GSSSB ક્લાર્ક ભરતી 2024: ગૌણ સેવા પસંદગી મંડળમાં 4304 જગ્યાઓ માટે ભરતી, વાંચો વિગતવાર માહિતી

By Virat

Updated on:

GSSSB ક્લાર્ક ભરતી 2024
GSSSB ક્લાર્ક ભરતી 2024: જો તમે ગ્રેજ્યુએટ પાસ ઉમેદવાર છો તો આ ભરતીમાં ફોર્મ ભરવાનું ભુલશો નહીં. કુલ જગ્યાઓ 4304 અને અરજી કરવાની અંતિમ તારીખ 31/01/2024 છે.

GSSSB (CCE) Clerk Recruitment 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (જીએસએસએસબી) દ્વારા તારીખ 03/01/2024 ના રોજ વર્ગ-3 (ગ્રુપ-એ અને ગ્રુપ-બી) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિવિધ સંવર્ગના ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ અને અન્ય પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડેલ. ગૌણ સેવા પસંદગી મંડળમાં અત્યાર સુધી 3,50,000 જેટલા ફોર્મ ભરાઈ ચૂક્યા છે.

GSSSB Clerk Bharti 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની આ ભરતીમાં ફોર્મ ભરવા માટે તારીખ 04/01/2024 થી તારીખ 31/01/2024 સુધી ઉમેદવાર ફક્ત ઓનલાઈન અરજી કરી ફોર્મ ભરી શકે છે. છેલ્લી તારીખ આવવામાં હવે થોડો જ સમય બચ્યો છે માટે ઉમેદવારો વહેલી તકે આ ભરતીમાં ફોર્મ ભરે અન્યથા ફોર્મ ભરવાની તારીખ વધારવામાં આવશે નહીં અને રહી જશો.

GSSSB ક્લાર્ક ભરતી 2024 વિશે સામાન્ય માહિતી

આ ભરતીમાં કુલ 4304 જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. જેમાં ગૌણ સેવા વર્ગ-3 (ગ્રુપ-એ અને ગ્રુપ-બી) માં ઉમેદવાર ફોર્મ ભરી શકશે. ઉમેદવાર બંને ગ્રૂપમાં ફોર્મ ભરવા માંગે તો બંનેમાં ફોર્મ ભરી શકશે અને ફી પણ એક જ ભરવાની રહેશે. ફોર્મ ભરતી વખતે માત્ર ઓપ્શન સિલેકટ કરવાનો રહેશે.

ગ્રુપ-એ માં હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, કલેકટર કચેરીના ક્લાર્ક, કાર્યાલય અધિક્ષક, કચેરી અધિક્ષક, સબ રજિસ્ટ્રાર-ગ્રેડ-1, સબ રજિસ્ટ્રાર-ગ્રેડ-2, સ્ટેમ્પ નિરીક્ષક, સમાજ કલ્યાણ નિરીક્ષક, ગૃહમાતા, ગૃહપતિ, મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી, ડેપો મેનેજર (ગોડાઉન મેનેજર) અને જુનિયર આસિસ્ટટ જેવી પોસ્ટ આવશે.

ગ્રુપ-બી માં જુનિયર ક્લાર્ક અને આસિસ્ટન્ટ/આસિસ્ટન્ટ ડેપો મેનેજર બસ આ બે જ પોસ્ટ ગ્રુપ બી માં આવશે. બંને પોસ્ટ માટે પ્રાથમિક પરીક્ષા એક જ સિલેબસ આધારિત લેવામાં આવશે અને તે કોમ્પ્યુટર આધારિત હશે. મુખ્ય પરીક્ષામાં ગ્રુપ-એ માટે વર્ણાત્મક રીતે પરીક્ષા લેવામાં આવશે જ્યારે ગ્રુપ-બી માં કોમ્પ્યુટર પદ્ધતિ દ્વારા જ પરીક્ષા લેવામાં આવશે.

GSSSB ક્લાર્ક ભરતી 2024 માં કોણ કોણ ફોર્મ ભરી શકે છે?

રાષ્ટ્રીયતાની વાત કરીએ તો ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ. ગૌણ સેવા પસંદગી મંડળની આ ભરતીમાં ગ્રેજ્યુએટ થયેલ ઉમેદવાર જ ફોર્મ ભરી શકે છે. જો તમે ગ્રેજ્યુએટ થયેલ છો તો આ ભરતીમાં ફોર્મ ભરી શકો છો. આ માટે તમારી ઉંમર તારીખ 31/01/2024 ના રોજ 20 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ થયેલી ન હોવી જોઈએ. વયમર્યાદામાં છૂટછાટ અનામત વર્ગના ઉમેદવાર અને મહિલા ઉમેદવારો અને અન્ય લોકોણે નિયમો મુજબ મળશે જેના માટે અધિકારીત નોટિફિકેશનમાં વાંચી લેવું.

ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, 1967 માં ઠરાવ્યા પ્રમાણેની કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઈશે. ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈશે.

કોમ્પ્યુટરના પ્રમાણપત્ર અંગે સમજણ

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ મુજબ કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ ધરાવતા હોવા અંગેનું કોઈપણ તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર/માર્કશીટ ધરાવતા હોવા જોઈશે અથવા સરકાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગેના કોઈપણ ડિપ્લોમા/ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરેલ હોય તેવા પ્રમાણપત્રો અથવા ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તેવા પ્રમાણપત્રો અથવા ધોરણ 10 કે ધોરણ 12 ની પરીક્ષામાં કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલ હોવા જોઈએ.

કોમ્પ્યુટર અંગેનું પ્રમાણપત્ર ધરાવતા ન હોય તે લોકો પણ આ ભરતીમાં ફોર્મ ભરી શકે છે પરંતુ આ ભરતીમાં સફળ થાય અને નિમણૂક વખતે નિમણૂક સત્તાધિકારી સમક્ષ કોમ્પ્યુટરની બેઝિક નોલેજની પરીક્ષા પાસ કર્યાનું આવું પ્રમાણપત્ર નિમણૂક મેળવતા પહેલા અચૂક રજૂ કરવાનું રહેશે અન્યથા નિમણૂક મેળવવાને પાત્ર થશે નહીં.

ધોરણ 10 અથવા 12 મા કોમ્પ્યુટર વિષય સાથે પરીક્ષા પાસ કરી હશે તો પ્રમણપત્રની કોઈ જરૂર નથી.

શૈક્ષણિક લાયકાત/વયમર્યાદા/વધારાની લાયકાત માટેની નિર્ધારિત તારીખ

જાહેરાતમાં દર્શાવેલ તમામ સંવર્ગના ઉમેદવારોના કિસ્સામાં શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, નોન-ક્રીમીલેયર સર્ટી અને અન્ય જરૂરી લાયકાત માટે તારીખ 31/01/2024 ની સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવશે. આ તારીખ પછીના ડોક્યુમેન્ટ માન્ય ગણવામાં આવશે નહીં.

GSSSB ક્લાર્ક ભરતી 2024 ની પરીક્ષા ફી કેટલી છે?

આ ભરતીમાં ફોર્મ ભરવા ઇચ્છુક ઉમેદવાર બિન અનામત વર્ગનો હશે તો તેમણે રૂપિયા 500 ફી પેટે ભરવાના રહેશે અને તમામ કેટેગરીની મહિલાઓ, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, EWS, દિવ્યાંગ અને એક્સ સર્વિસમેન ઉમેદવારોએ રૂપિયા 400 ફી પેટે ભરવાના રહેશે. આ પરીક્ષા આપવા જનાર તમામ ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે જેની નોંધ લેવી.

GSSSB ક્લાર્ક ભરતી 2024 માટે મહત્વની લિંકસ

ઓનલાઈન અરજી કરવા માટેની લિંકઅહિયાં ક્લિક કરો
ઓફિશિયલ નોટિફિકેશનઅહિયાં ક્લિક કરો
ફી ભરવા અંગેની સૂચનાઓઅહિયાં ક્લિક કરો
આ ભરતીના નિયમો અહિયાં ક્લિક કરો

Virat

Hello, I am Virat. I am a blogger since 2015 & I am a educational blogger. I am providing information related education, competitive exams & latest recruitment. This Gujju247 is created for spreading important Gujarati information to Gujarati peoples who are living Worldwide & Gujarat, India. Thank You!

Related Post

PM Kisan Yojana Payment Status Check: પીએમ કિસાન યોજનાનો 16 મો હપ્તાની સહાય થઈ જમા, તમારા ખાતામાં આવ્યો કે નહીં? ચેક કરો માત્ર એક મિનિટમા

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જેને ટૂંકમાં પીએમ કિસાન યોજના (PM Kisan Yojana) તરીકે ઓળખવામાં આવે છે જે ખેડૂતો માટેની યોજના છે. આ યોજનામાં દર ત્રણ મહિને 2000 ...

ગૌણ સેવા પસંદગી મંડળની સ્ટેનોગ્રાફર ગ્રેડ-2 વર્ગ-3 (જાહેરાત ક્રમાંક 201/202223) પરીક્ષા આપેલ ઉમેદવારો માટે ખુશખબર, વાંચો સંપૂર્ણ માહિતી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા એક નોટિફિકેકશન જાહેર કરવામાં આવેલ છે. જેમાં સ્ટેનોગ્રાફર ગ્રેડ-2 વર્ગ-3 (Stenographer Grade-II) (જાહેરાત ક્રમાંક 201/202223) પરીક્ષા આપેલ ઉમેદવારો નું સિલેક્શન લિસ્ટ ...

GSSSB Kanyan Technical Assistant Syllabus 2024: ગૌણ સેવા પસંદગી મંડળ કન્યાન તાંત્રિક મદદનીશ પરીક્ષાનો અભ્યાસક્રમ જાહેર, વાંચો સંપૂર્ણ વિગતે અહિયાથી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) ની જાહેરાત ક્રમાંક 220/202324 કન્યાન તાંત્રિક મદદનીશ (Kanyan Technical Assistant) વર્ગ-3 પરીક્ષાનો સંપૂર્ણ અભ્યાસક્રમ મંડળ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યો છે. ઉમેદવારો ...

GSSSB Occupational Therapist Syllabus 2024: ગૌણ સેવા પસંદગી મંડળ ઓકયુપેશનલ થેરાપીસ્ટ પરીક્ષાનો અભ્યાસક્રમ જાહેર, વાંચો વિગતે

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) ની જાહેરાત ક્રમાંક 218/202324 ઓકયુપેશનલ થેરાપીસ્ટ વર્ગ-3 (Occupational Therapist) પરીક્ષાનો સંપૂર્ણ અભ્યાસક્રમ (Syllabus) મંડળ દ્વારા અધિકારીત વેબસાઈટ ઉપર જાહેર કરવામાં આવેલ છે. ...

Leave a Comment

error: Content is protected !!