GSSSB Call Later 2024: ગૌણ સેવા ગ્રુપ-એ અને ગ્રુપ-બી લેખિત પરીક્ષાના કોલ લેટર જાહેર

By Gujju Blogger

Published on:

GSSSB Clerk Call Later 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હાલમાં જ એક જાહેરાત બહાર પાડવામાં આવેલ છે જેમાં ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-એ તથા ગ્રુપ-બી) ની સંકયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની લેખિત પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા અંગે અગત્યની જાહેરાત મંડળ દ્વારા બહાર પાડવામાં આવેલ છે. જે નીચે તમે વાંચી શકો છો.

GSSSB Clerk Call Later 2024 Out - Group-A & Group-B Exam (CBRT)
GSSSB Clerk Call Later 2024 Out – Group-A & Group-B Exam (CBRT)

GSSSB Group-A & Group-B Call Later 2024: સૌપ્રથમ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કુલ 4300 જેટલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવેલ હતી. ત્યારબાદ મંડળ દ્વારા જગ્યાઓ વધારવામાં આવેલ અને 4300 થી વધારીને 5554 જગ્યાઓ કરવામાં આવી છે. આ ભરતી માટે અરજી કરવાનો છેલ્લો દિવસ 31 જાન્યુઆરી 2024 હતો. જેમાં વિવિધ પોસ્ટ જેવી કે જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ જેવી 20 કેડર માટે 5554 જગ્યાઓ ઉપર પરીક્ષા લેવામાં આવનાર છે.

ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) ગ્રુપ-એ અને ગ્રુપ-બી પરીક્ષાના કોલ લેટર 2024

ભરતી બોર્ડ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
પોસ્ટ જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક અને અન્ય
કુલ જગ્યાઓ 5554 જગ્યા
કોલ લેટર શરૂ થવાની તારીખ 27/03/2024
અંતિમ તારીખ 31/03/2024
ઓફિશિયલ વેબસાઈટ gsssb.gujarat.gov.in
પરીક્ષાની શરૂ થવાની તારીખ01/04/2024
ટેલિગ્રામમાં જોડાઓઅહિયાં ક્લિક કરો
વોટ્સએપમાં જોડાઓઅહિયાં ક્લિક કરો

GSSSB ક્લાર્ક ભરતી કોલ લેટર 2024

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-એ તથા ગ્રુપ-બી) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (Gujarat Subordinate Services Class-III (Group-A and Group-B) Combined Competitive Examination) માટે MCQ પ્રકારની CBRT (Computer Based Recruitment Test) ના કોલ લેટર ડાઉનલોડ કરવા માટે નીચેની વિગતે ઉલ્લેખિત તારીખ અને સમય દરમિયા ojas.gujarat.gov.in/ વેબસાઈટ ઉપરથી પ્રવેશપત્ર (કોલલેટર) તેમજ ઉમેદવારો માટેની સૂચનાઓ ડાઉનલોડ કરી શકાશે.

GSSSB કોલ લેટર 2024

ઉમેદવારો ગૌણ સેવા પસંદગી મંડળની આ પરીક્ષાના કોલ લેટર તારીખ 27/03/2024 ના રોજ 14:00 કલાકથી 31/03/2024 ના રાત્રિના 23:59 કલાક સુધી ડાઉનલોડ કરી શકશે. તારીખ 31/03/2024 રાત્રિના 23:59 કલાક પછી કોલલેટર ડાઉનલોડ કરવાની લિંક આપોઆપ બંધ થઈ જશે. જેથી ઉક્ત પરીક્ષા માટેના કોલ લેટર નિયત સમયમર્યાદામાં ડાઉનલોડ કરી લેવા સંબંધિત ઉમેદવારોને આથી જણાવવામાં આવે છે.

ઉમેદવારોએ MCQ પ્રકારની CBRT (Computer Based Recruitment Test) માટેના કોલ લેટર તથા તે સાથેની જરૂરી સૂચનાઓ સહિત ઉપર દર્શાવેલ સમયગાળા દરમિયાન ojas.gujarat.gov.in/ વેબસાઈટ પરથી અચૂક ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ નકલ કાઢી લેવાની રહેશે. કોલલેટરની પ્રિન્ટ નકલ વગર ઉમેદવારોને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં.

GSSSB ક્લાર્ક ભરતી 2024 ના કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવા?
  1. પ્રવેશપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરવા માટે ઉમેદવારોએ પ્રથમ કોમ્પ્યુટરમાં ojas.gujarat.gov.in વેબસાઈટ ઉપર જવું.
  2. MCQ-CBRT પદ્ધતિની પરીક્ષા માટેના ઉમેદવારોએ Call Later પર ક્લિક કરવું.
  3. ત્યારબાદ Primary Exam Call Later પર ક્લિક કરીને Select Job ના બોક્સમાંથી આપ જે જાહેરાતનો કોલલેટર ડાઉનલોડ કરવા માંગતા હોય તે જાહેરાત સિલેક્ટ કરવી.
  4. ત્યારબાદ કન્ફર્મેશન નંબર તથા જન્મતારીખ નાખીને Print Call Later પર ક્લિક કરવું.
  5. આ કર્યા બાદ એક નવી Window માં આપનો કોલ લેટર સ્ક્રીન પર દેખાશે.
  6. જે કોલ લેટર તથા તે સાથેની સૂચનાઓની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે. (કોલ લેટર નવી વિન્ડોમાં ખોલવા માટે Pop up Blocker Off કરવું જરૂરી છે.)
GSSSB ક્લાર્ક ભરતી કોલ લેટર 2024 હેલ્પલાઈન

ઉમેદવારોએ ડાઉનલોડ કરેલ Call Later તથા સૂચનાઓની વિગતો કે જે CBRT પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી હોઈ તે અચૂક ધ્યાનપૂર્વક વાંચવા સલાહ આપવામાં આવે છે. ઓનલાઈન કોલલેટર ડાઉનલોડ કરવા સંદર્ભે કોઈ માર્ગદર્શનની આવશ્યકતા જણાય તો તે માટે મંડળના હેલ્પલાઈન નંબર 079-23258916 પર કચેરી સમય દરમ્યાન સંપર્ક કરી શકાશે.

GSSSB ગ્રુપ-એ અને ગ્રુપ-બી પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવાની લિંક
કોલ લેટર ડાઉનલોડ કરોઅહિયાં ક્લિક કરો
વોટ્સએપ ગ્રૂપમાં જોડાઓઅહિયાં ક્લિક કરો
સમય નિકાળીને આ પણ વાંચો!

Gujju Blogger

Hello, I am Gujju Blogger. I am a blogger since 2015 & I am a educational blogger. I am providing information related education, competitive exams & latest recruitment. This Gujju247 is created for spreading important Gujarati information to Gujarati peoples who are living Worldwide & Gujarat, India. For Any Help Or Any Questions Or Queries Please Contact Us By gujjuknowledge.in@gmail.com | Thank You!

Related Post

ગુજરાત લોકરક્ષક અને પોલીસ સબ ઈન્સ્પેકટર (પીએસઆઈ) પરીક્ષાનું અંદાજિત સમયપત્રક જાહેર, જાણો કઈ કઈ તારીખે લેવાશે પરીક્ષા

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) ના ચેરમેન હસમુખ પટેલ દ્વારા હાલમાં જ જાણકારી આપવામાં આવી છે કે લોકરક્ષક અને પીએસઆઈ પરીક્ષા 2024 નું સમય પત્રક (Gujarat LRD & ...

નમો લક્ષ્મી યોજના: ગુજરાત સરકારની ધોરણ 9 થી 12 માં ભણતી વિધાર્થીનીઓ માટેની એક નવી યોજના, મળશે 50 હજાર રૂપિયા

નમસ્કાર મિત્રો, ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2024-25 ના બજેટમાં એક નવી યોજનાની જાહેરાત કરવામાં આવી હતી જેનું નામ છે “નમો લક્ષ્મી યોજના” (Namo Lakshmi Yojana). આ યોજના અંતર્ગત ...

SSC CHSL 2024: સ્ટાફ સિલેક્શન કમિશનમાં 12 પાસ માટે આવી સરકારી ભરતી, 3712 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી શરૂ, વાંચો સંપૂર્ણ માહિતી

SSC CHSL Notification 2024 Out: સ્ટાફ સિલેક્શન કમિશન (એસએસસી) દ્વારા લેવામાં આવતી સંયુક્ત ઉચ્ચતર માધ્યમિક (10+2) સ્તર (Combined Higher Secondary (10+2) Level) પરીક્ષા માટે ઓનલાઈન અરજીઓ શરૂ કરી ...

Gujarat Police Bharti: ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતી 2024 માટે આજથી શરૂ થશે ઓનલાઈન અરજી, વાંચો સંપૂર્ણ માહિતી

Gujarat Police Bharti 2024: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા ગુજરાત પોલીસ દળ વર્ગ-3 સંવર્ગમાં પોલીસ સબ ઈન્સ્પેકટર (પીએસઆઈ) તથા લોકરક્ષક (LRD) કેડરની જગ્યાઓમાં સીધી ભરતી માટેની જાહેરાત ...

Leave a Comment

error: Content is protected !!