GMC Exam Notification 2024: ગાંધીનગર મહાનગરપાલિકાની વર્ગ-2 અને વર્ગ-3 ભરતીનો પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, જુઓ કઈ તારીખે કઈ પરીક્ષા છે

By Virat

Updated on:

GMC Exam Notification 2024
GMC Exam Notification 2024: ગાંધીનગર મહાનગરપાલિકા વર્ગ-2 અને વર્ગ-3 ની પરીક્ષાઓનો કાર્યક્રમ જાહેર.

ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) દ્વારા “ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ” અંતર્ગતની જગ્યાઓ પર તદ્દન હંગામી ધોરણે ગુજરાત સરકારશ્રીની 100 ટકા ગ્રાન્ટ આધારિત વર્ગ-2 અને વર્ગ-3 ની જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી તારીખ 21/10/2023 થી 05/11/2023 સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ હતી. આ વર્ગ-2 અને વર્ગ-3 ની જગ્યાઓ માટે પરીક્ષાનું આયોજન 18/02/2024 થી 25/02/2024 સુધી રાખવામાં આવેલ છે. જેની વિગતવાર માહિતી નીચે આપેલ છે.

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કુલ 73 જેટલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવેલ હતી જેમાં મલ્ટી પરપઝ હેલ્થ વર્કર, ફાર્માસિસ્ટ, હેલ્થ ઓફિસર, ફિમેલ હેલ્થ ઓફિસર અને લેબોરેટરી ટેક્નિશિયન જેવી જગ્યાઓ માટે આગામી દિવસમાં પરીક્ષાનું આયોજન રાખવામાં આવેલ છે. તારીખ 24/01/2024 ના રોજ ગાંધીનગર મહાનગરપાલિકાની અધિકારીત વેબસાઈટ https://gandhinagarmunicipal.com/ ઉપર જાહેરાત પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો: GSSSB ક્લાર્ક ભરતી 2024: ગૌણ સેવા પસંદગી મંડળમાં 4304 જગ્યાઓ માટે ભરતી, વાંચો વિગતવાર માહિતી

GMC ની વર્ગ-2 અને વર્ગ-3 પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ

  • મલ્ટી પરપઝ હેલ્થ વર્કરની પરીક્ષા તારીખ 18/02/2024 ના રોજ લેવામાં આવશે અને સમય 11:00 વાગ્યાથી 12:30 નો રહેશે.
  • ફાર્માસિસ્ટની પરીક્ષા માટે તારીખ 18/02/2024 ના રોજ પરીક્ષા લેવામાં આવશે અને સમય 02:30 થી 04:00 વાગ્યા સુધીનો રહેશે.
  • હેલ્થ ઓફિસરની પરીક્ષા માટે તારીખ 24/02/2024 ના રોજ પરીક્ષા લેવામાં આવશે અને સમય 11:00 વાગ્યાથી 02:00 વાગ્યા સુધીનો રહેશે.
  • ફિમેલ હેલ્થ વર્કર પરીક્ષા માટે તારીખ 25/02/2024 ના રોજ પરીક્ષા લેવામાં આવશે અને સમય 11:00 વાગ્યાથી 12:30 વાગ્યા સુધીનો રહેશે.
  • લેબોરેટરી ટેક્નિશિયન પરીક્ષા માટે તારીખ 25/02/2024 ના રોજ પરીક્ષા લેવામાં આવશે અને સમય 02:30 થી 04:00 વાગ્યા સુધીનો રહેશે.

GMC ની વર્ગ-2 અને વર્ગ-3 પરીક્ષાનો અભ્યાસક્રમ નીચે આપેલ છે.

હેલ્થ ઓફિસરની પરીક્ષા કુલ 200 માર્કસની હશે અને પર્સનલ ઈન્ટરવ્યૂ 100 માર્કસનું રહેશે. ફિમેલ હેલ્થ વર્કરની પરીક્ષા કુલ 100 મર્કસની રહેશે અને સિલેબસમાં ધોરણ 12 ને સમકક્ષનું પછાશે જે OMR પદ્ધતિથી લેવામાં આવશે. મલ્ટી પરપઝ હેલ્થ વર્કરની પરીક્ષા કુલ 100 ગુણની રહેશે અને તે પણ ધોરણ 12 ને સમકક્ષનો સિલેબસ રહેશે અને OMR પદ્ધતિથી આ પરીક્ષા લેવામાં આવશે.

ફાર્માસિસ્ટની પરીક્ષા કુલ 100 ગુણની રહેશે અને તેનું સ્ટાન્ડર્ડ પણ ધોરણ 12 ને સમકક્ષ રહેશે અને OMR પદ્ધતિથી આ પરીક્ષા લેવામાં આવશે. લેબોરેટરી ટેક્નિશિયન માટે પણ કુલ 100 ગુણની પરીક્ષા રહેશે અને તે ધોરણ 12 ને સમકક્ષ સ્ટાન્ડર્ડ રહેશે અને પરીક્ષા OMR પદ્ધતિથી લેવામાં આવશે.

આ પણ વાંચો: સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કેવી રીતે કરવી? વાંચો વિગતે

GMC વર્ગ-2 અને વર્ગ-3 પરીક્ષાનો કાર્યક્રમ ડાઉનલોડ કરો

GMC વર્ગ-2 અને વર્ગ-3 પરીક્ષાનો અભ્યાસક્રમ ડાઉનલોડ કરો

Virat

Hello, I am Virat. I am a blogger since 2015 & I am a educational blogger. I am providing information related education, competitive exams & latest recruitment. This Gujju247 is created for spreading important Gujarati information to Gujarati peoples who are living Worldwide & Gujarat, India. Thank You!

Related Post

PM Kisan Yojana Payment Status Check: પીએમ કિસાન યોજનાનો 16 મો હપ્તાની સહાય થઈ જમા, તમારા ખાતામાં આવ્યો કે નહીં? ચેક કરો માત્ર એક મિનિટમા

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જેને ટૂંકમાં પીએમ કિસાન યોજના (PM Kisan Yojana) તરીકે ઓળખવામાં આવે છે જે ખેડૂતો માટેની યોજના છે. આ યોજનામાં દર ત્રણ મહિને 2000 ...

ગૌણ સેવા પસંદગી મંડળની સ્ટેનોગ્રાફર ગ્રેડ-2 વર્ગ-3 (જાહેરાત ક્રમાંક 201/202223) પરીક્ષા આપેલ ઉમેદવારો માટે ખુશખબર, વાંચો સંપૂર્ણ માહિતી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા એક નોટિફિકેકશન જાહેર કરવામાં આવેલ છે. જેમાં સ્ટેનોગ્રાફર ગ્રેડ-2 વર્ગ-3 (Stenographer Grade-II) (જાહેરાત ક્રમાંક 201/202223) પરીક્ષા આપેલ ઉમેદવારો નું સિલેક્શન લિસ્ટ ...

GSSSB Kanyan Technical Assistant Syllabus 2024: ગૌણ સેવા પસંદગી મંડળ કન્યાન તાંત્રિક મદદનીશ પરીક્ષાનો અભ્યાસક્રમ જાહેર, વાંચો સંપૂર્ણ વિગતે અહિયાથી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) ની જાહેરાત ક્રમાંક 220/202324 કન્યાન તાંત્રિક મદદનીશ (Kanyan Technical Assistant) વર્ગ-3 પરીક્ષાનો સંપૂર્ણ અભ્યાસક્રમ મંડળ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યો છે. ઉમેદવારો ...

GSSSB Occupational Therapist Syllabus 2024: ગૌણ સેવા પસંદગી મંડળ ઓકયુપેશનલ થેરાપીસ્ટ પરીક્ષાનો અભ્યાસક્રમ જાહેર, વાંચો વિગતે

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) ની જાહેરાત ક્રમાંક 218/202324 ઓકયુપેશનલ થેરાપીસ્ટ વર્ગ-3 (Occupational Therapist) પરીક્ષાનો સંપૂર્ણ અભ્યાસક્રમ (Syllabus) મંડળ દ્વારા અધિકારીત વેબસાઈટ ઉપર જાહેર કરવામાં આવેલ છે. ...

Leave a Comment

error: Content is protected !!