Bank Of Baroda (BOB) Digital Personal Loan: હવે લોન લેવા માટે બેંકના ધક્કા ખાવા નહીં પડે, વાંચો બેંક ઓફ બરોડાની ડિજિટલ પર્સનલ લોન વિશે

By Gujju Blogger

Published on:

શું તમે લોન લેવાનું વિચારી રહ્યા છો અથવા તો લોન માટે બેંકના ધક્કા ખાઈ ખાઈને હેરાન થઈ ગયા છો? હવે તમારે આ માટે બેંકમાં જવાની જરૂર નથી. બેંક ઓફ બરોડા (Bank Of Baroda – BOB) હવે લાવ્યું છે ડિજિટલ પર્સનલ લોન (Digital Personal Loan) એ પણ આકર્ષક વ્યાજદર સાથે. વાંચો આ લોન વિશેની સંપૂર્ણ માહિતી વિગતે નીચે.

Bank Of Baroda (BOB) Digital Personal Loan - બેંક ઓફ બરોડા ડિજિટલ પર્સનલ લોન
જો તમે પણ બેંકના ધક્કા ખાઈ ખાઈને હેરાન થઈ ગયા છો તો હાલ જ ઓનલાઈન અરજી કરો બેંક ઓફ બરોડાની ડિજિટલ પર્સનલ લોન (Bank Of Baroda (BOB) Digital Personal Loan) વિશે.

બેંક ઓફ બરોડા ડિજિટલ પર્સનલ લોન – Bank Of Baroda (BOB) Digital Personal Loan

આર્ટીકલનું નામબેંક ઓફ બરોડા ડિજિટલ પર્સનલ લોન – Bank Of Baroda (BOB) Digital Personal Loan
આર્ટીકલનો ઉદ્દેશ્યમાત્ર જાણકારી આપવાનો
લોન વિશે માહિતીઆ લોન પેપરલેસ લોન છે એટલે કે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
કોણ અરજી કરી શકે?પગારદાર વ્યક્તિઓ અને સ્વરોજગારી મેળવતા
કેટલી લોન મળી શકે?50,000 થી 10,00,000 સુધીની
લોન ભરવાનો સમયગાળો12 થી 60 મહિના
કેટલી ઉંમર સુધીના અરજી કરી શકે?21 થી 65 વર્ષ સુધી
અધિકારીત વેબસાઈટhttps://www.bankofbaroda.in
અમારા વોટ્સએપ ગ્રૂપમાં જોડાઓઅહિયાં ક્લિક કરો
અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓઅહિયાં ક્લિક કરો

બેંક ઓફ બરોડા ડિજિટલ પર્સનલ લોન શું છે?

પહેલાના સમયમાં તમારે લોન લેવા માટે ઘણા બધા ડોક્યુમેન્ટ સાથે રાખીને બેંકમાં જવું પડતું હતું અને તેમાં ઘણો બધો સમય વેડફાઇ જતો હતો અને કાગળિયાની પણ ઘણી બધી જરૂર પડતી. હવેના ડિજિટલ યુગમાં વિવિધ બેન્કોમાં વધુ ડિજિટલાઈઝેશન થઈ રહ્યું છે. આવામાં બેંક ઓફ બરોડા દ્વારા ડિજિટલ પર્સનલ લોન (Bank Of Baroda (BOB) Digital Personal Loan) આપવામાં આવે છે. આ લોન પેપરલેસ લોન છે એટલે કે આ લોન લેવા માટે તમારે બેંકની કોઈ શાખામાં જવાનું રહેશે નહીં અને સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન જ કરવામાં આવશે.

બેંક ઓફ બરોડાની ડિજિટલ પર્સનલ લોન દ્વારા તમારો સમય પણ બચશે અને તમારી લોનની પ્રક્રિયા ખૂબ જ ઓછા સમયમાં પૂર્ણ થઈ જશે અને લોનની રકમ સીધી તમારા બેંક એકાઉન્ટમાં જમા થઈ જશે. આ સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન થશે એટલા માટે આ લોનને ડિજિટલ પર્સનલ લોન નામ આપવામાં આવ્યું છે. આ લોન દ્વારા તમે 50 હજાર થી લઈને 10 લાખ સુધીની લોન લઈ શકો છો.

બેંક ઓફ બરોડા ડિજિટલ લોનના ફાયદા શું છે?

બેંક ઓફ બરોડાની ડિજિટલ પર્સનલ લોનનો મુખ્ય ફાયદો એ છે કે તમારે આ લોન લેવા માટે કોઈ ધક્કા ખાવાની જરૂર નહીં પડે અને સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન હાથ ધરવામાં આવશે અને લોનની રકમ પણ ઓનલાઈન જમા કરાવવામાં આવશે. આ લોનની પ્રક્રિયા પેપરલેસ કહેવામાં આવે છે એટલે કે કોઈપણ જાતના કાગળિયા વગર આ લોન માટે તમે અરજી કરી શકો છો.

આ લોન માટે અરજી કરતી વખતે કોઈ વધારાની રકમ લેવામાં આવતી નથી. બેંક ઓફ બરોડા ડિજિટલ પર્સનલ લોનના ઈન્ટરેસ્ટ રેટ પણ બીજી બેંક કરતાં ઓછા હોય છે માટે આ મુખ્ય ફાયદો છે આ લોન લેવા માટેનો.

બેંક ઓફ બરોડા ડિજિટલ પર્સનલ લોનની ખાસિયત

બેંક ઓફ બરોડાની ડિજિટલ પર્સનલ લોનમાં (Bank Of Baroda (BOB) Digital Personal Loan) ઓછામાં ઓછી લોનની રકમ 50,000 રૂપિયા રાખવામાં આવી છે અને વધારેમાં વધારે રકમ 10,00,000 સુધીની રાખવામાં આવી છે. નવા કસ્ટમર માટે રૂપિયા 5 લાખ સુધી અને હાલના બેંક કસ્ટમર માટે 10 લાખ સુધીની લોન આપવામાં આવશે.

વય મર્યાદાની વાત કરીએ ટો ઓછામાં ઓછી વયમર્યાદા 21 વર્ષની અને વધુમાં વધુ પગારદાર વ્યક્તિ માટે 58 વર્ષ અને સ્વ-રોજગારી મેળવતા વ્યક્તિ માટે વધુમાં વધુ વય મર્યાદા 65 વર્ષની રાખવામાં આવી છે.

બેંક ઓફ બરોડા ડિજિટલ પર્સનલ લોન માટેની મહત્તમ લાયકાત

તમે પગારદાર વ્યક્તિ (Salaried individuals) હોવા જરૂરી છો અથવા તો સ્વરોજગારી મેળવતા વ્યક્તિ (ઉદાહરણ તરીકે ડૉક્ટર, એન્જિનિયર, આર્કિટેક્ટ, ઇન્ટિરિયર, ડિઝાઇનર્સ અને ટેક. મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ્સ, પ્રેક્ટિસિંગ કંપની સેક્રેટરી વગેરે. વીમા એજન્ટ અને અન્ય સ્વ રોજગાર ધરાવતા વ્યાવસાયિક વ્યક્તિઓ પણ આ લોન માટે અરજી કરી શકે છે.

બેંક ઓફ બરોડા ડિજિટલ પર્સનલ લોન ઈન્ટરેસ્ટ રેટ અને ચાર્જિસ

આ લોન માટે તમારા સીબીલ સ્કોર અને ઇન્ટર્નલ સ્કોર આધારિત ઈન્ટરેસ્ટ રેટ નક્કી કરવામાં આવશે. બીજા પ્રોસેસિંગ ચાર્જ બેંકના નિયમઅનુસાર નીચે મુજબ વસૂલ કરવામાં આવશે. સ્ટેમ્પ ડયુટી પણ રાજ્ય સ્ટેમ્પ એક્ટ અનુસાર ગણવામાં આવશે.

પર્સનલ લોન લોન લિમિટ કન્ડિશન રેપો લિંક્ડ લેન્ડિંગ રેટ+સ્ટ્રેટેજિક પ્રીમિયમ+સ્પ્રેડ ઈફફેક્ટિવ આરઓઆઈ
રેટ ઓફ ઈન્ટરેસ્ટ એ સીબીલ સ્કોર અને ઇન્ટર્નલ સ્કોર આધારિત રહેશે. લોનની રકમ 50,000 ઉપરની રહેશે.Min: BRLLR+SP+3.50 Max: BRLLR+SP+8.85 12.90% to 18.25%
      યુનિફાઇડ પ્રોસેસિંગ ચાર્જીસ લોનની રકમના 2% @ પ્રોસેસિંગ ચાર્જ + લાગુ GST
ન્યૂનતમ- રૂ.1,000/- + GST
મહત્તમ- રૂ,10,000/- + GST  
સ્ટેમ્પ ડ્યુટી રાજ્ય સ્ટેમ્પ એક્ટ મુજબ
બેંક ઓફ બરોડા ડિજિટલ પર્સનલ લોન (Bank Of Baroda (BOB) Digital Personal Loan) માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે?
  1. તમારો મોબાઈલ નંબર
  2. પાન-કાર્ડ નંબર
  3. ઈ-સ્ટેમ્પિન્ગ અને ઈ-સાઈન માટે આધાર નંબર
  4. ડિજિટલ બેંક સ્ટેટમેન્ટ છ મહિનાનું
  5. સ્વ-રોજગારી મેળવતા માટે છેલ્લા 2 વર્ષથી ભરાતું ITR ઓળખપત્ર અથવા ડિજિટલ ITR રિટર્ન
  6. સ્વરોજગારી મેળવતા માટે GST પોર્ટલ ઓળખપત્ર અથવા છેલ્લા 1 વર્ષનું ડિજિટલ GST રિટર્ન (વૈકલ્પિક છે ના હોય તો ચાલશે)
  7. વિડિયો KYC અને ફોટો ક્લિક માટે કેમેરો (મોબાઈલ, લેપટોપ અથવા વેબ કેમેરા)
બેંક ઓફ બરોડા સહાયતા નંબર

જો તમને કોઈપણ પ્રકારની મુશ્કેલી જણાય છે તો તમે ડોમેસ્ટિક હેલ્પલાઈન નંબર 1800 5700 ઉપર કોન્ટેક્ટ કરી શકો છો અથવા તો ટોલ-ફ્રી નંબર 24 કલાક ચાલુ હોય છે તે +91 79-66296009 ઉપર પણ કોન્ટેક્ટ કરી શકો છો. બેંક ઓફ બરોડાની નજીકની બ્રાન્ચ શોધવા માટે અહિયાં ક્લિક કરો અને કોઈ નજીકની બ્રાન્ચના એજન્ટ શોધવા માટે અહિયાં ક્લિક કરો.

બેંક ઓફ બરોડા ડિજિટલ પર્સનલ લોન (Bank Of Baroda (BOB) Digital Personal Loan) માટે મહત્વની લિંકસ
EMI કેલ્ક્યુલેટરઅહિયાં ક્લિક કરો
ઓનલાઈન અરજીઅહિયાં ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટ ઉપર વાંચોઅહિયાં ક્લિક કરો

નિષ્કર્ષ:-

બેંક ઓફ બરોડાની ડિજિટલ પર્સનલ લોનથી તમે બેંકમાં ગયા વગર જ આ લોન માટે ઓનલાઈન અરજી કરી શકો છો. પેપરલેસ પ્રક્રિયા દ્વારા આ લોન માટે અરજી કરી શકાય છે. જેની સંપૂર્ણ માહિતી તમે ઉપર વાંચી શકો છો. આ લોન માટે તમને 50,000 થી લઈને 10,00,000 સુધીની લોન બેંક ઓફ બરોડા દ્વારા સીધા તમારા ખાતામાં જમા કરવામાં આવે છે. આ સંપૂર્ણ પ્રક્રિયા ડિજિટલ રીતે ઓનલાઈન હાથ ધરવામાં આવે છે.

મિત્રો આ લોન વિશે અમે તમને અધિકારીત વેબસાઈટ ઉપર જે વિગતો આપી છે જે સરળ ભાષામાં તમને સમજાવીને માહિતી આપી રહ્યા છીએ. અમે તમને આ લોન લેવા માટે કોઈપણ રીતે આકર્ષતા નથી કે લોન લેવા માટે ફોર્સ કરતાં નથી. કોઈપણ પ્રકારની ઓનલાઈન ફ્રોડ લોન એપ અથવા વેબસાઈટ ઉપર જવું નહીં. ઓફિશિયલ વેબસાઈટ ઉપર જઈને પૂરી માહિતી મેળવી અને ત્યારબાદ જ અરજી કરવી. ઓફિશિયલ વેબસાઈટની લિંક ઉપર આપેલી છે તેના ઉપર જઈને સંપૂર્ણ વિગતો વાંચો બે વાર અને પછી જ અરજી કરો.

Gujju Blogger

Hello, I am Gujju Blogger. I am a blogger since 2015 & I am a educational blogger. I am providing information related education, competitive exams & latest recruitment. This Gujju247 is created for spreading important Gujarati information to Gujarati peoples who are living Worldwide & Gujarat, India. For Any Help Or Any Questions Or Queries Please Contact Us By gujjuknowledge.in@gmail.com | Thank You!

Related Post

ગુજરાત લોકરક્ષક અને પોલીસ સબ ઈન્સ્પેકટર (પીએસઆઈ) પરીક્ષાનું અંદાજિત સમયપત્રક જાહેર, જાણો કઈ કઈ તારીખે લેવાશે પરીક્ષા

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) ના ચેરમેન હસમુખ પટેલ દ્વારા હાલમાં જ જાણકારી આપવામાં આવી છે કે લોકરક્ષક અને પીએસઆઈ પરીક્ષા 2024 નું સમય પત્રક (Gujarat LRD & ...

નમો લક્ષ્મી યોજના: ગુજરાત સરકારની ધોરણ 9 થી 12 માં ભણતી વિધાર્થીનીઓ માટેની એક નવી યોજના, મળશે 50 હજાર રૂપિયા

નમસ્કાર મિત્રો, ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2024-25 ના બજેટમાં એક નવી યોજનાની જાહેરાત કરવામાં આવી હતી જેનું નામ છે “નમો લક્ષ્મી યોજના” (Namo Lakshmi Yojana). આ યોજના અંતર્ગત ...

SSC CHSL 2024: સ્ટાફ સિલેક્શન કમિશનમાં 12 પાસ માટે આવી સરકારી ભરતી, 3712 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી શરૂ, વાંચો સંપૂર્ણ માહિતી

SSC CHSL Notification 2024 Out: સ્ટાફ સિલેક્શન કમિશન (એસએસસી) દ્વારા લેવામાં આવતી સંયુક્ત ઉચ્ચતર માધ્યમિક (10+2) સ્તર (Combined Higher Secondary (10+2) Level) પરીક્ષા માટે ઓનલાઈન અરજીઓ શરૂ કરી ...

Gujarat Police Bharti: ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતી 2024 માટે આજથી શરૂ થશે ઓનલાઈન અરજી, વાંચો સંપૂર્ણ માહિતી

Gujarat Police Bharti 2024: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા ગુજરાત પોલીસ દળ વર્ગ-3 સંવર્ગમાં પોલીસ સબ ઈન્સ્પેકટર (પીએસઆઈ) તથા લોકરક્ષક (LRD) કેડરની જગ્યાઓમાં સીધી ભરતી માટેની જાહેરાત ...

Leave a Comment

error: Content is protected !!