OJAS Roll No: ઓજસમાં રોલ નંબર કેવી રીતે જાણવો?

નમસ્કાર મિત્રો, ઘણા બધા લોકોને રિઝલ્ટ જોવા માટે પોતાના રોલ નંબરની જરૂર હોય છે પણ તે સમયે જ રોલ નંબર મળતો હોતો નથી. હવે તમે ઓજસ દ્વારા તમારી પરીક્ષાનો રોલ નંબર પણ જાણી શકો છો. ઓજસમાં તમારો રોલ નંબર (OJAS Roll No) જાણવા માટે તમારે નીચે આપેલ માહિતીને અનુસરવાનું રહેશે.

Find Your Roll Number In OJAS

Know Your Roll Number In OJAS: ઓજસમાં તમારો રોલ નંબર જાણો

મિત્રો જ્યારે તમારી પરીક્ષા લેવામાં આવે છે અથવા તો તમે પરીક્ષા માટે જે કોલ લેટર ડાઉનલોડ કરો છો તેમાં તમારો રોલ નંબર અને કન્ફર્મેશન નંબર બંને આપેલ હોય છે. પણ જ્યારે પરીક્ષા લેવાય જાય છે અને ઘણા બધા દિવસ પછી તેનું પરિણામ આવે છે ત્યારે પરીક્ષાનું પેપર અથવા તો કોલ લેટર યોગ્ય સમયે મળતા હોતા નથી.

આ પણ વાંચો: What Is OJAS: ઓજસ શું છે અને તેમાં ફોર્મ કેવી રીતે ભરવું?

આ સમયે તમારી પાસે તમારો રોલ નંબર હોતો નથી અને તે તમે શોધ્યા જ કરતાં હોવ છો. હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. હવે તમે તમારો કન્ફર્મેશન નબર અથવા તો એપ્લિકેશન નંબર તમારી પાસે હશે તો આસાનીથી તમે તમારો પરીક્ષાનો રોલ નંબર જાણી શકશો એ પણ માત્ર બે જ મિનિટની અંદર. તમારે તમારો રોલ નંબર જાણવા નીચે મુજબના સ્ટેપને અનુસરવાનું રહેશે.

Find Your OJAS Roll Number: પરીક્ષાનો રોલ નંબર કેવી રીતે શોધવો?

1) સૌપ્રથમ તમારે ઓજસની ઓફિશિયલ વેબસાઈટ https://ojas.gujarat.gov.in/ ઉપર જવાનું રહેશે.

2) ત્યારબાદ તમારે સૌથી નીચે Help/Query સેકશનમાં જઈને તમારો રોલ નંબર જાણવા અહિયાં ક્લિક કરો ત્યાં ક્લિક કરવાનું રહેશે.

3) ક્લિક કર્યા બાદ તમને Enter Advertisement No, Application Number અથવા (OR) Confirmation No, Birth Date આવું લખેલું દેખાશે.

4) ત્યાં તમારે જાહેરાત ક્રમાંક નાખવો હોય અને એપ્લિકેશન નંબર દ્વારા તમારો રોલ નંબર જાણવો હોય તો તેની વિગત દાખલ કરો અથવા તો કન્ફર્મેશન નંબર અને જન્મતારીખ દ્વારા જાણવો હોય તો તે વિગત દાખલ કરો.

5) વિગત દાખલ કર્યા પછી Get Roll Number લખ્યું હશે તેના ઉપર ક્લિક કરો.

6) જેવુ Get Roll Number ઉપર ક્લિક કરશો એટલે તમને તમારી સ્ક્રીન ઉપર તમારું નામ અને તમારી પરીક્ષાનો રોલ નંબર દેખાશે.

નિષ્કર્ષ:

આમ ઉપર આપેલ માહિતી મુજબ તમે તમારી પરીક્ષાનો રોલ નંબર માત્ર બે મિનિટમાં જ મેળવી શકો છો. રોલ નંબર મેળવવા માટે ઉપર જેટલા સ્ટેપ્સ આપેલ છે તેને અનુસરો. ઓજસમાં ફોર્મ ભરતી વખતે તમને એપ્લિકેશન નંબર અને કન્ફર્મેશન નંબર બંને તમારા મોબાઈલ ઉપર મોકલવામાં આવે છે. તમારા જીમેઈલ ઉપર પણ આપેલ હોય છે તેથી ત્યાં તમે તે બંને મેળવી શકો છો. તમને કોઈપણ સમસ્યા જણાય તો કોમેન્ટ બોક્સમાં જણાવો.

આ પણ વાંચો: OJAS Confirmation No: ઓજસમાં તમારો કન્ફર્મેશન નંબર જાણો

Gujju 24/7 એ ગુજરાતી ભાષામાં દરેક ગુજરાતીને જ્ઞાન મળી રહે તે માટે પ્રયત્ન કરે છે. Gujju 24/7 માં તમને ગુજરાતી જનરલ નોલેજ, ગુજરાતી જાણવા જેવુ, દિન-વિશેષ, સરકારી ભરતીની માહિતી અને અન્ય શૈક્ષણિક માહિતી જે ઉપયોગી હશે તે બધું જ ગુજરાતી ભાષામાં તમને અહીથી મળી રહેશે અને તમને સારું સારું વાંચવાનું મળી રહે તે માટે Gujju 24/7 હંમેશા પ્રયત્નશીલ રહેશે.

Leave a Comment