હાઇકોર્ટ ઓફ ગુજરાત (HC-OJAS) માં આવી 10 પાસ ઉપર વર્ગ-4 માટેની ભરતી – પગાર રૂપિયા 15,000 થી 47,600, વાંચો સંપૂર્ણ માહિતી

By Virat

Published on:

હાઈકોર્ટ ઓફ ગુજરાત (High Court Of Gujarat), સોલા અમદાવાદ દ્વારા ધોરણ 10 પાસ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. ઉમેદવારો આ ભરતીમાં HC-OJAS ઉપર જઈને ફક્ત ઓનલાઈન અરજી દ્વારા જ ફોર્મ ભરી શકશે. વધુ માહિતી નીચે વાંચો.

The High Court Of Gujarat Attendant Cum Cook Recruitment 2024. The minimum qualification is 10th pass.
હાઇકોર્ટ ઓફ ગુજરાત, સોલા, અમદાવાદ (HC-OJAS) અટેન્ડેન્ટ કમ કૂક વર્ગ-4 માટેની ભરતી 2024.
પોસ્ટનું નામહાઇકોર્ટ ઓફ ગુજરાત (HC-OJAS) ભરતી 2024
કુલ જગ્યાઓ18
અરજી શરૂ થવાની તારીખ05/02/2024
અરજી કરવાની છેલ્લી તારીખ19/02/2024
અરજીનો પ્રકારફક્ત ઓનલાઈન અરજી
જરૂરી લાયકાત10 પાસ
ઓફિશિયલ વેબસાઈટhttps://hc-ojas.gujarat.gov.in/
અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓClick Here
અમારા વોટ્સએપ ગ્રૂપમાં જોડાઓClick Here

હાઇકોર્ટ ઓફ ગુજરાત (HC-OJAS) ભરતી 2024

સામાન્ય રીતે ઓનલાઈન અરજી કરવાના છેલ્લા બે-ત્રણ દિવસમાં મોટાભાગના ઉમેદવારો અરજી કરતાં હોય છે, જેને લીધે સર્વર ઉપર ભારણ વધવાના કારણે તેમજ ઉમેદવારોની પોતાની ટેકનિકલ ભૂલના કારણે ઘણા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકતા નથી. આથી તમામ ઉમેદવારો છેલ્લા દિવસોમાં અરજી ન કરતાં સમયસર ઓનલાઈન અરજી કરવી હિતાવહ છે.

HC-OJAS અટેન્ડેન્ટ-કમ-કૂક ભરતી 2024

ગુજરાત હાઇકોર્ટમાં વર્ગ-4 ના કર્મચારી અટેન્ડેન્ટ-કમ-કૂક ની કુલ 18 (05 રેગ્યુલર પગાર + 13 ફિક્સ પગાર) જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે, જેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

કુલ જગ્યા

રેગ્યુલર જગ્યાઓ
કુલ જગ્યા05
ફિક્સ પગાર જગ્યાઓ
કુલ જગ્યા13
ટોટલ જગ્યા: 18

પગાર ધોરણ

 • રૂપિયા 15,000 – 47,600 (રેગ્યુલર પગાર) અને રૂપિયા 14,800 (ફિક્સ પગાર)

લાયકાત:

 • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 19/02/2024 ના રોજ
 • ઉમેદવારે સરકાર માન્ય બોર્ડમાંથી 10 મુ ધોરણ પાસ કરેલું હોવું જોઈએ.
 • ઉમેદવારને ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ.
 • ઉમેદવાર રસોઈ કામનો જાણકાર હોવો જોઈએ જેમ કે –

1) ઉમેદવારને રસોઈના વિવિધ સાધનો જેવા કે ચીમની, ઈન્ડકશન, ઓવન, માઈક્રોવેવ, ગ્રીલ્સ, ટોસ્ટર્સ, ફ્રાયર્સ, સ્ટીમર્સ, કીટલી, ફૂડ-પ્રોસેસર્સ, રેફ્રિજરેટર્સ વગેરેનો ઉપયોગ કરતાં આવડતુ હોવું જોઈએ.
2) ઉમેદવારને રસોઈમાં વપરાતા વિવિધ પ્રકારના મસાલાઓ ની જાણકારી તેમજ તેના યોગ્ય ઉપયોગ અંગેનું જ્ઞાન ગોવુ જોઈએ.
3) તમામ પ્રકારની રસોઈ નું જ્ઞાન હોવું જોઈએ સાથે જ ગુજરાતી, પંજાબી, સાઉથ ઇંડિયન, શાકાહારી અને માંસાહારી, ચાઈનીઝ, કોન્ટિનેન્ટલ, ઈટાલિયન વગેરેનું અને તમામ પ્રકારના ફાસ્ટ ફૂડ બનાવવાનું જ્ઞાન હોવું જોઈએ.
4) વધુ વ્યક્તિઓ માટે રસોઈ બનાવવાના સંજોગોમાં રસોઈનો સ્વાદ, સજાવટ તેમજ સ્વચ્છતા જળવાઈ રહે તે રીતે સપ્રમાણમાં રસોઈ બનાવતા આવડવું જોઈએ બગાડ ન થાય તે મુજબ.
5) ઉમેદવારને રસોઈ બનાવવા ઉપરાંત તેને પીરસતી વખતે જરૂરી ગોઠવણી સજાવટ અને પ્રસ્તુતિ અંગેનું જ્ઞાન હોવું જોઈએ

અનુભવ:

ઉમેદવાર પાસે કેન્દ્ર સરકાર/રાજ્ય સરકાર/કોઈપણ કોર્પોરેટ સંસ્થા/સશસ્ત્ર દળો અથવા કોઈપણ સરકારી ઉપક્રમમાં રસોઈયા તરીકેનો ઓછામાં ઓછો 02 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.

પ્રધાન્યતા:

જે ઉમેદવારે કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ પ્રતિષ્ઠિત સંસ્થામાંથી રસોઈકળાનો આઈ.ટી.આઈ./સર્ટિફિકેટ/ડિપ્લોમા/ડિગ્રી ધરાવતો કોર્સ કરેલો હશે તેને પ્રાધાન્યતા આપવામાં આવશે.

અટેન્ડેન્ટ કમ કૂકની જવાબદારીઓ:

 • તેણે/તેણીએ ગુજરાત હાઇકોર્ટના નામદાર મુખ્ય ન્યાયમૂર્તિશ્રી અને અન્ય માનનીય ન્યાયમૂર્તિશ્રીઓના નિવાસસ્થાને વિવિધ કાર્યો કરવાના રહેશે જેવા કે રસોઈ, ઘરકામ, સાફ-સફાઇ, બજારમાંથી માલસામાનની ખરીદી વગેરે જેથી તેમાં નિપુણ હોવા જોઈએ.
 • તેણે/તેણીએ નિર્દેશિત કર્યા મુજબ અન્ય તમામ ઘરગથ્થુ કામ કરવાના રહેશે.
 • તેણે/તેણીએ માનનીય ન્યાયમૂર્તિશ્રીઓના ઘર સાથે જોડાયેલી ફરજો કે અન્ય જગ્યાએ ફરજો જે તેને રજાના દિવસો તથા કોઈપણ સમય દરમિયાન સોંપવામાં આવે તે બજાવવાની રહેશે.
 • ઉમેદવારે ઓનલાઈન એપ્લિકેશન ફોર્મમાં દર્શાવેલ બાંહેધરી આપવાની રહેશે.

વયમર્યાદા (ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 19/02/2024 ના રોજ)

ન્યૂનતમ વયમર્યાદા18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ
મહત્તમ વયમર્યાદા35 વર્ષથી વધુ ન હોવી જોઈએ

પરીક્ષા ફી

સામાન્ય વર્ગરૂપિયા 600 + બેંક ચાર્જિસ
અન્ય તમામરૂપિયા 300 + બેંક ચાર્જિસ

સ્પર્ધાત્મક પરીક્ષાનું માળખું

સ્પર્ધાત્મક પરીક્ષાનું માળખું નીચે મુજબ રહેશે:

ક્રમાંકપરીક્ષાની વિગત
1રૂબરૂ મુલાકાત દ્વારા ચકાસણી
2કૂકિંગ સ્કિલ ટેસ્ટ
1) રૂબરૂ મુલાકાત દ્વારા ચકાસણી (સંભવિત માર્ચ-2024)
 • રૂબરૂ મુલાકાત કુલ 50 ગુણની રહેશે.
 • ઉમેદવારે રજૂ કરેલ ડોક્યુમેન્ટના આધારે શોર્ટલિસ્ટ કરવામાં આવશે. હાઇકોર્ટ દ્વારા શોર્ટલિસ્ટ કરવાની પદ્ધતિ અને અધિકાર અંગેનો લેવામાં આવેલ નિર્ણય આખરી ગણવામાં આવશે.
 • જો ઉમેદવારો રૂબરૂ મુલાકાત માટે શોર્ટ-લિસ્ટ થશે નહિ તેમની ફી કોઈપણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહીં.
 • ઉમેદવાર શિસ્તબદ્ધ, આજ્ઞાકારી, વ્યવસ્થિત, વફાદાર, સારી વર્તણૂક, નમ્ર, સ્વચ્છ પહેરવેશ, મૃદુ-ભાષી, પ્રતિબદ્ધ અને સહિષ્ણુ હોવો જરૂરી છે.
 • રૂબરૂ મુલાકાતમાં પ્રસ્તુતિ અને વાણી/ભાષા કૌશલ્ય, ડ્રેસિંગ સેન્સ, શિષ્ટાચાર, રસોઈમાં કૌશલ્ય અને અનુભવ, વિવિધ રસોઈ ઉપકરણોના ઉપયોગનું અને રસોઈમાં વપરાતી વિવિધ વસ્તુઓનું જ્ઞાનની ચકાસણી કરવામાં આવશે.
 • જે ઉમેદવારોએ રૂબરૂ મુલાકાતમાં ઓછામાં ઓછા 40% ગુણ મેળવેલ હશે તેઓને જ કૂકિંગ સ્કિલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે.
 • જો રૂબરૂ મુલાકાત પરીક્ષામાં ખૂબ જ વધુ સંખ્યામાં ઉમેદવારો ઉત્તીર્ણ થશે તો, નામદાર હાઇકોર્ટ દ્વારા નિયત કરવામાં આવે તે પ્રમાણે મેરીટના આધારે મર્યાદિત સંખ્યામાં ઉમેદવારોને ભરતી પ્રક્રિયાના આગમી તબક્કા એટલે કે કૂકિંગ સ્કિલ ટેસ્ટ માટે યોગ્ય/લાયક ગણવામાં આવશે.
 • રૂબરૂ મુલાકાત પરીક્ષા અમદાવાદ ખાતે લેવી કે અન્ય કેન્દ્ર/સ્થળે લેવી તે ઉમેદવારોની સંખ્યાના આધારે નક્કી કરવામાં આવશે.
 • હાઇકોર્ટ દ્વારા નક્કી કરવામાં આવે તે સ્થળે અને સમયે રૂબરૂ મુલાકાત પરીક્ષા માટે હજાર રહેવા, જે તે ઉમેદવારે સ્વખર્ચે આવવા-જવાનું રહેશે.
2) કૂકિંગ સ્કિલ ટેસ્ટ (સંભવિત એપ્રિલ-2024)
 • ઉમેદવારોને રસોઈ બનાવવાની ક્ષમતા ચકાસવા માટે રૂબરૂ બોલાવવામાં આવશે.
 • કૂકિંગ સ્કિલ ટેસ્ટ કુલ 50 ગુણની રહેશે.
 • કૂકિંગ સ્કિલ ટેસ્ટ અમદાવાદ ખાતે લેવી કે અન્ય કેન્દ્ર/સ્થળે લેવી તે ઉમેદવારોની સંખ્યાના આધારે નક્કી કરવામાં આવશે.
 • પસંદગી યાદીમાં સ્થાન મેળવવા માટે કૂકિંગ સ્કિલ ટેસ્ટમાં ઉમેદવારોએ ઓછામાં ઓછા 50% ગુણ મેળવવાના રહેશે.
 • ઉમેદવારે https://hc­ojas.gujarat.gov.in વેબસાઈટ ઉપરથી પરીક્ષાના એક સપ્તાહ અગાઉ ઈ-કોલલેટર ડાઉનલોડ કરવાના રહેશે.
 • રસોઈ સંબંધિત લાયકાત અને અનુભવની ચકાસણી પછી ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવાનો નિર્ણય હાઇકોર્ટ દ્વારા લેવામાં આવશે અને પસંદગીના માપદંડ અંગે કોઈ વાંધા અરજી લેવામાં આવશે નહીં.
પસંદગી યાદી
 • ઉમેદવારે રૂબરૂ મુલાકાત પરીક્ષામાં અને કૂકિંગ સ્કિલ ટેસ્ટમાં મેળવેલ કુલ ગુણના 50% મેળવેલ ગુણને ધ્યાને લઈ, મેરીટ તેમજ કેટેગરીના આધારે પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે.
 • જો ઉમેદવાર આપવામાં આવેલ નિમણૂક, નિયત શરતોને આધીન, નિયત સમયમર્યાદામાં, નિયમોનુસાર સ્વીકારવામાં નિષ્ફળ જશે, તો ઉમેદવાર નિમણૂકનો હક ગુમાવશે.
 • ઉમેદવાર પરીક્ષામાં સફળ થવા અથવા પસંદગી યાદીમાં સ્થાન મેળવવા માત્રથી જ નિમણૂક મેળવવાના હકદાર બનશે નહીં જેની ખાસ નોંધ લેવી.
 • પસંદગી યાદી ઉપર જણાવેલ હાઇકોર્ટ વેબસાઈટ ઉપર મૂકવામાં/જાહેર કરવામાં આવશે.
HC-OJAS અટેન્ડેન્ટ-કમ-કૂક ભરતી 2024: મહત્વની લિંકસ
ઓનલાઈન અરજીઅહિયાં ક્લિક કરો
ઓફિશિયલ નોટિફિકેશનઅહિયાં ક્લિક કરો
ટેલિગ્રામમાં જોડાઓClick Here
વોટ્સએપમાં જોડાઓClick Here

Virat

Hello, I am Virat. I am a blogger since 2015 & I am a educational blogger. I am providing information related education, competitive exams & latest recruitment. This Gujju247 is created for spreading important Gujarati information to Gujarati peoples who are living Worldwide & Gujarat, India. Thank You!

Related Post

PM Kisan Yojana Payment Status Check: પીએમ કિસાન યોજનાનો 16 મો હપ્તાની સહાય થઈ જમા, તમારા ખાતામાં આવ્યો કે નહીં? ચેક કરો માત્ર એક મિનિટમા

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જેને ટૂંકમાં પીએમ કિસાન યોજના (PM Kisan Yojana) તરીકે ઓળખવામાં આવે છે જે ખેડૂતો માટેની યોજના છે. આ યોજનામાં દર ત્રણ મહિને 2000 ...

ગૌણ સેવા પસંદગી મંડળની સ્ટેનોગ્રાફર ગ્રેડ-2 વર્ગ-3 (જાહેરાત ક્રમાંક 201/202223) પરીક્ષા આપેલ ઉમેદવારો માટે ખુશખબર, વાંચો સંપૂર્ણ માહિતી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા એક નોટિફિકેકશન જાહેર કરવામાં આવેલ છે. જેમાં સ્ટેનોગ્રાફર ગ્રેડ-2 વર્ગ-3 (Stenographer Grade-II) (જાહેરાત ક્રમાંક 201/202223) પરીક્ષા આપેલ ઉમેદવારો નું સિલેક્શન લિસ્ટ ...

GSSSB Kanyan Technical Assistant Syllabus 2024: ગૌણ સેવા પસંદગી મંડળ કન્યાન તાંત્રિક મદદનીશ પરીક્ષાનો અભ્યાસક્રમ જાહેર, વાંચો સંપૂર્ણ વિગતે અહિયાથી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) ની જાહેરાત ક્રમાંક 220/202324 કન્યાન તાંત્રિક મદદનીશ (Kanyan Technical Assistant) વર્ગ-3 પરીક્ષાનો સંપૂર્ણ અભ્યાસક્રમ મંડળ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યો છે. ઉમેદવારો ...

GSSSB Occupational Therapist Syllabus 2024: ગૌણ સેવા પસંદગી મંડળ ઓકયુપેશનલ થેરાપીસ્ટ પરીક્ષાનો અભ્યાસક્રમ જાહેર, વાંચો વિગતે

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) ની જાહેરાત ક્રમાંક 218/202324 ઓકયુપેશનલ થેરાપીસ્ટ વર્ગ-3 (Occupational Therapist) પરીક્ષાનો સંપૂર્ણ અભ્યાસક્રમ (Syllabus) મંડળ દ્વારા અધિકારીત વેબસાઈટ ઉપર જાહેર કરવામાં આવેલ છે. ...

Leave a Comment

error: Content is protected !!