Bank Of Baroda (BOB) Pensioners Personal Loan: હવે બેંક ઓફ બરોડા આપી રહ્યું છે પેન્શનર્સને પર્સનલ લોન, વાંચો સંપૂર્ણ માહિતી વિગતે

By Gujju Blogger

Published on:

શું તમે પેન્શન ધારક છો? તમારે લોનની જરૂર પડે એમ છે? જો હાં, તો બેંક ઓફ બરોડા (Bank Of Baroda – BOB) હવે આપી રહ્યું છે પેન્શન ધારકોને પર્સનલ લોન (Pensioners Personal Loan) એ પણ ઓછા વ્યાજદર સાથે. લોનની જરૂર ગમે ત્યારે કોઈપણ વ્યક્તિને પડી શકે છે અને આ માટે બેંક ઓફ બરોડા દ્વારા ખાસ આ લોન શરૂ કરવામાં આવી છે. આ વિશેની સંપૂર્ણ માહિતી નીચે આપેલી છે જે ધ્યાનથી વાંચો.

Bank Of Baroda (BOB) Pensioners Personal Loan
જો તમે પણ પેન્શન ધારક છો અને અચાનક નાણાકીય સહાયની જરૂર પડી છે તો હાલ જ બેંક ઓફ બરોડાની પેન્શનર્સ પર્સનલ લોન (Bank Of Baroda (BOB) Pensioners Personal Loan) વિશે માહિતી મેળવો અને આ લોન માટે અરજી કરો.

BOB Pensioners Personal Loan – બેંક ઓફ બરોડા પેન્શનર્સ પર્સનલ લોન

આર્ટીકલનું નામબેંક ઓફ બરોડા પેન્શનર્સ પર્સનલ લોન
આર્ટીકલનો ઉદ્દેશ્યમાત્ર જાણકારી માટે જ છે.
કેટલી લોન મળી શકે?રેગ્યુલર 8 લાખ સુધી અને ફેમિલી પેન્શનર્સને 3 લાખ સુધી
કોણ અરજી કરી શકે?માત્ર પેન્શન ધારક અને ફેમિલી
કોણ અરજી કરી શકે નહીં?પેન્શન ધારક સિવાય અન્ય કોઈપણ અરજી કરી શકે નહીં.
વય મર્યાદા કેટલી?70 વર્ષ સુધી
પેમેન્ટ ભરવાનો સમયગાળો60 મહિના સુધી
અધિકારીત વેબસાઈટhttps://www.bankofbaroda.in
અમારા વોટ્સએપ ગ્રૂપમાં જોડાઓઅહિયાં ક્લિક કરો
અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓઅહિયાં ક્લિક કરો

બેંક ઓફ બરોડા પેશનર્સ પર્સનલ લોન વિશે ટુંકમાં માહિતી

પેન્શન એ નિવૃતિકાળમાં જીવન જીવતા લોકોનું જીવન સરળ બનાવે છે. તો પણ નિવૃત પછી જીવનમાં કોઈને કોઈ પરિસ્થિતિ એવી આવીને ઊભી થઈ જાય છે કે તેના માટે આપડે પૈસાની જરૂરિયાત ઊભી થાય છે. આ માટે આવા સમયમાં બેંક ઓફ બરોડા એવા પેન્શનર્સને એક પર્સનલ લોન આપી રહ્યું છે. આ લોન થકી આવા સમયમાં તમે પૈસા મેળવી અને તે જરૂરિયાતને પહોંચી વળો તે ઉદ્દેશ્ય સાથે આ લોન શરૂ કરવામાં આવી છે.

બેંક ઓફ બરોડાની પેન્શનર્સ પર્સનલ લોન એ જરૂરિયાતના સમયે ખૂબ જ જરૂરી એવી નાણાકીય સહાય નિવૃત વ્યક્તિ અને તેમના પરિવારને આપે છે. આ લોન માટે તમે ઓનલાઈન અરજી પણ કરી શકો છો અથવા તો બ્રાન્ચમાં જઈને યોગ્ય માહિતી મેળવીને ફોર્મ દ્વારા પણ અરજી કરી શકો છો. બેંક ઓફ બરોડા કહે છે કે અમારી પેન્શનર્સ લોન માટે ઓનલાઈન અરજી કરો અને તણાવમુક્ત નિવૃતિનો સમયગાળો પસાર કરો અથવા જીવો.

બેંક ઓફ બરોડા પેન્શનર્સ પર્સનલ લોન કોને મળી શકે છે?

બેંક ઓફ બરોડાની પેન્શનર્સ પર્સનલ લોન એ પેન્શનરો અથવા કૌટુંબિક પેન્શનરો જે બેંક ઓફ બરોડાની શાખાઓ દ્વારા પેન્શન મેળવે છે તેમને આ લોન મળી શકે છે. એવા પેન્શનરો કે જેઓ તેમનું પેન્શન ટ્રેઝરી/ડીપીઓ (ડિફેન્સ પેન્શન ડિસ્બર્સિંગ ઓફિસ) દ્વારા મેળવી રહ્યા છે તેઓને બેંક ઓફ બરોડાની શાખાઓમાં તેમના બચત ખાતામાં સીધા પૈસા ક્રેડિટ કરવામાં આવતા હોય. બેંક ઓફ બરોડાના તમામ પેન્શનરો અને કૌટુંબિક પેન્શનરોને લાભ મળી શકે છે.

કૌટુંબિક પેન્શનર માટે પેન્શનરના મૃત્યુ પછી ફેમિલી મેમ્બરમાંથી જેમને આ પેન્શનનો લાભ મળતો હોય તે પણ આ લોન માટે અરજી કરી શકે છે. જે પેન્શનર ઓછામાં ઓછા છેલ્લા 3 મહિના માટે બેંક ઓફ બરોડાની શાખા દ્વારા પેન્શન મેળવતો હોય અને કોઈપણ પ્રકારનો ચેક પરત ન થયેલો હોવો જોઈએ.

બેંક ઓફ બરોડા પર્સનલ લોન વયમર્યાદા અને અન્ય માહિતી

બેંક ઓફ બરોડાની પેન્શનર્સ પર્સનલ લોન માટે મિનિમમ વયમર્યાદા 21 વર્ષની રાખવામાં આવેલ છે અને મત્તમ વયમર્યાદા 75 વર્ષ સુધીની રાખવામાં આવેલ છે. એટલે કે 21 થી 75 વર્ષ સુધીના લોકો આ લોન માટે અરજી કરી શકે છે. પેન્શનર્સના વર્ગીકરણના આધારે નિયમિત પેન્શનર્સના આધરે નિયમિત પેન્શનરો અને કૌટુંબિક પેન્શનરો માટે અલગ અલગ મર્યાદાના આધારે લોન આપવામાં આવે છે જેની વિગત નીચે મુજબ છે.

નિયમિત પેન્શનરો:

70 વર્ષ સુધીની ઉંમર માટે રૂ.8.00 લાખ
70 વર્ષથી વધુ ઉંમર માટે રૂ.5.00 લાખ

કૌટુંબિક પેન્શનર માટે:

70 વર્ષ સુધીની ઉંમર માટે રૂ.3.00 લાખ
70 વર્ષથી વધુ ઉંમર માટે રૂ. 1.50 લાખ
બેંક ઓફ બરોડા પેન્શનર્સ પર્સનલ લોન માટેની માર્ગદર્શિકા

લોન રીપેમેન્ટ કેપીસીટી (એટલે કે પુનઃચુકવણી) એ તમારી EMI અને હાલની લોનની EMI સહિત કુલ માસિક કપાત જો કોઈ હોઈ તો તે માસિક પેન્શનના 60% થી વધારે ન હોવી જોઈએ. બેંક ઓફ બરોડા પેન્શનર્સ પર્સનલ લોનનો પુનઃચુકવણીનો સમયગાળો પેન્શનરો માટે અને કૌટુંબિક પેન્શનરો માટે નીચે આપેલ છે જે મુજબ તમારી પસંદગીના આધારે લોન ચૂકવવાની રહેશે.

70 વર્ષ સુધીની ઉંમર માટે 60 મહિના
70 વર્ષથી વધુ ઉંમર માટે 36 મહિના
બેંક ઓફ બરોડા પેન્શનર્સ લોન માટેના ઈન્ટરેસ્ટ રેટ

બેંક ઓફ બરોડાની આ લોન માટેના ઈફેક્ટિવ ઈન્ટરેસ્ટ રેસ્ટ 10% થી લઈને 12.65% સુધીના રહેશે. જે તમે જ્યારે લોન માટે અરજી કરશો તો તે પછીથી નક્કી કરવામાં આવશે. પ્રોસેસિંગ ચાર્જ રૂપે બેંક ઓફ બરોડાના પેન્શનરો અને કૌટુંબિક પેન્શનરોને કોઈપણ પ્રકારનો ચાર્જ ચૂકવવાનો રહેશે નહીં અને અન્ય તમામ લોકોએ રૂપિયા 1000+જીએસટી ચાર્જ પ્રોસેસિંગ ફી રૂપે ચૂકવવાનો રહેશે. લોનની બાકી રકમ પર @2% દંડાત્મક વ્યાજ વસૂલવામાં આવશે

ConditionsRepo Rate + SpreadEffective Rate of Interest
DigitalBRLLR + SP + 2.75%12.15%
Non-digitalBRLLR + SP + 3.25%12.65%
For Retired Bank of Baroda/their Family pensionersBRLLR + SP + 0.60%10.00%
બેંક ઓફ બરોડા પેન્શનર્સ પર્સનલ લોન માટે જરૂરી ડોક્યુમેન્ટ

અરજદારની અસ્કયામતો અને જવાબદારીઓની વિગતો આપતા ફોર્મ 135 સાથે 3 પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ સાથે સંપૂર્ણ રીતે ભરેલી લોન અરજી.

રહેઠાણના પુરાવામાં નીચેનામાંથી કોઈપણનો સમાવેશ થાય છે:

  • માન્ય પાસપોર્ટ
  • મતદાર આઈડી કાર્ડ
  • ડ્રાઇવિંગ લાયસન્સ
  • પોસ્ટ-પેઇડ યુટિલિટી બિલ (ગેસ બિલ અને વીજળી બિલ)
  • અપડેટ કરેલ પાસબુક અથવા બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ
  • રજિસ્ટર્ડ ભાડા કરાર

ઓળખનો પુરાવા તરીકે નીચે મુજબ:

  • પાન કાર્ડ
  • આધાર કાર્ડ
  • માન્ય ભારતીય પાસપોર્ટ
  • મતદાર ઓળખ કાર્ડ
  • ડ્રાઇવિંગ લાયસન્સ
  • સરકાર અથવા સંરક્ષણ અથવા પ્રતિષ્ઠિત કોર્પોરેટ જેવા સંબંધિત સત્તાવાળાઓ દ્વારા જારી કરાયેલ કર્મચારી આઈડી કાર્ડ
  • ICAI, ICWA, ICFAI જેવી વ્યાવસાયિક સંસ્થાઓ દ્વારા જારી કરાયેલ ફોટોગ્રાફ સાથે ઓળખ દસ્તાવેજ અથવા પ્રેક્ટિસનું પ્રમાણપત્ર

પેન્શન/પીપીઓ નંબર વગેરેની વિગતો.

વધુ માહિતી માટે સંપર્ક કરો

બેંક ઓફ બરોડાની કોઈપણ સમસ્યા હોય અથવા આ વિશે વધુ જાણકારી તમે મેળવવા માંગતા હોવ તો તમે ડોમેસ્ટિક ટોલ ફ્રી નંબર 1800 5700 ઉપર ફોન કરી શકો છો. 24 કલાક ચાલુ રહેતો બીજો નંબર +91 79-66296009 ઉપર પણ તમે કોલ કરીને જાણકારી મેળવી શકો છો. નજીકની બ્રાન્ચની માહિતી મેળવવા માંગો છો તો અહિયાં ક્લિક કરો અને કોઈ એજન્ટ શોધવા માંગો છો તો અહિયાં ક્લિક કરો.

બેંક ઓફ બરોડા પેન્શનર્સ લોન માટેની મહત્વની લિંક
પર્સનલ લોન EMI કેલ્ક્યુલેટરઅહિયાં ક્લિક કરો
આ લોન વિશે વાંચો અધિકારીત વેબસાઈટ ઉપરઅહિયાં ક્લિક કરો
અધિકારીત વેબસાઈટ ઉપર જાઓઅહિયાં ક્લિક કરો
નિષ્કર્ષ:-

આમ ઉપર આપણે બેંક ઓફ બરોડાની પેન્શનર્સ પર્સનલ લોન વિશે માહિતી મેળવી. મિત્રો ઉપર આપેલ બધી જ માહિતી બેંક ઓફ બરોડાની અધિકારીત વેબસાઈટ ઉપરથી લેવામાં આવેલ છે અને આ તમામ માહિતી તમારી જાણકારી માટે મૂકવામાં આવેલી છે. અમે તમને લોન લેવા માટે કોઈપણ પ્રકારનો ફોર્સ કરતાં નથી કે લોન લેવા માટે અકર્ષતા નથી. તમામ વિગતો તમે અધિકારીત વેબસાઈટ ઉપર ચેક કરી અને પછી જ આ માટે અરજી કરો જેની તમામ લિંક ઉપર આપેલી છે. આભાર.

Gujju Blogger

Hello, I am Gujju Blogger. I am a blogger since 2015 & I am a educational blogger. I am providing information related education, competitive exams & latest recruitment. This Gujju247 is created for spreading important Gujarati information to Gujarati peoples who are living Worldwide & Gujarat, India. For Any Help Or Any Questions Or Queries Please Contact Us By gujjuknowledge.in@gmail.com | Thank You!

Related Post

ગુજરાત લોકરક્ષક અને પોલીસ સબ ઈન્સ્પેકટર (પીએસઆઈ) પરીક્ષાનું અંદાજિત સમયપત્રક જાહેર, જાણો કઈ કઈ તારીખે લેવાશે પરીક્ષા

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) ના ચેરમેન હસમુખ પટેલ દ્વારા હાલમાં જ જાણકારી આપવામાં આવી છે કે લોકરક્ષક અને પીએસઆઈ પરીક્ષા 2024 નું સમય પત્રક (Gujarat LRD & ...

નમો લક્ષ્મી યોજના: ગુજરાત સરકારની ધોરણ 9 થી 12 માં ભણતી વિધાર્થીનીઓ માટેની એક નવી યોજના, મળશે 50 હજાર રૂપિયા

નમસ્કાર મિત્રો, ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2024-25 ના બજેટમાં એક નવી યોજનાની જાહેરાત કરવામાં આવી હતી જેનું નામ છે “નમો લક્ષ્મી યોજના” (Namo Lakshmi Yojana). આ યોજના અંતર્ગત ...

SSC CHSL 2024: સ્ટાફ સિલેક્શન કમિશનમાં 12 પાસ માટે આવી સરકારી ભરતી, 3712 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી શરૂ, વાંચો સંપૂર્ણ માહિતી

SSC CHSL Notification 2024 Out: સ્ટાફ સિલેક્શન કમિશન (એસએસસી) દ્વારા લેવામાં આવતી સંયુક્ત ઉચ્ચતર માધ્યમિક (10+2) સ્તર (Combined Higher Secondary (10+2) Level) પરીક્ષા માટે ઓનલાઈન અરજીઓ શરૂ કરી ...

Gujarat Police Bharti: ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતી 2024 માટે આજથી શરૂ થશે ઓનલાઈન અરજી, વાંચો સંપૂર્ણ માહિતી

Gujarat Police Bharti 2024: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા ગુજરાત પોલીસ દળ વર્ગ-3 સંવર્ગમાં પોલીસ સબ ઈન્સ્પેકટર (પીએસઆઈ) તથા લોકરક્ષક (LRD) કેડરની જગ્યાઓમાં સીધી ભરતી માટેની જાહેરાત ...

Leave a Comment

error: Content is protected !!