ગૌણ સેવા પસંદગી મંડળની સ્ટેનોગ્રાફર ગ્રેડ-2 વર્ગ-3 (જાહેરાત ક્રમાંક 201/202223) પરીક્ષા આપેલ ઉમેદવારો માટે ખુશખબર, વાંચો સંપૂર્ણ માહિતી

By Gujju Blogger

Published on:

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા એક નોટિફિકેકશન જાહેર કરવામાં આવેલ છે. જેમાં સ્ટેનોગ્રાફર ગ્રેડ-2 વર્ગ-3 (Stenographer Grade-II) (જાહેરાત ક્રમાંક 201/202223) પરીક્ષા આપેલ ઉમેદવારો નું સિલેક્શન લિસ્ટ જાહેર કરવામાં આવેલ છે અને તેમનો માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદહસ્તે નિમણૂંક પત્ર એનાયતનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.

GSSSB Stenographer Grade-II Selection List Out
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) ની સ્ટેનોગ્રાફર ગ્રેડ-2 વર્ગ-3 પરીક્ષા આપેલ ઉમેદવારોનો નિમણૂકપત્ર એનાયતનો કાર્યક્રમ જાહેર.

GSSSB Stenographer Grade-II Selection List – ગૌણ સેવા સ્ટેનોગ્રાફર ગ્રેડ-2 વર્ગ-3 સિલેક્શન લિસ્ટ જાહેર

ભરતી બોર્ડગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
જાહેરાત ક્રમાંક201/202223
પરીક્ષાનું નામસ્ટેનોગ્રાફર ગ્રેડ-2 વર્ગ-3
કુલ જગ્યાઓ156 જગ્યાઓ
અધિકારીત વેબસાઈટhttps://gsssb.gujarat.gov.in
અમારા વોટ્સએપ ગ્રૂપમાં જોડાઓઅહિયાં ક્લિક કરો
અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓઅહિયાં ક્લિક કરો

ગૌણ સેવા સ્ટેનોગ્રાફર ગ્રેડ-2 નું ફાઈનલ સિલેક્શન લિસ્ટ જાહેર – GSSSB Stenographer Grade-II Final Selection List

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 201/202223, ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ-2, વર્ગ-3 ની જગ્યાઓ માટે સામાન્ય વહીવટ વિભાગમાં ભલામણ કરવામાં આવેલ ઉમેદવારોના પ્રમાણપત્રોની ખરાઈ કર્યા બાદ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તારીખ 3 માર્ચ 2024 ના રોજ નીચે દર્શાવેલ ઉમેદવારોને નિમણૂકપત્રો આપવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. (બાકીના ઉમેદવારોના પ્રમાણપત્રોની ખરાઈની પ્રક્રિયા પ્રગતિમાં હોઈ આ ખરાઈ પૂર્ણ થયાં બાદ નિમણૂક આપવામાં આવશે.)

ગુજરાત સ્ટેનોગ્રાફર ગ્રેડ-2, વર્ગ-3 માં પસંદગી પામેલ ઉમેદવારોને નિમણૂંકપત્ર એનાયતનો કાર્યક્રમ

  • તારીખ: 03/03/2024
  • સમય: સવારે 9:30 કલાકે
  • સ્થળ: મહાત્મા મંદિર, સેકટર-13, ગાંધીનગર
ઉમેદવારો માટેની અગત્યની સૂચનાઓ નીચે વાંચી લેવી:
  1. કાર્યક્રમમાં તારીખ 03/03/2024 ના રોજ સવારે 9:30 કલાકે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે અચૂક પહોંચી જવું. મહાત્મા મંદિર મુખ્ય કન્વેન્શન હોલમાં પોતાનું સ્થળ લઈ લેવાનું રહેશે. ઉમેદવારે સ્વખર્ચે આવવાનું રહેશે.
  2. સામાન્ય વહીવટ વિભાગના પત્ર સાથે ઉમેદવારે પોતાનું આધારકાર્ડ અથવા માન્ય ઓળખપત્ર (ફોટો I.D. Proof) સાથે લેતા આવવું.
  3. ઉમેદવાર પોતાનું સાથે એક વાલી હાજર રાખી શકશે.
  4. સુયોગ્ય પોશાક પહેરી આવવું.
  5. કાર્યક્રમની ગરિમા જળવાય તે રીતે ઉમેદવારે પોતાનું સ્થાન શરૂઆતથી અંત સુધી જાળવી રાખવું અને કાર્યક્રમમાં આપવામાં આવતી સૂચનાને અનુસરવું. કાર્યક્રમમાં સંપૂર્ણ શાંતિ જાળવવી.
  6. મુખ્ય કાર્યક્રમ પૂર્ણ થયાં બાદ જ માન, મુખ્યમંત્રી તથા અન્ય મંચસ્થ મહાનુભાવો વિદાય લે ત્યાં સુધી ઉમેદવારોએ પોતાની બેઠક વ્યવસ્થા ઉપર પોતાનું સ્થાન જાળવી રાખવું.
  7. જનરલ અને EWS કેટેગરીના ઉમેદવારો તથા SC/ST/SEBC ઉમેદવારો પૈકી જેઓના જાતિ પ્રમાણપત્રોનું વેરિફિકેશન તથા સ્પોર્ટસના પ્રમાણપત્ર રજૂ થયેલ ઉમેદવારોના કિસ્સામાં જે તે પ્રમાણપત્ર વેરિફિકેશન થઈ ગયેલ હોય તેવા જ ઉમેદવારોએ ઉપરોક્ત કાર્યક્રમમાં નિમણૂકપત્ર મેળવવા માટે હાજર રહેવું.
  8. નિમણૂકપત્ર મળી ગયા બાદ જે તે વિભગ/ખાતાના વડાની કચેરી ખાતે હાજર થવાનું રહેશે.
  9. કાર્યક્રમ બાદ સ્વરૂચી ભોજનનું આયોજન રાખેલ છે.
  10. ગીતામંદિર, અમદાવાદ બસ સ્ટેશનથી તથા પથિકાશ્રમ બસ સ્ટેશન, ગાંધીનગરથી કાર્યક્રમના સ્થળે જવા-આવવા બસની વ્યવસ્થા રાખેલ છે તો તેનો ઉપયોગ કરવા વિનંતી.
GSSSB Stenographer Grade-II Selection List
GSSSB Stenographer Grade-II Selected Candidates List 01
GSSSB Stenographer Grade II Final Selection List
GSSSB Stenographer Grade II Selected Candidates List 02

લિસ્ટ માટેની ઓફિશિયલ પીડીએફ ડાઉનલોડ કરવા અહિયાં ક્લિક કરો

ખાસ નોંધ:-
  • ઉમેદવારે પોતાના અસલ પ્રમાણપત્રો સાથે લાવવાના રહેશે નહીં.
  • કાર્યક્રમને છાજે નહીં તેવા પોશાક પહેરવા નહીં.
  • કાર્યક્રમમાં અશિસ્ત વર્તન કરવું નહીં.
  • પીવાના પાણીની બોટલ કે અન્ય ખાદ્ય પદાર્થો સાથે લાવવાના રહેશે નહીં.

Gujju Blogger

Hello, I am Gujju Blogger. I am a blogger since 2015 & I am a educational blogger. I am providing information related education, competitive exams & latest recruitment. This Gujju247 is created for spreading important Gujarati information to Gujarati peoples who are living Worldwide & Gujarat, India. For Any Help Or Any Questions Or Queries Please Contact Us By gujjuknowledge.in@gmail.com | Thank You!

Related Post

ગુજરાત લોકરક્ષક અને પોલીસ સબ ઈન્સ્પેકટર (પીએસઆઈ) પરીક્ષાનું અંદાજિત સમયપત્રક જાહેર, જાણો કઈ કઈ તારીખે લેવાશે પરીક્ષા

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) ના ચેરમેન હસમુખ પટેલ દ્વારા હાલમાં જ જાણકારી આપવામાં આવી છે કે લોકરક્ષક અને પીએસઆઈ પરીક્ષા 2024 નું સમય પત્રક (Gujarat LRD & ...

નમો લક્ષ્મી યોજના: ગુજરાત સરકારની ધોરણ 9 થી 12 માં ભણતી વિધાર્થીનીઓ માટેની એક નવી યોજના, મળશે 50 હજાર રૂપિયા

નમસ્કાર મિત્રો, ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2024-25 ના બજેટમાં એક નવી યોજનાની જાહેરાત કરવામાં આવી હતી જેનું નામ છે “નમો લક્ષ્મી યોજના” (Namo Lakshmi Yojana). આ યોજના અંતર્ગત ...

SSC CHSL 2024: સ્ટાફ સિલેક્શન કમિશનમાં 12 પાસ માટે આવી સરકારી ભરતી, 3712 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી શરૂ, વાંચો સંપૂર્ણ માહિતી

SSC CHSL Notification 2024 Out: સ્ટાફ સિલેક્શન કમિશન (એસએસસી) દ્વારા લેવામાં આવતી સંયુક્ત ઉચ્ચતર માધ્યમિક (10+2) સ્તર (Combined Higher Secondary (10+2) Level) પરીક્ષા માટે ઓનલાઈન અરજીઓ શરૂ કરી ...

Gujarat Police Bharti: ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતી 2024 માટે આજથી શરૂ થશે ઓનલાઈન અરજી, વાંચો સંપૂર્ણ માહિતી

Gujarat Police Bharti 2024: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા ગુજરાત પોલીસ દળ વર્ગ-3 સંવર્ગમાં પોલીસ સબ ઈન્સ્પેકટર (પીએસઆઈ) તથા લોકરક્ષક (LRD) કેડરની જગ્યાઓમાં સીધી ભરતી માટેની જાહેરાત ...

Leave a Comment

error: Content is protected !!