GSEB GUJCET 2024 પરીક્ષાની તારીખ અને માળખું જાહેર

GSEB GUJCET Exam 2024: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર (GSEB) દ્વારા આજરોજ ગુજકેટ 2024 ની પરીક્ષાની તારીખ અને પરીક્ષાનું માળખું જાહેર કરવામાં આવ્યું છે. ગુજકેટ 2024 (GUJCET 2024) ની પરીક્ષા તારીખ 02/04/2024 ના રોજ મંગળવારે યોજવામાં આવનાર છે.

ગુજકેટ 2024 પરીક્ષા તારીખ અને માળખું

GSEB GUJCET 2024 પરીક્ષા

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના ઠરાવ અનુસાર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછીની ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસી પછીના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે વર્ષ 2017 થી કોમન એન્ટરન્સ ટેસ્ટ તરીકે ગુજકેટ પરીક્ષા ફરજિયાત કરવાની જોગવાઈ દાખલ કરવામાં આવેલ છે.

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના ઠરાવ અનુસાર વર્ષ 2024 માટે રાજ્યમાં ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ-એ અને ગ્રુપ-બી ના વિધાર્થીઓની ગુજકેટની પરીક્ષા તારીખ 02/04/2024 ના મંગળવારના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા યોજવામાં આવશે.

ગુજકેટ 2024 ના ઓનલાઈન આવેદનપત્રો ભરવાની તારીખ તથા માહિતી પુસ્તિકા બોર્ડની વેબસાઈટ www.gseb.org પર પ્રસિદ્ધ કરવામાં આવશે તે અંગેની જાણ અખબારી યાદી દ્વારા હવે પછી જાહેર કરવામાં આવશે.

ગુજકેટ 2024 ની પરીક્ષા તારીખ અને સમય

ગુજકેટ 2024 ની પરીક્ષા તારીખ 02/04/2024 ના મંગળવારના રોજ સવારે 10 કલાકથી સાંજના 04 કલાક સુધી ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓના કેન્દ્રો ખાતે યોજવામાં આવશે. આ તારીખ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા પરિપત્ર જાહેર કરીને બહાર પાડેલ છે.

ગુજકેટ 2024 નો અભ્યાસક્રમ

ગુજરાત સરકારશ્રીના શિક્ષણ વિભાગના ઠરાવથી શૈક્ષણિક વર્ષ જૂન 2019 થી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની રજીસ્ટ્રેશન થયેલ શાળાઓમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવવિજ્ઞાન તેમજ ગણિત વિષયોમાં NCERT ના પાઠ્યપુસ્તકોનો અમલ કરેલ છે. NCERT આધારિત ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે બોર્ડ દ્વારા નિયત થયેલ પ્રવર્તમાન અભ્યાસક્રમ GUJCET-2024 ની પરીક્ષા માટે રહેશે.

ગુજકેટ 2024 માટે પરીક્ષાનું માળખું

ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ માટે નીચે મુજબના વિષયના બહુવિકલ્પીય પ્રકારના હેતુલક્ષી પ્રશ્નો ધરાવતા પ્રશ્નપત્રો રહેશે.

વિષયોગુણસમય
ભૌતિક વિજ્ઞાન40120 મિનિટ
રસાયણ વિજ્ઞાન40
જીવવિજ્ઞાન4060 મિનિટ
ગણિત4060 મિનિટ

ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનનું પ્રશ્નપત્ર સંયુક્ત રહેશે. એટલે કે 40 પ્રશ્નો ભૌતિક વિજ્ઞાનના અને 40 પ્રશ્નો રસાયણ વિજ્ઞાનના એમ કુલ 80 પ્રશ્નોના 80 ગુણ અને 120 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. તમારી ઓએમઆર શીટ 80 પ્રશ્નોની રહેશે.

જીવવિજ્ઞાન અને ગણિતનું પ્રશ્નપત્ર અલગ અલગ રહેશે. જે માટેની ઓએમઆર શીટ પણ અલગ અલગ આપવામાં આવશે. એટલે કે જીવવિજ્ઞાન અને ગણિતમાં પ્રત્યેકમાં 40 પ્રશ્નોના 40 ગુણ અને 60 મિનિટનો સમય આપવમાં આવશે. ઓએમઆર શીટ પણ 40 પ્રશ્નોની રહેશે.

ગુજકેટ 2024 ની પરીક્ષાના પ્રશ્નપત્રો ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં આપવામાં આવશે.

સમય નિકાળીને આ પણ વાંચો!

GSEB ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0 વિશે સંપૂર્ણ માહિતી

વ્હાલી દીકરી યોજના વિશે સંપૂર્ણ માહિતી

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના વિશે સંપૂર્ણ માહિતી

બેંક ઓફ બરોડા વોટ્સએપ બેન્કિંગ વિશે સંપૂર્ણ માહિતી

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા વોટ્સએપ બેન્કિંગ વિશે સંપૂર્ણ માહિતી

Gujju 24/7 એ ગુજરાતી ભાષામાં દરેક ગુજરાતીને જ્ઞાન મળી રહે તે માટે પ્રયત્ન કરે છે. Gujju 24/7 માં તમને ગુજરાતી જનરલ નોલેજ, ગુજરાતી જાણવા જેવુ, દિન-વિશેષ, સરકારી ભરતીની માહિતી અને અન્ય શૈક્ષણિક માહિતી જે ઉપયોગી હશે તે બધું જ ગુજરાતી ભાષામાં તમને અહીથી મળી રહેશે અને તમને સારું સારું વાંચવાનું મળી રહે તે માટે Gujju 24/7 હંમેશા પ્રયત્નશીલ રહેશે.

Leave a Comment