Gujarat RTE Admission 2024-25: રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે ધોરણ-1 માં પ્રવેશની જાહેરાત, વાંચો સંપૂર્ણ માહિતી

By Gujju Blogger

Updated on:

રાઈટ ટુ એજ્યુકેશન – આરટીઈ (Right To Education – RTE) એક્ટ-2009 અંતર્ગત રાજ્યની બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% મુજબ વિનામૂલ્યે ધોરણ-1 માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજનાના શૈક્ષણિક વર્ષ 2024-25 માં પ્રવેશ (Admission) માટેની જાહેરાત.

Gujarat RTE Admission 2024-25
Gujarat RTE Admission 2024-25: ગુજરાત રાઈટ ટુ એજ્યુકેશન (આરટીઈ) એડમિશન પ્રક્રિયા શૈક્ષણિક વર્ષ 2024-25

Gujarat RTE (Right To Education) Admission – ગુજરાત રાઈટ ટુ એજ્યુકેશન એડમિશન 2024-25

આર્ટીકલનું નામરાઈટ ટુ એજ્યુકેશન (RTE Admission) એડમિશન 2024-25
આર્ટીકલનો ઉદ્દેશ્યમાત્ર જાણકારી આપવાનો
RTE વિશે માહિતીરાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત રાજ્યની ખાનગી પ્રાથમિક શાળામાં વિનામૂલ્યે પ્રવેશ
અરજી શરૂ થવાની તારીખ14/03/2024
અરજી બંધ થવાની તારીખ26/03/2024
શૈક્ષણિક વર્ષ2024-25
અરજીનો પ્રકારફક્ત ઓનલાઈન
અધિકારીત વેબસાઈટhttps://rte.orpgujarat.com/
અમારા વોટ્સએપ ગ્રૂપમાં જોડાઓઅહિયાં ક્લિક કરો
અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓઅહિયાં ક્લિક કરો

રાઈટ ટુ એજ્યુકેશન (RTE) એક્ટ – 2009 શું છે?

ગુજરાત સરકાર દ્વારા ધ રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કંપલસરી એજ્યુકેશન એક્ટ – 2009 ની કલાક 12 (1) ક હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% મુજબ વિનમૂલ્યે ધોરણ-1 માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. જે બાળકોએ જૂન 2024 ના રોજ છ વર્ષ પૂર્ણ કરેલ હોય તે જ બાળકો આ યોજના હેઠળ પ્રવેશપાત્ર બને છે.

રાઈટ ટુ એજ્યુકેશન (RTE) અંતર્ગત અગ્રતાક્રમ ધરાવતા બાળકોનું લિસ્ટ

ક્રમ અગ્રતાક્રમ
1) અનાથ બાળકો
2) સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક
3) બાળગૃહના બાળકો
4) બાળ મજૂર/સ્થળાંતરીત મજૂરના બાળકો
5) મંદબુદ્ધિ/સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો, ખાસ જરૂરિયાતવાળા બાળકો/શારીરિક રીતે વિકલાંગ ધાર-2016 ની કલમ 34 (1) માં દર્શાવ્યા મુજબના તમામ દિવ્યાંગ બાળકો
6) (ART) એન્ટિ-રેટ્રોવાયરલ થેરપી (એઆરટી) ની સારવાર લેતા બાળકો
7) ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી/અર્ધલશ્કરી/પોલીસદળના જવાનના બાળકો
8) જે માતા-પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી જ હોય તેવી દિકરી
9) રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો
10) 0 થી 20 આંક ધરાવતા તમામ કેટેગરી (SC, ST, SEBC, જનરલ તથા અન્ય) ના BPL કુટુંબના બાળકો
11) અનુસૂચિત જાતિ (SC) તથા અનુસૂચિત જનજાતિ (ST) કેટેગરીના બાળકો
12) સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ/અન્ય પછાત વર્ગ/વિચરતી અને વિમુક્ત જાતિના બાળકો સદર કેટેગરીમાં વિચરતી અને વિમુક્ત જાતિના બાળકોને પ્રવેશમાં પ્રથમ અગ્રતા આપવાની રહેશે.
13) જનરલ કેટેગરી/બિન અનામત વર્ગના બાળકો

નોંધ: અગ્રતાક્રમ 8, 9, 11, 12 અને 13 માં આવતા બાળકો માટે ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક રૂપિયા 1.20,000 અને શહેરી વિસ્તારમાં રૂપિયા 1,50,000 ની આવક મર્યાદા લાગુ પડશે. પ્રવેશ માટે કેટેગરીની અગ્રતા, આવકની અગ્રતા, વાલીએ પસંદ કરેલ શાળાની અગ્રતા વગેરે ધ્યાને લઈ પ્રવેશ આપવામાં આવશે.

રાઈટ ટુ એજ્યુકેશન (RTE) અંતર્ગત જરૂરી દસ્તાવેજનું લિસ્ટ
દસ્તાવેજનું નામમાન્ય આધાર-પુરાવાની વિગત
રહેઠાણ નો પુરાવો– આધારકાર્ડ / પાસપોર્ટ / વીજળી બિલ / પાણી બિલ /ચૂંટણી કાર્ડ / રેશન કાર્ડ/ 
જો ઉપર મુજબનાં આધાર પૈકી કોઈ એક આધાર હોય તો, રજીસ્ટર્ડ ભાડા કરારની જરૂર રહેતી નથી.
– જો ઉપર મુજબનાં આધાર પૈકી એક પણ આધાર ન હોય તેવા સંજોગોમાં રજીસ્ટર્ડ ભાડા કરાર – ગુજરાત સ્ટેમ્પ એક્ટ ૧૯૫૮ મુજબ નોંધાયેલ ભાડાકરાર માન્‍ય ગણવામાં આવશે. 
(નોટોરાઈઝ્ડ ભાડા કરાર માન્ય ગણાશે નહીં)
વાલીનું જાતીનું પ્રમાણપત્રમામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર​
જન્મનું પ્રમાણપત્રગ્રામ પંચાયત/નગર પાલિકા , મહાનગર પાલિકા, જન્મ/હોસ્પિટલ નોંધણી પ્રમાણપત્ર / આંગણવાડી , બાલવાડી નોંધણી પ્રમાણપત્ર /માતા-પિતા કે વાલીનું નોટોરાઈઝડ સોગંદનામું
ફોટોગ્રાફપાસપોર્ટ સાઈઝ કલર ફોટોગ્રાફ
વાલીની આવકનું પ્રમાણપત્રઆવકનો દાખલો મામલતદારશ્રી અથવા તાલુકા વિકાસ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર માન્ય રહેશે. ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ પંચાયતનો તલાટી દ્વારા આપવામાં આવેલ આવકનો દાખલો માન્‍ય ગણવામાં આવશે અને તે તા. ૦૧/૦૪/૨૦૨૧ પછીનો જ માન્ય ગણાશે.
બીપીએલ૦ થી ૨૦ આંક સુધીની BPL કેટેગરીમાં આવતા વાલીએ ગ્રામ્ય વિસ્તાર માટે તાલુકા વિકાસ અધિકારી અથવા નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો દાખલો રજુ કરવાનો રહેશે જ્યારે શહેર વિસ્તાર માટે મહાનગરપાલિકાના કિસ્સામાં નાયબ મ્યુનિસિપલ કમિશ્નર અથવા મહાનગર પાલિકાએ અધિકૃત કરેલ સક્ષમ અધિકારીનો દાખલો, નગરપાલિકા વિસ્તારમાં નગર પાલિકાના ચીફ ઓફિસરનો દાખલો અને નોટીફાઈડ વિસ્તારમાં મુખ્ય કારોબારી અધિકારી અથવા વહીવટી અધિકારીનો દાખલો રજુ કરવાનો રહેશે. જે શહેરી વિસ્તારમાં 0 થી ૨૦ આંક (સ્કોર) ધરાવતા બી.પી.એલ કેટેગરીના લાભાર્થીઓની યાદી ન હોય તેવા વિસ્તારમાં બી.પી.એલ યાદીમાં સમાવેશ થયેલ લાભાર્થીએ જે-તે સક્ષમ અધિકારીનું બી.પી.એલ યાદી નંબર વાળું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. BPL રેશનકાર્ડ BPL આધાર તરીકે માન્ય ગણાશે નહિ.
વિચરતી જાતિઓ અને વિમુકત જનજાતિઓમામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર​
અનાથ બાળકજે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર
સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળકજે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર
બાલગૃહ ના બાળકોજે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર
બાળમજૂર / સ્થળાંતરીત મજુરના બાળકોજે તે જીલ્લાના લેબર અને રોજગાર વિભાગનું શ્રમ અધિકારીનું પ્રમાણપત્ર
સેરેબ્રલી પાલ્સી વાળા બાળકોસિવિલ સર્જન પ્રમાણપત્ર
ખાસ જરૂરિયાત વાળા બાળકો (દિવ્યાંગ)સિવિલ સર્જન નું પ્રમાણપત્ર (લઘુતમ 40%)
(ART) એન્ટિ-રેટ્રોવાયરલ થેરેપીની સારવાર લેતા બાળકોસિવિલ સર્જન પ્રમાણપત્ર
શહીદ થયેલ જવાનના બાળકોસંબંધિત ખાતાના સક્ષમ અધિકારીનો દાખલો
સંતાનમાં એક માત્ર દીકરી હોય તે કેટેગરી માટેગ્રામ્ય વિસ્તાર માટે તલાટી કમ મંત્રીશ્રી, નગરપાલિકા વિસ્તાર માટે ચીફ ઓફિસર અને મહાનગરપાલિકા વિસ્તાર માટે સક્ષમ અધિકારીનો એક માત્ર દીકરી જ સંતાન(સિંગલ ગર્લ ચાઈલ્ડ) હોવાનો દાખલો
સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકોસરકારી આંગણવાડીમાં ઓછામાં ઓછા 2 વર્ષ અભ્યાસ કરેલ હોય અને ICDS-CAS  વેબપોર્ટલ પર જે વિદ્યાર્થીઓના નામ નોંધાયેલ હોય તેવા વિદ્યાર્થીઓએ જે તે આંગણવાડીમાં અભ્યાસ કરેલ છે તે મતલબનું સબંધિત આંગણવાડીનાં આંગણવાડી વર્કર અથવા સરકારશ્રી દ્વારા વખતોવખત નક્કી કરવામાં આવેલ સક્ષમ અધિકારીનો  પ્રમાણિત કરેલ દાખલો રજુ કરવાનો રહેશે
બાળકનું આધારકાર્ડબાળકના આધારકાર્ડની નકલ​
વાલીનું આધારકાર્ડવાલીના આધારકાર્ડની નકલ​
બેંકની વિગતોબાળક કે વાલીના બેંક ખાતાની પાસબુકની ઝેરોક્ષ
સેલ્ફ ડિક્લેરેશનપાન કાર્ડ(PAN  CARD) ન ધરાવતા / પાન કાર્ડ(PAN  CARD) ધરાવતા હોય પરંતુ ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું નિયત નમૂનાનું  આ સાથે સામેલ રાખેલ સેલ્ફ ડિક્લેરેશન ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફરજીયાત અપલોડ કરવાનું રહેશે.
RTE પ્રવેશ 2023-24 વાલી મિત્રો માટે ખાસ સૂચના

તમારું ફોર્મ રદ્દ ન થાય તે માટે ફોર્મ ભરતા પહેલા હોમ પેજ પર દર્શાવેલ ફોર્મ ભરવા માટેના આવશ્યક દસ્તાવેજો અને ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના દસ્તાવેજોની વિગત ધ્યાનપૂર્વક વાંચશો. માગ્યા મુજબના તમામ અસલ દસ્તાવેજો ચોકકસાઈપૂર્વક અપલોડ કરશો. ઝાંખા, ઝેરોક્ષ કોપી અને ના વંચાય એવા ડોક્યુમેન્ટ અપલોડ થયેલ હશે તો ફોર્મ રિજેક્ટ થશે.

રહેઠાણના પુરાવા તરીકે બાળકના પિતાના આધારકાર્ડ/પાસપોર્ટ/વીજળીબિલ/પાણી બિલ/ચૂંટણીકાર્ડ/રેશનકાર્ડ/ પૈકી કોઈ એક આધાર હોય તો રજિસ્ટર્ડ ભાડા કરાર કરવાની જરૂર રહેતી નથી.

જો ઉપર મુજબના આધાર પૈકી એક પણ આધાર ન હોય તો તેવા સંજોગોમાં રજિસ્ટર્ડ ભાડા કરાર – ગુજરાત સ્ટેમ્પ એક્ટ 1958 મુજબ નોંધાયેલ ભાડાકરાર તથા સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યાના આધાર સાથેનો માન્ય ગણવામાં આવશે. (નોટોરાઈઝડ ભાડા કરાર માન્ય ગણાશે નહીં.)

પાનકાર્ડ ન ધરાવતા/પાનકાર્ડ ધરાવતા હોય પરંતુ ઈન્કમટેક્ષ રિટર્ન ન ભરેલ હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું નિયત નમૂનાનું સેલ્ફ ડિક્લેરેશન ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફરજિયાત અપલોડ કરવાનું રહેશે. (સેલ્ફ ડિક્લેરેશનનો નમૂનો વેબસાઈટના હોમપેજ ઉપરથી મેળવી લેવો)

પ્રવેશ માટે આપ જે શાળાઓ પસંદ કરવા ઇચ્છતા હોવ તે મુજબની શાળાઓ જ ફોર્મ ભરતી વખતે તમારી પસંદગી મુજબના ક્રમમા ગોઠવાય તે ખાસ ધ્યાને લેવું. ફોર્મ સબમિટ કરતાં પહેલા ફરીવાર ધ્યાનપૂર્વક સંપૂર્ણ વિગતો જોયા બાદ જ ફોર્મ સબમિટ કરવું. ફોર્મ સબમિટ કર્યા બાદ કોઈ સુધારો થઈ શકશે નહીં. ફોર્મ ભરવા બાબતે માર્ગદર્શનની જરૂર જણાય તો હોમપેજ પર દર્શાવેલ આપના જિલ્લાના હેલ્પલાઈન નંબરનો સંપર્ક કરવો.

રાઈટ ટુ એજ્યુકેશન (RTE) માટે અગત્યની માહિતી

પ્રવેશ મેળવવા માટે બાળકના વાલી https://rte.orpgujarat.com વેબસાઈટ પર તારીખ 14/03.2024, ગુરુવારથી તારીખ 26/03/2024, મંગળવાર દરમિયાન પ્રવેશ ફોર્મ ભરી શકશે. આ અંગેની જરૂરી વિગતો જેવી કે અરજી સાથે કયા કયા આધાર પુરાવા, કયા અધિકારીના રજૂ કરવાના છે તે સહિતની તમામ વિગતો વેબસાઈટ ઉપર મૂકવામાં આવેલ છે. અરજદાર જરૂરી આધાર પુરાવા એકઠા કરી ઓનલાઈન અરજી સમયમર્યાદામાં કરી શકે તે માટે પ્રવેશની જાહેરાત અને ઓનલાઈન અરજી કરવાની તારીખ વચ્ચે જરૂરી સમયગાળો રાખવામાં આવેલ છે.

વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર-પુરાવા જેવા કે જન્મ-તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ/કેટેગરીનો દાખલો, તેમજ સક્ષમ અધિકારીનો આવકનો દાખલો, ઈન્કમટેક્સ રિટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન (લાગુ પડતું હોય ત્યાં) વગેરે અસલ આધારો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહીં.

રાઈટ ટુ એજ્યુકેશન (RTE) પ્રવેશ અંગે મહત્વની લિંકસ
ફોર્મ ભરવાના આવશ્યક દસ્તાવેજઅહિયાં ક્લિક કરો
ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના ડોક્યુમેન્ટઅહિયાં ક્લિક કરો
વાલીઓ માટે અગત્યની સૂચનાઅહિયાં ક્લિક કરો
શાળાની યાદીઅહિયાં ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટઅહિયાં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહિયાં ક્લિક કરો

નિષ્કર્ષ:-

રાઈટ ટુ એજ્યુકેશન (RTE) ના શૈક્ષણિક વર્ષ 2024-25 માટેના પ્રવેશની પ્રક્રિયા તારીખ 13/04/2024 થી 26/04/2024 સુધી ચાલુ રહેશે. આ માટેના આવશ્યક દસ્તાવેજ અને અન્ય તમામ માહિતીની લિંક ઉપર આપેલ છે. જે ધ્યાનથી વાંચી લેવી. અરજી કરવા માટે છેલ્લી તારીખ સુધીની રાહ જોવી નહી. ઓનલાઈન ફોર્મ તમારે ક્યાંય જમા કરાવવાનું રહેશે નહીં. તમારે ફક્ત ઓનલાઈન અરજી જ કરવાની રહેશે.

સમય નિકાળીને આ પણ વાંચો!

Gujju Blogger

Hello, I am Gujju Blogger. I am a blogger since 2015 & I am a educational blogger. I am providing information related education, competitive exams & latest recruitment. This Gujju247 is created for spreading important Gujarati information to Gujarati peoples who are living Worldwide & Gujarat, India. For Any Help Or Any Questions Or Queries Please Contact Us By gujjuknowledge.in@gmail.com | Thank You!

Related Post

ગુજરાત લોકરક્ષક અને પોલીસ સબ ઈન્સ્પેકટર (પીએસઆઈ) પરીક્ષાનું અંદાજિત સમયપત્રક જાહેર, જાણો કઈ કઈ તારીખે લેવાશે પરીક્ષા

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) ના ચેરમેન હસમુખ પટેલ દ્વારા હાલમાં જ જાણકારી આપવામાં આવી છે કે લોકરક્ષક અને પીએસઆઈ પરીક્ષા 2024 નું સમય પત્રક (Gujarat LRD & ...

નમો લક્ષ્મી યોજના: ગુજરાત સરકારની ધોરણ 9 થી 12 માં ભણતી વિધાર્થીનીઓ માટેની એક નવી યોજના, મળશે 50 હજાર રૂપિયા

નમસ્કાર મિત્રો, ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2024-25 ના બજેટમાં એક નવી યોજનાની જાહેરાત કરવામાં આવી હતી જેનું નામ છે “નમો લક્ષ્મી યોજના” (Namo Lakshmi Yojana). આ યોજના અંતર્ગત ...

SSC CHSL 2024: સ્ટાફ સિલેક્શન કમિશનમાં 12 પાસ માટે આવી સરકારી ભરતી, 3712 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી શરૂ, વાંચો સંપૂર્ણ માહિતી

SSC CHSL Notification 2024 Out: સ્ટાફ સિલેક્શન કમિશન (એસએસસી) દ્વારા લેવામાં આવતી સંયુક્ત ઉચ્ચતર માધ્યમિક (10+2) સ્તર (Combined Higher Secondary (10+2) Level) પરીક્ષા માટે ઓનલાઈન અરજીઓ શરૂ કરી ...

Gujarat Police Bharti: ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતી 2024 માટે આજથી શરૂ થશે ઓનલાઈન અરજી, વાંચો સંપૂર્ણ માહિતી

Gujarat Police Bharti 2024: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા ગુજરાત પોલીસ દળ વર્ગ-3 સંવર્ગમાં પોલીસ સબ ઈન્સ્પેકટર (પીએસઆઈ) તથા લોકરક્ષક (LRD) કેડરની જગ્યાઓમાં સીધી ભરતી માટેની જાહેરાત ...

Leave a Comment

error: Content is protected !!