GSEB ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માર્ચ-2024 પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર, ચેક કરો તમારા જવાબ અહીથી

By Gujju Blogger

Published on:

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર (GSEB) દ્વારા માર્ચ-2024 માં લેવાયેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ (Science) બોર્ડની પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી (Provisional Answer Key) જાહેર કરી દેવામાં આવેલ છે. વિધાર્થીમિત્રો તેમના તમામ પેપરના જવાબ અહીથી ચેક કરી શકે છે.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપેલ વિધાર્થીમિત્રો આન્સર કી ચેક કરતાં પહેલા નીચે આપેલ સૂચનાઓ પહેલા વાંચે અને પછી જ તેમના જવાબ ચેક કરે. અહિયાં તમને ગણિત, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન આ પેપરની પ્રોવિઝનલ આન્સર કી જોવા મળશે. આન્સર કી બાબતે કોઈપણ પ્રકારની રજૂઆત કરવી હોય તો નીચે આપેલ સૂચનાઓ મુજબ તમે રજૂઆત કરી શકો છો.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર વિજ્ઞાન પ્રવાહ માર્ચ-2024 પ્રોવિઝનલ આન્સર કી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાયેલ ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા, માર્ચ-2024 વિજ્ઞાન પ્રવાહના ગણિત, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન વિષયના પ્રશ્નપત્ર સેટ નંબર પરથી 1 થી 20 ગુજરાતી, હિન્દી, અંગ્રેજી મધ્યમના તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રોવિઝનલ આન્સર કી બોર્ડની વેબસાઈટ ઉપર મૂકવામાં આવેલ છે.

આન્સર કી અંગે કોઈપણ રજૂઆત હોય તો બોર્ડની વેબસાત ઉપર મૂકેલ નિયત નમૂનામાં વિષયવાર માધ્યમવાર પ્રશ્નદીઠ અલગ અલગ રજૂઆત ઈમેઈલ આઈડી gsebsciencekey2024@gmail.com ઉપર તારીખ 30/03/2024 શનિવાર સાંજે 06:00 કલાક સુધીમાં કરવાની રહેશે. ત્યારબાદની રજૂઆત ધ્યાનમાં લેવામાં આવશે નહીં. રજૂઆત ફક્ત ઈમેઈલ મારફતે સ્વીકારવામાં આવશે. જેની પ્રશ્નદીઠ નિયત ફી રૂપિયા 500 ચલણથી SBI Bank માં ભરવાની રહેશે.

ચલણનો નમૂનો બોર્ડની વેબસાઈટ ઉપર મૂકવામાં આવેલ છે. રજૂઆત સાથે નાણાં ભરેલ ચલણની નકલ ઈમેઈલ મારફતે અવશ્ય મોકલી આપવાની રહેશે. ચલણ સિવાયની રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહી. વધુમાં જણાવવાનું કે પ્રશ્નની રજૂઆત કરેલ છે તે સાચી થરશે તો તે પ્રશ્નની ભરેલી ફી ઉમેદવારને પરત કરવામાં આવશે. જેની નોંધ લેવી.

GSEB 12th Science Board Exam Provisional Answer Key 2024
GSEB 12th Science Board Exam Provisional Answer Key 2024
GSEB 12th Science Board Exam Provisional Answer Key 2024
GSEB 12th Science Board Exam Provisional Answer Key 2024
GSEB 12th Science Board Exam Provisional Answer Key 2024
GSEB 12th Science Board Exam Provisional Answer Key 2024

રજૂઆત કરવાનું ફોર્મ અને નમૂનો ડાઉનલોડ કરો

Gujju Blogger

Hello, I am Gujju Blogger. I am a blogger since 2015 & I am a educational blogger. I am providing information related education, competitive exams & latest recruitment. This Gujju247 is created for spreading important Gujarati information to Gujarati peoples who are living Worldwide & Gujarat, India. For Any Help Or Any Questions Or Queries Please Contact Us By gujjuknowledge.in@gmail.com | Thank You!

Related Post

ગુજરાત લોકરક્ષક અને પોલીસ સબ ઈન્સ્પેકટર (પીએસઆઈ) પરીક્ષાનું અંદાજિત સમયપત્રક જાહેર, જાણો કઈ કઈ તારીખે લેવાશે પરીક્ષા

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) ના ચેરમેન હસમુખ પટેલ દ્વારા હાલમાં જ જાણકારી આપવામાં આવી છે કે લોકરક્ષક અને પીએસઆઈ પરીક્ષા 2024 નું સમય પત્રક (Gujarat LRD & ...

નમો લક્ષ્મી યોજના: ગુજરાત સરકારની ધોરણ 9 થી 12 માં ભણતી વિધાર્થીનીઓ માટેની એક નવી યોજના, મળશે 50 હજાર રૂપિયા

નમસ્કાર મિત્રો, ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2024-25 ના બજેટમાં એક નવી યોજનાની જાહેરાત કરવામાં આવી હતી જેનું નામ છે “નમો લક્ષ્મી યોજના” (Namo Lakshmi Yojana). આ યોજના અંતર્ગત ...

SSC CHSL 2024: સ્ટાફ સિલેક્શન કમિશનમાં 12 પાસ માટે આવી સરકારી ભરતી, 3712 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી શરૂ, વાંચો સંપૂર્ણ માહિતી

SSC CHSL Notification 2024 Out: સ્ટાફ સિલેક્શન કમિશન (એસએસસી) દ્વારા લેવામાં આવતી સંયુક્ત ઉચ્ચતર માધ્યમિક (10+2) સ્તર (Combined Higher Secondary (10+2) Level) પરીક્ષા માટે ઓનલાઈન અરજીઓ શરૂ કરી ...

Gujarat Police Bharti: ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતી 2024 માટે આજથી શરૂ થશે ઓનલાઈન અરજી, વાંચો સંપૂર્ણ માહિતી

Gujarat Police Bharti 2024: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા ગુજરાત પોલીસ દળ વર્ગ-3 સંવર્ગમાં પોલીસ સબ ઈન્સ્પેકટર (પીએસઆઈ) તથા લોકરક્ષક (LRD) કેડરની જગ્યાઓમાં સીધી ભરતી માટેની જાહેરાત ...

Leave a Comment

error: Content is protected !!