GSSSB News: ગૌણ સેવા CCE પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ લંબાઈ, પરીક્ષા કાર્યક્રમમાં ફેરફાર, વાંચો સંપૂર્ણ માહિતી વિગતે

By Gujju Blogger

Published on:

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હાલમાં જ નોટિફિકેશન જાહેર કરીને જાહેરાત કરવામાં આવી છે કે CCE (જાહેરાત ક્રમાંક 212/202324) પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ લંબાવાઈ છે અને તેના પરીક્ષા કાર્યક્રમમાં પણ ફેરફાર કરવામાં આવેલ છે. વાંચો સંપૂર્ણ જાણકારી વિગતે.

GSSSB CCE 212-202324 CBRT Exam Schedule & Call Later Download Date Change
GSSSB CCE 212-202324 CBRT Exam Schedule & Call Later Download Date Change

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલ છે કે કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ બે દિવસથી થઈ ગયેલ છે પણ મોંટા ભાગના ઉમેદવારો દ્વારા હજુ સુધી ડાઉનલોડ કરવામાં આવેલ નથી. આ કારણોસર મંડળ દ્વારા કોલ લેટર ડાઉનલોડ કરવાની તરીખ લંબાવવામાં આવી છે અને વહીવટી કારણોસર પરીક્ષા કાર્યક્રમમાં પણ ફેરફાર કરવામાં આવેલ છે.

GSSSB CCE Exam 2024: પરીક્ષા કાર્યક્રમ અને કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખમાં ફેરફાર

ભરતી બોર્ડ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
પોસ્ટ જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક અને અન્ય
કુલ જગ્યાઓ 5554 જગ્યા
કોલ લેટર શરૂ થવાની તારીખ 27/03/2024
અંતિમ તારીખ06/04/2024
ઓફિશિયલ વેબસાઈટ gsssb.gujarat.gov.in
પરીક્ષાની શરૂ થવાની તારીખ01/04/2024
ટેલિગ્રામમાં જોડાઓઅહિયાં ક્લિક કરો
વોટ્સએપમાં જોડાઓઅહિયાં ક્લિક કરો

GSSSB CCE કોલ લેટર 2024

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-એ તથા ગ્રુપ-બી) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (Gujarat Subordinate Services Class-III (Group-A and Group-B) Combined Competitive Examination) માટે MCQ પ્રકારની CBRT (Computer Based Recruitment Test) ના કોલ લેટર ડાઉનલોડ કરવા માટે નીચેની વિગતે ઉલ્લેખિત તારીખ અને સમય દરમિયા ojas.gujarat.gov.in/ વેબસાઈટ ઉપરથી પ્રવેશપત્ર (કોલલેટર) તેમજ ઉમેદવારો માટેની સૂચનાઓ ડાઉનલોડ કરી શકાશે.

GSSSB CCE કોલ લેટર આ તારીખ સુધી ડાઉનલોડ કરી શકાશે

અગાઉ ઉમેદવારોને તારીખ 27/03/2024 થી તારીખ 31/03/2024 સુધી ઉમેદવારો તેમના પરીક્ષાના પ્રવેશપત્ર ડાઉનલોડ કરી શકશે તેવું મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલ. આમ છતાંય કેટલાક ઉમેદવારોએ હજુ સુધી કોલ લેટર ડાઉનલોડ કર્યા નથી એવું ધ્યાન પર આવેલ છે, જેથી ઉમેદવારોના હિતમાં કોલ લેટર ડાઉનલોડ કરવાની મુદ્દત તારીખ 06/04/2024 (રાત્રિના 23:59) કલાક સુધી લંબાવવામાં આવે છે. જેથી ઉક્ત પરીક્ષા માટેના કોલ લેટર નિયત સમયમર્યાદામાં ડાઉનલોડ કરી લેવા સંબંધિત ઉમેદવારોને વિનંતી કરવામાં આવે છે.

GSSSB CCE પરીક્ષા કાર્યક્રમમાં ફેરફાર

વહીવટી કારણોસર તારીખ 06/05/2024 અને તારીખ 07/05/2024 ની પરીક્ષાને અન્ય બે દિવસ તારીખ 15/04/2024 અને તારીખ 09/05/2024 ના રોજ રાખવામાં આવેલ છે. તદુપરાંત પરીક્ષાના શિફ્ટના સમયમાં પણ ફેરફાર કરવામાં આવેલ છે. એટલે કે તારીખ 6 અને 7 ની પરીક્ષા 15 અને 9 તારીખે લેવામાં આવશે.

Advt. No. : 212/202324 (Total 71 Shifts)
DateDayRemarks
01/04/2024 Monday 4 Shifts
02/04/2024 Tuesday 4 Shifts
03/04/2024 Wednesday 4 Shifts
07/04/2024 Sunday4 Shifts
13/04/2024 Saturday 1 Shift (Third Shift)
14/04/2024 Sunday2 Shifts ( Third and Fourth Shift)
15/04/2024Monday4 Shifts
16/04/2024 Tuesday4 Shifts
17/04/2024 Wednesday 4 Shifts
18/04/2024 Thursday4 Shifts
19/04/2024 Friday 4 Shifts
20/04/2024 Saturday 4 Shifts
21/04/2024 Sunday 4 Shifts
27/04/2024 Saturday4 Shifts
28/04/2024 Sunday4 Shifts
04/05/2024 Saturday4 Shifts
05/05/2024 Sunday 4 Shifts
08/05/2024 Wednesday 4 Shifts
09/05/2024Thursday4 Shifts
ShiftStart TimeEnd Time
Shift 1 9:00AM 10:00 AM
Shift 2 12:00 AM 1:00 PM
Shift 3 3:00 PM 4:00 PM
Shift 4 6:00 PM 7:00 PM
GSSSB CCE પરીક્ષા 2024 માટે અગત્યની સૂચનાઓ

ઉમેદવારે પરીક્ષા કેન્દ્ર પર પ્રવેશ સમયે કોલ લેટરની સાથે પોતાનું અસલ ઓળખકાર્ડ બતાવવાનું રહેશે. ઉમેદવારે આધારકાર્ડ, પાનકાર્ડ, મતદાર ઓળખપત્ર, ડ્રાઇવિંગ લાયસન્સ અથવા ભારતીય પાસપોર્ટ અસલમાં પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ વખતે બતાવવું ફરજિયાત છે. પરણિત મહિલા ઉમેદવારોના કોકલેટરમાં અને ઓળખકાર્ડમાં નામફેર થતો હોય તો મેરેજ સર્ટિફિકેટ/લગ્ન નોંધણી પ્રમાણપત્ર ના હોય તો તેવા કિસ્સામાં નામ ફેર અંગે સ્પષ્ટતા કરતું સોગંદનામું (એફિડેવિટ) રજૂ કરવાનું રહેશે.

કોલ લેટરમાં દર્શાવેલ પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા શરૂ થવાના 15 મિનિટ પહેલા ઉમેદવારનો પરીક્ષાનો પ્રવેશ બંધ કરી દેવામાં આવશે. તેથી ઉમેદવારોને સમયપાલનનું ચુસ્તપણે પાલન કરવા નમ્ર અપીલ છે.

આ પરીક્ષાની સંવેદનશીલતા અને સલામતીના કારણોસર આપને કોલ લેટરમાં ફાળવેલ સ્થળ, તારીખ અને સમય કોઈપણ સંજોગોમાં બદલી શકાય તેમ નથી, જેની ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે.

GSSSB CCE પરીક્ષા 2024 માટે અગત્યની લિંકસ
કોલ લેટર ડાઉનલોડ કરોઅહિયાં ક્લિક કરો
પરીક્ષા કાર્યક્રમ અંગે નોટિફિકેશનઅહિયાં ક્લિક કરો
કોલ લેટર અંગે નોટિફિકેશનઅહિયાં ક્લિક કરો
ટેલિગ્રામમાં જોડાઓઅહિયાં ક્લિક કરો
વોટ્સએપમાં જોડાઓઅહિયાં ક્લિક કરો
સમય નિકાળીને આ પણ વાંચો!

ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B)ની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા માટેની મોક ટેસ્ટ

New Voter Id Card: જૂના ચૂંટણી કાર્ડની જગ્યાએ હવે બનાવો નવું પ્લાસ્ટિકનું કાર્ડ, માત્ર બે જ મિનિટમાં બની જશે, વાંચો સંપૂર્ણ પ્રોસેસ

Voter ID Card: હવે ડાઉનલોડ કરો તમારું ચૂંટણી કાર્ડ ઓનલાઈન, બસ આ સ્ટેપને ફોલો કરો

Gujju Blogger

Hello, I am Gujju Blogger. I am a blogger since 2015 & I am a educational blogger. I am providing information related education, competitive exams & latest recruitment. This Gujju247 is created for spreading important Gujarati information to Gujarati peoples who are living Worldwide & Gujarat, India. For Any Help Or Any Questions Or Queries Please Contact Us By gujjuknowledge.in@gmail.com | Thank You!

Related Post

ગુજરાત લોકરક્ષક અને પોલીસ સબ ઈન્સ્પેકટર (પીએસઆઈ) પરીક્ષાનું અંદાજિત સમયપત્રક જાહેર, જાણો કઈ કઈ તારીખે લેવાશે પરીક્ષા

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) ના ચેરમેન હસમુખ પટેલ દ્વારા હાલમાં જ જાણકારી આપવામાં આવી છે કે લોકરક્ષક અને પીએસઆઈ પરીક્ષા 2024 નું સમય પત્રક (Gujarat LRD & ...

નમો લક્ષ્મી યોજના: ગુજરાત સરકારની ધોરણ 9 થી 12 માં ભણતી વિધાર્થીનીઓ માટેની એક નવી યોજના, મળશે 50 હજાર રૂપિયા

નમસ્કાર મિત્રો, ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2024-25 ના બજેટમાં એક નવી યોજનાની જાહેરાત કરવામાં આવી હતી જેનું નામ છે “નમો લક્ષ્મી યોજના” (Namo Lakshmi Yojana). આ યોજના અંતર્ગત ...

SSC CHSL 2024: સ્ટાફ સિલેક્શન કમિશનમાં 12 પાસ માટે આવી સરકારી ભરતી, 3712 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી શરૂ, વાંચો સંપૂર્ણ માહિતી

SSC CHSL Notification 2024 Out: સ્ટાફ સિલેક્શન કમિશન (એસએસસી) દ્વારા લેવામાં આવતી સંયુક્ત ઉચ્ચતર માધ્યમિક (10+2) સ્તર (Combined Higher Secondary (10+2) Level) પરીક્ષા માટે ઓનલાઈન અરજીઓ શરૂ કરી ...

Gujarat Police Bharti: ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતી 2024 માટે આજથી શરૂ થશે ઓનલાઈન અરજી, વાંચો સંપૂર્ણ માહિતી

Gujarat Police Bharti 2024: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા ગુજરાત પોલીસ દળ વર્ગ-3 સંવર્ગમાં પોલીસ સબ ઈન્સ્પેકટર (પીએસઆઈ) તથા લોકરક્ષક (LRD) કેડરની જગ્યાઓમાં સીધી ભરતી માટેની જાહેરાત ...

Leave a Comment

error: Content is protected !!