના કરાર આધારિત ભરતી છે. આ ભરતીમાં 18 થી 35 વર્ષની ઉંમર ધરાવતા લોકો જ અરજી કરી શકશે. રૂબરૂ મુલાકાત દ્વારા અને શૈક્ષણિક લાયકાત અને અનુભવને આધારે પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. મિત્રો કોઈપણ ભરતીમાં અરજી કરો તો તેના પહેલા તેની બધી જ વિગતો જાણી અને પછી જ અરજી કરવી. ઉપર આપેલ ભરતીની જાહેરાત તારીખ 03 માર્ચ 2024 ના ગુજરાત સમાચાર પેપરમાં આવેલ છે.

Gujju Blogger

Hello, I am Gujju Blogger. I am a blogger since 2015 & I am a educational blogger. I am providing information related education, competitive exams & latest recruitment. This Gujju247 is created for spreading important Gujarati information to Gujarati peoples who are living Worldwide & Gujarat, India. For Any Help Or Any Questions Or Queries Please Contact Us By gujjuknowledge.in@gmail.com | Thank You!

Related Post

ગુજરાત લોકરક્ષક અને પોલીસ સબ ઈન્સ્પેકટર (પીએસઆઈ) પરીક્ષાનું અંદાજિત સમયપત્રક જાહેર, જાણો કઈ કઈ તારીખે લેવાશે પરીક્ષા

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) ના ચેરમેન હસમુખ પટેલ દ્વારા હાલમાં જ જાણકારી આપવામાં આવી છે કે લોકરક્ષક અને પીએસઆઈ પરીક્ષા 2024 નું સમય પત્રક (Gujarat LRD & ...

નમો લક્ષ્મી યોજના: ગુજરાત સરકારની ધોરણ 9 થી 12 માં ભણતી વિધાર્થીનીઓ માટેની એક નવી યોજના, મળશે 50 હજાર રૂપિયા

નમસ્કાર મિત્રો, ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2024-25 ના બજેટમાં એક નવી યોજનાની જાહેરાત કરવામાં આવી હતી જેનું નામ છે “નમો લક્ષ્મી યોજના” (Namo Lakshmi Yojana). આ યોજના અંતર્ગત ...

SSC CHSL 2024: સ્ટાફ સિલેક્શન કમિશનમાં 12 પાસ માટે આવી સરકારી ભરતી, 3712 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી શરૂ, વાંચો સંપૂર્ણ માહિતી

SSC CHSL Notification 2024 Out: સ્ટાફ સિલેક્શન કમિશન (એસએસસી) દ્વારા લેવામાં આવતી સંયુક્ત ઉચ્ચતર માધ્યમિક (10+2) સ્તર (Combined Higher Secondary (10+2) Level) પરીક્ષા માટે ઓનલાઈન અરજીઓ શરૂ કરી ...

Gujarat Police Bharti: ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતી 2024 માટે આજથી શરૂ થશે ઓનલાઈન અરજી, વાંચો સંપૂર્ણ માહિતી

Gujarat Police Bharti 2024: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા ગુજરાત પોલીસ દળ વર્ગ-3 સંવર્ગમાં પોલીસ સબ ઈન્સ્પેકટર (પીએસઆઈ) તથા લોકરક્ષક (LRD) કેડરની જગ્યાઓમાં સીધી ભરતી માટેની જાહેરાત ...

Leave a Comment

error: Content is protected !!