BOB Pre-owned Car Loan: હવે સેકન્ડ હેન્ડ કાર ખરીદવા બેંક ઓફ બરોડા આપશે લોન, જાણો સંપૂર્ણ જાણકારી

By Gujju Blogger

Published on:

બેંક ઓફ બરોડા (Bank Of Baroda – BOB) દ્વારા પૂર્વ માલિકી એટલે કે કોઈના દ્વારા ખરીદાયેલ કાર જેઓ વેચવા માંગે છે તેવી કાર ખરીદવા ઇચ્છતા હોય તે લોકો પાસે પૂરતા નાણાં નથી તો હવે બેંક ઓફ બરોડા આપી રહ્યું છે લોન. જાણો બેંક ઓફ બરોડાની પૂર્વ માલિકી કાર લોન (Pre-owned Car Loan) વિશે સંપૂર્ણ જાણકારી.

BOB Pre-owned Car Loan In Gujarati
BOB Pre-owned Car Loan In Gujarati

BOB Pre-owned Car Loan Gujarati: જો તમારું પણ સપનું કાર ખરીદવાનું છે અને સૌપ્રથમ તમે એક સેકન્ડ હેન્ડ કાર ખરીદવા માંગો છો જે સારી એવી કન્ડિશનમાં હોય તો બેંક ઓફ બરોડા આપશે તમને લોન. આ લોન થકી તમે હેચબેક, સેડાન, MUV, SUV, સ્પોર્ટસ કાર અથવા લકઝરી કાર ખરીદી શકો છો. આ લોન પગારદાર કર્મચારીઓ, ઉધોગપતિઓ, વ્યવયિકો અને પ્રાઈવેટ/પબ્લિક લિમિટેડ કંપનીના ડિરેક્ટરને મળી શકે છે.

બેંક ઓફ બરોડા પ્રિ-ઓવન્ડ કાર લોન વિશે સામાન્ય માહિતી

આર્ટીકલનું નામબેંક ઓફ બરોડા પ્રિ-ઓવન્ડ કાર લોન (Pre-owned Car Loan)
આર્ટીકલનો ઉદ્દેશ્યમાત્ર જાણકારી આપવાનો
લોન વિશે માહિતીસેકન્ડ હેન્ડ કાર ખરીદવા આપશે લોન.
કોણ અરજી કરી શકે?પગારદાર વ્યક્તિઓ, સ્વરોજગારી મેળવતા અને અન્ય
કેટલી લોન મળી શકે?2 થી 50 લાખ સુધીની લોન મળવાપાત્ર
લોન ભરવાનો સમયગાળો96 મહિના
કેટલી ઉંમર સુધીના અરજી કરી શકે?21 થી 70 વર્ષ સુધી
અધિકારીત વેબસાઈટhttps://www.bankofbaroda.in
વોટ્સએપ ગ્રૂપમાં જોડાઓઅહિયાં ક્લિક કરો
ટેલિગ્રામ ચેનલમાં જોડાઓઅહિયાં ક્લિક કરો

બેંક ઓફ બરોડા પ્રિ-ઓવન્ડ કાર લોન શું છે?

બેંક ઓફ બરોડાની આ લોન તમને કોઈના દ્વારા પહેલા લેવામાં આવેલ કાર જે સારી એવી કન્ડિશનમાં હોય અને તમે લેવા માંગતા હોય અને તમારી પાસે પૂરતા નાણાં નથી તો તમે આ લોન લઈને તમારા સપનાની કાર ખરીદી શકો છો. આ લોન તમને ઝડપી પ્રોસેસ દ્વારા મળી જશે અને ઓછામાં ઓછી 2 લાખ અને વધુમાં વધુ 50 લાખ સુધીની લોન તમને મળી શકે છે. જેની સંપૂર્ણ માહિતી તમે નીચે વાંચી શકો છો.

બેંક ઓફ બરોડા પ્રિ ઓવન્ડ કાર લોનના ફાયદા શું છે?

બેંક ઓફ બરોડાની પ્રિ ઓવન્ડ કાર લોનનો મુખ્ય ફાયદો એ છે કે તમને વધુ રકમ આપવામાં આવે છે. 75 ટકા જેટલી લોનની રકમ એપ્રુવ કરી આપવામાં આવે છે. ઈન્ટરેસ્ટ રેટ પણ બીજી બેંક કરતાં ઓછા હોય છે જે તેનો મુખ્ય ફાયદો છે. ડોક્યુમેન્ટની વાત કરીએ તો ડોક્યુમેન્ટ જરૂરી હોય તેટલા જ તમારી પાસે જોડાવામાં આવે છે. કોઈ વધારાના ચાર્જિસ લેવામાં આવતા નથી. લોનની પ્રોસેસ પણ ઝડપી કરી આપવામાં આવે છે અને લોનની રકમ પણ તમારા ખાતામાં ઝડપી પ્રક્રિયા દ્વારા ટ્રાન્સફર કરી આપવામાં આવે છે.

બેંક ઓફ બરોડા પ્રિ ઓવન્ડ કાર લોન વિશે

બેંક ઓફ બરોડા બજાર રકમ ઉપર 75 ટકા જેટલી લોન અથવા તો કરાર રકમ ઉપર 75 ટકા લોન અથવા IDV રકમ પર 100 ટકા (જે ઓછું હોય તે) સેકન્ડ હેન્ડ કાર પર લોન આપે છે. પ્રિ ઓવન્ડ એટલે કે કોઈ બીજાની માલિકી ધરાવતી કાર ખરીદવા માટે વધુમાં વધુ તમે 50,00,000 સુધીની લોન લઈ શકો છો.

બેંક ઓફ બરોડા પૂર્વ માલિકીની કાર ઉપર વ્યાજદરની ગણતરી તમારા બેંક એકાઉન્ટમાં થતાં વધારા ઘટાડા બેલેન્સ ઉપરથી નક્કી કરવામાં આવે છે અને અરજદારના ક્રેડિટ સ્કોર અથવા સીબીલ સ્કોર ઉપર વ્યાજદર નક્કી કરવામાં આવે છે. લોન માટે જરૂરી ઓછામાં ઓછો ક્રેડિટ સ્કોર 701 છે અને સીબીલ ક્રેડિટ સ્કોર -1 સુધી પણ ગણવામાં આવે છે.

કાર લોનની ચુકવણી માટેનો સમયગાળો અથવા તો કાર્યકાળ મહત્તમ 60 મહિના સુધીનો હોય છે. EMI ની રકમ દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે વત્તા વાહનની ઉંમર ઉપરથી નક્કી કરવામાં આવે છે. જે 96 મહિનાથી વધુ ન હોવો જોઈએ.

બેંક ઓફ બરોડા પ્રિ ઓવન્ડ કાર લોન દ્વારા લેવાયેલ કાર એ બેંક ઓફ બરોડા સાથે અનુમાનિત રહેશે. લોન લેનાર લોનની સંપૂર્ણ રકમ ચૂકવી દે તે પછી દૂર કરવામાં આવે છે અને સંપૂર્ણ માલિકીના હકદાર લોન લેનાર બને છે. લોન લેનારની ઓછામાં ઓછી વયમર્યાદા 21 વર્ષ અને મહત્તમ 70 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

બેંક ઓફ બરોડા પ્રિ ઓવન્ડ કાર લોન માટેની પાત્રતા

બેંક ઓફ બરોડામાં કામ કરતાં કર્મચારી, ભૂતપૂર્વ કર્મચારી, સ્વરોજગારી મેળવતા વ્યક્તિ, વ્યાવસાયિકો, પ્રાઈવેટ અથવા તો પબ્લિક લિમિટેડ કંપનીના બિઝનેસમેન અને પ્રોફેસનલ્સ અને અન્ય ડિરેક્ટરો, ખેડૂતો આ લોન લેવા માટે પાત્ર છે.

રૂ.2.50 લાખ અને તેથી વધુની કુલ વાર્ષિક આવક (GAI) ધરાવતા પગારદાર કર્મચારીઓ/પેન્શનરો. ઉદ્યોગપતિઓ અને વ્યવસાયિકો અને અન્યો (ખાનગી/પબ્લિક લિમિટેડ કંપનીના ડિરેક્ટરો) રૂ.3.00 લાખ અને તેનાથી વધુના GAI ધરાવતા વ્યક્તિઓ, કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓમાં રોકાયેલા વ્યક્તિઓ રૂ.3.00 લાખ અને તેથી વધુના GAI ધરાવતાં વ્યક્તિઓ અને સ્ટાફ સભ્યો (જાહેર યોજના હેઠળ લાભ લે છે) તે આ લોન લેવા માટે પાત્ર છે.

બેંક ઓફ બરોડા પ્રિ ઓવન્ડ કાર લોન ઈન્ટરેસ્ટ રેટ અને ચાર્જિસ
ફિક્સ રેટ
ProductConditionsRepo Rate + SpreadEffective Rate of Interest
Car LoanPre Owned Car1 year MCLR+SP+ 2.90% to 1 year MCLR+SP+5.65%From 11.95% to 14.70%
ફ્લોટિંગ રેટ
ProductConditionsRepo Rate + SpreadEffective Rate of Interest
Car LoanPre Owned CarFROM BRLLR + SP + 2.50% TO BRLLR + SP + 5.25%From 11.90% to 14.65%

પ્રોસેસિંગ ચાર્જ લોનની રકમના 0.50% વત્તા GST (ઓછામાં ઓછા રૂ. 2500/-+GST અને વધુમાં વધુ રૂ. 10,000 + GST). કારની રકમ અને અન્ય બાબતોને આધારે લેવામાં આવશે.

બેંક ઓફ બરોડા પ્રિ ઓવન્ડ કાર લોન માટે જરૂરી ડોક્યુમેન્ટનું લિસ્ટ
  • KYC ડોક્યુમેન્ટ જેમ કે પાનકાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ, આધારકાર્ડ વગેરે.
  • બેંકના હાલના ગ્રાહકો માટે (ઓછામાં ઓછા છ મહિનાના ખાતાધારક) માટે કોઈ KYC ની જરૂર નથી.
  • અન્ય ગ્રાહકો માટે E-KYC અને સામાન્ય KYC જરૂરી છે.
  • નવા ગ્રાહકો માટે છેલ્લા છ મહિનાનું બેંક સ્ટેટમેન્ટ જરૂરી છે.
  • આઈટી રિટર્ન સ્વરોજગારી ધરાવતા માટે 2 વર્ષ, પગારદાર વ્યક્તિ માટે 1 વર્ષ અથવા 3 મહિનાની પગાર સ્લીપ અને જરૂરી હોય તો NACH ફોર્મ
  • આરસી બુક અને કારનો વીમો
બેંક ઓફ બરોડા પ્રિ ઓવન્ડ કાર લોન માટે સંપર્ક માહિતી

જો તમને કોઈપણ પ્રકારની મદદની જરૂર હોય બેંક ઓફ બરોડા લોન વિશે અથવા તો અન્ય કોઈપણ રીતે તો તમે 1800 5700 ટોલ ફ્રી નંબર ઉપર સંપર્ક કરી શકો છો. ડોમેસ્ટિક કસ્ટમર માટે 24 કલાક કાર્યરત ટોલ ફ્રી નંબર +91 66296009 ઉપર પણ તમે સંપર્ક કરી શકો છો. જો તમે બેંક ઓફ બરોડાની નજીકની બ્રાન્ચ શોધવા માંગો છો તો અહિયાં ક્લિક કરો અને કોઈ એજન્ટ શોધવા માંગો છો તો અહિયાં ક્લિક કરો.

બેંક ઓફ બરોડા પ્રિ ઓવન્ડ કાર લોન માટે મહત્વની લિંકસ
ઓફિશિયલ વેબસાઈટ ઉપર વાંચોઅહિયાં ક્લિક કરો
EMI કેલ્ક્યુલેટરઅહિયાં ક્લિક કરો
વોટ્સએપ ગ્રૂપમાં જોડાઓઅહિયાં ક્લિક કરો
સમય નિકાળીને આ પણ વાંચો!

Gujju Blogger

Hello, I am Gujju Blogger. I am a blogger since 2015 & I am a educational blogger. I am providing information related education, competitive exams & latest recruitment. This Gujju247 is created for spreading important Gujarati information to Gujarati peoples who are living Worldwide & Gujarat, India. For Any Help Or Any Questions Or Queries Please Contact Us By gujjuknowledge.in@gmail.com | Thank You!

Related Post

ગુજરાત લોકરક્ષક અને પોલીસ સબ ઈન્સ્પેકટર (પીએસઆઈ) પરીક્ષાનું અંદાજિત સમયપત્રક જાહેર, જાણો કઈ કઈ તારીખે લેવાશે પરીક્ષા

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) ના ચેરમેન હસમુખ પટેલ દ્વારા હાલમાં જ જાણકારી આપવામાં આવી છે કે લોકરક્ષક અને પીએસઆઈ પરીક્ષા 2024 નું સમય પત્રક (Gujarat LRD & ...

નમો લક્ષ્મી યોજના: ગુજરાત સરકારની ધોરણ 9 થી 12 માં ભણતી વિધાર્થીનીઓ માટેની એક નવી યોજના, મળશે 50 હજાર રૂપિયા

નમસ્કાર મિત્રો, ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2024-25 ના બજેટમાં એક નવી યોજનાની જાહેરાત કરવામાં આવી હતી જેનું નામ છે “નમો લક્ષ્મી યોજના” (Namo Lakshmi Yojana). આ યોજના અંતર્ગત ...

SSC CHSL 2024: સ્ટાફ સિલેક્શન કમિશનમાં 12 પાસ માટે આવી સરકારી ભરતી, 3712 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી શરૂ, વાંચો સંપૂર્ણ માહિતી

SSC CHSL Notification 2024 Out: સ્ટાફ સિલેક્શન કમિશન (એસએસસી) દ્વારા લેવામાં આવતી સંયુક્ત ઉચ્ચતર માધ્યમિક (10+2) સ્તર (Combined Higher Secondary (10+2) Level) પરીક્ષા માટે ઓનલાઈન અરજીઓ શરૂ કરી ...

Gujarat Police Bharti: ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતી 2024 માટે આજથી શરૂ થશે ઓનલાઈન અરજી, વાંચો સંપૂર્ણ માહિતી

Gujarat Police Bharti 2024: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા ગુજરાત પોલીસ દળ વર્ગ-3 સંવર્ગમાં પોલીસ સબ ઈન્સ્પેકટર (પીએસઆઈ) તથા લોકરક્ષક (LRD) કેડરની જગ્યાઓમાં સીધી ભરતી માટેની જાહેરાત ...

Leave a Comment

error: Content is protected !!