GSSSB Recruitment 2024: ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રિન્ટિંગ પ્રેસોની કચેરીઓમાં તાંત્રિક સંવર્ગની ભરતી

By Gujju Blogger

Published on:

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા હાલમાં જ એક જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ જેમાં ઉધોગ અને ખાણ વિભાગના નિયંત્રણ હેઠળના પ્રિન્ટિંગ પ્રેસોની કચેરીઓમાં તાંત્રિક સંવર્ગની સીધી ભરતીની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી/પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) તાંત્રિક સંવર્ગની ભરતી 2024

ઉધોગ અને ખાણ વિભાગના નિયંત્રણ હેઠળના પ્રિન્ટિંગ પ્રેસોની કચેરીઓમાં તાંત્રિક સંવર્ગની ભરતી માટે ઉમેદવારો તારીખ 16/04/2024 થી તારીખ 30/04/2024 દરમિયાન ઓનલાઈન અરજી OJAS ની વેબસાઈટ દ્વારા કરી શકે છે. ભરતી પ્રક્રિયા સંબંધની તમામ માહિતી GSSSB ની વેબસાઈટ ઉપર મૂકવામાં આવશે તેથી સમયાંતરે મંડળની વેબસાઈટ અચૂક જોતાં રહેવું.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) તાંત્રિક સંવર્ગની ભરતી 2024

ભરતી બોર્ડગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
પોસ્ટઆસિસ્ટન્ટ બાઈન્ડર, કોપી હોલ્ડર અને અન્ય
કુલ જગ્યાઓ154 જગ્યા
અરજી કરવાની તારીખ16/04/2024
અંતિમ તારીખ30/04/2024
ઓફિશિયલ વેબસાઈટgsssb.gujarat.gov.in
ટેલિગ્રામમાં જોડાઓઅહિયાં ક્લિક કરો
વોટ્સએપમાં જોડાઓઅહિયાં ક્લિક કરો

GSSSB ભરતી 2024: પોસ્ટનું નામ

પોસ્ટનું નામ કુલ જગ્યા
આસિસ્ટન્ટ બાઈન્ડર 66
આસિસ્ટન્ટ મશીનમેન 70
કોપી હોલ્ડર 10
પ્રોસેસ આસિસ્ટન્ટ 03
ડેસ્કટોપ પબ્લીસીંગ ઓપરેટર 05

GSSSB ભરતી 2024: પગારધોરણ

પોસ્ટનું નામ પગારધોરણ
આસિસ્ટન્ટ બાઈન્ડર 26,000 પ્રતિ માસ
આસિસ્ટન્ટ મશીનમેન 26,000 પ્રતિ માસ
કોપી હોલ્ડર 26,000 પ્રતિ માસ
પ્રોસેસ આસિસ્ટન્ટ 26,000 પ્રતિ માસ
ડેસ્કટોપ પબ્લીસીંગ ઓપરેટર 26,000 પ્રતિ માસ
GSSSB ભરતી 2024: વયમર્યાદા
પોસ્ટનું નામ વયમર્યાદા
આસિસ્ટન્ટ બાઈન્ડર તારીખ 30/04/2024 ના રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈશે.
આસિસ્ટન્ટ મશીનમેન તારીખ 30/04/2024 ના રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 38 વર્ષથી વધુ ન હોવી જોઈશે.
કોપી હોલ્ડર તારીખ 30/04/2024 ના રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 34 વર્ષથી વધુ ન હોવી જોઈશે.
પ્રોસેસ આસિસ્ટન્ટતારીખ 30/04/2024 ના રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 36 વર્ષથી વધુ ન હોવી જોઈશે.
ડેસ્કટોપ પબ્લીસીંગ ઓપરેટર તારીખ 30/04/2024 ના રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈશે.
GSSSB ભરતી 2024: પરીક્ષા ફી

સામાન્ય વહીવટ વિભાગના પત્રમાં થયેલ જોગવાઈ મુજબ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી સીધી ભરતીની તમામ પરીક્ષાઓ માટે પરીક્ષા ફી નું ધોરણ નીચે મુજબનું રહેશે.

બિન અનામત વર્ગ અન્ય તમામ
રૂપિયા 500 રૂપિયા 400

પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે. ઉમેદવારો ફી ભરવાની નિયત તારીખ 03/05/2024 સુધીમાં પરીક્ષા ફી નહીં ભરે તો તેવા ઉમેદવારોની અરજી માન્ય રહેશે નહીં તથા તેવા ઉમેદવારોનું અરજી ફોર્મ કોઈપણ જાતની જાણ કર્યા વગર મંડળ દ્વારા રદ્દ કરવામાં આવશે.

GSSSB ભરતી 2024: શૈક્ષણિક લાયકાત

શૈક્ષણિક લાયકાત વિવિધ સંવર્ગ માટે અલગ અલગ હોઈ તેની વિગતો તમારે ઓફિશિયલ નોટિફિકેશનમાં વાંચી લેવાની રહેશે. ઓફિશિયલ નોટિફિકેશનની લિંક નીચે આપવામાં આવી છે જ્યાંથી તમારે નોટિફિકેશન ડાઉનલોડ કરી લેવાની રહેશે.

GSSSB ભરતી 2024: પરીક્ષા પદ્ધતિ

રાજ્ય સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગના ઠરાવથી સીધી ભરતીથી જગ્યાઓ ભરવા માટે ઠરાવેલ પરીક્ષા પદ્ધતિ અનુસાર પરીક્ષા એક તબક્કામાં MCQ-Computer Based Recruitment Test (CBRT) પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. આ જાહેરાત માટે રજિસ્ટર્ડ થયેલ ઉમેદવારોની સંખ્યાના આધારે એક સેશન અથવા મલ્ટી સેશનમાં પરીક્ષા યોજવાના સંજોગોમાં યોગ્ય સકેલીનગ પદ્ધતિથી મૂલ્યાંકન કરવામાં આવશે. પરીક્ષા પાર્ટ-એ અને પાર્ટ-બી એમ બે ભાગમાં લેવામાં આવશે. પ્રશ્નપત્રનું લેવલ શૈક્ષણિક લાયકાતને સમકક્ષ રહેશે.

Part (Section) – A
તાર્કિક કસોટીઓ તથા Data Interpretation 30 ગુણ
ગાણિતિક કસોટીઓ 30 ગુણ
કુલ ગુણ 60 ગુણ
Part (Section) – B
ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રીહેન્સન 30 ગુણ
સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો 120 ગુણ
કુલ ગુણ 150 ગુણ
GSSSB ભરતી 2024: મહત્વની લિંકસ
ઓફિશિયલ નોટિફિકેશનઅહિયાં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહિયાં ક્લિક કરો
વોટ્સએપ ગ્રૂપમાં જોડાઓઅહિયાં ક્લિક કરો
સમય નિકાળીને આ પણ વાંચો!

Gujju Blogger

Hello, I am Gujju Blogger. I am a blogger since 2015 & I am a educational blogger. I am providing information related education, competitive exams & latest recruitment. This Gujju247 is created for spreading important Gujarati information to Gujarati peoples who are living Worldwide & Gujarat, India. For Any Help Or Any Questions Or Queries Please Contact Us By gujjuknowledge.in@gmail.com | Thank You!

Related Post

ગુજરાત લોકરક્ષક અને પોલીસ સબ ઈન્સ્પેકટર (પીએસઆઈ) પરીક્ષાનું અંદાજિત સમયપત્રક જાહેર, જાણો કઈ કઈ તારીખે લેવાશે પરીક્ષા

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) ના ચેરમેન હસમુખ પટેલ દ્વારા હાલમાં જ જાણકારી આપવામાં આવી છે કે લોકરક્ષક અને પીએસઆઈ પરીક્ષા 2024 નું સમય પત્રક (Gujarat LRD & ...

નમો લક્ષ્મી યોજના: ગુજરાત સરકારની ધોરણ 9 થી 12 માં ભણતી વિધાર્થીનીઓ માટેની એક નવી યોજના, મળશે 50 હજાર રૂપિયા

નમસ્કાર મિત્રો, ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2024-25 ના બજેટમાં એક નવી યોજનાની જાહેરાત કરવામાં આવી હતી જેનું નામ છે “નમો લક્ષ્મી યોજના” (Namo Lakshmi Yojana). આ યોજના અંતર્ગત ...

SSC CHSL 2024: સ્ટાફ સિલેક્શન કમિશનમાં 12 પાસ માટે આવી સરકારી ભરતી, 3712 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી શરૂ, વાંચો સંપૂર્ણ માહિતી

SSC CHSL Notification 2024 Out: સ્ટાફ સિલેક્શન કમિશન (એસએસસી) દ્વારા લેવામાં આવતી સંયુક્ત ઉચ્ચતર માધ્યમિક (10+2) સ્તર (Combined Higher Secondary (10+2) Level) પરીક્ષા માટે ઓનલાઈન અરજીઓ શરૂ કરી ...

Gujarat Police Bharti: ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતી 2024 માટે આજથી શરૂ થશે ઓનલાઈન અરજી, વાંચો સંપૂર્ણ માહિતી

Gujarat Police Bharti 2024: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા ગુજરાત પોલીસ દળ વર્ગ-3 સંવર્ગમાં પોલીસ સબ ઈન્સ્પેકટર (પીએસઆઈ) તથા લોકરક્ષક (LRD) કેડરની જગ્યાઓમાં સીધી ભરતી માટેની જાહેરાત ...

Leave a Comment

error: Content is protected !!