ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B)ની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા માટેની મોક ટેસ્ટ

By Gujju Blogger

Published on:

GSSSB CCE Mock Test: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક 212/202324 વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) (CCE) ની પરીક્ષા માટે ભરતી બોર્ડ દ્વારા મોક ટેસ્ટ પ્રેક્ટિસ માટેની લિંક જાહેર કરવામાં આવેલ છે. ઉમેદવારો આ લિંક દ્વારા પરીક્ષા કેવી રીતે લેવામાં આવશે તેની પ્રેક્ટિસ કરી શકે છે.

GSSSB CCE Group-A & Group-B Mock Test
GSSSB CCE Group-A & Group-B Mock Test

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તારીખ 01/04/2024 ના રોજ થી ગ્રુપ-એ અને ગ્રુપ-બી ની CCE પરીક્ષા શરૂ થનાર છે. આ પરીક્ષા માટેના કોલ લેટર તારીખ 27/03/2024 ના રોજ થી ઉમેદવારો ojas.gujarat.gov.in/ વેબસાઈટ દ્વારા ડાઉનલોડ કરી શકશે. કુલ 5554 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવેલ છે.

ગૌણ સેવા ગ્રુપ-A તથા ગ્રુપ-B પરીક્ષા માટેની મોક ટેસ્ટ

ભરતી બોર્ડ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
પોસ્ટ જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક અને અન્ય
કુલ જગ્યાઓ 5554 જગ્યા
કોલ લેટર શરૂ થવાની તારીખ 27/03/2024
અંતિમ તારીખ 31/03/2024
ઓફિશિયલ વેબસાઈટ gsssb.gujarat.gov.in
પરીક્ષાની શરૂ થવાની તારીખ01/04/2024
ટેલિગ્રામમાં જોડાઓઅહિયાં ક્લિક કરો
વોટ્સએપમાં જોડાઓઅહિયાં ક્લિક કરો

GSSSB CCE Mock Test 2024

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક 212/202324, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-એ તથા ગ્રુપ-બી) ની તારીખ 01/04/2024 થી CBRT (Computer Based Response Test) પદ્ધતિથી પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા શરૂ થનાર છે.

સદરહુ પરીક્ષા કોમ્પ્યુટર આધારિત CBRT (Computer Based Response Test) પદ્ધતિથી લેવામાં આવનાર હોઈ આ પરીક્ષા પદ્ધતિ વિશે ઉમેદવારને જાણકારી મળી રહે તે માટે મોક ટેસ્ટની લિંક પર ક્લિક કરીને સાઈન ઈન પર ક્લિક કરીને ઉમેદવાર એક કરતાં વધુ વખત મોક ટેસ્ટની પ્રેક્ટિસ કરી શકે છે.

GSSSB CCE Call Later 2024

ઉમેદવારો ગૌણ સેવા પસંદગી મંડળની આ પરીક્ષાના કોલ લેટર તારીખ 27/03/2024 ના રોજ 14:00 કલાકથી 31/03/2024 ના રાત્રિના 23:59 કલાક સુધી ડાઉનલોડ કરી શકશે. તારીખ 31/03/2024 રાત્રિના 23:59 કલાક પછી કોલલેટર ડાઉનલોડ કરવાની લિંક આપોઆપ બંધ થઈ જશે. જેથી ઉક્ત પરીક્ષા માટેના કોલ લેટર નિયત સમયમર્યાદામાં ડાઉનલોડ કરી લેવા સંબંધિત ઉમેદવારોને આથી જણાવવામાં આવે છે.

GSSSB CCE Mock Test 2024 Online
  • મોક ટેસ્ટ આપવા માટે સૌપ્રથમ નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો.
  • ત્યારબાદ તમે બીજા પેજ ઉપર જતાં રહેશો જ્યાં તમારે ફક્ત સાઈન ઈન ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • સાઈન ઈન ઉપર ક્લિક કરશો એટલે એક નવું ટેબ ખુલશે જ્યાં પરીક્ષા વિશે માહિતી આપી હશે.
  • આ માહિતી વાંચી અને તમારે Next ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • Next ઉપર ક્લિક કરશો એટલે તમને કેટલીક સૂચનાઓ દેખાશે જે વાંચી અને I Have Read બોક્સમાં ટીક કરીને I am already to begin ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • જેવુ ક્લિક કરશો એટલે મોક ટેસ્ટ ચાલુ થઈ જશે અને તમે મોક ટેસ્ટ આપી શકો છો.
  • આ જ રીતે તમારે પરીક્ષા આપવાની થશે એટલે ધ્યાનપૂર્વક જોઈ લેવું.

CCE મોક ટેસ્ટ આપવા અહિયાં ક્લિક કરો

સમય નિકાળીને આ પણ વાંચો!

Gujju Blogger

Hello, I am Gujju Blogger. I am a blogger since 2015 & I am a educational blogger. I am providing information related education, competitive exams & latest recruitment. This Gujju247 is created for spreading important Gujarati information to Gujarati peoples who are living Worldwide & Gujarat, India. For Any Help Or Any Questions Or Queries Please Contact Us By gujjuknowledge.in@gmail.com | Thank You!

Related Post

ગુજરાત લોકરક્ષક અને પોલીસ સબ ઈન્સ્પેકટર (પીએસઆઈ) પરીક્ષાનું અંદાજિત સમયપત્રક જાહેર, જાણો કઈ કઈ તારીખે લેવાશે પરીક્ષા

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) ના ચેરમેન હસમુખ પટેલ દ્વારા હાલમાં જ જાણકારી આપવામાં આવી છે કે લોકરક્ષક અને પીએસઆઈ પરીક્ષા 2024 નું સમય પત્રક (Gujarat LRD & ...

નમો લક્ષ્મી યોજના: ગુજરાત સરકારની ધોરણ 9 થી 12 માં ભણતી વિધાર્થીનીઓ માટેની એક નવી યોજના, મળશે 50 હજાર રૂપિયા

નમસ્કાર મિત્રો, ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2024-25 ના બજેટમાં એક નવી યોજનાની જાહેરાત કરવામાં આવી હતી જેનું નામ છે “નમો લક્ષ્મી યોજના” (Namo Lakshmi Yojana). આ યોજના અંતર્ગત ...

SSC CHSL 2024: સ્ટાફ સિલેક્શન કમિશનમાં 12 પાસ માટે આવી સરકારી ભરતી, 3712 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી શરૂ, વાંચો સંપૂર્ણ માહિતી

SSC CHSL Notification 2024 Out: સ્ટાફ સિલેક્શન કમિશન (એસએસસી) દ્વારા લેવામાં આવતી સંયુક્ત ઉચ્ચતર માધ્યમિક (10+2) સ્તર (Combined Higher Secondary (10+2) Level) પરીક્ષા માટે ઓનલાઈન અરજીઓ શરૂ કરી ...

Gujarat Police Bharti: ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતી 2024 માટે આજથી શરૂ થશે ઓનલાઈન અરજી, વાંચો સંપૂર્ણ માહિતી

Gujarat Police Bharti 2024: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા ગુજરાત પોલીસ દળ વર્ગ-3 સંવર્ગમાં પોલીસ સબ ઈન્સ્પેકટર (પીએસઆઈ) તથા લોકરક્ષક (LRD) કેડરની જગ્યાઓમાં સીધી ભરતી માટેની જાહેરાત ...

Leave a Comment

error: Content is protected !!