રાજ્યના ખેડૂતો કૃષિ અને સહકાર વિભાગની વિવિધ યોજનાઓનો લાભ મેળવીને તથા રાજ્યની કૃષિ વિશ્વવિધાલયના વૈજ્ઞાનિકો દ્વારા સંશોધિત જ્ઞાનનો ઉપયોગ કરીને ચીલાચાલુ ખેતી સાથે નવીન ખેતી પણ આપનવતા થયાં છે.
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના અંદરપુરા ગામના આવા જ એક ખેડૂત જશવંતસિંહ બારિયાએ પોતાના ગામમાં નિલગિરીની ખેતી કરીને રૂપિયા 16 લાખની આવક મેળવીને નૂતન કેડી કંડારી છે.

દાહોદના વન વિભાગ દ્વારા મળેલા ઉપયોગી માર્ગદર્શનના સથવારે તેઓએ ગામમાં 21 હજાર નિલગિરીઓનું વાવેતર વર્ષ 2013-14 માં કર્યું હતું. તેઓ જણાવે છે કે, પહેલા વર્ષ 2016-17 અને બીજી વાર 2019-20 માં એક બેવાર નિલગિરીના કટિંગ થકી અત્યાર સુધીમાં રૂપિયા 16 લાખનો રોકડો નફો કટિંગ ખર્ચ કાઢતા મળ્યો છે.
રોપાઓની સાથોસાથ તેનું વળતર પણ રાજ્ય સરકાર તરફથી આપવામાં આવે છે. આનાથી વધુ સારી વાત કઈ હોઈ શકે. મારી નિલગિરીની ખેતી અને વધતી આવક તથા ઘટતા ખર્ચને જોઈને મારા ગામના 20 જેટલા અન્ય ખેડૂતોએ પણ પ્રોત્સાહિત થઈને વન વિભાગની કચેરી પાસેથી આ અંગેની વિસ્તૃત જાણકારી મેળવીને તેઓએ પણ 60,000 જેટલા નિલગિરીની રોપણી કરી છે.
આ અંગે તેઓ ખેડૂતોને સલાહ આપતા કહે છે કે દરેક ખેડૂતોએ વૃક્ષોની વાવણી સાથે સાચવણી માટે થોડી મહેનત તો કરવી પડે છે. જો તા,એ ધીરજ ધરો તો અંતે સફળતા મળે જ છે.
નિલગિરી વિશે માહિતી
નિલગિરીનું અંગ્રેજી નામ યુકેલિપ્ટસ (Eucalyptus) છે. યુકેલિપ્ટસ શબ્દ યુનની શબ્દનો બનેલો છે. જેમાં eu નો અર્થ સુરક્ષિત અને Kaluptos નો અર્થ આવરણ એવો થાય છે. નિલગિરીની 700 થી વધારે જાતિઓ જોવા મળે છે. આ વૃક્ષ મૂળ ઓસ્ટ્રેલીયાનું છે. ઈ.સ. 1700 ની સાલમાં મેસૂરના ટીપું સુલતાને સુશોભન તરીકે બગીચામાં તેને વાવ્યું હોવાનો ઉલ્લેખ મળે છે. 1952 માં તેની ખેતી કરવાની શરૂઆત થઈ હતી.
નિલગિરીનું ઝડપથી વધતું સદાબહાર વૃક્ષ છે. નિલગિરીની ઉંમર વધે તેમ ખૂબ જ ઊંચે પહોંચે છે અને પાંદડાઓથી છવાઈ જાય છે. પાનનો રંગ ચમકતો લીલો હોય છે. તેના પાન નીચેની તરફ ઝૂકેલા હોય છે. પાન આગળની તરફ ભાલા જેવા અણીદાર હોય છે. પાનમાં થોડી અથવા વધારે માત્રામાં સુગંધિત તૈલગ્રંથિઓ ધરાવે છે. ગોરાંડુ, ઊંડી, સારા નિતારવાળી જમીનમાં નિલગિરી ખૂબ જ સારી થાય છે.

(Image: Pixabay.com)
નિલગિરીનું લાકડું ઇમારતી મોભ, મકાનના મોભ કે છાપરાના ટેકા તરીકે, બળતણ તરીકે, સારા કોલસા મેળવવા, કાગળ માટેના માવો તથા રેયોન માંતેનો માવો બનાવવામાં વપરાય છે. નિલગિરીમાં અત્યાધિક માત્રામાં રેસા હોવાને કારણે તેમાંથી ઉત્તમ પ્રકારનું સેલ્યુલોઝ મળે છે. જે કાગળ ઉધોગમાં જરૂરી છે. મોંટા ઉધોગોમાં ઈંધણ કોલસા તરીકે તેમજ સેલ્યુલોઝ નિષ્કર્ષણ માટે તેનો ઉપયોગ થાય છે. તેની ઝડપી વૃદ્ધિને કારણે વધુ અવરોધક રૂપમાં અને માટીનું ક્ષારણ ઓછું કરવામાં પણ નિલગિરી ઉપયોગી છે.
આ ઉપરાંત નિલગિરીના પાંદડા અસ્થમા અને શ્વાસની સમસ્યા માટે ઉપયોગી છે. નિલગિરીનું તેલ એન્ટિસેપ્ટિક અને અત્તર બનાવવા, કોસ્મેટિક પ્રસાધનોમાં સુગંધ વધારવા, ઉધોગમાં દ્રાવ્ય (સોલવન્ટ) તરીકે ઉપયોગી છે.
નોંધ: આ માહિતી ગુજરાત પાક્ષિકના 1 ઓકટોબર 2023 ના અંકમા આવેલ આદિવાસી ઉત્કર્ષમાંથી લેવામાં આવેલ છે. આ માહિતી પારૂલ મણિયાર દ્વારા ગુજરાત પાક્ષિકના અંકમાં લખવામાં આવેલ છે. આ માહિતી માત્ર જાણકારી માટે અહિયાં આપવામાં આવેલ છે. આભાર.
સમય નિકાળીને આ પણ વાંચો!
થેલેસેમિયાની જાણકારી એ જ તેનાથી બચવાનો એક માત્ર ઉપાય – મનીષા નિમેષ વાઘેલા
Gujarat Class 3 & Class 4 Fix Pay News: વર્ગ-3 અને વર્ગ-4 ફિક્સ પગારના કર્મચારી માટે સરકારનો નિર્ણય
GSEB GUJCET 2024 પરીક્ષાની તારીખ અને માળખું જાહેર
GSEB ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર
Pradhanmantri Ujjwala Yojana: જાણો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0 વિશે