BOB WhatsApp Banking: હવે ચેક કરો તમારું બેંક બેલેન્સ, મિનિ સ્ટેટમેન્ટ અને બીજું ઘણું બધુ બેંક ઓફ બરોડા વોટ્સએપ બેન્કિંગ દ્વારા

બેંક ઓફ બરોડા જે ભારતની સૌથી મોટી બેંકમાં નામના ધરાવે છે તેના દ્વારા હવે વોટ્સએપ બેન્કિંગ સર્વિસ (BOB WhatsApp Banking Service) ચાલુ કરી દેવામાં આવી છે. બેંક ઓફ બરોડાના ગ્રાહકો અને અન્ય બેંક ઓફ બરોડાના ગ્રાહક ન હોય તે પણ આ વોટ્સએપ બેન્કિંગ સેવાનો લાભ લઈ શકે છે. બેંક ઓફ બરોડા બેન્કિંગ સેવા અને બેંક ઓફ બરોડાના વોટ્સએપ નંબર વિશે આજે અમે તમને સંપૂર્ણ જાણકારી આપવાના છીએ.

બેંક ઓફ બરોડા વોટ્સએપ બેન્કિંગ શું છે?

હાલના ડિજિટલ યુગમાં હવે બધુ જ ડિજિટલ થઈ રહ્યું છે તેમ હવે તમે બેંકમાં જઈને તમારું સ્ટેટમેન્ટ એટીએમ કે અથવા તો બેન્કનું બેલેન્સ ચેક કરવા અથવા બીજી ઘણી બધી સર્વિસ માટે બેંકમાં લાઈનમાં ઊભા રહેતા હતા અથવા તો બેંક સુધી દૂર જવું પડતું હતું તે હવેથી તમે વોટ્સએપ દ્વારા કરી શકો છો.

બેંક ઓફ બરોડાના વોટ્સએપ નંબર દ્વારા તમે તમારા એકાઉન્ટનું બેંક બેલેન્સ એક સેકન્ડમાં મેસેજ કરીને ચેક કરી શકો છો. મિનિ સ્ટેટમેન્ટ પણ તમને માત્ર એક સેકન્ડમાં મળી જશે. લોન માટેની જાણકારી, ફાસ્ટટેગની જાણકારી અથવા અન્ય વિવિધ જાણકારી હવે તમે ઘરેબેઠા વોટ્સએપ દ્વારા એક મેસેજથી મેળવી શકશો જેને વોટ્સએપ બેન્કિંગ કહેવામાં આવે છે.

Bank Of Baroda WhatsApp Banking

બેંક ઓફ બરોડા વોટ્સએપ બેન્કિંગ દ્વારા કઈ કઈ સેવાઓ આપવામાં આવે છે?

  • 1) દ્વિભાષી મદદ: બેંક ઓફ બરોડા વોટ્સએપ બેન્કિંગ સેવાનો લાભ તમે હિન્દી અને અંગ્રેજી ભાષામાં લઈ શકો છો. તમે વોટ્સએપમાં Hi લખશો એટલે તમને ભાષા પસંદ કરવાનું કહેશે. આ વિકલ્પ બેંક ઓફ બરોડાના ગ્રાહકોને વધુ સુલભતા આપે છે અને સમય જતાં અન્ય ભાષાઓમાં પણ તે કાર્યરત બનશે.
  • 2) આંતરરાષ્ટ્રીય સ્તર: તમે માત્ર સ્થાનિક ભારતીય મોબાઇલ નંબરો સાથે જ નહીં પરંતુ પસંદગીના દેશોમાં ઇન્ટરનેશનલ નંબરો સાથે પણ WhatsApp બેન્કિંગ ઍક્સેસ કરી શકો છો.
  • 3) ડિજિટલ ચેનલ સેવાઓ: સકારાત્મક પે કન્ફર્મેશન વિનંતીઓ, લોન અને ટર્મ ડિપોઝિટ એકાઉન્ટની પૂછપરછ, મિની સ્ટેટમેન્ટ્સ, રજિસ્ટર્ડ ઈમેલ દ્વારા OTP, એકાઉન્ટ બેલેન્સ ચેક, છેલ્લા 5 વ્યવહારોના મિની સ્ટેટમેન્ટ, ચેક સ્ટેટસ પૂછપરછ અને તે પણ સહિત ડિજિટલ વ્યવહારોની શ્રેણી કરો. બેંક ઓફ બરોડા વોટ્સએપ બેન્કિંગ સેવા દ્વારા તમે તમારું ડેબિટ કાર્ડ પણ બ્લોક કરાવી શકો છો.
  • 4) રજીસ્ટ્રેશન: તમે મહત્વપૂર્ણ સેવાઓ માટે OTP માન્યતા સાથે, WhatsApp બેંકિંગ માટે સરળતાથી નોંધણી કરી પણ શકો છો અથવા નોંધણીન રદ પણ કરી શકો છો.
  • 5) રીડાયરેક્શન સેવાઓ: ફોરેક્સ સુવિધાઓ, બરોડાઇન્સટા સ્માર્ટ ટ્રેડ, એફએક્સ રિટેલ સવલતો અને ફોરેક્સ પ્રોડક્ટ ઇશ્યુ/લોજમેન્ટ પર માર્ગદર્શનની સુવિધાનો લાભ પણ વોટ્સએપ બેન્કિંગ દ્વારા લઈ શકો છો.
  • 6) રિક્વેસ્ટ: ઓપન ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ્સ, સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ એકાઉન્ટ્સ, eKVP, NPS એકાઉન્ટ્સ, લોકર સુવિધાઓ, અને બરોડા ફાસ્ટટેગ સેવાઓ માટે પણ વોટ્સએપ બેન્કિંગ સેવા દ્વારા અરજી કરી શકો છો.
  • 7) વેલ્થ મેનેજમેન્ટ: ઈન્ડિયા ફર્સ્ટ લાઈફ ઈન્સ્યોરન્સ અને અન્ય સંપત્તિ વ્યવસ્થાપન સેવાઓનું મેનેજમેન્ટ પણ કરી શકો છો.
  • 8) અન્ય સેવાઓ: MSME બેંકિંગ ઉત્પાદનો, કૃષિ લોન અને સેવાઓ ઍક્સેસ કરો, કૃષિ લોન માટે અરજી કરો, BOB વર્લ્ડ કિસાનનો ઉપયોગ કરો, FD ની ગણતરી કરો, હોટલ/બસ/ફ્લાઇટ બુક કરો, યુટિલિટી બિલની ચુકવણી કરો, કર ચૂકવો, ASBA માં સબ્સ્ક્રાઇબ કરો અને ડિજિટલ લોન સેવાઓનો ઉપયોગ કરો (વ્યક્તિગત, ઓટો, હોમ, મુદ્રા લોન). આ વિવિધ સેવાઓનો લાભ તમે લઈ શકો છો.
  • 9) બેંકિંગ માહિતી: તમારા બેંકિંગ ઉત્પાદનો, ડિજિટલ બેંકિંગ ઉત્પાદનો, વ્યાજ દરો, શુલ્ક જાણો, નજીકની શાખાઓ/ATM શોધો અને ગ્રાહક સપોર્ટનો સંપર્ક કરો. તમે ફરિયાદો પણ કરી શકો છો અને બેંક-સાઇડ સૂચનાઓ માટે પસંદ કરી શકો છો.
  • 10) ગ્રાહક પ્રતિસાદ: ચેકબુક વિનંતીઓ, હકારાત્મક ચૂકવણીની વિનંતીઓ, ચેક બુક વિનંતીઓ ટ્રૅક કરવી, ડેબિટ કાર્ડ અવરોધિત કરવી અને UPI ને અક્ષમ કરવા જેવી સેવાઓ પર તમારો પ્રતિસાદ શેર કરો. આ પણ તમે વોટ્સએપ દ્વારા કરી શકો છો.

બેંક ઓફ બરોડા વોટ્સએપ બેન્કિંગ માટે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?

બેંક ઓફ બરોડાના વોટ્સએપ બેન્કિંગના રજીસ્ટ્રેશન માટે સૌથી પહેલા તમારો મોબાઈલ નંબર તમારા બેંક એકાઉન્ટ સાથે લિંક હોવો જરૂરી છે અને તે જ નંબર ઉપરથી તમારા વોટ્સએપ દ્વારા તમારે નીચે આપેલ વોટ્સએપ નંબરને ફોનમાં સેવ કરીને તેના ઉપર Hii કરીને મેસેજ કરવાનો રહેશે.

8433 888 777 આ નંબરને તમારા મોબાઈલમાં તમને યોગ્ય લાગે તે નામથી સેવ કરો અથવા તો અહિયાં આપેલ લિંક ઉપર ક્લિક કરો. લિંક ઉપર ક્લિક કરતાંની સાથે જ તમે તમારા વોટ્સએપમાં સીધું વોટ્સએપ બેન્કિંગ શરૂ કરી શકશો અને તે નંબરને પછીથી સેવ કરીને રાખી શકશો.

વોટ્સએપમાં જઈને ઉપર આપેલ નંબર ઉપર Hii મેસેજ કરશો એટલે તમને સૌથી પહેલા તમારું એકાઉન્ટ બેલેન્સ જાણો અથવા મિનિ સ્ટેટમેન્ટ વિશે જાણવાનું પૂછશે. આટલું જાણશો તે પછી તમને બીજી વધુ સેવાઓ માટે પૂછશે તેમાં તમારે જે સેવાઓ વિશે જાણવું તેના ઉપર ક્લિક કરશો એટલે તમને એક મિનિટમાં તેનો જવાબ મળી જશે.

Bank Of Baroda WhatsApp Banking Service

બેંક ઓફ બરોડા વોટ્સએપ બેન્કિંગ હેલ્પલાઈન નંબર

જો તમને કોઈ મુશ્કેલી જણાય અથવા તો તમે બેંક ઓફ બરોડાના વોટ્સએપ બેન્કિંગ સેવા વિશે જાણકારી મેળવવા માંગતા હોવ તો તમે નીચે આપેલ નંબર ઉપરથી બેંક ઓફ બરોડાના વોટ્સએપ બેન્કિંગ સેવાના હેલ્પલાઈન નંબરની મદદથી તેની જાણકારી મેળવી શકો છો.

  • Toll-free: 1800 5700
  • NRI customers (from Overseas locations): 079-66296629

શું બેંક ઓફ બરોડા વોટ્સએપ બેન્કિંગ સુરક્ષિત છે?

ચોક્કસ, વોટ્સએપ બેંકિંગ સલામત અને સુરક્ષિત બંને છે. તમામ સંચાર એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન સાથે સુરક્ષિત છે. જો કે, તમે ઉપયોગ કરતા પહેલા WhatsApp બેંકિંગના નિયમો અને શરતોની સમીક્ષા કરવા માંગતા હોવ તો તે કરી શકો છો. આમાં કોઈપણ પ્રકારનું જોખમ રહેલું હોતું નથી અને આનાથી તમે માત્ર જાણકારી મેળવી શકો છો.

ઉપર આપેલ નંબર સિવાય બેંક ઓફ બરોડા વોટ્સએપ બેન્કિંગ માંતેનો કોઈપણ અન્ય મોબાઈલ નંબર નથી. માટે બીજા કોઈ નંબરથી તમને કોઈપણ પ્રકારના મેસેજ કે કોલ આવે તો તેમને કોઈપણ પ્રકારની જાણકારી આપવી નહીં. બેંકનો કોઈપણ કર્મચારી તમારો એકાઉન્ટ નંબર કે તમારી પર્સનલ માહિતી માંગતા નથી માટે આવો કોઈ કોલ આવે તો નજીકના બેંકમાં જઈ ચકાસી લેવું.

બેંક ઓફ બરોડા દ્વારા વોટ્સએપ બેન્કિંગ સેવા માટે કોઈપણ પ્રકારના ચાર્જ લેવામાં આવતા નથી. આ સેવા ફ્રી માં બેંક ઓફ બરોડાના તમામ ગ્રાહકો માટે શરૂ કરવામાં આવેલી છે. બેંક ઓફ બરોડામાં એકાઉન્ટ ન હોય તે લોકો પણ આ નંબર દ્વારા લોન વિશે અને બેંક ઓફ બરોડાની સર્વિસ વિશે જાણકારી મેળવી શકે છે.

નિષ્કર્ષ

બેંક ઓફ બરોડા દ્વારા વોટ્સએપ બેન્કિંગ સેવા ઘણા સમયથી લાગુ કરવામાં આવી છે. વોટ્સએપ બેન્કિંગ સેવા એ સુરક્ષિત સેવા છે અને તેના ઉપર કોઈપણ પ્રકારના ચાર્જ લેવામાં આવતા નથી. જો તમે વોટ્સએપ બેન્કિંગ સેવા તમારા મોબાઈલમાં ચાલુ કરવા માંગો છો તો તમે ઉપર આપેલ માહિતીને અનુસરીને તમારા મોબાઈલમાં વોટ્સએપ દ્વારા બેંક ઓફ બરોડાની વોટ્સએપ બેન્કિંગ સેવાનો લાભ લઈ શકો છો.

જો તમને કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય અથવા તો અન્ય માહિતી મેળવવા માંગતા હોય તો તમે અમને કોમેન્ટ બોક્સ દ્વારા જણાવી શકો છો. અમે તમને તમારા પ્રશ્નનો ઉત્તર ટૂંક સમયમાં આપીશું. આભાર!

અમારા હોમ પેજ ઉપર જવા માટે અહિયાં ક્લિક કરો
અમારા વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે અહિયાં ક્લિક કરો

સમય કાઢીને આ પણ વાંચો!

SBI WhatsApp Banking: હવે વોટ્સએપ દ્વારા જાણી શકાશે બેન્કનું બેલેન્સ, એકાઉન્ટ સ્ટેટમેન્ટ અને બીજું ઘણું બધુ
mParivahan App: ડ્રાઈવિંગ લાયસન્સ, RC બુક, વાહનની માહિતી માટેની સરકારી એપ
WhatsApp Channel: જાણો વોટ્સએપના નવા ફીચર વોટ્સએપ ચેનલ વિશે
PM Vishwakarma Yojana: PM મોદીએ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના શરૂ કરી, જાણો કેવી રીતે કરશો અરજી
How To Make A Resume: એક અસરકારક રેઝ્યૂમે કેવી રીતે બનાવવું?

Gujju 24/7 એ ગુજરાતી ભાષામાં દરેક ગુજરાતીને જ્ઞાન મળી રહે તે માટે પ્રયત્ન કરે છે. Gujju 24/7 માં તમને ગુજરાતી જનરલ નોલેજ, ગુજરાતી જાણવા જેવુ, દિન-વિશેષ, સરકારી ભરતીની માહિતી અને અન્ય શૈક્ષણિક માહિતી જે ઉપયોગી હશે તે બધું જ ગુજરાતી ભાષામાં તમને અહીથી મળી રહેશે અને તમને સારું સારું વાંચવાનું મળી રહે તે માટે Gujju 24/7 હંમેશા પ્રયત્નશીલ રહેશે.

Leave a Comment