Gujarat Police Bharti: ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતી 2024 માટે આજથી શરૂ થશે ઓનલાઈન અરજી, વાંચો સંપૂર્ણ માહિતી

By Gujju Blogger

Published on:

Gujarat Police Bharti 2024: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા ગુજરાત પોલીસ દળ વર્ગ-3 સંવર્ગમાં પોલીસ સબ ઈન્સ્પેકટર (પીએસઆઈ) તથા લોકરક્ષક (LRD) કેડરની જગ્યાઓમાં સીધી ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલ છે. ગુજરાત પોલીસ ભરતી 2024 (જાહેરાત ક્રમાંક GPRB/202324/1) માં કુલ 12,472 જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવેલ છે.

ગુજરાત પોલીસ ભરતી 2024 ની માહિતી સાથે સાથે ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલ સાહેબનો પીએસઆઈ અને લોકરક્ષક ભરતી અંગે માર્ગદર્શન, પરીક્ષા ક્યારે યોજાશે અને અરજી ફોર્મ ભરવા અંગે માહિતીના વિડીયો નીચે આપેલ છે તે ખાસ જોવા.

Gujarat Police Recruitment 2024 - Apply Online
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ કોન્સ્ટેબલ અને પોલીસ સબ ઈન્સ્પેકટર (પીએસઆઈ) ભરતી 2024 ના ફોર્મ ભરવાનું શરૂ. તારીખ 30/04/2024 સુધી ફક્ત ઓનલાઈન અરજી કરી શકાશે.

Gujarat PSI & Constable Bharti 2024: ગુજરાત પોલીસ દળમાં વર્ગ -3 ની પીએસઆઈ કેડરની બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેકટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF) અને જેલ સિપોઈની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફક્ત ઓનલાઈન અરજીઓ મંગવવામાં આવે છે.

OJAS PSI & Constable Bharti 2024: તમામ સંવર્ગની સંબંધિત જગ્યાના ભરતી નિયમો અને પરીક્ષા નિયમોની પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતાં અને ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ તારીખ 04/04/2024 (બપોરના 15:00 કલાક) થી તારીખ 30/04/2024 (રાત્રિના 23:59) દરમિયાન ojas.gujarat.gov.in વેબસાઈટ પર જઈ “પોલીસ ભરતીની જાહેરાત” ના પેજ પર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ગુજરાત પોલીસ પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2024 – Gujarat Police Bharti

ભરતી બોર્ડગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB)
પોસ્ટનું નામપીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલ
કુલ જગ્યાઓ12,472 જગ્યા
અરજી કરવાની અંતિમ તારીખ30/04/2024
અરજીનો પ્રકારઓનલાઈન
ઓફિશિયલ વેબસાઈટહજી જાહેર થયેલ નથી
ટેલિગ્રામ ચેનલમાં જોડાઓઅહિયાં ક્લિક કરો
વોટ્સએપ ગ્રૂપમાં જોડાઓઅહિયાં ક્લિક કરો

ગુજરાત પોલીસ પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલ જગ્યાઓ 2024

પોસ્ટનું નામ  પુરુષમહિલાઓ
બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેકટર316156
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ44222178
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ22121090
જેલ સિપોઈ101385
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF)10000
કુલ જગ્યા89633509

ગુજરાત પોલીસ પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલ વયમર્યાદા 2024

બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેકટર (પીએસઆઈ) 21 થી 35 વર્ષતારીખ 30/04/1989 થી 30/04/2003 સુધીમાં જન્મેલ
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ 18 થી 33 વર્ષતારીખ 30/04/1991 થી 30/04/2006 સુધીમાં જન્મેલ
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ 18 થી 33 વર્ષ
જેલ સિપોઈ 18 થી 33 વર્ષ
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF) 18 થી 33 વર્ષ

ગુજરાત પોલીસ પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલ શૈક્ષણિક લાયકાત 2024

અહિયાં નીચે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતીની શૈક્ષણિક લાયકાત જે નોટિફિકેશનમાં આપેલી છે જે આપવામાં આવેલી છે. આ મુજબ જ તમારે ફોર્મ ભરવાનું રહેશે. આ લાયકાત ન ધરાવનાર ફોર્મ ભરી શકશે નહીં.

પીએસઆઈ માટે શૈક્ષણિક લાયકાત

ઉમેદવાર ભારતમાં અથવા રાજ્ય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકી કોઈપણમાંથી અથવા તે તરીકે માન્ય થયેલી અન્ય કોઈપણ શૈક્ષણિક સંસ્થામાંથી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અધિનિયમ-1956 ની કલમ-3 હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઈપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ સ્નાતકની પદવી (ગ્રેજ્યુએટ) ધરાવતા હોવા જોઈશે અથવા સરકારે માન્ય કરેલ તેની સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈશે.

પોલીસ કોન્સ્ટેબલ માટે શૈક્ષણિક લાયકાત

ધોરણ 12 પાસ હાયર સેકન્ડરી પરીક્ષા અથવા ગુજરાત સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગના તારીખ 15/05/2012 ના ઠરાવ માં જણાવ્યા મુજબ ધોરણ 12 સમકક્ષ પરીક્ષા પાસ હોવા જોઈએ.

ગુજરાત પોલીસ પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલ શારીરિક ધારાધોરણો 2024

મહિલા ઉમેદવાર અને પુરુષ ઉમેદવાર માટે શારીરિક ધારાધોરણો અલગ અલગ રાખવામાં આવતા હોય છે. જેની વિગતવાર માહિતી નીચે આપેલી છે.

પુરુષ ઉમેદવારો માટે શારીરિક ધારાધોરણો

વર્ગઊંચાઈછાતી (સેમી)
ફુલાવ્યા વગરનીફૂલાવેલી
મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે162 (સે.મી.)7984
અનુસૂચિત જનજાતિ સિવાયના તમામ165 (સે.મી.)7984

સ્ત્રી ઉમેદવારો માટે શારીરિક ધારાધોરણો

વર્ગઊંચાઈ
મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે150 (સે.મી.) 
અનુસૂચિત જનજાતિ સિવાયના તમામ155 (સે.મી.) 

ભરતી નિયમો (વખતો વખતના સુધારા સાથે)

ઉમેદવાર નીચે જણાવ્યા પૈકીની એક કે વધારે શારીરિક ખામી ધરાવતો હશે તો તેને શારીરિક રીતે અયોગ્ય ગણવામાં આવશે.

1) વાંકા ઢીંચણવાળા
2) ફુલેલી છાતી
3) ત્રાંસી આંખ
4) સપાટ પગ
5) કાયમની અતિશય ફુલેલી નસ
6) ફુલેલો અંગુઠો
7) અસ્થિભંગ અંગ
8) સડેલા દાંત
9) ચેપી ચામડીનો રોગ
10) રંગ અંધત્વની ખામી

નોંધ: મુદ્દા નંબર 10 જેલ સીપોઈ (મહિલા/પુરુષ) માટે લાગુ પડતું નથી.

SHAPE-I એટલે કે ઉમેદવાર માનસિક, શ્રવણશક્તિ, અપેન્ડેજ, સામાન્ય કામ માટે ભૌતિક ક્ષમતા, દ્રષ્ટિ વગેરેમાં સામાન્ય વ્યાવસાયિક કાર્યો કરવા અંગે સંપૂર્ણ રીતે સક્ષમ હોવા જોઈશે. વધુ માહિતી ઓફિશિયલ નોટિફિકેશનમાં વાંચી લેવી અને પછી જ અરજી કરવી.

ગુજરાત પોલીસ પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા પદ્ધતિ 2024

પીએસઆઈ પરીક્ષા પદ્ધતિ

1st Stage Physical Test (Qualifying nature)
2nd Stage Main Exam

લોકરક્ષક પરીક્ષા પદ્ધતિ

1st Stage Physical Test (Qualifying nature)
2nd Stage Objective MCQ Test

ફિઝિકલ ટેસ્ટ

તમામ જગ્યાઓ માટે નીચે પ્રમાણે એક જ સંયુક્ત શારીરિક કસોટી યોજાશે.
પુરુષ 5000 મીટર વધુમાં વધુ 25 મિનિટમાં દોડ પૂરી કરવાની રહેશે.
મહિલા 1600 મીટર વધુમાં વધુ 9 મિનિટ અને 30 સેકન્ડમાં દોડ પૂરી કરવાની રહેશે.
એક્સ સર્વિસમેન 2400 મીટર વધુમાં વધુ 12 મિનિટ અને 30 સેકન્ડમાં દોડ પૂરી કરવાની રહેશે.
પીએસઆઈ તથા લોકરક્ષક કેડરની શારીરિક કસોટી

પીએસઆઈ કેડર તથા લોકરક્ષક કેડરના પરીક્ષા નિયમોમાં જણાવ્યા મુજબ શારીરિક કસોટીના ધોરણો એક સરખા જ રાખવામાં આવેલ છે. જેથી જે ઉમેદવારોએ બંને માટે પીએસઆઈ અને કોન્સ્ટેબલમાં અરજી કરેલ છે અને જો બંને ભરતી માટે લાયકાત હોય તો પણ તેઓએ એક જ વાર શારીરિક કસોટી આપવાની રહેશે.

કોઈપણ કારણોસર એક જ ઉમેદવારને શારીરિક કસોટી માટે એક કરતાં વધુ પ્રવેશ પત્ર મળેલ હોય તો જે પ્રવેશપત્રમાં શારીરિક કસોટીની તારીખ પહેલા આવતી હોય તેવા એક જ પ્રવેશપત્ર ઉપર શારીરિક કસોટી આપવાની રહેશે. એક કરતાં શારીરિક કસોટી આપનારની ઉમેદવારી રદ્દ કરવામાં આવશે.

ગુજરાત પોલીસ પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલ 2024 અરજી પત્રક ભરવા માટેની સૂચનાઓ

તમામ જગ્યાઓ માટે ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ ઓનલાઈન અરજી ઓજસ વેબસાઈટ ઉપરથી કરી શકાશે.
ઓનલાઈન અરજી કરતી સમયે ઉમેદવારે પોતાની અટક, પોતાનું નામ તથા પિતા/માતા/પતિનું નામ જે તે ધોરણ 12 અથવા તેને સમકક્ષ પરીક્ષાની છેલ્લી માર્કશીટમાં દર્શાવેલ છે તે મુજબ જ દર્શાવવાનું રહેશે.

નિયત લાયકાતો ધરાવતા ઉમેદવારોએ ઉપરોક્ત તમામ સંવર્ગની જગ્યાઓ માટે એક જ અરજી પત્રક ભરવાનું રહેશે.

અરજદારે અરજી કરતી વખતે પોતાની સાથે રંગીન પાસપોર્ટ સાઇઝનો ફોટો, સ્કેન કરવા માટે પોતાની સહી, જરૂરી પ્રમાણપત્રો અને પુરાવા રાખવા. જેથી તેના આધારે જ સાચી માહિતી અરજીમાં ભરી શકાય.

ઓનલાઈન અરજી કન્ફર્મ કરીને અરજીની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે.

અરજી કન્ફર્મ થઈ ગયા બાદ તમારે અરજી ફી ભરવાની રહેશે.

ગુજરાત પોલીસ પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા ફી 2024

પીએસઆઈ રૂપિયા 100
લોકરક્ષક રૂપિયા 100
બંને માટે રૂપિયા 200

ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ 07/05/2024 છે.

ગુજરાત પોલીસ પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલ 2024 વિશેષ ગુણ ભારાંક

સરકારશ્રી ગૃહવિભાગ, ગાંધીનગરના ઠરાવ માં કરેલ જોગવાઈ મુજબ પરીક્ષામાં મેળવેલ ગુણમાં નીચે જણાવ્યા મુજબ જે તે ઉમેદવારોને મળવાપાત્ર વધારાના ગુણ ઉમેરવામાં આવશે.

NCC નું સર્ટિફિકેટ ધરાવનાર ઉમેદવારોને વધારાના 2 ગુણ આપવામાં આવશે.

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલ એક વર્ષ અને તેથી વધુ સમયગાળાની કોઈપણ ડિપ્લોમા/સ્નાતક/પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા/પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી ધરાવતા ઉમેદવારોને નીચે દર્શાવેલ વધારાના ગુણ આપવામાં આવશે.

1 વર્ષ 05 ગુણ
2 વર્ષ 09 ગુણ
3 વર્ષ 12 ગુણ
4 વર્ષ અને તેથી વધારે 15 ગુણ

સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગ, ગાંધીનગરના ઠરાવમાં નિયત કરેલ શરતો પરિપૂર્ણ કરનાર અને એથ્લેટિકસ (ટ્રેક અને ફિલ્ડ રમતો સહિત) રાષ્ટ્રીય/આંતરરાષ્ટ્રીય અથવા આંતર યુનિવર્સિટી અથવા અખિલ ભારત શાળા સંઘ દ્વારા યોજાતી સ્પર્ધાઓમાં માત્ર પ્રતિનિધિત્વ કરેલ હોય તેવા ઉમેદવારને પસંદગીમાં અગ્રતા માટે પરીક્ષાના પેપર-1 અને પેપર-2 માં મેળવેલ કુલ ગુણના 5 ટકા ગુણ ઉમેરી આપવામાં આવશે.

સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગ, ગાંધીનગરના ઠરાવ અનુસાર વિધવા મહિલા ઉમેદવારોને પસંદગીમાં અગ્રતા આપવા માટે મુખ્ય પરીક્ષાના પેપર-1 અને પેપર-2 માં મેળવેલ કુલ ગુણના 5 ટકા ગુણ આપવામાં આવશે.

વધુ પૃચ્છા માટે તારીખ 04/04/2024 થી તારીખ 30/04/2024 દરમ્યાન ટોલ ફ્રી નંબર 1800 233 5500 ઉપર સવારના 10:30 કલાકથી સાંજના 06:00 સુધી (રવિવાર તથા જાહેર રજાના દિવસ સિવાય) પૂછપરછ કરી શકાશે.

ગુજરાત પોલીસ પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2024: મહત્વની લિંકસ

ઓફિશિયલ નોટિફિકેશન વાંચોઅહિયાં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહિયાં ક્લિક કરો
વોટ્સએપ ગ્રૂપમાં જોડાઓઅહિયાં ક્લિક કરો
સમય નિકાળીને આ પણ વાંચો!

Gujju Blogger

Hello, I am Gujju Blogger. I am a blogger since 2015 & I am a educational blogger. I am providing information related education, competitive exams & latest recruitment. This Gujju247 is created for spreading important Gujarati information to Gujarati peoples who are living Worldwide & Gujarat, India. For Any Help Or Any Questions Or Queries Please Contact Us By gujjuknowledge.in@gmail.com | Thank You!

Related Post

ગુજરાત લોકરક્ષક અને પોલીસ સબ ઈન્સ્પેકટર (પીએસઆઈ) પરીક્ષાનું અંદાજિત સમયપત્રક જાહેર, જાણો કઈ કઈ તારીખે લેવાશે પરીક્ષા

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) ના ચેરમેન હસમુખ પટેલ દ્વારા હાલમાં જ જાણકારી આપવામાં આવી છે કે લોકરક્ષક અને પીએસઆઈ પરીક્ષા 2024 નું સમય પત્રક (Gujarat LRD & ...

નમો લક્ષ્મી યોજના: ગુજરાત સરકારની ધોરણ 9 થી 12 માં ભણતી વિધાર્થીનીઓ માટેની એક નવી યોજના, મળશે 50 હજાર રૂપિયા

નમસ્કાર મિત્રો, ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2024-25 ના બજેટમાં એક નવી યોજનાની જાહેરાત કરવામાં આવી હતી જેનું નામ છે “નમો લક્ષ્મી યોજના” (Namo Lakshmi Yojana). આ યોજના અંતર્ગત ...

SSC CHSL 2024: સ્ટાફ સિલેક્શન કમિશનમાં 12 પાસ માટે આવી સરકારી ભરતી, 3712 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી શરૂ, વાંચો સંપૂર્ણ માહિતી

SSC CHSL Notification 2024 Out: સ્ટાફ સિલેક્શન કમિશન (એસએસસી) દ્વારા લેવામાં આવતી સંયુક્ત ઉચ્ચતર માધ્યમિક (10+2) સ્તર (Combined Higher Secondary (10+2) Level) પરીક્ષા માટે ઓનલાઈન અરજીઓ શરૂ કરી ...

Gujarat ITI Admission 2024: ગુજરાત આઈટીઆઈ એડમિશન પ્રક્રિયા શરૂ, આ તારીખ સુધી કરી શકાશે ઓનલાઈન અરજી, વાંચો વિગતવાર માહિતી

રોજગાર અને તાલીમ નિયામકશ્રીની કચેરી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા રાજ્યની સરકારી/ગ્રાન્ટ-ઈન-એઈડ/સ્વનિર્ભર આઈ.ટી.આઈ. માં ઓનલાઈન પ્રવેશ કાર્યક્રમ વર્ષ 2024-25 માટે ઓનલાઈન અરજીઓ શરૂ થઈ ગયેલ છે. ગુજરાત આઈટીઆઈ એડમિશન ...

Leave a Comment

error: Content is protected !!