ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટીઓમાં શરૂ કરાશે કોમન પ્રવેશ પ્રક્રિયા (GCAS)

Gujarat Common Admission Services (GCAS): ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં રાજ્યના મંત્રીશ્રીઓની બેઠક યોજાઈ હતી. આ મંત્રીઓની યોજાયેલ બેઠકમાં મહત્વપૂર્ણ બાબતો ઉપર અને વિષયો ઉપર ચર્ચા કરવામાં આવી હતી અને મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રાજ્યમાં હવેથી તમામ સરકારી યુનિવર્સિટીઓમાં એડમિશન માટે એક કોમન પોર્ટલ “ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ” (GCAS) કાર્યરત રહેશે.

Gujarat Common Admission Services (GCAS)

ગુજરાત રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓના તમામ અભ્યાસક્રમો, શિક્ષણ સ્ટાફ અને વિધાર્થીઓને આવરી લેતી શરૂઆતથી અંત સુધીની તમામ એડમિશન પ્રક્રિયાને સંચાલિત કરવા માટે શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે અને સરળ અને સુરક્ષિત એપ્લિકેશન બનાવવામાં આવી છે. શૈક્ષણિક વર્ષ 2024-25 થી આ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેવી જાહેરાત આ બેઠકમાં કરવામાં આવી હતી.

  • રાજ્યમાં હવે કોમન યુનિવર્સિટી એક્ટ લાગુ થતા કોમન પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
  • રાજ્યમાં આગામી વર્ષના (2023-24) એડમિશન માટે હવેથી કોમન પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે.
  • રાજ્ય સરકાર દ્વારા પ્રવેશ પ્રક્રિયા માટે એક સરળ અને સુરક્ષિત એપ્લિકેશન લોન્ચ કરવામાં આવશે.

ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ (GCAS)

જો તમે પણ વર્ષ 2024-25 શૈક્ષણિક વર્ષમાં કોલેજમાં અભ્યાસ કરવાના છો અથવા તો એડમિશન લેવાના હતા તો એક મોંટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત રાજ્યની તમામ સરકારી યુનિવર્સીટીમાં હવેથી કોમન એડમિશન એક્ટ અંતર્ગત કોમન પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેના દ્વારા તમે ઓછી ફી ભરીને એક જ પોર્ટલ દ્વારા રાજ્યની વિવિધ સરકારી યુનિવર્સિટીમાં એડમિશન માટે અરજી કરી શકશો.

અત્યારસુધી ધોરણ 12 સાયન્સ પછીના મેડિકલ અને એન્જિનિયરિંગ અભ્યાસક્રમો માટે કોમન પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હતી. હવે પછી આર્ટસ અને કોમર્સ સહિતના તમામ અભ્યાસક્રમો માટે કોમન એડમિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેવી જાહેરાત કરી દેવામાં આવી છે.

ઓછી ફી માં હવેથી વિધાર્થી કોર્સમાં અરજી કરી શકશે

મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલમાં દરેક વિધાર્થી સરેરાશ રૂપિયા 500 ખર્ચીને અંદાજે પંચ જેટલા અલગ અલગ કોર્સમાં અરજી કરી શકે છે તેની જગ્યાએ હવેથી GCAS દ્વારા ઓછી ફી ભરીને અમર્યાદિત યુનિવર્સિટીમાં કે કોર્સમાં હવે પછી વિધાર્થી અરજી કરી શકશે. વિધાર્થી દરેક યુનિવર્સિટી માટે અને કોર્સમાં અરજી કરવા માટેનો સમયગાળો એકસરખો રહેશે. શિક્ષણ વિભાગ દ્વારા પોર્ટલ લોન્ચ કર્યા બાદ ગુજરાતની તમામ યુનિવર્સિટીને અલગ અલગ પ્રવેશપ્રક્રિયા કરવી પડશે નહીં જેથી યુનિવર્સિટીનો સમયમાં બચત થશે.

કોલેજ કક્ષાએ જ વિધાર્થીઓના દસ્તાવેજની થશે ચકાસણી

શિક્ષણ વિભાગના આ પોર્ટલની વિગતે માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ મારફત પ્રવેશ પ્રક્રિયાની તમામ માહિતી એક ક્લિક દ્વારા ઉપલબ્ધ થશે. વિધાર્થીઓને ચોઈસ ભરવા સાથે ઓનલાઈન નોંધણી, બોર્ડનો ડેટા, વિધાર્થીનું પરિણામ આ બધુ જ વિધાર્થીનો સીટ નંબર દાખલ કરવાથી જાતે જ બધી માહિતી પોર્ટલ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવશે. એડમિશનની સરળતા માટે કોલેજ કક્ષાએ જ વિધાર્થીઓના દસ્તાવેજ ચકાસણી કરવામાં આવશે અને નિયમ મુજબ મેરીટ લિસ્ટ બનાવવામાં આવશે અને વિધાર્થીઓના ઓનલાઈન કાઉન્સેલિંગની પણ વ્યવસ્થા આ પોર્ટલ મારફત કરવામાં આવશે.

શું છે કોમન યુનિવર્સિટી એક્ટ?

કોમન યુનિવર્સિટી એક્ટ એટલે ગુજરાત રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓનું નિયમન એક જ કાયદા દ્વારા કરવામાં આવે. ગુજરાત રાજ્યમાં 59 જેટલી વિવિધ યુનિવર્સિટીઓ આવેલી છે, જેમાંથી 18 સરકારી છે, 4 કૃષિ અને બે ગ્રાન્ટેડ અને 32 પ્રાઈવેટ યુનિવર્સિટીઓ રાજ્યમાં છે. કોમન યુનિવર્સિટી એક્ટ એ માત્ર ને માત્ર સરકારી યુનિવર્સિટી માટે જ લાગુ થશે.

સમય નિકાળીને આ પણ વાંચો!

Gujju 24/7 એ ગુજરાતી ભાષામાં દરેક ગુજરાતીને જ્ઞાન મળી રહે તે માટે પ્રયત્ન કરે છે. Gujju 24/7 માં તમને ગુજરાતી જનરલ નોલેજ, ગુજરાતી જાણવા જેવુ, દિન-વિશેષ, સરકારી ભરતીની માહિતી અને અન્ય શૈક્ષણિક માહિતી જે ઉપયોગી હશે તે બધું જ ગુજરાતી ભાષામાં તમને અહીથી મળી રહેશે અને તમને સારું સારું વાંચવાનું મળી રહે તે માટે Gujju 24/7 હંમેશા પ્રયત્નશીલ રહેશે.

Leave a Comment