SEB પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2023-24 જાહેરનામું

By Gujju Blogger

Published on:

રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. જેમાં રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિક્ષયવૃત્તિ પરીક્ષા 2023-24 (શહેરી/ગ્રામ્ય/ટ્રાયબલ) વિસ્તાર માટે લાભાર્થી વિધાર્થીઓની પસંદગી કરવા માટે પરીક્ષા યોજવામાં આવશે. જેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

SEB પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા
SEB પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2023-24 કાર્યક્રમ

રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2023-24 જાહેરનામું બહાર પાડેલ છે આ માટે પરીક્ષા માટેના આવેદનપત્રો www.sebexam.org વેબસાઈટ ઉપર તારીખ 01/03/2024 થી તારીખ 11/03/2024 દરમિયાન ઓનલાઈન ભરવાના રહેશે. જેની તમામ લોકોએ નોંધ લેવી.

SEB શિષ્યવૃતિ પરીક્ષાનો કાર્યક્રમ

જાહેરનામું બહાર પાડ્યાની તારીખ 27/02/2024
પરીક્ષાના આવેદનપત્ર ઓંનલાઇન ભરવાનો સમયગાળો 01/03/2024 થી 11/03/2024
પરીક્ષા માટેની ફી ઓનલાઈન ભરવાનો સમયગાળો 01/03/2024 થી 12/03/2024
પરીક્ષાની તારીખ 28/04/2024

SEB શિષ્યવૃતિ પરીક્ષા માટે ઉમેદવારની લાયકાત

પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા

જે વિધાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-6 માં સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં (જિલ્લા પંચાયત/મહાનગરપાલિકા/નગરપાલિકાની શાળા) ગ્રાન્ટેડ પ્રાથમિક તથા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં હોય તેવા વિધાર્થીઓ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા આપી શકશે. ધોરણ 5 માં ઓછામાં ઓછા 50% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઈએ.

માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા

જે વિધાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-9 માં સરકારી માધ્યમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં, ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતાં હોય તેવા વિધાર્થીઓ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે. ધોરણ-8 માં ઓછામાં ઓછા 50% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઈએ.

નોંધ:- જો કોઈ ઉમેદવાર ખોટી વિગત દ્વારા ફોર્મ ભરેલ હશે તો તેને ગેરલાયક ઠેરવવામાં આવશે અને નિયામાનુસારની કાર્યવાહી કરવામાં આવશે. જેની નોંધ લેવી.

SEB શિષ્યવૃતિ પરીક્ષાનો અભ્યાસક્રમ

પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા: પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ 1 થી 5 સુધીનો રહેશે.
માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા: માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ 6 થી 8 સુધીનો રહેશે.

પરીક્ષાનું માધ્યમ

પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષણ પ્રશ્ન પેપરોનું માધ્યમ માત્ર ગુજરાતી રહેશે.

પ્રશ્નપત્રનો ઢાંચો અને ગુણ
  • ભાષા-સામાન્ય જ્ઞાન: 100 ગુણ, 100 પ્રશ્ન
  • ગણિત વિજ્ઞાન: 100 ગુણ, 100 પ્રશ્ન
  • સમય: 180 મિનિટ
પરીક્ષા ફી
પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા રૂપિયા 50
માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા રૂપિયા 50
આવકમર્યાદા

પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા માટે આવક મર્યાદાને ધ્યાને લેવામાં આવતી નથી.

જાહેરનામું ડાઉનલોડ કરવા માટે અહિયાં ક્લિક કરો

Gujju Blogger

Hello, I am Gujju Blogger. I am a blogger since 2015 & I am a educational blogger. I am providing information related education, competitive exams & latest recruitment. This Gujju247 is created for spreading important Gujarati information to Gujarati peoples who are living Worldwide & Gujarat, India. For Any Help Or Any Questions Or Queries Please Contact Us By gujjuknowledge.in@gmail.com | Thank You!

Related Post

ગુજરાત લોકરક્ષક અને પોલીસ સબ ઈન્સ્પેકટર (પીએસઆઈ) પરીક્ષાનું અંદાજિત સમયપત્રક જાહેર, જાણો કઈ કઈ તારીખે લેવાશે પરીક્ષા

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) ના ચેરમેન હસમુખ પટેલ દ્વારા હાલમાં જ જાણકારી આપવામાં આવી છે કે લોકરક્ષક અને પીએસઆઈ પરીક્ષા 2024 નું સમય પત્રક (Gujarat LRD & ...

નમો લક્ષ્મી યોજના: ગુજરાત સરકારની ધોરણ 9 થી 12 માં ભણતી વિધાર્થીનીઓ માટેની એક નવી યોજના, મળશે 50 હજાર રૂપિયા

નમસ્કાર મિત્રો, ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2024-25 ના બજેટમાં એક નવી યોજનાની જાહેરાત કરવામાં આવી હતી જેનું નામ છે “નમો લક્ષ્મી યોજના” (Namo Lakshmi Yojana). આ યોજના અંતર્ગત ...

SSC CHSL 2024: સ્ટાફ સિલેક્શન કમિશનમાં 12 પાસ માટે આવી સરકારી ભરતી, 3712 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી શરૂ, વાંચો સંપૂર્ણ માહિતી

SSC CHSL Notification 2024 Out: સ્ટાફ સિલેક્શન કમિશન (એસએસસી) દ્વારા લેવામાં આવતી સંયુક્ત ઉચ્ચતર માધ્યમિક (10+2) સ્તર (Combined Higher Secondary (10+2) Level) પરીક્ષા માટે ઓનલાઈન અરજીઓ શરૂ કરી ...

Gujarat Police Bharti: ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતી 2024 માટે આજથી શરૂ થશે ઓનલાઈન અરજી, વાંચો સંપૂર્ણ માહિતી

Gujarat Police Bharti 2024: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા ગુજરાત પોલીસ દળ વર્ગ-3 સંવર્ગમાં પોલીસ સબ ઈન્સ્પેકટર (પીએસઆઈ) તથા લોકરક્ષક (LRD) કેડરની જગ્યાઓમાં સીધી ભરતી માટેની જાહેરાત ...

Leave a Comment

error: Content is protected !!