BOB Digital Car Loan: હવે બેંકમાં ગયા વગર જ મળશે કાર લોન, પૈસા સીધા તમારા બેંક એકાઉન્ટમાં થશે જમા, વાંચો સંપૂર્ણ માહિતી

By Gujju Blogger

Published on:

હવે દેશમાં ઘણા બધા કામ ડિજિટલ રીતે એટલે કે ઓનલાઈન થવા માંડયા છે. એવામાં દેશની મોટી બેન્કોમાં ગણાતી એવી બેંક ઓફ બરોડા (Bank Of Baroda – BOB) ડિજિટલ કાર લોન આપી રહ્યું છે. આજે અમે તમને આ કાર લોન (Digital Car Loan) વિશે સંપૂર્ણ માહિતી આપવાના છીએ.

Bank Of Baroda Digital Car Loan - Apply Online Now!
Bank Of Baroda Digital Car Loan – Apply Online Now!

બેંક ઓફ બરોડા ડિજિટલ કાર લોન વિશે સામાન્ય માહિતી

આર્ટીકલનું નામબેંક ઓફ બરોડા ડિજિટલ કાર લોન (BOB Digital Car Loan)
આર્ટીકલનો ઉદ્દેશ્યમાત્ર જાણકારી આપવાનો
લોન વિશે માહિતીકાર ખરીદવા માટે આપવામાં આવતી કાર લોન
કોણ અરજી કરી શકે?પગારદાર વ્યક્તિઓ અને સ્વરોજગારી મેળવતા અને અન્ય
કેટલી લોન મળી શકે?50 લાખ સુધીની લોન મળવાપાત્ર
લોન ભરવાનો સમયગાળો84 મહિના
કેટલી ઉંમર સુધીના અરજી કરી શકે?21 થી 65 વર્ષ સુધી
અધિકારીત વેબસાઈટhttps://www.bankofbaroda.in
વોટ્સએપ ગ્રૂપમાં જોડાઓઅહિયાં ક્લિક કરો
ટેલિગ્રામ ચેનલમાં જોડાઓઅહિયાં ક્લિક કરો

બેંક ઓફ બરોડા ડિજિટલ કાર લોન શું છે?

બેંક ઓફ બરોડા (Bank Of Baroda) ની કાર લોન જે હવે ડિજિટલ માધ્યમ દ્વારા મળી શકે છે. ડિજિટલ માધ્યમ એટલે કે હવે તમારે બેંકમાં જવાની કે બેંકના ધક્કા ખાવાની જરૂર નથી. બેંક ઓફ બરોડા હવે ડિજિટલ કાર લોન આપી રહ્યું છે જેના થકી તમે હવે ઓનલાઈન અરજી કરી શકો છો અને માત્ર 10 મિનિટમાં સંપૂર્ણ પ્રોસેસ પૂરી કરી શકો છો.

બેંક ઓફ બરોડાની ઓનલાઈન પ્રોસેસ પૂરી થતાં જ ઓનલાઈન જ તમારા બેંકના ખાતામાં પૈસા જમા થઈ જાય છે. આ સુવિધા દ્વારા પહેલા જે બેંકના ધક્કા ખાવા પડતાં હતા અને સમય બગડતો હતો તે હવે નહીં થાય અને આ લોન તમને મળી જશે.

બેંક ઓફ બરોડા ડિજિટલ કાર લોનના ફાયદા

આ લોન સંપૂર્ણ રીતે પેપરલેસ લોન છે માટે તમારે આ માટે કોઈ પેપર જમા કરાવવાના રહેશે નહીં બેંકમાં જઈને. બેંક દ્વારા તમને 90% જેટલી રકમ થતી હશે લોન માટે તે આપવાનો પ્રયાસ કરવામાં આવશે. લોનની સંપૂર્ણ રકમ સીધી ઓનલાઈન જ તમારા બેંક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવશે. આ માટે ફ્લોટિંગ રેટના કિસ્સામાં કોઈ પ્રિપેમેન્ટ ચાર્જ લેવામાં આવશે નહીં. બીજી બેંકની કાર લોન કરતાં તમને ઓછા વ્યાજદર સાથે આ લોન આપવામાં આવશે.

બેંક ઓફ બરોડા ડિજિટલ કાર લોન માટે કોણ અરજી કરી શકે છે?

નિવાસી વ્યક્તિઓ (એકલા) – પગારદાર કર્મચારીઓ, સ્વ-રોજગાર ધરાવતા વ્યાવસાયિકો (ડૉક્ટર, એન્જિનિયર, આર્કિટેક્ટ, ઇન્ટિરિયર ડિઝાઇનર્સ, ટેક મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ્સ, પ્રેક્ટિસિંગ કંપની સેક્રેટરી વગેરે), વીમા એજન્ટો અને સ્વ-રોજગાર ધરાવતા વ્યવસાયી વ્યક્તિઓ બેંક ઑફ બરોડાની ડિજિટલ કાર લોન માટે અરજી કરી શકે છે.

અરજી કરનારની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષ સુધીની હોવી જોઈએ અને લોનની ભરપાઈ સુધીની મહત્તમ ઉંમર 58 વર્ષ (પગારદાર વ્યક્તિ માટે) અને 65 વર્ષ (સ્વરોજગારી ધરાવતા વ્યક્તિ) માટે હોવી જોઈએ. કાર લોન પરના વ્યાજદરની ગણતરી દૈનિક ઘટાડાતા બેલેન્સ પર કરવામાં આવે છે અને અરજી કરનારના ક્રેડિટ સ્કોર અથવા તો CIBIL સ્કોર પર કરવામાં આવે છે. લોન માટે જરૂરી ન્યૂનતમ ક્રેડિટ સ્કોટ 701 છે. -1 નો CIBIL સ્કોર પણ આ લોન લેવા માટે પાત્ર ગણવામાં આવે છે.

કાર લોન માટે ચુકવણીનો સમયગાળો અથવા મુદત 12 મહિનાથી મહત્તમ 84 મહિના સુધીનો હોય છે અને EMI રકમ તેના દ્વારા નક્કી કરવામાં આવે છે. કોલેટરલ તરીકે, બેંક ઓફ બરોડામાંથી તમે જે કાર લોન લેશો તેના હકદાર જ્યાં સુધી તમારી લોન સંપૂર્ણ ભરાઈ નહીં જાય ત્યાં સુધી રહેશે. લોનની ભરપાઈ સંપૂર્ણ થઈ ગયા બાદ બેંક દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવશે અને પછી તેના તેઓ કોઈ હકદાર રહેશે નહીં.

બેંક ઓફ બરોડા ડિજિટલ કાર લોન માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂરૂ પડશે?

બેંક ઓફ બરોડાની કાર લોન માટે તમારે પાનકાર્ડ અને આધારકાર્ડની જરૂર પડશે. છેલ્લા 6 મહિનાનું ડિજિટલ જનરેટ કરેલ બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ ફરજિયાત જરૂર પડશે. સ્વરોજગારી ધરાવતા વ્યક્તિ માટે ઉપર જણાવેલ આધારકાર્ડ અને પાનકાર્ડ સાથે સાથે છેલ્લા 2 વર્ષનું ડિજિટલ જનરેટ ઇન્કમ ટેક્સ રિટર્ન ફરજિયાત જોઈશે. આ સિવાય કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટની જરૂર પડશે નહીં.

બેંક ઓફ બરોડા ડિજિટલ કાર લોનના ઈન્ટરેસ્ટ રેટ અને ચાર્જિસ
ફિક્સ રેટ
ProductConditionsRepo Rate + SpreadEffective Rate of Interest
Digital Car LoanNew Car1 year MCLR+0.05% to 1 year MCLR+0.90%From 8.85% to 9.70%
ફ્લોટિંગ રેટ
ProductConditionsRepo Rate + SpreadEffective Rate of Interest
Digital Car LoanNew CarFrom BRLLR-0.40% to BRLLR+SP+0.40%From 8.75% to 9.80%
ડિજિટલ કાર લોન માટેના ચાર્જિસ
  • 10 લાખ સુધીની લોનની રકમ – રૂ. 1000/- + GST,
  • 10 લાખથી વધુની લોનની રકમ – રૂ. રૂ.2000/- + GST
  • બરોડા યોદ્ધા લોન ગ્રાહક માટે શૂન્ય
  • રૂ. રાજ્ય/કેન્દ્રીય/પીએસયુ કર્મચારીઓ માટે રૂ. 500/- + GST.
બેંક ઓફ બરોડા સંપર્ક માહિતી

બેંક ઓફ બરોડામાં થતી કોઈપણ મુશ્કેલીનો ઉકેલ માટે તમે ટોલ ફ્રી નંબર 18005700 ઉપર કોલ કરી શકો છો. ડોમેસ્ટિક કસ્ટમર માટે 24 કલાક કાર્યરત ટોલ ફ્રી નંબર +91 7966296009 ઉપર કોલ કરી શકો છો. તમે બેંક ઓફ બરોડાની નજીકની બ્રાન્ચમાં જઈને પણ માહિતી મેળવી શકો છો. નજીકની બ્રાન્ચ શોધવા માટે અહિયાં ક્લિક કરો અને કોઈ એજન્ટ શોધવા માટે અહિયાં ક્લિક કરો.

બેંક ઓફ બરોડા ડિજિટલ કાર લોન માટે મહત્વની લિંકસ
ઓફિશિયલ વેબસાઈટ ઉપર વાંચોઅહિયાં ક્લિક કરો
EMI કેલ્ક્યુલેટરઅહિયાં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહિયાં ક્લિક કરો
વોટ્સએપ ગ્રૂપમાં જોડાઓઅહિયાં ક્લિક કરો
નિષ્કર્ષ:-

મિત્રો, બેંક ઓફ બરોડાની (Bank Of Baroda – BOB) આ ડિજિટલ કાર લોનની (Digital Car Loan) સંપૂર્ણ પ્રોસેસ એ ઓનલાઈન જ કરવામાં આવશે અને એ પણ માત્ર 10 થી 20 મિનિટમાં પૂરી થઈ જશે. આ લોનની રકમ પણ ત્યારબાદ સીધી તમારા બેંક એકાઉન્ટમાં જમા થઈ જશે. મિત્રો અમે આ લોન વિશે તમને માત્ર માહિતી જ આપીએ છે. અમે તમન આ લોન લેવા માટે આકર્ષતા નથી કે કોઈપણ પ્રકારનો ફોર્સ કરતાં નથી. આભાર.

સમય નિકાળીને આ પણ વાંચો!

Gujju Blogger

Hello, I am Gujju Blogger. I am a blogger since 2015 & I am a educational blogger. I am providing information related education, competitive exams & latest recruitment. This Gujju247 is created for spreading important Gujarati information to Gujarati peoples who are living Worldwide & Gujarat, India. For Any Help Or Any Questions Or Queries Please Contact Us By gujjuknowledge.in@gmail.com | Thank You!

Related Post

ગુજરાત લોકરક્ષક અને પોલીસ સબ ઈન્સ્પેકટર (પીએસઆઈ) પરીક્ષાનું અંદાજિત સમયપત્રક જાહેર, જાણો કઈ કઈ તારીખે લેવાશે પરીક્ષા

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) ના ચેરમેન હસમુખ પટેલ દ્વારા હાલમાં જ જાણકારી આપવામાં આવી છે કે લોકરક્ષક અને પીએસઆઈ પરીક્ષા 2024 નું સમય પત્રક (Gujarat LRD & ...

નમો લક્ષ્મી યોજના: ગુજરાત સરકારની ધોરણ 9 થી 12 માં ભણતી વિધાર્થીનીઓ માટેની એક નવી યોજના, મળશે 50 હજાર રૂપિયા

નમસ્કાર મિત્રો, ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2024-25 ના બજેટમાં એક નવી યોજનાની જાહેરાત કરવામાં આવી હતી જેનું નામ છે “નમો લક્ષ્મી યોજના” (Namo Lakshmi Yojana). આ યોજના અંતર્ગત ...

SSC CHSL 2024: સ્ટાફ સિલેક્શન કમિશનમાં 12 પાસ માટે આવી સરકારી ભરતી, 3712 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી શરૂ, વાંચો સંપૂર્ણ માહિતી

SSC CHSL Notification 2024 Out: સ્ટાફ સિલેક્શન કમિશન (એસએસસી) દ્વારા લેવામાં આવતી સંયુક્ત ઉચ્ચતર માધ્યમિક (10+2) સ્તર (Combined Higher Secondary (10+2) Level) પરીક્ષા માટે ઓનલાઈન અરજીઓ શરૂ કરી ...

Gujarat Police Bharti: ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતી 2024 માટે આજથી શરૂ થશે ઓનલાઈન અરજી, વાંચો સંપૂર્ણ માહિતી

Gujarat Police Bharti 2024: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા ગુજરાત પોલીસ દળ વર્ગ-3 સંવર્ગમાં પોલીસ સબ ઈન્સ્પેકટર (પીએસઆઈ) તથા લોકરક્ષક (LRD) કેડરની જગ્યાઓમાં સીધી ભરતી માટેની જાહેરાત ...

Leave a Comment

error: Content is protected !!