AMC Junior Clerk Bharti: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહાયક જુનિયર ક્લાર્ક ભરતી 2024

By Gujju Blogger

Published on:

AMC Sahayak Junior Clerk Recruitment 2024: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા હાલમાં જ એક જાહેરાત બહાર પાડવામાં આવેલ જેમાં સહાયક જુનિયર ક્લાર્ક ભરતી 2024 ની કુલ 612 જગ્યાઓ માટે ભરતી કરવાની થાય છે તેવું જણાવવામાં આવેલ છે. આ અંગેની નોટિફિકેશન ahmedabadcity.gov.in વેબસાઈટ ઉપર આપેલ છે.

Amdavad Municipal Corporation (AMC) Sahayak Junior Clerk Recruitment 2024
Amdavad Municipal Corporation (AMC) Sahayak Junior Clerk Recruitment 2024

AMC Sahayak Junior Clerk Bharti 2024: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ ખાતાઓ માટે નીચે જણાવેલ જગ્યા ભરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી તારીખ 15/04/2024 ના રોજ 23:59 કલાક સુધીમાં મળે તે રીતે ફક્ત ઓનલાઈન અરજીઓ મંગવવામાં આવે છે. ઉમેદવારો આ ભરતી સંબંધિત તમામ જાણકારી જેવી કે શૈક્ષણિક લાયકાત, જગ્યા, પગારધોરણ, વયમર્યાદા નીચે વાંચી શકે છે.

અમદાવાદ મહાનગરપાલિકા સહાયક જુનિયર ક્લાર્ક ભરતી 2024

ભરતી બોર્ડઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)
પોસ્ટનું નામસહાયક જુનિયર ક્લાર્ક
કુલ જગ્યાઓ612 જગ્યાઓ
અરજી કરવાની અંતિમ તારીખ15/04/2024
અરજીનો પ્રકારઓનલાઈન
ઓફિશિયલ વેબસાઈટahmedabadcity.gov.in
ટેલિગ્રામ ચેનલમાં જોડાઓઅહિયાં ક્લિક કરો
વોટ્સએપ ગ્રૂપમાં જોડાઓઅહિયાં ક્લિક કરો

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2024

જગ્યાની સંખ્યા કુલ – 612
લાયકાત કોઈપણ માન્ય વિદ્યાશાખાના સેકન્ડ ક્લાસ ગ્રેજ્યુએટ પાસ અને સરકાર માન્ય સંસ્થામાંથી સી.સી.સી. પાસ
પગારધોરણ હાલ ફિક્સ 26,000 ત્રણ વર્ષ સુધી ત્યારબાદ કામગીરીના મૂલ્યાંકનને ધ્યાને લઈ
વય મર્યાદા 33 વર્ષથી વધુ નહીં, સિવાય કે અમદાવાદ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા હોય.

CCC ની લાયકાત અંગે સ્પષ્ટતા

ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમોની જોગવાઈ અનુસાર કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ તમે ધરાવો છો તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. આ અભ્યાસક્રમ મુજબના કોમ્પ્યુટર વિષયની જાણકારી અંગેનું કોઈપણ સંસ્થાનું પ્રમાણપત્ર માન્ય રહેશે.

વધુમાં માન્ય યુનિવર્સિટી અથવા સરકાર દ્વારા માન્ય સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગેના કોઈપણ ડિપ્લોમા, ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરેલ હોય તેવા પ્રમાણપત્ર અથવા ડિગ્રી કે ડિપ્લોમાના અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તેવા પ્રમાણપત્રો અથવા ધોરણ 10 કે ધોરણ 12 ની પરીક્ષા કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલ હોય તો તેવા પ્રમાણપત્ર માન્ય રહેશે. ધોરણ 10 અથવા ધોરણ 12 માં માર્કશીટમાં કોમ્પ્યુટર વિષય હોય તો પ્રમાણપત્રની જરૂરૂ નથી.

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2024 અરજી ફી

બિન અનામતવર્ગ (દિવ્યાંગજન વર્ગ સિવાયના) ઉમેદવારોએ અરજીદીઠ 500 રૂપિયા તથા આ.ન.વ., સા.શૈ.પ.વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ (દિવ્યાંગજન સિવાયના) ઉમેદવારોએ અરજીદીઠ 250 રૂપિયા ઓનલાઈન તારીખ 25/04/2024 સુધીમાં ભરવાના રહેશે. દિવ્યાંગજન વર્ગના ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેશે નહીં.

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2024 મહત્વની લિંકસ
ઓફિશિયલ નોટિફિકેશનઅહિયાં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહિયાં ક્લિક કરો
વોટ્સએપ ગ્રૂપમાં જોડાઓઅહિયાં ક્લિક કરો
સમય નિકાળીને આ પણ વાંચો!

Gujju Blogger

Hello, I am Gujju Blogger. I am a blogger since 2015 & I am a educational blogger. I am providing information related education, competitive exams & latest recruitment. This Gujju247 is created for spreading important Gujarati information to Gujarati peoples who are living Worldwide & Gujarat, India. For Any Help Or Any Questions Or Queries Please Contact Us By gujjuknowledge.in@gmail.com | Thank You!

Related Post

ગુજરાત લોકરક્ષક અને પોલીસ સબ ઈન્સ્પેકટર (પીએસઆઈ) પરીક્ષાનું અંદાજિત સમયપત્રક જાહેર, જાણો કઈ કઈ તારીખે લેવાશે પરીક્ષા

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) ના ચેરમેન હસમુખ પટેલ દ્વારા હાલમાં જ જાણકારી આપવામાં આવી છે કે લોકરક્ષક અને પીએસઆઈ પરીક્ષા 2024 નું સમય પત્રક (Gujarat LRD & ...

નમો લક્ષ્મી યોજના: ગુજરાત સરકારની ધોરણ 9 થી 12 માં ભણતી વિધાર્થીનીઓ માટેની એક નવી યોજના, મળશે 50 હજાર રૂપિયા

નમસ્કાર મિત્રો, ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2024-25 ના બજેટમાં એક નવી યોજનાની જાહેરાત કરવામાં આવી હતી જેનું નામ છે “નમો લક્ષ્મી યોજના” (Namo Lakshmi Yojana). આ યોજના અંતર્ગત ...

SSC CHSL 2024: સ્ટાફ સિલેક્શન કમિશનમાં 12 પાસ માટે આવી સરકારી ભરતી, 3712 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી શરૂ, વાંચો સંપૂર્ણ માહિતી

SSC CHSL Notification 2024 Out: સ્ટાફ સિલેક્શન કમિશન (એસએસસી) દ્વારા લેવામાં આવતી સંયુક્ત ઉચ્ચતર માધ્યમિક (10+2) સ્તર (Combined Higher Secondary (10+2) Level) પરીક્ષા માટે ઓનલાઈન અરજીઓ શરૂ કરી ...

Gujarat Police Bharti: ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતી 2024 માટે આજથી શરૂ થશે ઓનલાઈન અરજી, વાંચો સંપૂર્ણ માહિતી

Gujarat Police Bharti 2024: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા ગુજરાત પોલીસ દળ વર્ગ-3 સંવર્ગમાં પોલીસ સબ ઈન્સ્પેકટર (પીએસઆઈ) તથા લોકરક્ષક (LRD) કેડરની જગ્યાઓમાં સીધી ભરતી માટેની જાહેરાત ...

Leave a Comment

error: Content is protected !!