કફ અથવા તો ખાંસી થવાના કારણ અને તેના ઘરેલુ ઉપાય

નમસ્કાર મિત્રો, આજે અમે તમને સૂકી ખાંસી અથવા તો તમને કફ થયા હોય અને ગળા અથવા તો છાતીમાં અટકી રહેતો હોય તો તેને મટાડવાના ઉપાય આજે અમે તમને આપવા જઈ રહ્યા છે. મિત્રો આપણે અમુક ખોરાક એવો લઈ લેતા હોઈએ છે અથવા તો કોઈ બીજા ઉધરસવાળાના સંપર્કમાં આવી જતાં હોઈએ છે કે જેથી આપણને પણ કફ અને ઉધરસ થઈ જતી હોય છે.

Causes of Cough and its Home Remedies in Gujarati.

સતત કફ લાળ સાથેની ઉધરસમાં રહે છે. ગળામાં ચેપ આવે તો પણ લાળની ઉધરસ થઈ શકે છે. જો આ ઉધરસની સમયસર સારવાર ન કરવામાં આવે તો તે ઘણા રોગોનું કારણ બની શકે છે. જો કે, લાળની ઉધરસ માટેના ઘરેલું ઉપાય વધુ અસરકારક છે અને તેમની સહાયથી તમે ઘરે ઉધરસને મટાડી શકો છો. તો ચાલો જાણીએ લાળની ઉધરસ માટેના ઘરેલું ઉપાય.

કફ કે ખાંસી થવાના કારણ:

સામાન્ય રીતે કફ અને ખાંસી થવાના મુખ્ય કારણ એ છે કે તમે ઠંડુ , વધારે ચીકણું, તેલ વાળું અથવા તો મસાલાવાળું વધારે સેવન કરો છો તો તમને ખાંસી અથવા તો કફ રહેવાની શક્યતા રહે છે. સાથે સાથે પ્રદૂષિત હવા અથવા તો કેટલાક લોકોને ધૂળ ઊડતી હોય તો તેના કારણે પણ ખાંસી અથવા તો કફ થઈ જતાં હોય છે. ઉધરસ અને ખાંસીનો વધારે પડતો પ્રકોપ તમને શિયાળામાં જોવા મળે છે. ઋતુગત બદલાવને કારણે પણ તમને આ થઈ શકે છે. હાલમાં ગરમી અને ઠંડી એકસાથે પદે છે તો ઘણા બધા લોકોને આ તકલીફ હાલમાં હશે જ.

કફ અથવા સૂકી ખાંસીના ઘરેલુ ઉપાય :

૧) બે કપ પાણીમાં કાળા મરીના ૩૦ ટુકડા નાખી તેને બરાબર ઉકાળો અને જ્યારે પાણી ઉકળીને ચોથા ભાગનું રહે ત્યારબાદ તેને ગાળી લ્યો અને તેમાં એક ચમચી મધ નાખીને સવાર અને સાંજે પીવાથી કફ અથવા તો કફવાળી ખાંસી મટવા લાગશે.

૨) લસણ ખાવાથી ગળામાં સંગ્રહિત કફ બહાર આવે છે, ટી.બી. ની બીમારીમાં પણ રાહત છે.

૩) આદુના નાના-નાના ટુકડા કરીને એક એક ટુકડો મોમાં મૂકી રાખવાથી ગળામાં રહેલો અથવા તો છાતીમાં રહેલો કફ ધીમે ધીમે બહાર આવવા લાગે છે.

૪)એક ચમચી મધ અને ૨ ચમચી લીંબુનો રસ ગરમ પાણીમાં નાંખીને પીવો જેથી કરીને તમારુ ગળું સાફ થવા લાગશે. લીંબુ કફમાં રાહત આપવાનું કામ કરે છે અને મધ દ્વારા તમારા ગળાને આરામ મળે છે.

૫) કફ માટેનો આયુર્વેદિક રામબાણ ઈલાજ એ છે કે ગરમ પાણીમાં હળદર નાખીને પીવું. તેનાથી કફમાં અને ખાંસીમાં મોટી રાહત મળે છે. નાના છોકરાઓને જ્યારે ગાળામાં કાકળા ફુલે છે ત્યારે તેમને આ ઉપાય કરવાથી જલ્દીથી રાહત મળે છે. આ ગળાના રોગની સારવાર માટે ખૂબ જ અસરકારક ઉપાય માનવમાં આવે છે.

૬) હું મારી વાત કરું તો મને જ્યારે જ્યારે કફ અથવા તો ખાંસી થાય છે તો હું ઉકાળો બનાવીને પી લઉં છું અથવા તો તુલસીના પત્તા ચાવું તો ધીમે ધીમે કફ બહાર આવવા લાગે છે. અરડૂસી પણ તમારે દરેક રોગમાં ઉપયોગમાં આવતી હોય છે. તેનો ઉકાળો પીવો એ શ્રેષ્ટ માવામાં આવે છે પણ ઉકાળો એ યોગ્ય પ્રમાણમાં પીવો પડે છે. વધારે પડતાં ઉકાળા ગરમ પડી શકે છે. થોડું ગરમ પાણી અને એમાં લીંબુ નાખીને પીવાથી પણ કફ બહાર આવવા લાગે છે. કોરોના વખતે કફ થયા ત્યારે ગરમ પાણીમાં લીંબુ નાખીને પીતો હતો અને મને આરામ થયો હતો.

ખાસ નોંધ: મિત્રો ઉપર આપેલ જાણકારી એ માત્ર ઘરે કરેલા ઉપાયો આધારિત છે જેમને આનાથી રાહત મળેલી છે. તમે ગરમ પાણીનું સેવન સવારે કરીને અથવા તો ગરમ પાણીમાં લીંબુ નાખીને પાણી પિશો તો પણ કફ બહાર આવવા લાગશે. જો તમને લાગે કે મને વધારે અસર છે તો તમારે તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ. કફ સિરપ એ ડોક્ટરની સલાહ મુજબ જ લો. એમનેમ સલાહ વગર કોઈપણ દવા ન લેવી.

સમય નિકાળીને આ પણ વાંચો!

Gujju 24/7 એ ગુજરાતી ભાષામાં દરેક ગુજરાતીને જ્ઞાન મળી રહે તે માટે પ્રયત્ન કરે છે. Gujju 24/7 માં તમને ગુજરાતી જનરલ નોલેજ, ગુજરાતી જાણવા જેવુ, દિન-વિશેષ, સરકારી ભરતીની માહિતી અને અન્ય શૈક્ષણિક માહિતી જે ઉપયોગી હશે તે બધું જ ગુજરાતી ભાષામાં તમને અહીથી મળી રહેશે અને તમને સારું સારું વાંચવાનું મળી રહે તે માટે Gujju 24/7 હંમેશા પ્રયત્નશીલ રહેશે.

Leave a Comment