BOB Two Wheeler Loan: હવે બેંક ઓફ બરોડા આપી રહ્યું છે ટુ વ્હીલર સાધન ખરીદવા લોન, વાંચો સંપૂર્ણ માહિતી વિગતે

By Gujju Blogger

Published on:

બેંક ઓફ બરોડા (Bank Of Baroda – BOB) દ્વારા વિવિધ પ્રકારની લોન આપવામાં આવતી હોય છે. હવે બેંક ઓફ બરોડા તમને આપી રહ્યું છે તમારા સપનાનું ટુ વ્હીલર સાધન (Two Wheeler Loan) એટલે કે બાઈક અથવા તો સ્કૂટી ખરીદવા માટે લોન. આકર્ષક વ્યાજદર સાથે હવે ખરીદો તમારા સપનાનું ટુ વ્હીલર સાધન. વાંચો સંપૂર્ણ વિગતવાર માહિતી નીચેથી.

Bank Of Baroda (BOB) Two Wheeler Loan
Bank Of Baroda (BOB) Two Wheeler Loan Information In Gujarati

બેંક ઓફ બરોડા દ્વાર તમને પોસાય તેવા માસિક હપ્તા સાથે ટુ-વ્હીલર લોન આપી રહી છે. BOB ની આ ટુ-વ્હીલર લોન સાથે, તમે એકદમ નવું ટુ-વ્હીલર સાધન અથવા તો બાઈક ખરીદી શકો છો અને સરળ માસિક હપ્તામાં તેની ચૂકવણી પણ કરી શકો છો. વધુમાં, બેંક ઓફ બરોડા આજે પરવડે તેવા વ્યાજ દરો અને ન્યૂનતમ પ્રોસેસિંગ શુલ્ક સાથે શ્રેષ્ઠ બાઈક લોન તમને ઓફર કરે છે. બેંક ઓફ બરોડાની ટુ-વ્હીલર લોન વિશે આજે જ માહિતી મેળવો.

બેંક ઓફ બરોડા ટુ વ્હીલર લોન વિશે સામાન્ય માહિતી

આર્ટીકલનું નામબેંક ઓફ બરોડા ટુ વ્હીલર લોન (BOB Two Wheeler Loan)
આર્ટીકલનો ઉદ્દેશ્યમાત્ર જાણકારી આપવાનો
લોન વિશે માહિતીટુ વ્હીલર સાધન ખરીદવા આપવામાં આવતી લોન
કોણ અરજી કરી શકે?પગારદાર વ્યક્તિઓ અને સ્વરોજગારી મેળવતા અને અન્ય
કેટલી લોન મળી શકે?10 લાખ સુધીની લોન મળવાપાત્ર
લોન ભરવાનો સમયગાળો60 મહિના
કેટલી ઉંમર સુધીના અરજી કરી શકે?21 થી 70 વર્ષ સુધી
અધિકારીત વેબસાઈટhttps://www.bankofbaroda.in
વોટ્સએપ ગ્રૂપમાં જોડાઓઅહિયાં ક્લિક કરો
ટેલિગ્રામ ચેનલમાં જોડાઓઅહિયાં ક્લિક કરો

બેંક ઓફ બરોડાની ટુ વ્હીલર લોન શું છે?

ટુ વ્હીલર એટલે કે સ્કૂટી અથવા તો બાઇક ચલાવવાનું સપનું દરેક લોકોનું હોય છે. તેમા ઘણા બધા એવા લોકો હોય છે જેમની પાસે પૂરતા પૈસા હોતા નથી અને તે લઈ શકતા નથી. એવામાં બેંક ઓફ બરોડા દ્વારા ટુ વ્હીલર સાધન ખરીદવા માટે લોન આપવામાં આવે છે. જેના થકી તમે તમારા સપનાનું સાધન ખરીદી શકો છો. આ લોન તમને રૂપિયા 10 લાખ સુધી આપવામાં આવે છે. જે નિયત સમયગાળા દરમિયાન તમારે ચૂકવવાની હોય છે.

બેંક ઓફ બરોડા ટુ વ્હીલર લોન લેવાના ફાયદા

બેંક ઓફ બરોડામાંથી ટુ વ્હીલર લોન લેવાનો મુખ્ય ફાયદો એ છે કે તમને આ લોનની પ્રોસેસ ઝડપી પ્રક્રિયા દ્વારા અને ઓછા સમયમાં પૂર્ણ કરવામાં આવે છે. આ લોન માટેના ઈન્ટરેસ્ટ રેટ પણ બીજી બેંક કરતાં ઓછા રાખવામાં આવેલ છે જેથી લોન લેનારને પરવડે. બીજો સૌથી મોટો ફાયદો એ છે આમાં તમને રૂપિયા 10 લાખ સુધીની લોન આપવામાં આવે છે. લોન માટેના અન્ય કોઈપણ પ્રકારના વધારાના ચાર્જિસ લેવામાં આવતા નથી.

બેંક ઓફ બરોડા ટુ વ્હીલર લોન કોને મળી શકે છે?

સૌપ્રથમ તો ટુ વ્હીલરની લોનના પૈસા દ્વારા ખરીદાયેલ સાધન એ નવું જ હોવું જોઈએ અને ફક્ત ખાનગી ઉપયોગ માટે જ હોવું જોઈએ. પબ્લિક સ્કીમ હેઠળ નિકરિયાત વ્યક્તિઓ, ઉધોગપતિઓ, વ્યાવસાયિકો, ખેડૂતો તેમજ બેંક ઓફ બરોડા સ્ટાફ સભ્યો અને ભૂતપૂર્વ સ્ટાફ આટલા લોકોને બેંક ઓફ બરોડાની આ લોન મળી શકે છે.

ટુ વ્હીલર લોનના અરજદાર માટેની ઓછામાં ઓછી ઉંમર 21 વર્ષ અને જ્યારે ચુકવણીની અવધિ પૂર્ણ થવાની હોય ત્યાં સુધી 70 વર્ષની છે. રૂપિયા 10 લાખ સુધીની લોન તમને આપવામાં આવે છે અને તે તમારે 60 મહિનાની અંદર તેની ચુકવણી કરવાની હોય છે. ટુ વ્હીલર લોન દ્વારા લેવાયેલ સાધન બેંકને અનુમાનિત રહેશે. ટુ વ્હીલર લોનની સંપૂર્ણ રકમ ચુકવ્યા બાદ તમામ બેંકના હક દૂર કરવામાં આવશે.

બાઇક લોન પરના પ્રોસેસિંગ શુલ્કની ગણતરી લોનની રકમના 2% તરીકે કરવામાં આવે છે, જેમાં લઘુત્તમ રૂ. 250/- વત્તા લાગુ GST. જો કે, ટુ વ્હીલર લોન પર કોઈ પ્રી-ક્લોઝર ચાર્જ નથી.

બેંક ઓફ બરોડા ટુ વ્હીલર લોન માટેના ઈન્ટરેસ્ટ રેટ
ફિક્સ રેટ
ProductRepo Rate + SpreadEffective Rate of Interest
Two Wheeler Loan1 year MCLR+SP+ 4.65%13.70%
ફ્લોટિંગ રેટ
ProductRepo Rate + SpreadEffective Rate of Interest
Two Wheeler LoanBRLLR + SP + 4.25%13.65%
બેંક ઓફ બરોડા ટુ વ્હીલર લોન માટે જરૂરી ડોક્યુમેન્ટનું લિસ્ટ
  • ઉંમર પુરાવા સાથે ફોટો ID (જેમ કે, PAN કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ)
  • 3 પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ સાથે સહી કરેલ અરજી ફોર્મ
  • રહેઠાણનો પુરાવો જેમ કે માન્ય પાસપોર્ટ, મતદાર ઓળખ કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પોસ્ટપેડ યુટિલિટી બિલ (ગેસ બિલ અને વીજળીનું બિલ), અપડેટ કરેલ પાસબુક અથવા બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ, નોટરાઇઝ્ડ રજિસ્ટર્ડ ભાડા કરાર
  • છેલ્લા છ મહિનાનું બેંક સ્ટેટમેન્ટ

પગારદાર વ્યક્તિ:

  • છેલ્લા 3 મહિનાની સેલરી સ્લિપ
  • ફોર્મ 16 અથવા આવકવેરા રિટર્ન

સ્વ-રોજગાર ધરાવતી વ્યક્તિ:

  • બેલેન્સ શીટ અને નફા અને નુકશાન ખાતું, છેલ્લા 2 વર્ષની આવકની ગણતરી
  • આવકવેરા રિટર્ન – અરજદારો માટે છેલ્લા 2 વર્ષ, 26 AS, ટ્રેસીસ
  • વ્યવસાયનો પુરાવો: ગોમસ્તા લાઇસન્સ, નોંધણી પ્રમાણપત્ર, સેવા કર નોંધણી, અન્યો વચ્ચે
  • આઇટી એસેસમેન્ટ/ક્લિયરન્સ સર્ટિફિકેટ, ઇન્કમ ટેક્સ ચલણ/ટીડીએસ સર્ટિફિકેટ (ફોર્મ 16A)/ફોર્મ 26 AS ITRમાં જાહેર કરાયેલ આવક માટે
  • બાઇક કોટેશન
બેંક ઓફ બરોડા સંપર્ક માહિતી

જો તમને કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય અથવા તો મદદની જરૂરૂ છે તો તમે બેંક ઓફ બરોડાના ટોલ ફ્રી નંબર 1800 5700 ઉપર સંપર્ક કરી શકો છો. ડોમેસ્ટિક કસ્ટમર માટે 24 કલાક કાર્યરત રહેતો નંબર +91 79-66296009 ઉપર તમે સંપર્ક કરી શકો છો. જો તમે તમારા આસપાસ નજીકની બેંક ઓફ બરોડાની બ્રાન્ચ શોધવા માંગો છો તો અહિયાં ક્લિક કરો અને તમે કોઈ એજન્ટનો સંપર્ક કરવા માંગો છો તો અહિયાં ક્લિક કરો.

બેંક ઓફ બરોડા ટુ વ્હીલર લોન માટે અગત્યની લિંકસ
ટુ વ્હીલર લોન EMI કેલ્ક્યુલેટરઅહિયાં ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટ દ્વારા માહિતી મેળવોઅહિયાં ક્લિક કરો
વોટ્સએપ ગ્રૂપમાં જોડાઓઅહિયાં ક્લિક કરો
નિષ્કર્ષ:-

મિત્રો, ઉપર આપેલ બેંક ઓફ બરોડા ટુ વ્હીલર લોનની જાણકારી એ અમે બેંક ઓફ બરોડાની ઓફિશિયલ વેબસાઈટ દ્વારા અહિયાં મુકેલ છે. મિત્રો આ જાણકારી એ ફક્ત તમને આ લોન વિશે માહિતી મળી રહે તે હેતુસર જ અહિયાં મૂકવામાં આવી છે અને અમે તમને આ લોન લેવા માટે કોઈપણ પ્રકારે આકર્ષતા નથી કે લોન લેવા મજબૂર કરતાં નથી. આભાર.

સમય નિકાળીને આ પણ વાંચો!

Gujju Blogger

Hello, I am Gujju Blogger. I am a blogger since 2015 & I am a educational blogger. I am providing information related education, competitive exams & latest recruitment. This Gujju247 is created for spreading important Gujarati information to Gujarati peoples who are living Worldwide & Gujarat, India. For Any Help Or Any Questions Or Queries Please Contact Us By gujjuknowledge.in@gmail.com | Thank You!

Related Post

ગુજરાત લોકરક્ષક અને પોલીસ સબ ઈન્સ્પેકટર (પીએસઆઈ) પરીક્ષાનું અંદાજિત સમયપત્રક જાહેર, જાણો કઈ કઈ તારીખે લેવાશે પરીક્ષા

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) ના ચેરમેન હસમુખ પટેલ દ્વારા હાલમાં જ જાણકારી આપવામાં આવી છે કે લોકરક્ષક અને પીએસઆઈ પરીક્ષા 2024 નું સમય પત્રક (Gujarat LRD & ...

નમો લક્ષ્મી યોજના: ગુજરાત સરકારની ધોરણ 9 થી 12 માં ભણતી વિધાર્થીનીઓ માટેની એક નવી યોજના, મળશે 50 હજાર રૂપિયા

નમસ્કાર મિત્રો, ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2024-25 ના બજેટમાં એક નવી યોજનાની જાહેરાત કરવામાં આવી હતી જેનું નામ છે “નમો લક્ષ્મી યોજના” (Namo Lakshmi Yojana). આ યોજના અંતર્ગત ...

SSC CHSL 2024: સ્ટાફ સિલેક્શન કમિશનમાં 12 પાસ માટે આવી સરકારી ભરતી, 3712 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી શરૂ, વાંચો સંપૂર્ણ માહિતી

SSC CHSL Notification 2024 Out: સ્ટાફ સિલેક્શન કમિશન (એસએસસી) દ્વારા લેવામાં આવતી સંયુક્ત ઉચ્ચતર માધ્યમિક (10+2) સ્તર (Combined Higher Secondary (10+2) Level) પરીક્ષા માટે ઓનલાઈન અરજીઓ શરૂ કરી ...

Gujarat Police Bharti: ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતી 2024 માટે આજથી શરૂ થશે ઓનલાઈન અરજી, વાંચો સંપૂર્ણ માહિતી

Gujarat Police Bharti 2024: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા ગુજરાત પોલીસ દળ વર્ગ-3 સંવર્ગમાં પોલીસ સબ ઈન્સ્પેકટર (પીએસઆઈ) તથા લોકરક્ષક (LRD) કેડરની જગ્યાઓમાં સીધી ભરતી માટેની જાહેરાત ...

Leave a Comment

error: Content is protected !!