બેંક ઓફ બરોડા (BOB) પ્રિ-એપ્રુવ્ડ પર્સનલ લોન: હવે બેંકમાં ગયા વગર જ લોન મેળવો માત્ર પાંચ મિનિટમાં, વાંચો સંપૂર્ણ માહિતી

By Gujju Blogger

Updated on:

જો તમે પણ બેંક ઓફ બરોડાના (Bank Of Baroda – BOB) કસ્ટમર છો અને તમારે પણ લોનની જરૂર છે તો હવે તમારે બેંકમાં જવાની જરૂર નથી. બેંક ઓફ બરોડા હવે ઓનલાઈન પ્રિ-એપ્રુવ્ડ પર્સનલ લોન (Digital Pre-Approved Personal Loan) આપી રહી છે. આ માટેની સંપૂર્ણ વિગતો તમને નીચે વાંચવા મળશે જે ધ્યાનથી વાંચવી અને પછી જ એપ્લાય કરવું.

Bank Of Baroda (BOB) Digital Pre-Approved Personal Loan
બેંક ઓફ બરોડાની એક એવી લોન જે લેવા માટે હવે તમારે બેંકમાં જવું નહીં પડે. હવે ઓનલાઈન જ અરજી કરી શકો છો અને ઓનલાઈન જ તમારા ખાતામાં જમા થશે લોનના પૈસા. વાંચો બેંક ઓફ બરોડા પ્રિ-એપ્રૂવ્ડ પર્સનલ લોન (Bank Of Baroda (BOB) Digital Pre-Approved Personal Loan) વિશે વિગતે.

બેંક ઓફ બરોડા પ્રિ-એપ્રુવ્ડ પર્સનલ લોન – Bank Of Baroda (BOB) Digital Pre-Approved Personal Loan

આર્ટીકલનું નામબેંક ઓફ બરોડા પ્રિ-એપ્રુવ્ડ પર્સનલ લોન
આર્ટીકલનો ઉદ્દેશ્યમાત્ર જાણકારી માટે જ છે.
કેટલી લોન મળી શકે?50,000 થી 5,00,000 રૂપિયા
કોણ અરજી કરી શકે?નોકરી કરતાં, સ્વ રોજગારી વાળા અને અન્ય
કોણ અરજી કરી શકે નહીં?NRI અને SHG
વય મર્યાદા કેટલી?21 થી 60 વર્ષ સુધી
પેમેન્ટ ભરવાનો સમયગાળો18 થી 36 મહિના સુધી
અધિકારીત વેબસાઈટhttps://www.bankofbaroda.in/
અમારા વોટ્સએપ ગ્રૂપમાં જોડાઓઅહિયાં ક્લિક કરો
અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓઅહિયાં ક્લિક કરો

હવે ઘરેબેઠા ઓનલાઈન મેળવો 50,000 થી 5,00,000 સુધીની પ્રિ-એપ્રુવ્ડ પર્સનલ લોન

હવે એ દિવસો ગયા જ્યારે તમે લોન મેળવવા માટે બેંકમાં જઈને ધક્કા ખાઈને કાગળિયા આપવા જતાં અને આ માટે ઘણો સમય વેડફાઈ જતો. હવે બેંક ઓફ બરોડા પૂર્વ-મંજૂર વ્યક્તિગત લોન આપે છે અને આ દ્વારા તમે લોન માટે ઓનલાઈન અરજી કરી શકો છો અને ગણતરીની મિનિટોમાં જ તમારી લોન અરજી કરી શકો છો. આ લોનની રકમ પણ સીધી ઓનલાઈન તમારા ખાતામાં જમા કરાવવામાં આવે છે. તમે 50,000 થી લઈને 5,00,000 સુધીની લોન માટે અરજી કરી શકો છો.

બેંક ઓફ બરોડા પ્રિ-એપ્રુવ્ડ પર્સનલ લોનની ખાસિયત

બેંક ઓફ બરોડા પ્રિ-એપ્રુવ્ડ પર્સનલ લોનમાં સંપૂર્ણ પ્રક્રિયા પેપરલેસ છે. એટલે કે તમારે કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટ સાથે લઈને બેંકમાં જવાનું રહેશે નહીં અથવા બેંકના ધક્કા ખાવાના રહેશે નહીં. લોનની રકમ પણ સીધી તમારા બેંક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવશે તેની અન્ય કોઈ બીજી પ્રોસેસ કરવાની રહેશે નહીં. આ લોન માટે કોઈ પ્રિપેમેન્ટ ચાર્જ લેવામાં આવતા નથી માટે તમારે ચાર્જ ભરવાનો રહેશે નહીં. બીજી બેંક કરતાં તમને ઓછા વ્યાજદરે આ લોન આપવામાં આવશે માટે તમારા માટે ફાયદાકારક રહેશે.

બેંક ઓફ બરોડા પ્રિ-એપ્રુવ્ડ પર્સનલ લોનની વિશેષતાઓ

બેંક ઓફ બરોડા પ્રિ-એપ્રુવ્ડ પર્સનલ લોનમાં તમે 50,000 થી લઈને 5,00,000 સુધીની લોન મેળવી શકો છો. આ લોનનું પેમેન્ટ ભરવા માટેનો સમયગાળો 18 થી 36 મહિના સુધીનો હોય છે જે તમે તમારી રીતે પસંદ કરી શકો છો. વય મર્યાદાની વાત કરીએ તો ઓછામાં ઓછી તમારી ઉંમર 21 વર્ષની હોવી જોઈએ અને વધુમાં વધુ 60 વર્ષની ઉંમર હોય તે જ આ લોન માટે અરજી કરી શકે છે. વધુ માહિતી માટે તમે ટોલ ફ્રી નંબર ઉપર પણ પૂછપરછ કરી શકો છો જેની માહિતી નીચે આપેલી છે.

બેંક ઓફ બરોડા પ્રિ-એપ્રુવ્ડ પર્સનલ લોન માટે કોણ અરજી કરી શકે છે?

બેંક ઓફ બરોડાની પ્રિ-એપ્રુવ્ડ પર્સનલ લોન માટે 21 થી 60 વર્ષની વ્યક્તિ ઓનલાઈન અરજી કરી શકે છે. 50,000 થી 5,00,000 સુધીની લોન તમને ઓનલોઇન તમારા એકાઉન્ટમાં જમા થઈ શકે છે. જો તમે પગારદાર વ્યક્તિ એટલે કે સરકારી અથવા પ્રાઈવેટ નોકરી કરો છો તો તમને આ લોન મળી શકે છે. સ્વ રોજગારી એટલે કે તમે કોઈ પોતાનો ધંધો સારો એવો કરો છો અને સારી એવી કમાણી કરો છો તો તમને આ લોન મળી શકે છે. NRI અને SHG આ લોન માટે અરજી કરી શકતા નથી. તમે કોઈપણ ધંધો અથવા નોકરી કરો છો તો પણ આ લોન માટે અરજી કરી શકો છો.

બેંક ઓફ બરોડા પ્રિ-એપ્રુવ્ડ પર્સનલ લોન માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે?

બેંક ઓફ બરોડાની પ્રિ-એપ્રુવ્ડ પર્સનલ લોન માટે તમારે પહેલા તો બેંક ઓફ બરોડામાં તમારું ખાતું હોવું જરૂરી છે. જો બેંક ઓફ બરોડામાં તમારું ખાતું ખુલેલું નહીં હોય તો તમને આ ઓનલાઈન લોન માટે અરજી કરી શકતા નથી. બેંક એકાઉન્ટ સાથે તમારો મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે અને આ મોબાઈલ નંબર દ્વારા તમારે આ લોન માટે અરજી કરવાની રહેશે. E-Stamping & E-Sign માટે તમારો આધારકાર્ડ નંબર અને આધારકાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે.

બસ આ બે તમારો મોબાઈલ નંબર બેંક એકાઉન્ટ સાથે લિંક હોવો જરૂરી છે અને તમારો આધારકાર્ડ નંબર સાથે હોવો જરૂરી છે અને તે પણ મોબાઈલ નંબર સાથે લિંક હોવો જરૂરી છે. આ બે વસ્તુ દ્વારા તમે આ લોન માટે અરજી કરી શકશો.

બેંક ઓફ બરોડા પ્રિ-એપ્રુવ્ડ પર્સનલ લોન માટેના ઈન્ટરેસ્ટ રેટ શું છે?
રેપો રેટ + સ્પ્રેડ ઈફેક્ટિવ રેટ ઓફ ઈન્ટરેસ્ટ
BRLLR+SP+3.50 to BRLLR+SP+7.00 From 12.90% to 16.40%

આમ ઉપર મુજબ બેંક દ્વારા નક્કી કરવામાં આવશે કે કેટલા ઈન્ટરેસ્ટ રેટ ઉપર તમને લોન પ્રદાન કરવાની છે કે નહીં તે. આ માટે અન્ય ફી સ્ટેમ્પ ડ્યુટી (રાજ્ય સ્ટેમ્પ એક્ટ મુજબ) + પ્રોસેસિંગ ચાર્જ @2% લોનની રકમ + લાગુ GST મુજબ તમારે તમારી લોનની રકમમાંથી આપોઆપ ચૂકવવાની રહેશે. તે નિયમઅનુસાર જ તમારે ચૂકવવાની રહેશે.

સહાયતા માટે નીચે આપેલ નંબરનો સંપર્ક કરી શકો છો

જો તમને કોઈપણ પ્રકારની મદદની જરૂર હોય તો તમે ડોમેસ્ટિક હેલ્પલાઇન નંબર (ટોલ-ફ્રી) 1800 5700 ઉપર કોલ કરીને જાણકારી મેળવી શકો છો. બીજો ટોલ ફ્રી નંબર જે 24 કલાક માટે માન્ય છે તે +91 79-66296009 ઉપર પણ કોલ કરીને જાણકારી મેળવી શકો છો. જો તમે નજીકની બ્રાન્ચ વિશે જાણવા માંગો છો તો અહિયાં ક્લિક કરો અને કોઈ એજન્ટ શોધવા માંગો છો તો અહિયાં ક્લિક કરો.

A step-by-step guide to applying for Personal Loans with Baroda Digital Lending – #BankofBaroda
બેંક ઓફ બરોડા પ્રિ-એપ્રુવ્ડ પર્સનલ લોન મહત્વની લિંકસ
Personal Loan EMI Calculatorઅહિયાં ક્લિક કરો
Apply Online For Personal Loanઅહિયાં ક્લિક કરો
Go To Official Website Of BOBઅહિયાં ક્લિક કરો
ખાસ નોંધ:-

ઉપર આપેલ જાણકારી એ માત્ર તમને આ લોન વિશે માહિતી આપે છે. અમે આ લોનની માહિતી બેંક ઓફ બરોડાની અધિકારીત વેબસાઈટ ઉપર જઈને વાંચી અને પછી જ અહિયાં આપેલ છે. આમાં અમે આ લોન લેવા માટે તમને આકર્ષતા નથી કે તમને ફોર્સ કરતાં નથી કે તમે આ લોન લ્યો. આ માત્ર એકપ્રકારની જાણકારી અમે તમને અહિયાં આપી રહ્યા છે જે બેંક ઓફ બરોડા દ્વારા ચાલુ કરવામાં આવેલ છે. ફેક વેબસાઈટસથી તમારે દૂર રહેવું અને સૌથી પહેલા અધિકારીત વેબસાઈટ ચેક કરવી. ઉપર આપેલ લિંક એ અધિકારીત વેબસાઈટની છે તો ત્યાં જઈને સંપૂર્ણ માહિતી વાંચવી અને પછી જ લોન માટે અરજી કરવી.

Gujju Blogger

Hello, I am Gujju Blogger. I am a blogger since 2015 & I am a educational blogger. I am providing information related education, competitive exams & latest recruitment. This Gujju247 is created for spreading important Gujarati information to Gujarati peoples who are living Worldwide & Gujarat, India. For Any Help Or Any Questions Or Queries Please Contact Us By gujjuknowledge.in@gmail.com | Thank You!

Related Post

ગુજરાત લોકરક્ષક અને પોલીસ સબ ઈન્સ્પેકટર (પીએસઆઈ) પરીક્ષાનું અંદાજિત સમયપત્રક જાહેર, જાણો કઈ કઈ તારીખે લેવાશે પરીક્ષા

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) ના ચેરમેન હસમુખ પટેલ દ્વારા હાલમાં જ જાણકારી આપવામાં આવી છે કે લોકરક્ષક અને પીએસઆઈ પરીક્ષા 2024 નું સમય પત્રક (Gujarat LRD & ...

નમો લક્ષ્મી યોજના: ગુજરાત સરકારની ધોરણ 9 થી 12 માં ભણતી વિધાર્થીનીઓ માટેની એક નવી યોજના, મળશે 50 હજાર રૂપિયા

નમસ્કાર મિત્રો, ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2024-25 ના બજેટમાં એક નવી યોજનાની જાહેરાત કરવામાં આવી હતી જેનું નામ છે “નમો લક્ષ્મી યોજના” (Namo Lakshmi Yojana). આ યોજના અંતર્ગત ...

SSC CHSL 2024: સ્ટાફ સિલેક્શન કમિશનમાં 12 પાસ માટે આવી સરકારી ભરતી, 3712 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી શરૂ, વાંચો સંપૂર્ણ માહિતી

SSC CHSL Notification 2024 Out: સ્ટાફ સિલેક્શન કમિશન (એસએસસી) દ્વારા લેવામાં આવતી સંયુક્ત ઉચ્ચતર માધ્યમિક (10+2) સ્તર (Combined Higher Secondary (10+2) Level) પરીક્ષા માટે ઓનલાઈન અરજીઓ શરૂ કરી ...

Gujarat Police Bharti: ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતી 2024 માટે આજથી શરૂ થશે ઓનલાઈન અરજી, વાંચો સંપૂર્ણ માહિતી

Gujarat Police Bharti 2024: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા ગુજરાત પોલીસ દળ વર્ગ-3 સંવર્ગમાં પોલીસ સબ ઈન્સ્પેકટર (પીએસઆઈ) તથા લોકરક્ષક (LRD) કેડરની જગ્યાઓમાં સીધી ભરતી માટેની જાહેરાત ...

Leave a Comment

error: Content is protected !!