Gujarat Class 3 & Class 4 Fix Pay News: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વર્ગ-3 અને વર્ગ-4 ના ફિક્સ પગારના કર્મચારીઓ માટે સરકાર દ્વારા એક નિર્ણય લેવામાં આવેલ છે. આ નિર્ણય મુજબ કરારીય સમયગાળા દરમિયાન વર્ગ-3 અથવા વર્ગ-4 ના કર્મચારીનું અવસાન થાય છે તો કૂટુંબને 14 લાખની ઉચ્ચક નાણાકીય સહાય આપવામાં આવશે.

કરારીય સમયગાળા દરમિયાન અવસાન થાય તો નાણાકીય સહાય આપવા બાબત ગુજરાત સરકારનો પરિપત્ર (તારીખ: 12/10/2023)
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તારીખ 12/10/2023 ના રોજ એક પરિપત્ર જાહેર કરવામાં આવેલ છે. જેનું મુખ્ય મથાળું કરારીય સમયગાળા દરમિયાન અવસાન પામનાર વર્ગ-3 અને વર્ગ-4 ના ફિક્સ પગારના કર્મચારીઓના આશ્રિત કુટુંબને ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવવા બાબત છે. આ પરિપત્રની વધુ જાણકારી નીચે આપેલ છે.
સામાન્ય વહીવટ વિભાગનો ઠરાવ (તારીખ: 12/10/2023)
રાજ્ય સરકારની વિવિધ કચેરીઓ ખાતેની નિયમિત જગ્યા ઉપર ફિક્સ પગારની નીતિ અન્વયે કરારીય ધોરણે નિમણૂક પામેલ વર્ગ-3 અને વર્ગ-4 ના કર્મચારીઓની ફિક્સ પગારની સેવા દરમિયાન તારીખ 12/10/2023 કે ત્યારબાદ થયેલ અવસાનના કિસ્સામાં રૂપિયા 14 લાખની ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવવાની રહેશે.
સામાન્ય વહીવટ વિભાગના તારીખ 20/07/2017 ના ઠરાવ તેમજ ત્યારબાદ તે સંદર્ભે વખતોવખત થયેલ ઠરાવોની અન્ય તમામ જોગવાઈઓ/શરતો યથાવત રહેશે.
આ ઠરાવ, આ વિભાગની સમાન ક્રમાંકની ફાઇલ પર સરકારશ્રીની તારીખ 09/10/2023 ની નોંધથી મળેલ મંજૂરી અન્વયે પ્રસિદ્ધ કરવામાં આવે છે.
સમય નિકાળીને આ પણ વાંચો!
GSEB GUJCET 2024 પરીક્ષાની તારીખ અને માળખું જાહેર
GSEB ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0 વિશે સંપૂર્ણ માહિતી
વ્હાલી દીકરી યોજના વિશે સંપૂર્ણ માહિતી
આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના વિશે સંપૂર્ણ માહિતી